S. T. Stand ek love story - 9 in Gujarati Novel Episodes by PANKAJ BHATT books and stories PDF | એસ. ટી. સ્ટેન્ડ એક લવ સ્ટોરી - 9 - છેલ્લો ભાગ

એસ. ટી. સ્ટેન્ડ એક લવ સ્ટોરી - 9 - છેલ્લો ભાગ

એસ. ટી. સ્ટેન્ડ એક લવ સ્ટોરી ભાગ ૯

વિવેકના માથા ઉપર ખૂન સવાર હતુ એને અમિત પર ગુસ્સો આવી રહ્યો હતો. નીતા કાંઈ સમજી ન શકી વિવેક અહીં કેવી રીતે પહોંચી ગયો .પણ એને અમિત નું ગળુ દબાવતુ જોઈ એણે ચીસ પાડી "ભાઈ છોડ એને ...ભાઈ આમાં એનો કોઈ વાંક નથી હું એની સાથે અહીંયા નથી આવી, એણે તો મારો જીવ બચાવ્યો છે, મારી મદદ કરી છે છોડ તુ એને "નીતા વિવેક નો હાથ ખેંચતા ચીખી અને રડી રહી હતી.

નીતા ની વાત સાંભળી વિવેક ના હાથ ઢીલા પડ્યા અને એણે અમિત નું ગળુ છોડી દીધું. અમિત ગળા પર હાથ ફેરવતા બેન્ચ ઉપર બેસી ગયો.

નીતાને રડતી જોઈ વિવેકના આંખોમાં પાણી આવી ગયું " બેન તું ઠીક છે ?અને આ બધું શું છે? તું શું કરી રહી છે?"
નીતા થી કાંઈ બોલાયું નહિ અને ભાઈ ને વળગી ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી.

"ભાઈ પપ્પા મમ્મી ક્યાં છે ?" નીતા નો સવાલ સાંભળી વિવેકે ગાડી તરફ જોયું. પપ્પા અને મમ્મી ગાડીની બાજુમાં ઉભા દીકરીને જોઈ રહ્યા હતા અને દીકરી સલામત છે એ જોઈ ખુશીથી રડી રહ્યા હતા .નીતા દોડીને ગઈ અને એમને ભેટી પડી . " સોરી પપ્પા મને માફ કરો મારાથી ભૂલ થઈ ગઈ."

લાગણીઓથી છલોછલ ભરેલા આ દ્રશ્યમા શબ્દોને જગ્યા નહોતી. આ જોઈ અમિત પણ ભાવુક થઈ ગયો. એણે બધાને શાંત કર્યા અને પાણી આપ્યું .બધા એસટી સ્ટેન્ડ પર આવી બેન્ચ પર બેઠા. નીતા હજી મમ્મીના ખભે માથું મૂકી રડી રહી હતી." શાંત થઈ જા બેટા જે થયું એ બધુ ભુલી જા .તુ હેમખેમ છે એટલે બસ " નીતા ની મમ્મી નીતાને શાંત કરતા બોલી.

વાતાવરણ થોડું હલકું થયું એટલે વિવેકે પૂછ્યું "આ છોકરો કોણ છે ?એ તારી સાથે અહીં શું કરે છે?"
"એનું નામ અમિત છે .અમદાવાદમાં જ રહે છે .એની બાઈક ખરાબ થઈ ગઈ અને મેકેનીક ગોતતો ભૂલમાં અહીંયા પહોંચી ગયો . એને મારી ખૂબ મદદ કરી. હું ખરેખર એને આભારી છું"નીતા આંસુ લૂછતા બોલી.

આ વાત સાંભળતા જ નીતા સિવાય બધા હસવા લાગ્યા નીતાને આશ્ચર્ય થયું બધા આવું કેમ કરી રહ્યા છે"તમે બધા હસો કેમ છો ?હું સાચું કહું છું.
હું આ છોકરાને પહેલીવાર મળી છુ. મારુ આની સાથે કોઈ ચક્કર નથી."

"અમને ખબર છે પણ બેટા એનું નામ અમિત નથી એનું નામ છે જતીન ત્રિવેદી "નીતા ના પપ્પા હસતા હસતા બોલ્યા.
નીતા આશ્ચર્ય સાથે અમિત સામે જોવા લાગી .અમિત કંઈ બોલ્યો નહીં અને લુચી સ્માઇલ સાથે નીચે જોવા લાગ્યો.
વિવેક પૂરી વાત સમજાવતા બોલ્યો "આ એ જ છોકરો છે જેના મમ્મી પપ્પા તને આજે જોવા આવ્યા હતા. મારી સામે આવી રીતે ના જો તને પુરી વાત સમજાવું .જ્યારે અમને ખબર પડી કે તુ બ્યુટી પાર્લર થી ભાગી ગઈ છે અમે તને શોધવા ના બધા પ્રયત્નો કર્યા. જતીન ના મમ્મી પપ્પા ત્યાં હાજર હતા એમણે પણ અમને બનતી મદદ કરી. તારી બેનપણીઓ ને જ્યારે વારાફરતી ફોન કરવા માંડ્યા ત્યારે તારી એક ફ્રેન્ડ કિંજલે જણાવ્યું કે એણે તને સાંજે એક વીરપુર જતી એસટી બસમાં ચડતા જોઈ હતી એણે તને બૂમ પાડી હતી પણ તે સાંભળી નહીં .અમને પણ લાગ્યું કે તુ જલારામ વિરપુર ગઈ હોઈશ પણ પુરી તપાસ કરતાં ખબર પડી કે તુ બીજા કોઈ વીરપુર વાળી બસમાં બેસી ગઈ છે. ત્યાં સુધી મોડું થઈ ગયું લગભગ ૧૧ વાગી ગયા હતા . નસીબ સારા હતા જતીન ના મમ્મી પપ્પા એ અમને જણાવ્યું જતીન આઉટિંગ માટે આજ તરફ જઈ રહ્યો છે અને પછી અમે એને ફોન કરી અહીં પહોંચવા કહ્યું. કેમકે એ અહીંયા સૌથી પહેલા પહોંચી શકે એમ હતો. અમે ઘરેથી નીકળી ગયા હતા .બાર વાગ્યે જતીન નો મેસેજ આવ્યો "હું પહોંચી ગયો છું નીતા ઠીક છે ચિંતા કરવાની કોઈ જરૂર નથી અને અમને બધાને શાંતિ થઈ અને ત્યારે મમ્મીનું રડવાનું બંધ થયું. અમિત અમને રેગ્યુલર મેસેજ કરી અહીંના સમાચાર આપતો હતો."
નીતા આશ્ચર્ય સાથે અમિત સામે જોઈ બોલી "ખોટું બોલવાની શું જરૂર હતી ? મને પહેલાં જ બધું કહી દીધું હોત તો અને ભાઈ તે એનું ગળું કેમ પકડ્યું આટલું બધું નાટક કેમ?"
" આ બધો plan જતીન નો હતો એમાં મારો કોઈ વાંક નથી એણે આવું કરવા મને મેસેજ કર્યો હતો" વિવેક હસતા હસતા બોલ્યો.
નીતાને જતીન પર ગુસ્સો આવતો હતો. નીતાની ઉંચી થયેલી પાપણો જોઈ અમિતે સફાઈ આપી "સોરી ...સોરી.... હું કોઈ પ્લાન બનાવી અહીંયા નહોતો આવ્યો પણ અહીંયા પહોંચતાની સાથે જે ઘટના બની અને પછી તમે એક પછી એક ખોટું બોલી રહ્યા હતા એટલે હું પણ ખોટું બોલતો રહ્યો અને અજાણતા આ બધુ ગોઠવાઈ ગયુ આમાં મારો ઈરાદો તમને કોઈ દુખ પહોંચાડવાનો નહીં પરંતુ તમને તમારી ભૂલ સમજાવાનો હતો. i am really sorry...."
પોતે બુધ્ધુ બની ગઈ એ વાતનું નીતા ને હસુ આવતું હતું.
નીતા ની મમ્મી જેનું રડી રડીને ગળુ સુકાઈ ગયું હતું એ બોલી "જતીન બેટા તારો તો જેટલો ઉપકાર માનું એટલો ઓછો છે જો તુ સમયસર ના પહોંચ્યો હોત અને કોઇ અણગમતી ઘટના બની હોત તો અમારે જીવનભર રડવાનો વારો આવત "
"ના આંટી હું તો નિમીત માત્ર છું .ઉપકાર તો ઈશ્વરનો ..જલારામબાપાનો તમારી ભક્તિ નો .તમારી પ્રાર્થનાની શક્તિ થી આવો ચમત્કાર થયો"જતીન ની વાત બધાના દિલ ને સ્પર્શી ગઈ.

"ચાલો બેટા હવે ઘરે જઈએ અને આજ પછી તારી મરજી વગર કોઈ છોકરાવાળા ઓને ઘરે નહિ બોલાવું મને પણ મારી ભૂલ સમજાય છે" પપ્પાની આ વાત સાંભળી નીતા ખુશ થઈ અને બોલી "હવે કોઈ છોકરાઓને બોલાવવાની જરૂર પણ નહીં પડે મને આ અમિત એટલે કે જતીન ગમે છે. જો એની અને એના મમ્મી પપ્પા ની પણ હા હોય તો....." નીતા શરમાઇ ગઇ અને મમ્મીને વળગી ગઈ. અને આ સાંભળી બધા ખુશીથી હસવા લાગ્યા અને એક સાથે બોલ્યા "જ્ય જલારામ"

સમાપ્ત

"એક લવ સ્ટોરી" અંતર્ગત પહેલી વાર્તા નો અહીં અંત થાય છે. મનોરંજન હેતુથી લખાયેલી આ એક કાલ્પનીક વાર્તા હતી.જે વાચક મિત્રો બધા ભાગ વાંચી અહીં સુધી પહોંચ્યા એ બધાનો ખુબ ખુબ આભાર .મારા જેવા બિનઅનુભવી નવા લેખકને પ્લેટફોર્મ પુરું પાડતા માતૃભારતી નો ખુબ ખુબ આભાર . લખાણમા થતી ભુલો માટે નવો નિશાળીયો સમજી માફી આપશો .વાર્તા કેવી લાગી એ વિશે જણાવશો તો ગમશે.
ધન્યવાદ. ધન્યવાદ. ધન્યવાદ......
પંકજ ભરત ભટ્ટ.

Rate & Review

Suruchi Maru

Suruchi Maru 4 months ago

Yogesh Raval

Yogesh Raval 6 months ago

Mili Joshi

Mili Joshi 8 months ago

Indravadan Patel

Indravadan Patel 9 months ago

Cecil Symon

Cecil Symon 9 months ago