Rights and duties name the country ...! books and stories free download online pdf in Gujarati

હક અને ફરજ દેશને નામ...!

હક અને ફરજોને નામ સંદેશ..!
🚥🚥🚥🚥🚥🚥🚥🚥

===================
આપણાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડો. એ.પી.જે .અબ્દુલ કલામ જી એ દેશનાં નામ એક મેઈલ કર્યો હતો .આજે એની વાત તમને કરવી છે .વાતની શરૂઆતમાં જ તેમણે દેશવાસીઓને પૂછ્યું હતું કે શું તમારી પાસે દેશની માટે પાંચ મિનિટનો સમય છે ..?

આપણે કહીએ છીએ આપણી સરકાર નક્કામી છે , આપણાં કાયદા જૂના છે ,નગરપાલિકા કે ગ્રામપંચાયત કચરો નથી ઉઠાવતી , ફોન કામ નથી કરતા ,રેલવે મજાક બની ગઈ છે અને એયર લાઇન દુનિયામાં આપણી સૌથી ખરાબ છે....વગેરે વગેરે મિત્રો , આપણે કહીએ છીએ અને કહેતાં જ રહીયે છીએ પરંતુ આપણે એ માટે કશું કરતાં નથી

આપણે ભારતીય વિદેશની ધરતી પર જતાં એરપોર્ટ પર કચરો જ્યાં ત્યાં ફેંકતા નથી ,ટોલ ટેક્ષ કોઈ માથાકૂટ વગર ભરી દઈએ છીએ ,પાર્કિગમાં ગાડી મૂકી દઈએ છીએ અને નિર્ધારિત સમય કરતાં વધુ સમય ગાડી પડી રહે તો ટિકિટ પણ પંચ કરાવીએ છીએ.૫૫ મિલ .પ્રતિ કલાક ની સ્પીડ પર જ ગાડી ચલાવીએ છીએ....અને ટ્રાફિક પોલીસ પકડે તો એવું પણ નથી કહેતાં કે તને ખબર નથી કોણ છું..!હું ફલાણો છું અને ફલાણો મારો બાપ છે..! દુબઈમાં આપણે રમજાનના દિવસોમાં સાર્વજનિક સ્થળે ખાવાની હિંમત નથી કરતાં ને જેહાદ માં માથું ઢાંકીને બહાર નીકળીએ છીએ.ઓસ્ટ્રેલિયા ના સમુદ્ર તટે ખાલી નારિયેળ હવામાં નથી ઉછાળી શકતાં તો બોસ્ટન જેવા દેશોમાં ફરઝી પ્રમાણપત્રો નથી ખરીદતાં.

બીજા દેશોની કાનૂન વ્યવસ્થાનું આપણે પાલન કરીએ છીએ પરંતુ ભારતની ધરતી પર પગ મૂકતાંની સાથે જ સિગારેટનો ટુકડો કે કાગળના ટુકડા જ્યાં ત્યાં ફેંકીએ છીએ.જો વિદેશમાં આપણે તેમની કાનૂન વ્યવસ્થા ને અપનાવી પ્રશંશનીય નાગરિક બની શકીએ તો આપણાં ભારત દેશમાં કેમ એવું નથી કરી શકતાં...?
આપણે વોટ આપવા જઈએ અને સરકાર ચૂંટાઈને આવે છે.વોટ આપવાની સાથે આપણી બધી જીમ્મેદારી પણ કદાચ મૂકીને આવીએ છીએ.આપણે વિચારીયે છીએ કે આપણાં બધાં કામ સરકાર કરશે અને આપણે નીચે પડેલો કચરો પણ કચરા પેટીમાં નહિ નાંખીએ.રેલવે કે સાર્વજનિક શૌચાલય સાફ બાથરૂમ આપશે અને આપણે તેનો વ્યવસ્થિત ઉપયોગ પણ નહીં કરીએ ..?
અમીર લોકો પોતાના કૂતરા ઓ સવાર સવારમાં વોકિંગ કરાવવા લઈ જશે અને તેઓ જ્યાં ત્યાં ગંદગી કરી ને આવશે.પછી તે લોકો જ ગંદગી માટે પ્રશ્નો ઊભા કરશે.મિત્રો ,વિદેશોમાં તો કૂતરાના માલિકે રસ્તા પર છોડેલી ગંદગી સાફ કરવી પડે છે .

મિત્રો આપણાં સામાજિક રીત રિવાજોમાં સુધારાની બાબત માં પણ આપણે સહમત તો થઈએ જ છીએ પરતું જ્યારે તેને અપનાવવાનો વારો આવે ત્યારે પાછી પાની કરીએ છીએ...!તો પ્રશ્ન હવે એમ થાય કે આ વ્યવસ્થાને બદલશે કોણ...? આ વ્યવસ્થા કોની છે..? તેનો જવાબ મળશે પડોશી ,આસપાસના ઘર ,શહેરના લોકો,સમાજ કે સરકાર...પરંતુ હું અને તમે ક્યારેય પણ નહિ...!જ્યારે કંઇક સારું કરવાનો વારો આવે ત્યારે આપણે આપણાં પરિવાર ને સુરક્ષિત કરી દઈએ છીએ અને પછી એવું વિચારીયે છીએ કે સરકાર કંઇક એવું કરશે કે જેથી બધી મુશ્કેલીનો અંત આવી જાય .આ ઇમેઇલ માં ડો કલામ આપણી બગડેલી વ્યવસ્થા માટે નાગરિકોને સકારાત્મક યોગદાન આપવાની વાત કરે છે અને શ્રેષ્ઠ નાગરિક બનવાની શરૂઆત કરવા કહે છે

મિત્રો ,મૂળ હૈદરાબાદના નાની વયના સામથ્યું પોથુરાજુ એ આફ્રિકાની સૌથી ઊંચી ચોંટી પર ચડાઈ કરી આપણો રાષ્ટ્રીય ધ્વજ ફરકાવ્યો .આપણાં રાષ્ટ્રપતિ એ તે બાળક ને રાષ્ટ્રીય બાલ શક્તિ પુરસ્કાર થી નવાજવામાં આવ્યા.અમેરિકાની સિંગર મેરી મિલીબેને ભારતનું રાષ્ટ્ર ગીત જન ગણ મન.... ગાયું .જો વિદેશી આપણાં દેશ માટે ગર્વની લાગણી અનુભવી શકે તો શું આપણે શ્રેષ્ઠ નાગરિક બની ગર્વ ન અનુભવી શકીએ...!
- વનિતા મણુંન્દ્રા ( વાણી )
બનાસકાંઠા