love of friends friendship in love - 4 books and stories free download online pdf in Gujarati

દોસ્તોનો પ્યાર અને પ્યારમાં દોસ્તી - 4 - સુહાનીની બર્થડેમાં ધમાકો


કહાની અબ તક: પ્રિયા અને રઘુ બહુ જ સારા દોસ્તો છે! એકમેકને એ લોકો બહુ જ સારી રીતે જાણે છે! બંને એક રેસ્ટોરન્ટમાં લંચ માટે આવ્યા છે. પ્રિયા રઘુને કહે છે કે સુહાની સાથે એ કેમ જમવા ગયો હતો તો રઘુ પણ બચાવમાં કહી દે છે કે પોતે પ્રિયા પણ તો જયેશ સાથે ડિનર કરવા એણે કહ્યાં વિના ગઈ હતી! આખરે વાતોથી કંટાળીને પ્રિયા કહે છે કે જો હવે એ બંનેનું નામ લીધું તો એ પોતે એ બંને સાથે સંબંધ કટ કરી દેશે! પોતાની જેવી માટે રઘુનો કીમતી ટાઈમ વેડફવા માટે એ રઘુને ધન્યવાદ કરે છે તો રઘુ હચમચી જાય છે. એ એણે પ્રોમિસ આપી દે છે કે એ જ્યારે ચાહે ત્યારે રઘુને મળી શકે છે! પણ રઘુને પ્રિયાના આ વાક્યની આશા તો બિલકુલ નહોતી.

હવે આગળ: "ના... જો બકા... જો તારી ખુશી તારા દોસ્તોમાં છે ને તો મારી પણ ખુશી તારી ખુશીમાં છે!" પ્રિયા એ કહ્યું તો રઘુ ની આંખમાં હરખના આંસુઓ આવી ગયાં.

"ઓહો હો! એવું!" રઘુ એ કહ્યું અને પ્રિયાને વળગી પડ્યો.

"હા... બાબા! જ્યારે ટાઈમ મળે, ત્યારે કરજે વાત મારી સાથે!" બંને વળગેલા જ હતા ત્યારે પ્રિયા એ કહ્યું પણ એનું દુઃખ તો બસ પ્રિયા જ જાણતી હતી!

"થેંક યુ સો મચ!" રઘુ એ કહ્યું અને બંને છુટા પડ્યા.

🔵🔵🔵🔵🔵

"સુહાની ની બર્થડે છે તો તું આવીશ ને?!" થોડા દિવસો પછી એક દિવસે રઘુ એ કોલ કરીને પ્રિયાને કહ્યું.

"ના... સુહાની તો તારી ખાસ દોસ્ત છે ને!" પ્રિયા એ કટાક્ષમાં કહ્યું.

"અરે એવું નહિ! આપને બધા ફ્રેન્ડ્સ જ તો છીએ! પ્લીઝ જો તું નહિ આવે તો હું પણ નહિ જાઉં!" રઘુ એ કહ્યું તો આખરે પ્રિયા એ માનવું જ પડ્યું.

અમુક સમય પછી બધા જ પાર્ટીમાં સામેલ થઈ ગયા હતા. બસ અમુક દોસ્તો માટે જ ગાર્ડનમાં જ કેક કાપવાનું રાખ્યું હતું! કેક તો બાઈક પર મુકેલો હતો! કેક કાપતા સોહાનીને બધા હેપ્પી બર્થડે કહી રહ્યાં હતા.

સુહાની ની પાસે રઘુ અને રઘુની પાસે પ્રિયા હતી. જયેશ સુહાનીની બીજી બાજુએ હતો.

"હેપ્પી બર્થડે!" સુહાની એ કેક કાપતાં ની સાથે જ એ ટુકડો સીધો રઘુના મોંમાં નાંખ્યો! બધા તો બસ એણે જ જોઈ રહ્યા.

"ઓહ! પહેલાં જ તને! વાહ!" હળવેકથી જ પ્રિયાએ રઘુના કાનમાં જઈને કહ્યું!

"જયેશને!!!" આખરે જ્યારે રઘુએ કહ્યું ત્યારે સુહાની ને માંડ ભાન પણ થયું કે એ બંને સિવાય પણ બે વ્યક્તિઓ અહીં હતી! એ તો રઘુને બસ એકીટકે જોયા જ કરતી હતી.

જ્યારે સુહાની જયેશને કેક ખવાડતી હતી ત્યારે જ મોકાનો ફાયદો ઉઠાવતા રઘુએ કેકનો એક ટુકડો પ્રિયાના હોઠ આગળ લાવી દિધો. પણ પ્રિયાની આંખોમાં તો હજી પણ સુહાની અને રઘુનું થોડી વાર પહેલાંનું દૃશ્ય જ ચાલી રહ્યું હતું!

એક સેકંડ માટે એણે રઘુ ને જોયો. પછી કંઇક વિચારીને એણે એ કેકના ટુકડા ને લઈને રઘુને ખવડાવતા બોલી - "કોન્ગ્રેચ્યુલેશન, માય ડિયર ફ્રેન્ડ!"

રઘુ હચમચી જ ગયો! આજે એણે આ વર્ડ ફ્રેન્ડ કોઈ અપશબ્દ જેવો લાગી રહ્યો હતો!

"જાન"થી લઈને "બેટા..." "બાબુ..." "શોના!" બધું જ પ્રિયા રઘુને કહેતી હતી પણ ફ્રેન્ડ એણે આજે જ કહેલું અથવા તો કહેવું પડેલું!

"સોરી! તારી આટલી નજીક રહીને પણ જાણી ના શકી! પણ હવે તો જાણી ગઈ છું ને!" બને એટલા સહજ વાક્યોમાં એ પોતાની ફિલિંગ છૂપાવી રહી હતી. શબ્દો પણ લગભગ ચોખ્ખા જ હતા, બસ આંસુઓ એ જ સાથ ના આપ્યો! એની આંખો વહેલા જ લાગી તો એણે પણ એક હળવો ધક્કો રઘુને માર્યો અને ત્યાંથી ચાલી ગઈ!

બેશુદ્ધ બેસહારા બિચારી હાલતમાં રઘુ બસ એણે જતાં જોઈ જ રહ્યો. પ્રિયાનો એ ધક્કો જાણે કે એણે બહુ જ જોરથી જ લાગી ગયો હતો!

"સુહાની! આપને કાલે મળીએ! હું પ્રિયાને મૂકી આવું! જયેશ, તું સુહાની ને મૂકી આવજે!" રઘુ એ તાબરતોડ કહ્યું અને લગભગ ભાગ્યો જ.

એણે એ દિશામાં જ શોધ શુરૂ કરી જે દિશામાં પ્રિયા આવી હતી, પણ એ એને ક્યાંય મળી જ નહિ!

શું મારી લાઇફમાંથી પ્રિયા હંમેશા હંમેશા માટે નીકળી ગઈ છે! રઘુને ખ્યાલ આવ્યો તો એણે ચક્કર જેવું આવવા લાગ્યું!

વધુ આવતા અંકે...

એપિસોડ 5માં જોશો: "નારાજ છે તું મારાથી?!" કેટલું અઘરું હોય છે એ વ્યક્તિ સાથે આમ હિન્ટ આપી આપીને વાત કરવી જે વ્યક્તિ એક સમયે પોતાની વાતને કહ્યા વિના જ સમજી જતી હતી!

"અરે! ના! હું નહિ નારાજ! બસ... બસ બધાના પ્યારની વચ્ચે આવવાનું નહિ મારે!" એક ગહેરો નિશ્વાસ નાંખતા પ્રિયા એ કહ્યું તો એના આ શબ્દો કોઈ સાપની જેમ રઘૂનાં આખાય શરીને વિંટાઈ જ ગયા!