Hind mahasagarni gaheraioma - 19 books and stories free download online pdf in Gujarati

હિંદ મહાસાગરની ગેહરાયીઓમાં - 19

દ્રશ્ય ૧૯ -
" બહેન નીલ તમારી નીરાશા નું કારણ હું સમજી શકું છું આ સમય નિરાશ થયી ને બેસવાનો નથી પણ સાથે મળી ને ગુરુ ને શોધવાનો છે.." નીલ ને નિરાશ જોઈને શ્રુતિ બોલી.
" તમારા શરીર પર આ સ્વર્ણ રંક શું કરે છે શું ગુરુ પક્ષી આવ્યા હતા." નીલ અચાનક બોલી ઊઠી.
" ગુરુ પક્ષી ની તો ખબર નથી. પણ હા જાંબલી અને સફેદ રંગ ના સુંદર પક્ષી આવ્યા હતા જેમની પાંખ માંથી આવી ને અમારા શરીર પર સોનાની ધૂળ ચોટી છે." અંજલિએ નીલ ને જવાબ માં કહ્યું.
" ક્યાં છે તે પક્ષી એ ગુરુ ની આજુબાજુ કાયમ ફરે છે. ક્યાં ગયા એ પક્ષી." નીલ ઉત્સાહ થી બોલી.
" મને નથી ખબર અમે એમને સોનાની ધૂળ ના કારણે જતા જોઈ નથી શક્યા." કેવિન નીરાશા થી બોલ્યો.
" હું જાણું છું તે ક્યાં છે મે એમનું રેહવાનું સ્થળ જોયું છે." અંજલિ અચાનક બોલી.
" ક્યાં છે મને એમની જોડે લઈ જઇ શકે છે." નીલ ને અંજલિ ને પૂછ્યું.
" હા ચાલો મારી સાથે." સ્મિત સાથે અંજલિ બોલી.
અંજલિ ને પાછળ બધા ચાલવા લાગ્યા અને અંજલિ તેને એ પક્ષીઓ ના વૃક્ષ સુધી લઈ ને આવી.
" બસ હવે તો હું સુંદરતા જોઈ ને થાકી ગયી છું કોય એવી જગ્યા બચી છે જ્યાં સુંદરતા ના હોય." આંખો પટપટાવી ને માહી બોલી.
" તું પણ સુંદર છે તારી સુંદરતાથી હું ક્યારે થાક્યો નથી." દેવ માહી ને જોઈ ને બોલ્યો.
" અમ....બસ કરો આપડે ગુરુ ને શોધી એ છીએ." કેવિન માહી અને દેવ ને જોઈ ને બોલ્યો.
" બહેન નીલ શું ગુરુ આ ગુફા છોડી ને બીજે ક્યાંય ગયા છે....અહી ગુરુ પક્ષી સિવાય બીજું કોઈ નથી." શ્રુતિ નીલ ને બોલી.
" ગુરુ આ ગુફા માં છે." નીલ ને શ્રુતિ ને કહ્યું.
" એમને તમારા સિવાય કોઈ જોઈ શકતું નથી." શ્રુતિ ને પૂછ્યું
" ના એવું નથી. પણ તેમની હાજરી સ્પષ્ટ દેખાય છે." નીલ હસી ને બોલી.
" અહી ગુરુ પક્ષી અને એમનું નિવાસ સ્થાન જેની પર સફેદ લાંબા પત્તા અને એમના ઘર જે એજ સફેદ પત્તા થી શોભિત છે.....બીજું આ ગુફા માં શું છે." શ્રુતિ ગુફા માં ધ્યાન થી જોઇ ને બોલી.
" તે કોય સફેદ પત્તા નથી તે ગુરુ ની લાંબી દાઢી છે જેના થી ગુરુ પક્ષી ને માળા બનાવ્યા છે." હસી ને નીલ બોલી.
" તો ગુરુ કેમ દેખાતા નથી." શ્રુતિ આજુબાજુ જોઈ ને બોલી.
" બહેન તારી ઉપર ની બાજુ નજર કર ગુરુ ગુફા ની છત પર લેખ લખે છે." નીલ ગુરુ તરફ આંગળી કરી ને બોલી.
જાદુઈ કલમ થી ગુરુ પત્થર પર પ્રાચીન ભાષા માં લખતા હતા અને એમના કામ માં ખોવાયેલા હતા એમને જોઈ ને અચમભિત થયી ગયા.
" ગુરુ.....ગુરુ જ્ઞાન....હું નીલ તમને મળવા આવી છું." નીલ ને બૂમ પાડી ને ગુરુ ને બોલાવાય.
ગુરુ જ્ઞાન ને નીલ ને જોઈ ને નીચે આવ્યા તેમને જોઈ ને નીલ પોતાના બંને હાથ જોડી નમસ્કાર કરી એમના પગે લાગી ને આશીર્વાદ લે છે એની પાછળ એક પછી એક બધા એમના આશીર્વાદ લે છે. ગુરુ ને સફેદ રંગ ની ધોતી અને જભભો પેહર્યો હતો. એમની લાંબી દાઢી હતી જેની શરૂઆત તો દેખાતી હતી પણ અંત નઈ. તે નીલ ને જોઈ ને ખુશ થયી ને કહે છે. " દીકરી નીલ ઘણો સમય થયી ગયો આ વૃદ્ધ ગુરુ ને કોય ગુફા દુત અને મનુષ્ય ને જોઈ ને શું થયું આજે મારી મદદ ની જરૂર પડી."
" ગુરુ હું થોડી સંકટ માં છું અને માટે અત્યારે તમારી મદદ ની જરૂર છે. અગ્નિ એની ગુફા માંથી બહાર આવી ગઈ છે. અને શ્રુતિ ની ગુફા માં છે મને યાદ છે બધા પૂર્વજો અને ગુરુ ને મળી ને મારા માટે એક તલવાર બનાવી હતી જે સંકટ ના સમયે અમારી મદદ માં આવશે તેના વિશે હું જાણવા આવી છું." નીલ ને ગુરુ ને સમજાવતા કહ્યું.
" નીલ તારી તલવાર ને ઉપયોગ માં લેવાનો સમય હજુ આવ્યો નથી. એ તલવાર સમુદ્ર ના દુષ્ટ પાંચ દાનવ જ્યારે એમની કેદ માંથી છૂટિં જસે ત્યારે તેને મારવા માટે બનાવી છે એની સાથે બીજી બે તલવાર પણ છે જે શ્રુતિ અને અગ્નિ ની તલવાર છે એ તલવાર ની જરૂર જ્યારે તને લાગશે ત્યારે તે આપમેળે તારી પાસે આવી જસે અત્યારે અગ્નિ ને શાંત કરવા ની છે ટુંક સમય માં તે દાનવ કેદ તોડી ને બહાર આવવાના છે. તું અહી આવાની છે તેની મને આશા હતી. અગ્નિ એક માત્ર છે જે તે દાનવ ને હરાવી શકે છે અને તમારી મદદ કરી શકે છે." ગુરુ ની નીલ ને જવાબ માં કહ્યું.
" ગુરુ હું અગ્નિ ને કેવી રીતે સમજાવું તે પોતાની ઊર્જા થી નિર્દોષ માણસો ને પત્થર માં બદલી દીધા છે. મારી શક્તિઓ એને પોતાની અંદર સમાવી લીધી છે શ્રુતિ ની શક્તિ એના સામે કઈ કામની નથી. તો મને કોય રસ્તો બતાવો જેથી હું એને શાંત કરી તેને પાછી સારી બનાવું." નીલ ને ગુરુ ના હાથ જોડી વિનતી કરી ને કહ્યું.
" તું એને શાંત કરી શકવાની નથી કે શ્રુતિ પણ તેને શાંત કરી શકવાની નથી. તમારી મદદ માટે આ ચાર મનુષ્ય આવ્યા છે તેમને અગ્નિ ને શાંત કરવા ની છે અને દાનવ ને હરવા માં મદદ કરવાની છે." ગુરુ ને બધા ને કહ્યું.
" ગુરુ શું....કહ્યું તમે અમે ચાર સામાન્ય માણસ અગ્નિ ને શાંત કરવાના અને દાનવ ને હરાવવા માં આ ત્રણ ની મદદ કરવા.... આ શક્ય નથી." કેવિન ગુરુ ને કહે છે.