Case No. 369 Satya ni Shodh - 42 books and stories free download online pdf in Gujarati

કેસ નંબર - ૩૬૯, “સત્યની શોધ” - ૪૨

કેસ નંબર - ૩૬૯, “સત્યની શોધ”

ડો. હિના દરજી

પ્રકરણ - ૪૨

એ દિવસે અમદાવાદમાં રાજુને બોડીગાર્ડ ભગાડી જાય છે અને મુંબઈમાં નીલિમાને અંગાર ઉઠાવી જાય છે. એક દિવસમાં બે બનાવ બને છે જેની કોઈએ કલ્પના કરી નહોતી.

અમદાવાદ અને મુંબઈમાં સન્નાટો થઈ ગયો હતો. રાજુ છટકી ગયો એ હકીકત સહન થઈ નહોતી ત્યાં નીલિમાનાં અપહરણની વાત જાહેર થઈ હતી. જે બધાના માટે અસહ્ય હતો. રાજુ બદલો લેવા શું કરશે એ શક્યતા વિષે ધ્યાનપૂર્વક ચર્ચા થતી હતી. પ્રતિકને જલ્દી સાજો કરવા માટે કેવી ટ્રીટમેન્ટ આપવી જોઈએ એ નક્કી થાય એ પહેલા મુંબઈમાં નીલિમા સાથે અંગાર શું કરશે એ ચિંતાનો વિષય બન્યો હતો.

રીયા ભાઈને જલ્દી સાજો કરવા એની સાથે ખડેપગે ઊભી હતી. નાનાભાઈને પોતાના લીધે તકલીફ ભોગવવી પડે છે, એ જોઈ એનું અંતર વલોપાત કરતું હતું. નીલિમાનાં સમાચાર મળતા અંતરનું આક્રંદ વધવા લાગ્યું. અર્જુન સાથે પ્રેમભર્યો સંસાર જીવવાનાં સપના ક્યારેય પૂરા થવાના નહોતા. પરંતુ પોતાની બધી ઈચ્છાઓ, સપનાઓ વિક્કી અને નીલિમાનો સુખી સંસાર જોઈ પૂરા થશે એવી આશા હતી. એ આશા ધૂંધળી દેખાવા લાગી હતી.

ઘરમાં આ વાત ખબર પડશે ત્યારે શું થશે એ વિચારથી કરણ ધ્રુજી ગયો હતો. અંગારને ફસાવવાનું કામ નીલિમાનાં નાજુક ખભા પર મૂકવા માટે પારાવાર પસ્તાવો થતો હતો. રીયાને સંભાળવી કે નીલિમાને શોધવા જવું એ દ્વિધા પર્વતસિંહને થઈ હતી. દરેકને તકલીફમાંથી નીકળવાનો માર્ગ શોધવો હતો પણ બધા લાચાર થઈ બેઠા હતા.

વિક્કી સાથે જાહેરમાં ના દેખાવાની વાત ભૂલી કરણ એના ફ્લેટ પર આવે છે. કરણ આવે છે ત્યારે વિક્કી મોબાઈલમાં વ્યસ્ત હોય છે. વિક્કી નોર્મલ રીતે વર્તી કરણને અંદર આવવા કહે છે. કરણ આવે છે છતાં વિક્કી મોબાઈલમાંથી માથું બહાર કાઢતો નથી ત્યારે કરણને એકબાજુ ગુસ્સો અને એકબાજુ ચિંતા થાય છે. નીલિમાને શોધવા જવાના બદલે વિક્કી મિબાઈલમાં ખબર નહીં શું કરતો હતો એટલે ગુસ્સો આવે છે અને કદાચ વિક્કીનું મગજ ગાંડું થઈ ગયું છે એવું લગતા ચિંતા થાય છે.

મોબાઈલમાંથી નજર દૂર કર્યા વગર વિક્કી રસોડામાં જઈ પાણીની બોટલ લાવી કરણને આપે છે. હવે કરણનો પિત્તો જાય છે. એ બોટલ લઈ ત્રિપોઇ પર મૂકે છે. વિક્કીનાં હાથમાંથી મોબાઈલ લઈ બીજા હાથે વિક્કીની દાઢી પર હાથ મૂકે છે. વિક્કી પોતાનો ફોન પાછો લઈ કરણ સામે એની સ્ક્રીન ઘરે છે. કરણને હવે ગુસ્સો આવ્યો હોય છે. વિક્કીનાં મોબાઈલ પરની સ્ક્રીન પરનું દ્રશ્ય જોઈ એનો ગુસ્સો છૂમંતર થઈ જાય છે.

વિક્કીનાં મોબાઈલની સ્ક્રીન પર એક એપ ચાલુ હતી જેના પર નીલિમાનું લોકેશન આવતું હતું. કરણને આંખો પર વિશ્વાસ નથી આવતો. નીલિમાની ચિંતામાં છેલ્લે પાણી ક્યારે પીધું હતું એ યાદ નહોતું. તરસ લાગી હોવા છતાં એક ઘૂંટડો પાણી પીવાની હિમંત નહોતી. વિક્કી પાણીની બોટલ ફરી કરણનાં હાથમાં મૂકે છે: “પહેલા પાણી પી લો કરણભાઈ... મને ખબર છે ટેન્શનમાં તમને પાણી પીવાનું યાદ નથી આવતું...”

કરણ પ્રેમથી વિક્કી સામે જોઈ પાણી પીવે છે. પોતાની આદત વિષે વિક્કી હજીપણ બધુ જાણે છે એ જોઈ એના ગાલ પર પ્રેમથી હાથ ફેરવે છે પછી તરત ચૂંટલો ભારે છે: “નાલાયક... તેં બધા પ્લાન વિચારી રાખ્યા હતા... તને ખબર હતી અંગાર ગમે તે પ્રકારે નીલિમાનું અપહરણ કરશે... તો પછી એ છોકરીને ફરી તકલીફમાં મૂકવાની જરૂર શું હતી... કદાચ તારો પ્લાન ફેઇલ ગયો તો પેલો નરાધમ આ વખતે એ ફૂલ જેવી છોકરીની શું હાલત કરશે એ તેં વિચાર્યું છે?”

વિક્કી ઊભો થઈ ફોન કરણનાં હાથમાં મૂકે છે. બન્ને હાથથી કાન પકડે છે પછી કરણને પગે લાગે છે: “હું જાણતો હતો તમને અમારો પ્લાન બતાવીશ તો તમે નીલિમાને ત્યાં મોકલવા રાજી થશો નહીં... મને અને નીલિમાને આ ખતરો ઉઠાવ્યા વગર બીજો કોઈ રસ્તો દેખાતો નહોતો... હું પોતે નીલિમાને આ ખતરામાં મોકલવા માટે રાજી નહોતો... પણ નીલિમાની હિમંત સામે મેં જોખમ ઉઠાવવાનો નિશ્ચય કર્યો... ભાઈ, હું આ વખતે નીલિમા પર આંચ પણ નહીં આવવા દઉં... કરણભાઈ નીલિમા મારો જીવ છે... બહુ પ્રેમ કરું છું એને... પહેલા અંગારે એના પર જે ત્રાસ ગુજાર્યો છે એમાંથી એ પૂરી રીતે બહાર આવી શકી નથી... હું એના ખભા પર હાથ મૂકું તો પણ એ ગભરાઈ જતી હતી... બહુ તકલીફમાં મેં એને જોઈ છે... નીલિમા પણ જાણતી હતી કે અંગાર એના સુધી આવી જશે... આ પ્લાન મેં નહીં નીલિમાએ બનાવ્યો છે... અત્યારે નીલિમા જે જ્ગ્યા પર છે એનાથી ૫૦૦ મીટર દૂર રાકેશ પણ એની રક્ષા કરવા માટે ઊભો છે...”

નીલિમાનું અપહરણ કરી અર્જુન, કરણ અને વિક્કીને તમાચો માર્યો એવું અંગાર વિચારતો હતો. પરંતુ હકીકત બિલકુલ ઊલટી હતી. વિક્કી અને નીલિમાએ સામેચાલી અંગારને અપહરણ કરવામાં મદદ કરી હતી. વાત માત્ર નીલિમાની જિંદગીની નહોતી. અનેક છોકરીઓની જિંદગી પર જોખમ હતું. નીલિમા અને વિક્કી બન્ને બધી છોકરીઓને મુક્ત કરાવવા માટે ગમે તે સાહસ કરવા તૈયાર હતા.

અંગાર અને ખેંગારનો ક્યાંય પત્તો લાગતો નહોતો. શુક્લા અને ખત્રી સાથે પણ એ લોકોએ કોન્ટેક્ટ કર્યો નહોતો. એ લોકો સાથે વાત નહોતા કરતાં એટલે રાકેશે એ લોકો સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો હતો એમાં પણ સફળતા નહોતી મળી. જાનવરનો શિકાર કરવો હોય તો જાળ પાથરવી પડે. વિક્કીએ પણ એ વિચારી દેખાવ પૂરતી પોલીસ ફ્લેટ પર બેસાડી હતી. અંગારને લાગ્યું એ પોલીસ નીલિમાની સુરક્ષા માટે છે હકીકતમાં એ પોલીસ માત્ર દેખાવ માટે મૂકવામાં આવી હતી. થાંભલા પર સ્પાર્ક થાય છે એવી ફરિયાદ કરી GEB ને રિપેરિંગ કરવા આવવા માટે ફરજ પાડે હતી. જ્યારે એ લોકો આવે છે ત્યારે એ માણસોને સીડી ત્યાં મૂકી રાખવા માટે ગમે તે પ્રકારે સમજાવે છે. અંગારે આગલા દિવસે ત્યાં GEBનાં માણસોને કામ કરતાં જોય હતા એટલે એને કોઈ શક થતો નથી. વિક્કીને પોતાનો અડધો પ્લાન સફળ થયો એટલે હિમંત અને જુસ્સામાં વધારો થયો હતો. બસ હવે નીલિમા છોકરીઓનું સરનામું મેળવે એટલે એને અને બીજી છોકરીઓને છોડાવવાનો પ્લાન સફળ કરવાનો હતો. આ કામ કરવામાં પણ સફળતા મળશે એવો દ્રઢ વિશ્વાસ પણ હતો.

વિક્કી ત્યારપછી મોબાઈલમાં જોઈ કરણને આગળનાં પ્લાનની માહિતી આપે છે. કરણ જેમ બધુ જાણે છે એમ વિક્કીની પીઠ થાબડી શાબાશી આપે છે: “પણ વિક્કી... આ આખા પ્લાનમાં જો કોઈ ચૂક થઈ તો આપણે બહુ મોટી થાપ ખાઈશુ... પ્લાન નિષ્ફળ જાય તો પણ મને વાંધો નથી... બસ નીલિમાને કશું ના થવું જોઈએ...”

વિક્કી આંખો બંધ કરે છે: “કરણભાઈ મને પણ નીલિમાની બહુ ચિંતા છે... હું આવડો મોડો ખતરો ઉઠાવવા નહોતો માંગતો... પણ નીલિમા એના પર ગુજરાવામાં આવેલા ત્રાસનો બદલો જાતે લેવા માંગતી હતી... તમે જાણો છો... પોલીસખાતાનાં મોટા ઓફિસરો પણ અંગારની વાત માનવા માટે મજબૂર થઈ જાય છે... એ ફરી પોલીસનાં હાથે પકડાય તો પણ એ છૂટી જાય એ વાત નકારી શકાય એમ નથી... મેં એને દર્દમાં તડપતા અને દર્દને ભૂલવા માટે મથતી જોઈ છે... મારી નીલિમા પહેલા એક કીડીને મારવાનું વિચારી શકતી નહોતી... અત્યારે એ દુશ્મનનું ખૂન કરવા માટે મજબૂત મનોબળ ધરાવતી થઈ છે... હું એને એની નજરમાં સન્માન અપાવવા માંગુ છું... કરણભાઈ તમારી અને અર્જુનભાઈની ટ્રેનીંગ એટલી કાચી નથી કે દુશ્મનનાં હાથમાં પોતાનો જીવ સોંપી દઉં...”

કરણનાં હાથ પર વિક્કી હાથ મૂકે છે. એ વખતે વિક્કીનાં ફોન પર રીંગ આવે છે. વિક્કી સ્ક્રીન પરનું નામ કરણને વંચાવે છે. એના પર અંગારનાં દોસ્તનું નામ લખેલું હતું.

***

અંગાર અને એનો મિત્ર નીલિમાને લઈ એક ઘરમાં આવે છે. વિક્કીએ સ્પ્રે છાંટે ત્યારે શ્વાસ રોકી રાખવાનું નીલિમાને શીખવાડ્યું હતું. કોઈપણ સમયે અંગાર અથવા એના માણસો આવી શકે છે એ નીલિમાને ખબર હતી. નીલિમાએ જ્યારે અંગારને જોયો ત્યારે જ એણે શ્વાસ રોકવાનું શરૂ કર્યું હતું. સ્પ્રે નીલિમાનાં શ્વાસમાં વધારે ગયું નહોતું. નીલિમાને ગાડીમાં જ ભાન આવી ગયું હતું પણ એ બેભાન હોય એમ પડી રહી હતી. રસ્તામાં અંગારને ફોન પર વાત કરતાં સાંભળ્યો એનાથી એને ખેંગાર ક્યાં સંતાયો છે એ ખબર પડી હતી. ખેંગાર પોલીસની ઝડફમાં આવે તો પણ છોકરીઓને ક્યાં રાખવામા આવે છે તે ખબર પડે એવું હતું.

વિક્કીએ રાકેશને સામેવાળા ફ્લેટ પર રાખ્યો હતો જ્યાંથી પોતાના ફ્લેટની બાલ્કની સીધી દેખાય. રાકેશે અંગાર ઉપર ચડ્યો ત્યારથી નીલિમાને કોટની બીજીબાજુ લઈને ગયો એ બધો વિડીયો ઉતાર્યો હતો. વિક્કીએ નીલિમાનાં પેંડલમાં માઈક્રોફોન ફિટ કર્યો હતો. અંગારની ગાડી ચાલુ થઈ તરત વિક્કી પોતાના ફોનમાં રાખેલી લિંક ચાલુ કરી હતી. પેંડલમાં માઈક્રોફોન ફિટ કર્યો હશે એવી કોઈને ખબર પડે નહીં એનું ધ્યાન વિક્કી રાખ્યું હતું. ઉપરાંત વિક્કી બેભાન કારવાની દવાનાં પાઉડરની નાની પડીકીઓ બનાવી નીલિમાને આપી હતી. એ પડીકીઓ નીલિમા એના આંતરવસ્ત્રોમાં સંતાડીને રાખતી હતી. અંગાર અને નીલિમાને ગયે એક કલાક થયો હતો. ત્યાં સુધી વિક્કીએ એની ત્રણ ટીમ તૈયાર કરી હતી. ગમે તે સમયે રેડ પાડવા જવાનું થાયતો બધા રેડી હતા.

નીલિમાને એક રૂમમાં સૂવાડી અંગાર એની બાજુમાં બેસે છે. નીલિમા પૂરી રીતે ભાનમાં આવી ગઈ હતી એ વાતથી અજાણ અંગાર એના પર તૂટી પડવા માંગતો હતો. પણ એને પહેલા દારૂ પીવાની ઈચ્છા થઈ હતી. અંગારને કોઈપણ છોકરી સાથે સૂતા પહેલા ન્હાવાની અને દારૂ પીવાની આદત હતી એ નીલિમા જાણતી હતી. અંગારનો મિત્ર એના માટે દારૂ રૂમમાં મુકાવે છે. અંગાર એના મિત્રને એક પેગ તૈયાર કરવાનું કહે છે. એનો મિત્ર એક ગ્લાસમાં દારૂ અને સોડા મિક્સ કરી આપે છે. અંગાર એના મિત્રને કોઈપણ ડિસ્ટર્બ ના કરે એવું કહી બહાર જવાનું કહે છે. મિત્ર બહાર જાય છે એટલે અંગાર દરવાજો બંધ કરી ન્હાવા જાય છે.

નીલિમાને બહુ સાવચેતી રાખી આગળ પગલું ભરવાનું હતું. અંગારને ખબર પડે તો એની હાલત કેવી થઈ શકે છે તે એ બરાબર જાણતી હતી. નસીબ અત્યારે નીલિમાનો સાથ આપતું હતું. એટલે જ અંગારે એના મિત્ર પાસે દારૂનો ગ્લાસ તૈયાર કરાવ્યો હતો. અંગાર બાથરૂમમાં જાય છે એટલે નીલિમા પડીકી ખોલી દારૂના ગ્લાસમાં મિક્સ કરે છે. રૂમની બારીમાંથી ભાગી શકાય એવું છે કે નહીં એ પણ ચેક કરે છે. અંગાર કોઈપણ સમયે બહાર આવી શકે એમ હોવાથી વધારે નિરીક્ષણ કર્યા વગર બેભાન થવાનું નાટક કરે છે.

અંગાર થોડીવારમાં બહાર આવે છે. દારૂનો ગ્લાસ એક ઘૂંટડામાં પી જાય છે. નીલિમાને ખબર હતી અંગાર એવું કરશે. એટલે એ ધીરજ રાખી શાંત પડી રહી હતી. પાઉડરની અસર બહુ જલ્દી થવાની હતી. અંગારને કોઈ દિવસ એક ગ્લાસથી જીવ ભરાતો નહોતો. એ તરત બીજો પેગ બનાવી એ પણ એક ઘૂંટડામાં પૂરો કરે છે. એના પછી એ પોતાના કપડાં કાઢી લાળ ટપકાવતો નીલિમાને જોતો રહે છે. નીલિમા આંખો સહેજ ખુલ્લી રાખી બધુ જોતી હતી. પાઉડર બહુ કારગર હતો અંગાર પૂરા કપડાં કાઢે એ પહેલા ડગમગાવા લાગે છે.

નીલિમા ઊભી થઈ એને પકડી પલંગ પર સુવાડે છે. દસ સેકન્ડની અંદર અંગાર બેભાન થઈ જાય છે. નીલિમા સમય ગુમાવ્યા વગર અંગરનો ફોન હાથમાં લે છે. અંગારે એના મિત્રની મદદથી નવો ફોન લીધો હતો. નીલિમા એ ફોનમાં વિક્કીનો નંબર ડાયલ કરે છે.

ક્રમશ: