love of friends friendship in love - 3 books and stories free download online pdf in Gujarati

દોસ્તોનો પ્યાર અને પ્યારમાં દોસ્તી - 3 - અનએકસ્પેક્ટેડ પ્રોમિસ


કહાની અબ તક: પ્રિયા અને રઘુના ખાટામીઠા દોસ્તીના સંબંધમાં પ્રિયા રઘુને પૂછે છે કે એણે લંચ માટે બોલાવીને એ સુહાની સાથે કેમ ફોન પર કોલ કરે છે! વધુમાં એ સુહાની એનાં કરતાં વધારે દેખાવડી હોવાનું કહે છે અને એમ પણ કહે છે કે જો રઘુને પ્રિયા પસંદ ના જ હોય તો એ કહી દે એ એની સામે પણ નહિ આવે! રઘુ એણે કહી દે છે કે એ પોતે બહુ જ ખૂબસૂરત છે. પ્રિયા મજાક કરતી હોવાનું કહી દે છે તો રઘુ જવાની તૈયારી કરે છે! પ્રિયા રઘુ પર આરોપ મૂકે છે. એ એણે કહે છે કે પેલા દિવસે જયેશ અને સુહાની સાથે રઘુ કેમ ગયો હતો. રઘુ એણે આખરે કહી જ દે છે કે કહું છું, બધું જ કહું છું.

હવે આગળ: "જો તને જેવું લાગે છે, એવું કઈ જ નહિ!" રઘુ એ સાવ રડમસ રીતે જ કહ્યું.

"એમ જોવા જોઇએ તો પેલા દિવસે તો તું અને જયેશ પણ તો સાથે ડિનર કરવા ગયા હતા ને?! મને તો કોઈએ કઈ કહ્યું પણ નહોતું! એ તો ભુલથી જયેશને કોલ લાગી ગયો તો એણે કહેવું જ પડેલું કે તમે બંને બહાર ખાવા આવ્યા હતાં!" રઘુ એ કહ્યું તો એના શબ્દોમાં નારાજગી સાફ જાહેર હતી.

"એકસક્યુઝ મી! તું મારી પર શક કરે છે?! મારી પર?!" પ્રિયાને હવે રીતસર ગુસ્સો જ આવી ગયો હતો.

"વાત શકની નહિ... તે આજ દિન સુધી કોઈ પણ વાત મારાથી છૂપાવી જ નહિ, તો કેમ આ વાત તારે છૂપાવવી પડી!" રઘુ એ કહ્યું તો એના અવાજમાં ભીનાશ હતી.

"જો મે ત્યારે પણ કહેલું અને હમણાં પણ કહું છું હું તને કહેવાની જ હતી, ઓકે! અને હું કઈ પણ તારાથી ના છૂપાવી શકું!" પ્રિયા એ કહ્યું.

"તમે બંને લોકો આમ જઈ શકો તો પછી હું અને સુહાની..." રઘુ વાત પૂરી કરી શકે એ પહેલાં જ પ્રિયા એ કહ્યું - "ઓ! કહેવા શું માંગે છે?! તારી હિંમત શું થઈ!"

"ઓ મિસ્ટર, જો પહેલી વાત એ કે મારી અને જયેશની વચ્ચે કઈ જ નહિ! અને બીજી વાત એ કે જે કોઈ પણ તારી પાસે આવશે, હું એણે ક્યારેય નહિ છોડું! પછી એ સુહાની હોય કે કોઈ પણ!" આંગળી બતાવતા પ્રિયા એ ઉમેર્યું.

"આ બધું તારે તારા જયેશને કહેવાનું!" રઘુ એ સાહજિકતાથી જ કહ્યું.

"લિસન... જો હવે જયેશ કે સુહાની નું નામ તું ફરી બોલ્યો છું તો હું... તો હું એ બંને સાથે મારા બધા જ સંબંધ કટ કરી દઈશ!" પ્રિયા એ આખરે કહી જ દીધું.

"ઓકે બાબા... આઈ એમ સોરી!" રઘુ એ આખરે હાર માનવી જ પડી. ગમે તે થાય પણ એ પ્રિયાને કોઈ પણ હાલતમાં દુઃખી નહોતો જોવા માંગતો.

"તમારા કીમતી સમયને મારા જેવી માટે વેડફવા માટે આભાર!" જમ્યા બાદ જ્યારે પ્રિયા એ કહ્યું તો રઘુ સહન ના જ કરી શક્યો - "ઓય! તું બહુ જ ખાસ છે... બહુ જ સ્પેશિયલ!"

"ઓહ રિયલી?! હા, એટલે જ તો તારો બધો જ ટાઈમ તું મને આપે છે હે ને?!" પ્રિયા એ કટાક્ષમાં કહ્યું.

"અરે બાબા... એવું કઈ જ નહિ!" રઘુ એ અકળાતા કહ્યું.

"એવું જ છે... જ્યારે તને કોલ કરું, તારો કોલ બિઝી જ આવતો હોય! હું બહાર ક્યાંય જવાનું કહીશ તો તારે કોઈને કોઈ કામ આવી જ જતું હોય છે!" પ્રિયા એ કહ્યું.

"અરે... પણ..." રઘુ આગળ બોલે એ પહેલાં જ પ્રિયા એ કહ્યું - "હા... એ તો જે વ્યક્તિ એની લાઇફમાં જેને મહત્વ આપે... એના માટે એ ટાઈમ કાઢી જ લેતો હોય છે! જેમ તું સુહાની માટે!"

એના છેલ્લા વાક્યે જાણે કે રઘુ ને કોઈ ઊંચી બિલ્ડિંગ પરથી નીચે પાડી દીધો હતો!

"ઇનફ ઇઝ ઈનફ! જો એવું કઈ જ નહિ!" રઘુ એ કહ્યું.

"જા... સોરી! તને તારી લાઇફમાં હવે ડિસ્ટર્બ નહીં કરું! ક્યારેય નહિ!" પ્રિયા એ કહ્યું.

"ક્યારેય નહીં!" આ બે શબ્દો જાણે કે આજે રઘુનાં ગાળામાં ફસાઈ જ ગયા હતા!

"જો એવું કઈ જ નહિ... ઈન ફેકટ, આઈ પ્રોમિસ, તું જ્યારે પણ જ્યાં પણ કહીશ હું તારી સાથે જ હોઈશ!" રઘુ એ કહી દીધું જાણે કે ખુદને જ એક પ્રોમિસ ના આપી રહ્યો હોય! ઘણી વાર જિંદગી આપણને એ નહિ આપી શકતી જે આપને ચાહીયે છીએ! પણ એ જ મેળવવાની એક કોશિશ આ પ્રોમિસ હતું.

"વિચારી લે હજી... તારા દોસ્તો, તારી સુહાની! બધાથી દૂર કરી દઈશ!" પ્રિયા એ ચેતવણી આપી.

"સોરી યાર... બટ હવે મારો બધો જ ટાઈમ બસ તારો જ!" રઘુ એ કહ્યું પણ એણે હજી પ્રિયાના આ વાક્યની આશા તો બિલકુલ નહોતી!

વધુ આવતા અંકે...

એપિસોડ 4માં જોશો: "અરે એવું નહિ! આપને બધા ફ્રેન્ડ્સ જ તો છીએ! પ્લીઝ જો તું નહિ આવે તો હું પણ નહિ જાઉં!" રઘુ એ કહ્યું તો આખરે પ્રિયા એ માનવું જ પડ્યું.

અમુક સમય પછી બધા જ પાર્ટીમાં સામેલ થઈ ગયા હતા. બસ અમુક દોસ્તો માટે જ ગાર્ડનમાં જ કેક કાપવાનું રાખ્યું હતું! કેક તો બાઈક પર મુકેલો હતો! કેક કાપતા સોહાનીને બધા હેપ્પી બર્થડે કહી રહ્યાં હતા.

સુહાની ની પાસે રઘુ અને રઘુની પાસે પ્રિયા હતી. જયેશ સુહાનીની બીજી બાજુએ હતો.