Nisha love story books and stories free download online pdf in Gujarati

નિશા પ્રેમ કહાની

નિશા ની જીંદગી માં એક પાનખરે જન્મ લઈ લીધો હતો.નિશા ને જીવન માં કોઈ રસ કે રુચિ રહી નહોતી . નિશા ને કોઈ કિનારો મળતો નહોતો બિચારી રાત-દિવસએક વિચાર કરતી કે કેમ! મારી સાથે આવું થયું.પ્રકાશે એ કેમ મારી સાથે દગો કર્યો ,,?
નિશા એટલી નિદોર્ષ હતી કે તેને આ પ્રેમનો આઘાત સહી ના શકાય તેવો હતો.પ્રકાશને અચાનક હું ગામડાની ગમાર કેમ લાગવા માંડી!
નિશા એક નાના ગામડાની એક ખેડૂતની દીકરી હતી.તેના પપ્પા એ ખૂબ લાડકોડથી ઉછેરી હતી.નિશાનો ભરાવદાર ચહેરો.અને નાજુક બદન,અને વાળ તો એટલા સુંદર કે તેનો ચોટલો સાપ જેવો લાગે. અણીયાળી આંખો ખૂબ સુંદર હતી. નિશાને જોતા કોઈપણ તેના રૂપનો આશિક બની જાય.પણ નિશાને કોઈના માં રસ નહિ.એતો ભણવાનો શોખ ધરાવતી હતી એક વખત એવું બન્યું કે નિશા બારમા ધોરણમાં હતી ત્યારે રીડિંગ વેકેશન ચાલતું હતું.ત્યારે નિશા એની સખીને ત્યાં બંને ભેગા મળીને વાંચતા હતા.ત્યાં અચાનક નિશાના કાકાનો દીકરો પ્રકાશ ત્યાં તેના ઘરે આવ્યો હતો.
નિશા અને પ્રકાશ ની આંખો મળી.નિશાને પણ જાણે કોઈએ હદય માં જગ્યા ના કરી હોય !તેવો ભાવ જાગ્યો.અને પોતાનું દિલ પ્રકાશ ને દઈ બેઠી.નિશા ભણવામાં હોશિયાર હતી પણ પ્રકાશ એટલો હોશિયાર નહિ!
પ્રકાશને પણ નિશા તરફ પોતાનું દિલ ખેચી ગયું. બંને માંથી કોણ એકરાર કરે તે નક્કી ના થયી શક્યું.એક દિવસ બંને જણા સામસામે મલી ગયા પ્રકાશે કહ્યું ;તું આજે તારી સખીને ત્યાં આવજે ને! નિશા તો શરમ ની મારી ભાગી ગયી.તેના હદયના ધબકારા ખૂબ વધી ગયા.એનું શરીર પરસેવે રેબઝેબ થયી ગયું.

કારણકે પહેલીવાર એ પ્રકાશ ના પ્રેમ માં પડી ગયી હતી નિશાના મનથી જવું હતું પ્રકાશને મળવા પણ કેવી રીતે જવું એ પ્રશ્ન હતો.?
ગામડા નું એ વખત નું વાતાવરણ ખૂબ સ્ટ્રિક હતી.કોઈ છોકરોને છોકરી વાતો કરે તો સારી બાબત ના ગણાતી.પણ નિશા ને બધા નો ડર છોડી દીધો.અને દિલ અને દિમાગ વચ્ચે દિલ જીતી ગયું.તે તો પ્રકાશને મળવા પહોંચી ગયી.તેની સહેલી પણ સમજી ગયી કે નિશા પ્રકાશ ને મળવા આવી છે.એને કોઈ જુવે નહિ તે રીતે ઉપર બીજો માળ હતો ત્યાં પ્રકાશને મોકલ્યો અને પછી નિશા ને મોકલો.

નિશાને પ્રકાશ ખૂબ ગમવા લાગ્યો હતો.પ્રકાશ ની બોલવાની છટા ખૂબ સરસ હતી.અને જોઈને કોઈ પણ મોહી પડે.પ્રકાશ જોડેજઈને બેસી તો ખરી પણ નિશા એટલું ધ્રુજવા લાગી કે જાણે ઠંડી ચડી હોય.

પ્રકાશ કહે; અરે યાર તું નજીક આવને!

નિશા.એટલું. સાંભળીને એ બોલી ના શકી.એનો અવાજ દબાઈ ગયો હતો.પ્રકાશે હાથ પકડી ને નિશાને બાથમાં જકડી લીધી.નિશા પણ પ્રકાશ ની બાહો માં ખોવાઈ ગઈ.બને જાણે સ્વર્ગ માં વિહરતા હોય તેવુ મહેસૂસ કરવા લાગ્યા.નિશા એ પ્રેમથી હાથ ખસેડી ની ત્યાંથી ઘરે આવી ગયી.પણ તેના બદન માંથી પ્રકાશ ના પ્રેમ ની સુગંધ આવતી હતી.એ ને વારંવાર પ્રકાશ નું મુખ દેખાતું હતુ

અહી પ્રકાશ ની હાલત પણ નિશા જેવી હતી જાણે પહેલા વરસાદ નો પહેલો ધોધ વરસી રહ્યો.હોય..

હવે તો પ્રકાશ અને નીશા એક બીજા ના ગળાડૂબ પ્રેમ માં પહોચી ગયા હતા. એ જમાના માં કોઈની જોડે મોબાઈલ હતા નહિ. એટલે વાત પણ ના થઈ શકે. નિશાને પ્રકાશ વિના ચેન ના પડે.પ્રકાશને પણ નિશાને પામવાની ખૂબ ઇચ્છા હતી.હવે તો વેકેશન પણ પૂરું થવા આવ્યું હતું.નિશા ની સખી રંજન એક કાગળ લઈ ને આવી.અને નિશા ને આપ્યો.પ્રથમ પ્રેમ ની પહેલી ચીઠ્ઠી એટલે લવ લેટર ...નિશા એ તો ચિઠ્ઠી કોઈ જુવે નહિ તે રીતે પોતાના ખિસ્સા માં મૂકી દીધી.બસ એને વાચવાની ઉતાવળ હતી.

એને ચિઠ્ઠી ખોલી તો લખ્યું હતું હું તને ખૂબ પ્રેમ કરું છું.નિશા તું મને મળવા. આજે સાંજે તળાવ ના કિનારે આવજે.

નિશા ની ધડકન વધી ગઇ કેવી રીતે જવું.પણ એના પગ અટક્યા નહિ અને પ્રકાશ ને મળવા પહોંચી. ગયી.અને પહેલા તો બંને એકબીજા ને બાહોમાં લઇ લીધા.પણ નિશા ને લોકો નો ડર હતો.એતો ફટાફટ ઘેર આવી ગયી.પણ તેના તન અને મન માં પથરાયેલી સુવાસ ની સુગંધ તેના હદય માં પસરાઇ ગયી.

નિશા અને પ્રકાશ બંને છુટા પડ્યા.વેકેશન પૂરું થયું.અને નિશા ગામડે એકલી પ્રકાશ વિના પડી ગયી.અહીં પ્રકાશ પણ તેના ઘરે ચાલ્યો ગયો.

બંને ની તડપ ખૂબ વધવા લાગી.હવે તો પત્ર લખ્યા વિના છૂટકો નહતો પ્રકાશે પત્ર ની શરૂયાત કરી.અને તેને પત્ર પોસ્ટ કર્યો.નિશા ને પણ રંજન ને કીધુ હતું કે પ્રકાશ નો પત્ર આવશે. નિશા રોજ કાગડોળે રાહ જોતી એકબાજુ તેની અભ્યાસ ચાલુ હતો.મન પણ લાગતું નહિ.નિશાના પરિવર્તન થી સ્કૂલ ના શિક્ષક ને કઈ અજુગતું લાગ્યું.તેમને નિશા ને બોલાવી ને કહ્યું બેટા તું ભણવામાં ધ્યાન રાખ.તું ક્યાંક ખોવાયેલી રહે છે.નિશા શરમાગયી અને કહ્યું; ગુરુજી હવે કોઈ ફરિયાદ નહીં આવે.

નિશા એ કીધું તો ખરું પણ મન તો કોઈ ના કાબુ માં ના રહે.પણ હા અભ્યાસમાં ધ્યાન રાખતી.
એક દિવસ અચાનક નિશા રીશેસ માં ઘરે આવતી હતી ત્યાંજ. ટપાલી મલી ગયા.અને નિશા ને એક અંતરદેશીય પકડાવી દીધું એ વખતે અંતરદેશીય માં કાગળ આવે.નિશા તો એટલી ખુશ થયી ગયી કે ફટાફટ સ્કૂલ ના ચોપડામાં પત્ર મૂકી વાચવા લાગી જેમાં લખ્યું હતું.

પ્રિય નિશા ,
હું તને ખૂબ યાદ કરું છું તારા વિના ની જીંદગી મને અધૂરી લાગે છે હું તારા વિના ખૂબ તડપી રહ્યો છું.મને તારા વિના એક દિવસ નીકળવો ખૂબ અસહ્ય લાગે છે.હું તને મળવા માટે તડપી રહ્યો છું.હું તને મળ્યો તારે જ લાગ્યું કે તું મારા માટે જ બની છે.
જેમ વાદળ ને વરસાદ વિના ગમતું નથી
મોરને ટહુકાર વિના ગમતું નથી
તેમ નિશા મને તારા વિના ગમતું નથી
હું તને વેકેશન માં આવ્યો અને તને પહેલી નજરે જોઈ ત્યારે જહું તારા પ્રેમ નો દીવાનો બની ગયો.તારા ગુલાબી હોઠ પર રહેલ હાસ્ય ,તારી શર્મિલી. આંખો હું હજી તારી કાતિલ નજરને ભૂલી નથી શકતો.
જાણે ક્યારે મુલાકાત થશે તેની ખબર નથી.પણ તારા જવાબ ની રાહ જોઇશ.
તારો અને તારા દિલ માં રહેનાર
પ્રકાશ

નિશા ની અખમાંથી. આંસુની ધાર પત્ર વાંચ્યા પછી વહેવા લાગી.એનો પ્રેમ પરિપકવ ના હતો.એ પ્રકાશ માટે ખૂબ મળવાની આશ લઈ ને બેઠી હતી.પણ ખબર હતી કે વેકેશન સિવાય પ્રકાશ નહિ જઆવે.
એ ને પણ પત્ર નો જવાબ લખવાનું શરુ કર્યું.
પ્રિય. પ્રકાશ
ક્યાંથી શરૂઆત. કરું મને તમે એવી રીતે મૂકી ને ગયા કે મારા જીવનમાં પાનખર આવી ગયી.મને ભણવામાં દિલ નથી પરોવતું.ડગલે ને પગલે તું યાદ આવ્યાં કરે છે
ભીની સુવાસ આપી ને ગયા તમે પ્રાણપ્રિય

અહી તો જાણે મને લાગે છે એકલુંપ્રાણપ્રિય

દીવાલો માંથી આવે છેએક સૂનો અવાજ પ્રિય

કોને કહું ,હું મનની વાત બેબસ શું પ્રાણપ્રિય

જો મલી જાવ તમે મને વસંત માં પ્રાણપ્રિય
એટલું લખતા તો નિશા ની પેન જાણે વિયોગ ની વેદના ના ઠાલવતી હોય,?

તો મારી વિયોગની વેદના પૂરી થાય" પ્રાણપ્રિય

પ્રકાશ તારી રાહ જોઈ રહી છું તું મને ક્યારે જોવા મળીશ બસ મન ભરીને પહેલા તો મારે તને જોવો છે.તને ખબર છે.પહેલી મુલાકાત માં હું કેટલું ધૂર્જતી હતી તે મારો હાથ પકડી ને બાહોમાં લીધી તે
સ્પર્શ યાદ આવી જાય છે. હું તને ખૂબ યાદ કરું છું.તું મારા પત્ર નો જવાબ લખજે. હું રાહ જોઇશ.

બસ આવી રીતે અવાર નવાર બંને પત્રો લખતા બંને નો પ્રેમ ગાઢ બનતો જતો હતો.

હવે તો બંને યુવાન થયી રહ્યા હતા. નિશા કૉલેજ શરૂ કરી.અને પ્રકાશ એ પણ કોલેજ શરૂ કરી દર વેકેશન માં મળતા એકબીજા ને ખૂબ નજીક આવી ગયા હતા.જાણે બંને એકબીજા માટે ના બન્યા હોય.હવે તો લોકો ને પણ તેમના પ્રેમ ની જાણ થયી ગયી હતી.

બંને ને કોઈ નો ડર ના હતો.પણ હવે તો બંને એક સીટી માં આવી ગયા હતા.પ્રકાશ તો ત્યાંજ રહેતો હતો.અને નિશા તેના ફોઈ ને ત્યાં આવી ગઇ .હવે તો બંને રોજ મળવા લાગ્યા.ખૂબ ફર્યા , પિક્ચર જોવા જતા ત્યાં ના બગીચા માં કલાકો ના કલાકો એક વેફર ખાઈ ને કાઢતા.ખૂબ પ્રેમ કરતા હતા

એટલો બધો પ્રેમ હતો.પણ ધીમે ધીમે પ્રકાશ ના જીવનમાં બદલાવ આવવા લાગ્યો.ધીમે ધીમે મળવા ના બહાના કરવા લાગ્યો હવે તો નિશા ખૂબ વિરહ માં પડી ગયો હતી.તેને અચાનક પ્રશ્ન કર્યો કે તું કેમ મને હવે મળતો નથી.તો પ્રકાશે કીધું. કે હું મારા કામમાં ખૂબ બીજી છું.પપ્પા ને મદદ કરી રહ્યો છું

નિશા સાચું માની ગયી. પ્રકાશ સાચું બોલતો હશે પણ એક દિવસ પ્રકાશ ની અચાનક સગાઈ થયી ગયી. નિશા ની સખી એ કહ્યું.
નિશા નું દિલ તૂટી ગયું.પ્રકાશ ને મળવા ગયી.તો પ્રકાશ કહે હું તને જિંદગીભર સાચવીશ ..હું મજબૂર છું...તું મને ગલત ના સમજ.

નિશા એ કીધું ; હું કોઈ સ્ત્રી નો પતિ નથી મેળવવા માગતી.તે મારી સાથે દગો કર્યો.મે તારા માટે શું નથી કર્યું?

પ્રકાશ તે ભલે મારી જોડે દગો કર્યો પણ તારી પત્ની ને સાચું કહીને જીવન શરૂ કરજે

મારો પ્રેમ ભલે અધૂરો રહ્યો પણ તું તારી લાઇફ માં સુખી થજે...

બસ અલવિદા..

ક્રમશ .