Wanted Love 2 - 68 in Gujarati Novel Episodes by Rinku shah books and stories PDF | વોન્ટેડ લવ.....સાચા લવની શોધ. પાર્ટ-૨... - ભાગ--68

વોન્ટેડ લવ.....સાચા લવની શોધ. પાર્ટ-૨... - ભાગ--68


(કિનારા પોતાના પિતાના જીવતા હોવાના સમાચાર સાંભળીને ખૂબ જ આઘાત પામી અને તે બેભાન થઇ ગઇ.જાનકીદેવીએ તેને વિનંતી કરી કે તે તેના મોટાભાઇ સમાન વિશાલભાઇને શોધી નાખે.કિનારાએ સ્વસ્થ થઇને પોતાની જુની ટીમ બોલાવી.જેમની સાથે તે તેના પિતાને શોધવા માંડવી જશે.અહીં કાયના રનબીરને ભુતકાળમાં શું થયું હતું જેના કારણે જાનકીદેવી તેની મોમને નફરત કરે છે તે જણાવી રહી હતી.વોન્ટેડ લવ મિશન બાદ શ્રીરામ શેખાવતનો પુરો પરિવાર મુંબઇ શિફ્ટ થયો.જ્યાં બધાં પોતપોતાના કેરીયરમાં સેટ હતા સિવાય લવ શેખાવત.જેના કારણે તેને ડિપ્રેશન આવી ગયું તેને ડિપ્રેશનમાંથી બહાર કાઢવાની જવાબદારી કિનારાએ લીધી)

કાયનાએ વાત આગળ વધારી.
"રનબીર,તે વખતે મોમ અને મારી વચ્ચે બધું ઠીક હતું.મોમ મારી આઇડલ હતી આઇમની હજીપણ છે.
લવચાચુ ખૂબ જ ડિપ્રેશનમાં હતા.હું તેમને મોટા ડેડી કહું છું જેથી કન્ફયુઝન ના થાય. તેમને પોલીસ ડિપાર્ટમેન્ટમાં જોઇન થવું હતું.

તેના માટે તેમની એજ લીમીટ ક્રોસ થઇ ગઇ હતી.મોમે તેમને પહેલા ફિઝીકલ ફિટનેસ માટે ટ્રેનીંગ આપવાની શરૂ કરી.તેમણે એક એક્સપર્ટ ટ્રેનર રાખ્યાકે જે તેમને દરેક પ્રકારની ટ્રેનીંગ આપે.

લગભગ છ મહિનામાં તે ઘણાબધા ટ્રેઇન થઇ ચુક્યા હતા.તેમનું શરીર એકદમ મજબુત અને લડવૈયું થઇ ગયું હતું.મોમે તેમને તેમના એક ઓળખીતા સિક્યુરિટી કંપનીના માલીક પાસે મોકલ્યા.તેમણે મોટા ડેડીનું ઇન્ટરવ્યું લીધું અને તેમને પોતાની કંપનીમાં રાખી લીધાં.

ઘરમાં બધાં ખૂબ જ ખુશ હતા કે મોટા ડેડીને તેમની પસંદગીની નોકરી મળી પણ હકીકતમાં તે ખુશ નહતા.તેઓ સીધી મોટી પોસ્ટ પર જવા માંગતા હતા.

જ્યારે પણ મોમ ડેડ અને લવચાચુને મેડલ મળે કે તેમનું સમ્માન થાય,જ્યારે પણ તે મોટા મોટા ઓપરેશન પાર પાડે.મોટા ગુનેગારને પકડે ત્યારે ઘરમાં એક ઉત્સવ જેવું વાતાવરણ હોય.
દાદા દાદી પોતાના બંને દિકરા અને વહુ પર ખૂબ જ ગર્વ અનુભવતા.દાદા પાર્ટી આપે જેમા લગભગ મોટા મોટા પોલીસ અધિકારીઓ આવે જે તેમના ત્રણેયના ખૂબ જ વખાણ કરે.

આ બધી બાબતમાં કોઇ સાઇડલાઇન થઇ રહ્યું હતું તો તે હતા મોટા ડેડી.આ સાથે બીજું કોઇપણ હતું કે જે તેમના જેવું જ કઇંક અનુભવતા.તે હતા શિવાની આંટી.

લવચાચુ અને મોમને લગભગ એકસાથે જ કોઇ કેસ મળતો.ડિપાર્ટમેન્ટમાં તેમની જોડી ગુનેગારને પકડવામાં માસ્ટર ગણાતી.મોટા મોટા કેસ તેમને જ આપવામાં આવતા.જેથી તેમને સતત સાથે રહેવાનું થતું.

તે સિવાય કદાચ તને ખબર હશે કે ભુતકાળમાં જ્યારે મોમ અને ડેડ અલગ હતા અને લવચાચુને ખબર નહતી કે મોમ તેમના નાનાભાઇના પત્ની છે.ત્યારે તે મોમને એકતરફો પ્રેમ કરતા હતા.આ વાત મોમ ડેડ અને લવચાચુ તો ભુલીને મિત્રતાના એક નવા મુકામ પર પહોંચી ગયા હતા.

શિવાની ચાચી જે મારા મોમના નાનપણના બેસ્ટ ફ્રેન્ડ હતા તે આ વાત ભુલી નહતા શક્યા.આ વાત તેમના હ્રદયના કોઇ ખુણામાં કેદ હતી.આ વાત હવે બહાર આવી રહી હતી.લવચાચુ અને શિવાની આંટીના વચ્ચે મોમને લઇને ખૂબ જ ઝગડા થતાં હતાં.

શિવાની આંટી ઇચ્છતા હતા કે તે મોમ સાથે માત્ર પોતાના નાનાભાઇના પત્ની તરીકે જ સંબંધ રાખે.તે તેમની સાથે કામ પણ ના કરે અને તેમની સાથે મિત્રતા પણ તોડી દે.જે લવચાચુને મંજૂર નહતું.

અહીં મોટાડેડીની નિરાશા શિવાની આંટી ભાળી ગયા હતા.તે હવે મોમના પહેલા જેવા બેસ્ટ ફ્રેન્ડ નહતા રહ્યા.તે તેમના જેઠાણી બની ગયા હતા.ટીપીકલ જેઠાણી જેવું વર્તન કરે.મોમને કામ પર જવાનું મોડું થતું હોય ત્યારે જ એમને કોઇ કામ સોંપે.સવાર સાંજ બે ટાઇમ ગમે તે થાય રસોઇ મોમે જ બનાવવાની.મતલબ જુની ફિલ્મોમાં કેવું બતાવતા એવું જ કઇંક શિવાની આંટી મોમ જોડે વર્તન કરતા.તેમના બોલવાના અંદાજમાં પણ ફરક આવી ગયો હતો.

મોમ તો પણ તેમને પોતાની બેસ્ટ ફ્રેન્ડ જ માનતા.શિનામોમ એટલે કે મોટી મમ્મી મોમને હેલ્પ કરતા.તેમને સપોર્ટ કરતા.

આટલું બધું કર્યા પછી પણ મોટા ડેડીને મોમ માટે નારાજગી હતી કે તેમને સિક્યુરિટી હેડ બનાવવાની જગ્યાએ તેમને સિક્યુરિટી ઇન્ચાર્જ બનાવ્યાં.મોટા ડેડી આટલા વર્ષો રોમિયોની કેદમાં રહ્યા પછી સંકુચિત માનસિકતા વાળા થઇ ગયા હતા.

મોટા ડેડી અને શિવાની આંટી એકબીજાની તકલીફ ભાળી ગયા હતા.શિવાની આંટીએ તેમને ભડકાવવાનું શરૂ કર્યું.તે મોમ વિરુદ્ધ તેમને ભડકાવતા.તે કહેતા કે મોમે જાણી જોઇને તેમને આવી નોકરી અપાવી છે.કે જે સાવ નીચી કક્ષાની હોય.

તે તેમને કહેતા કે મોમ ઇચ્છે તો તેમની લાગવગ લગાવીને તેમને પોલીસ ખાતામાં સારી નોકરી અપાવી શકે અથવા ડેડ એ.ટી.એસમાં તેમને જોબ અપાવી શકે પણ તે જાણી જોઇને તેવું નથી કરતા.

શિવાની આંટીએ તેમને આ જોબ છોડી દેવા કહ્યું.તેમણે કહ્યું કે તે તેમને આનાથી સારી જોબ પોતાની ચેનલમાં અપાવશે.તે જર્નાલિસ્ટ છે અને તેમને ઘણીબધી ઓળખાણ છે."કાયનાના ચહેરા પર શિવાની માટે ગુસ્સો સાફ દેખાઇ રહ્યો હતો.તે ગુસ્સામાં કાંપી રહી હતી.

"તું આ બધું જાણતી હતી તો તું અત્યારે આ વાત કેમ બધાંને નથી જણાવતી અને તને આટલી વિગતમાં વાત કોણે જણાવી?"રનબીરે પુછ્યું.

કાયના તેની સામે જોવા લાગી.તેણે પુછ્યું,"શું લાગે છે તને મને આ બધું કોણે કહ્યું હશે?"

રનબીર વિચારમાં પડી ગયો અને તેણે કહ્યું,"લવ મલ્હોત્રા અંકલ?"કાયનાએ માથું હકારમાં હલાવ્યું.તે બોલી,"આ પુરી વાત મને પણ મોમ સાથે મારી ગેરસમજ દુર થયા પછી જાણવા મળી."

"પછી શું થયું ?મોટા ડેડીએ જોબ છોડી દીધી?શિવાની આંટીએ તેમને જોબ અપાવી?"રનબીરે પુછ્યું.

"ના તેવું કશુંજ ના થયું.તને શું લાગે છે કે કોઇપણ મોટી પોસ્ટ પર કે સારી કંપનીમાં એમ જ જોબ મળી જાય?શિવાની આંટીએ કોશીશ સારી કરી પણ તેમને હાથ સફળતા ના લાગી.

અહીં મોટા ડેડી કોઇપણ કાળે તે નોકરી છોડવા માંગતા હતા પણ મોમની કારણે છોડી નહતા શકતા.તેમનું મન કામ પર ઓછું લાગતું.તે ઘણીબધી ભુલો કરતા,કામ પર ધ્યાન ના આપતા.છતાપણ તે સિક્યુરિટી કંપનીના માલિક મોમના હિસાબે તેમને કશુંજ ના કહેતા.

અંતે તે ઘટના ઘટીને જ રહી.મોટા ડેડીને તેમની કંપનીમાંથી એક મોટા જ્વેલર્સનું એક્સીબીશન હતું.તેમા બહુ બધાં સિક્યુરિટી ગાર્ડ્સના તે ઇન્ચાર્જ હતા.આ ઇવેન્ટ ખૂબ જ મોટી હતી.
તને ખબર છે રનબીર,મોટા ડેડીની બેજવાબદારીના કારણે એક રૂમમાં જ્યાં તેમણે સિક્યુરિટી કરવાની હતી.તે ખૂબ જ બેદરકાર રહ્યા.

તેમની આ બેદરકારીના કારણે તે ઇવેન્ટમાં તે રૂમમાંથી લાખો કરોડોના ઘરેણાં ચોરાઇ ગયાં.તેમને તે સિક્યુરિટી કંપનીમાંથી કાઢી મુકવામા અાવ્યા અને તેમના વિરુદ્ધ બેદરકારી માટે એફ.આઇ.આર નોંધાવવામાં આવી.

તેમને એરેસ્ટ કરવામાં આવ્યા.આ જ કારણ બન્યું મારી મોમની છબી આ ઘરમાં ખરાબ થવાનું."કાયનાએ કહ્યું.

"એક મીનીટ,આમા મોમનો શું વાંક? તેમને કેમ જાનકીદાદી નફરત કરે છે અને તેમને જવાબદાર ઠેરવે છે?"રનબીરે પુછ્યું.

"કારણ કે શિવાની આંટીએ દાદીને ભડકાવ્યા કે આ એફ.આઇ.આર મોમના પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે તો મોમ તેને રફે દફે કરીને મોટા ડેડીને છોડાવે.મારી મોમ એક ઈમાનદાર પોલીસ ઓફિસર છે.તેમણે આવું કરવા માટે ના કહી.

તને ખબર છે તેમણે માત્ર છ મહિનામાં મોટા ડેડીને મુક્ત કરાવ્યા.રાત દિવસ એક કરીને તે ઘરેણાં ચોરવાવાળા લુટેરાને પકડ્યા.આટલું કરવા છતા મોમજ ગુનેગાર ઠરી.મોટા ડેડીએ મોમ પર બહુ બધાં આરોપ લગાવ્યા કહ્યું કે મોમના કારણે તેમને જેલ જવું પડ્યું.મોમે તેમને જબરદસ્તી તે જોબ માટે મોકલ્યા.

તેમને તે જોબ ના ઇચ્છવા છતા કરવી પડી કારણ કે મોમ તેમને નીચું દેખાડવા માંગતી હતી.તેમણે નારાજ થઇને મુંબઇ શહેર છોડી દીધું.તેમણે મોટી મમ્મીને પણ જોબ છોડવા મજબુર કર્યા.

આ વાતના કારણે દાદી હંમેશાં મોમને જવાબદાર ઠેરવે છે કે તેમના કારણે તેમનો દિકરો તેમનાથી હંમેશાં દુર રહ્યો.તેને જેલ જવું પડ્યું.તેનું અને પરિવારનું નામ ખરાબ થયું.

પણ મને હવે હકીકત સમજાય છે.મને લાગે છે કે મોટા ડેડી મહેનત કરવા જ નહતા માંગતા.તે માંડવીની અમારી હવેલીમાં આરામ કરે છે.ત્યાં જમીન અને ખેતીનું કામ મોટા ભાગે મોટી મમ્મી જોવે છે.તે ત્યાં જવા માંગતા હતા કેમ કે તે અદાની નજીક જવા માંગતા હતા.એવું મને લાગે છે."કાયનાએ કહ્યું.

"શિવાની આંટીની શંકાના કારણે અને તેમની ચઢામણીના કારણે આ પરિવાર અલગ થયો છે.શું આ વાત દાદુ જાણે છે?અગર હા તો તે કેમ કશુંજ નથી કરતા?"રનબીરે પુછ્યું.

"દાદી,દાદુ દાદીને ખૂબ જ પ્રેમ કરે છે અને તે દાદીને કશુંજ નથી કહી શકતા.દાદીના આંસુ આગળ તે લાચાર થઇ જાય છે અને સાબિતી વગર તે શું કહી શકે.આ વાત ત્યારે જ ક્લિયર થશે જ્યારે મોટા ડેડી પોતે આ સાચી વાત કહેશે અથવા શિવાની આંટીની શંકા દુર થશે.ત્યાંસુધી મારી મોમને જ બધાં ગુનેગાર ઠેરવશે."કાયનાએ ઉદાસ થઇને કહ્યું.

"એ પણ ઠીક થઇ જશે આપણે બધું જ ઠીક કરી દઇશું પણ તે પહેલા મારી સ્વિટહાર્ટનો મુડ તો ઠીક કરવો પડશેને?"આટલું કહીને રનબીરે કાયનાનો હાથ પકડીને પોતાની નજીક ખેંચી.
"રનબીર,શું કરે છે?બધાં ઘરે છે અને રૂમમાં ગમે ત્યારે કોઇપણ આવે છે.તું તો એક જ દિવસમાં બેશરમ થઇ ગયો.ગમે ત્યારે ડાઇનીંગ ટેબલ નીચે મારો હાથ પકડી લે."

"શું કરું?આટલી સુંદર પ્રેમિકા મળી છે મને તેનાથી દુર નથી રહી શકતો.વાંક તારો જ છે તું છે જ એટલી સુંદર અને ક્યુટ."રનબીરે તેને પોતાના આલીંગનમાં જકડતા કહ્યું.

"અચ્છા,હેન્ડસમ તો પણ ખૂબ જ છે."કાયનાનો ચહેરો રનબીરના ચહેરાના એકદમ નજીક હતો.એકબીજાના શ્વાસોચ્છવાસ તે બંને અનુભવી શકતા હતા.એકબીજાનો સ્પર્શ તેમને જાણે કે કોઇ અલગ જ દુનિયામાં લઇ ગયો.ક્યારે બંનેના હોઠ એકબીજાની કેદમાં આવી ગયા તેમને જ ખબર ના પડી.

રનબીરના હાથ કાયના ફરતે એકદમ મજબુતીથી વિંટળાયેલા હતા.કાયના તેના દુખને પોતાના પ્રિયતમના આશ્લેષમાં ભુલીને સુખ અને શાંતિ અનુભવી રહી હતી.અચાનક તે બંને તે જ અવસ્થામાં હતા અને તેમના રૂમનો દરવાજો ખુલ્યો અને કોઇ અંદર આવ્યું.

શું અદા વિશાલભાઇની બદલીમાં કિનારા પાસે કઇંક મ‍ાંગશે?
કાયના અને રનબીર એક કેવીરીતે થશે?
શિવાનીના મનમાંથી શંકાનો કીડો દુર થઇ જશે?

જાણવા વાંચતા રહો.

Rate & Review

Kinnari

Kinnari 2 months ago

Vishwa

Vishwa 6 months ago

Himanshu P

Himanshu P 7 months ago

Nirav Chauhan

Nirav Chauhan 10 months ago

Jinu Kapuriya

Jinu Kapuriya 12 months ago