S. T. Stand ek love story - 8 books and stories free download online pdf in Gujarati

એસ. ટી. સ્ટેન્ડ એક લવ સ્ટોરી - 8

એસ. ટી. સ્ટેન્ડ એક લવ સ્ટોરી ભાગ ૮

હસવાનું બંધ જ નહોતું થતું. એટલું હસ્યા કે આંખોમાં પાણી આવી ગયા.
"આઈ ટેલ યુ ...હું જીંદગીમાં બધું ભૂલી જઈશ પણ આજની રાત ક્યારેય નહીં ભૂલું અને આજ પછી ગાવા ની હિંમત તો ક્યારે નહીં કરું." અમિત હસતા હસતા બોલી રહ્યો હતો.
અચાનક નીતાએ ચીસ પાડી અને અમિત નો હાથ પકડી લીધો "ઉંદર..." .બેન્ચ પાછળ એક ઉંદર કંઈ ખાવાનું ગોતતા આવી પહોંચ્યો હતો જેને જોઈ નીતા ખૂબ ડરી ગઈ . અમિતે ઉંદર જોયો અને બુટ પછાડી અવાજ કર્યો ને ઉંદર અંધારામાં ભાગી ગયો.
નીતાએ હજી પણ અમિત નો હાથ જોરથી પકડી રાખ્યો હતો. ઉંદર ગાયબ થતા નીતા ની ગભરાટ ઓછી થઈ અને એને ખ્યાલ આવ્યો કે એ અમિત નો હાથ પકડીને ઊભી છે ખ્યાલ આવતા હાથ છોડ્યો અને શરમાઈ ગઈ. મોઢુ ફેરવી બેન્ચ પર બેસી ગઈ. અમિત ને પણ નીતાના સ્પર્શનો કરંટ લાગ્યો હતો ઍ કાંઈ બોલી ના શકયો અને બેન્ચ ઉપર પોતાની બેગ ગોઠવવા લાગ્યો .

"3 વાગી ગયા ...! મને લાગેછે આપણે હવે બૅ ત્રણ કલાકની ઊંધ લેવી જોઈએ . થોડો થાક ઊતરે .મારે તો દસ વાગે ઓફીસે પોહચવાનું છે . હું આ બેન્ચ ઉપર લંબી લગાઉ છું અને તમે એ બેન્ચ પર સુઈ જાઓ. " અમિત મોબાઈલમાં કાંઈ ટાઇપ કરતા બોલ્યો.
" તમે સુઈ જાઓ મને હવે ઉંધ નહીં આવે આમ પણ મને બસમાં સારી ઉંધ આવે છે સુતા સુતા અહીં પોહચી ગઈ એમ સુતા સુતા અમદાવાદ પોહચી જઈશ" નીતા હજી ડરેલી હતી.

" તમારી વાત મને કંઈ સમજાતી નથી. એક બાજુ તમે આખી રાત સુમસાન એસટી સ્ટેન્ડ પર એકલા રહેવાની હિંમત બતાવો છો અને એક નાનકડા ઉંદર થી ડરો છો . એટલે હું કહેતો હતો કે તમારે ઘરે ફોન કરવો જોઈએ અને બધી વાતની જાણ કરવી જોઈએ .આઈ એમ સ્યોર એ કોઈને કોઈ મદદ જરૂર મોકલાવત . સોરી... આ તમારી પ્રસર્નલ વાત છે હું તમારા ફેમેલી વિશે કંઈ જાણતો નથી બટ આઇ એમ sure એ લોકો તમને ખુબ પ્રેમ કરતા હશે . તમને કાંઈ થાય તો એ દુઃખી થશે." અમિત નીતાને સમજાવતા બોલ્યો.
નીતાની દુખતી નસ દબાઇ . એ અમિત ને બધુ સાચુ કેહવા માંગતી હતી. એને પોતાનો પ્રોબલમ શેર કરવો હતો પણ અમિત એના વિશે કેવુ વિચારશે એ વિચાર એને બોલ્તા રોકી રહ્યો હતો. નીતાએ વાત બદલતા પ્રશ્ન કર્યો " તારા ફેમેલીમાં કોણ કોણ છે?"
"જબરજસ્ત ટેસ્ટી રસોઈ બનાવવાળી મમ્મી એકદમ કુલ પપ્પા અને મોટો ભાઈ જે કેનેડામાં ગોરી મેમ સાથે સેટેલ છે. " અમિતે ખુશીથી જવાબ આપ્યો.
"તારી કોઈ ગર્લ ફ્રેન્ડ ?" નીતાએ ખચકાતા પુછી લીધું.
" મેડમ... વિચાર શું છે? તમે ક્યાંક મારા પ્રેમમાં તો નથી પડ્યા ને? મજાક કરુ છું. મારી જીવનસાથી ની પસંદગી મારા મમ્મી પપ્પા કરવાના છે. એટલે એવું નથી કે હું કોઈ છોકરીને પસંદ કરુ તો એ ના પાડશે પણ હું જ એરેન્જ મેરેજ કરવા માંગુ છુ એટલે ગર્લ ફ્રેન્ડના ચક્કરમા નથી પડ્યો" અમિતની વાતની સચ્ચાઈ એના ચેહરા પર દેખાતી હતી.

"આનો અર્થ તારા મમ્મી પપ્પા તારા માટે જે છોકરી પસંદ કરશે એની સાથે તું લગ્ન કરી લઈશ? તને પસંદ ના હોય તો પણ?" નીતાને અમિતની વાત ગમી નહીં.
"એવું નહીં યાર...તમને શું લાગે છે એ લોકો મારા માટે છોકરી પસંદ કરશે અને મને કહેશે બેટા અવતા શુક્વારે તારા લગ્ન નક્કી કર્યા છે સવારે દશ વાગે મંડપમાં પોંહચી જ્જે. તમે સમજ્યા નહીં મારો કેહવાનો અર્થ છે પેહલા એ પસંદ કરશે અને પછી હું અને છોકરી એક બીજા ને પસંદ કરીએ ને પછી લગ્ન થાય. હા પેહલાના જમાનામાં આવુ થતું મારા દાદા મુંબઈ નોકરી કરતા એક દિવસ એમને એમના પપ્પાનો પત્ર આવ્યો બેટા આવતા મહિને ૨૦ જૂનના રવિવારે તારા લગ્ન લીધા છે બે દિવસ પેહલા આવી જજે. છોકરી કોણ? નામ શું? કેવી દેખાય છે? કાંઈ ખબર નહીં બોલો....મારા દાદા દાદી ના લગ્ન આવી રીતે થયા હતા .હું મારા દાદા દાદી ને ખુબ મિસ કરું છું " અમિત થોડો ઇમોસ્નલ થઈ ગયો.

થોડી વાર માટે બન્ને ચુપ હતા.અમિત બોલ્યો " મેડમ વારા ફ્૨થી વારો મારા પછી તારો "
" એટલે ?" નીતાને કાંઈ સમજાયુ નહીં.
"એટલે કે હવે તમારો વારો છે તમારા પરિવાર વિશે વાત કરવાનો કોણ કોણ છે ?કેવા કેવા છે? બોય ફ્રેન્ડ? વગેરે વગેરે.....૨ કલાક ટાઇમપાસ કરવાનો છે"

નીતા હવે ખોટુ બોલવા નહોતી માંગતી એણે અમિતને બધી સરચાઇ જણાવી મમ્મી, પપ્પા, ભાઈ, પપ્પા ની ગેરસમજ, સગાઇ , પોતાના સપના,ભાગીને અહીંયા સુધી પહોંચી ત્યાં સુધીની બધી સાચી વાત ભીની આંખો સાથે કરી .
વાતાવરણ ગંભીર બન્યું. "મને લાગતુ હતુ જ કાંઈક તો ગડબડ છે. I am sorry ...પણ મને અત્યારે તમારા મમ્મી પપ્પા ની દયા આવે છે અને ચિંતા પણ થાય છે શું વીતી રહી હશે એમના પર . મારી માનો એમને અત્યારે ફોન કરો અને બધુ જણાવો " અમિત વિનતી કરી રહ્યો હતો.
"દુઃખ તો મને પણ થાય છે પણ પપ્પા મારી વાત નથી સમજતા તેમનો વિરોધ કરવાની હિંમત મારામાં નથી "નીતા પોતાની સફાઈમાં બોલી.
"વિરોધ કરવાની જરૂર જ ક્યાં છે મને નથી લાગતું આ દુનિયામાં મા બાપ જેવો નિસ્વાર્થ પ્રેમ આપણને કોઈ કરતું હોય છે. એ જે પણ કરે છે આપણા ભલા માટે હોય છે .ઘણીવાર આપણને ખરાબ લાગે પણ એની પાછળ તેમનો પ્રેમ જ હોય છે. જેટલી હિંમત તે ભાગવા માટે કરી એના કરતાં સાવ ઓછી હિંમતમાં તું તારા પપ્પા સાથે તારા દિલની વાત કરી શકી હોત .મને વિશ્વાસ છે એ તારી વાત સમજશે તને લગ્ન કે સગાઈ માટે ફોર્સ નહીં કરે .માં બાપના દરેક નિર્ણય આપણી ખુશી માટે જ હોય છે અને એ સમજશે કે તુ આ નિર્ણયથી ખુશ નથી તો તારો વિરોધ નહીં કરે અને તને સાથ આપીશે. તું એમને તને ... પ્રેમ કરવાની સજા આપી રહી છે .મારી વાત માન ફોન લગાવ અને વાત કર એ તને શોધવા માટે આકાશ પાતળ એક કરી રહ્યા હશે" અમિતે સમજાવવાનો પૂરો પ્રયત્ન કર્યો.

નીતા હવે ધ્રુસકે ધ્રુસકે રડી રહી હતી. અમિત ની વાત નીતાના ગળે ઉતરી .એ સમજી ગઈ અમિત છે કહે છે એ બરાબર છે એણે જે પગલું ભર્યું એ ખોટું હતું હવે ફોન કરી માફી માંગી પોતાની વાત સમજાવી જરૂરી હતી એટલે એણે આસું લુછતા બેગમાંથી મોબાઈલ ફોન કાઢ્યો અને ચાલુ કર્યો પપ્પાને ફોન લગાડવા જતી જ હતી ત્યાં એક ગાડી ફૂલ ઝડપે એસટી સ્ટેન્ડ માં દાખલ થઈ અને બરાબર એમની સામે ઊભી રહી ગઈ.ગાડીના લાઈટના પ્રકાશને લીધે અંદર કોણ બેઠું હતું દેખાયું નહીં.

ગાડીમાંથી નીતા નો ભાઈ વિવેક બહાર આવ્યો અને બંને ને જોઈ રહ્યો. અચાનક તે દોડ્યો અને અમિત નું ગડુ પકડી લીધુ "આજે તું અહીંયા થી જીવતો પાછો નહીં જાય" વિવેકની આંખોમાં લોહી ઉતરી આવ્યું હતું.

ક્રમશઃ