Hind mahasagarni gaheraioma - 21 books and stories free download online pdf in Gujarati

હિંદ મહાસગર ની ગેહરાયીઓમાં - 21

દ્રશ્ય ૨૧ -
કેવિન ગુરુ જ્ઞાન ની વાત ને માનવા મટે તૈયાર ન હતો. ગુરુ થી નારાજ કેવિન ગુફા માં કોય દિશા ને ધ્યાન માં લીધા વિના આમ તેમ ચાલવા લાગ્યો. કેવિન વિચારો માંથી મુક્ત થઈ ને આજુ બાજુ જોવે છે તો તે પોતેજ જાણતો નથી કે ક્યાં ઉભો છે. ગુફા માં ઊંચા લંબ ગોળ પત્થર ની આગળ કે પાછળ તે કઈ જોઈ શકે તેમ નથી. કેવિન ગુફા માં આમતેમ ફરવાનુ ચાલુ કરે છે અને ગુફા માં બધાના નામ ની બૂમો પાડી ને બોલાવાનો પ્રયત્ન કરે છે. કેવિન ની બૂમો ગુરુ જ્ઞાન ના કાન માં સંભળાય છે પણ ગુરુ તેને ધ્યાનમાં લેતા નથી. ગુરુ ને કેવિન સામે ના મોટા પત્થર માં એક દરવાજો ખોલ્યો. કેવિન તે દરવાજા ની અંદર ચાલ્યો ગયો. તે સમજ્યો કે ગુરુ તેને પાછા આવાનો રસ્તો બતાવે છે. પત્થર ની અંદર ચારે બાજુ અંધારું હતું કેવિન ત્યાં થી બહાર આવી શકે તેવી કોય જગ્યા નહતી.
અંધારી જગ્યા પર એક બાજુ ભવિષ્ય દેખાવા લાગ્યુ ત્યાં એક ચિત્ર દેખાયુ તેમાં કેવિન ની પત્ની અને બાળક દરિયા માં આવેલી ભીષણ સુનામી ના કારણે પાણી ફસાયા હતા અને ત્યાંથી નીકળવા માટે પ્રયત્ન કરતા હતા. કેવિન ની પત્ની તેના બાળકને હાથ માં પકડી ને સંગર્શ કરત હતી. મદદ માટે બૂમો પડતી હતી પણ તેની આજુ બાજુ કોય બચી સખ્યું ન હતું. થોડી ક્ષણો નું આ ચિત્ર જોઈ ને કેવિન નીચે જમીન પર પડી ગયો અને તે અંધરી જગ્યા થી બહાર આવી ગયો. થોડી વાર સુધી તો તે ચૂપચાપ બેસી રહ્યો પછી તેની સામે સોનેરી રંક ફેલાવતું ગુરુ પક્ષી આવ્યું જેને તેની સામે જોયું અને એની પાછળ આવવા માટે પોતાની પાતળી ડોક હલાવી ને ઈશારો કર્યો. તે એની પાછળ ચાલવા લાગ્યો. ગુરુ પક્ષી ગુરુ જ્ઞાન ના ખભા પર આવી ને બેસી ગયું અને તેની પાછળ કેવિન પણ ગુરુ ની ગુફા સુધી આવી ગયો. ગુફા માં આવતા ની સાથે જ તેને ગુરુ ના પગે પડી ને તેને બતાવેલા તે દ્રશ્ય વિશે પૂછ્યું. " ગુરુ શું હતું તે પત્થર ની અંદર મે જે જોયું તે હકીકત હતી કે પછી કોય સપનું." ગુરુ ને કેવિન ને પકડીને ઊભો કર્યો અને કહ્યું " તે ભવિષ્ય હતું જો તમે બધા એકઠા થયી ને ગુફાની રક્ષા નઈ કરો તો એક દિવસ તે વર્તમાન બની જસે અને કોય પણ તેને રોકી નઈ શકે."
કેવિન ગુરુ હાથ જોડી ને કહે છે " હું પણ મદદ કરવા તૈયાર છું હું મારા છેલ્લા શ્વાસ સુધી બધાનો સાથ આપીશ. " કેવિન નો આ નિર્ણય સાંભળી ને બધા ખુશ થાય છે કેવિન ને જોઈ બધાની હિંમત માં વધારો થાય છે. જ્યારે બધા રક્ષા માટે તૈયાર હતા ત્યારે ગુરુ પોતાના વૃક્ષ ના મોટા થડ માં થી નીલ અને શ્રુતિ ની તલવાર બહાર લાવી ને કહે છે " હવે સમય આવી ગયો છે." ગુરુ નીલ અને શ્રુતિ ને હાથ માં તલવાર પકડાવી ને બોલ્યા " તમે શક્તિ શાળી છો તો તમારી જવાબદારી છે આ ચારે ની રક્ષા કરવાની હજુ એમને શક્તિ મળી નથી. એમને એમની શક્તિ મળવામાં થોડી વાર છે તો પોતાની પૂરી શક્તિ થી આ ચારે ને બચાવા નો પ્રયત્ન કરજો." ગુરુ ની વાત ને સાંભળી ને નીલ ગુરુ ને બધાની રક્ષા કરવાનુ વચન આપે છે અને ગુરુ નો આશીર્વાદ લે છે. " હું વચન આપુ છું હું મારા જીવન ની ચિંતા કર્યા વિના આમની રક્ષા કરીશ." શ્રુતિ પણ ગુરુ નો આશીર્વાદ લઈ ને નીલ ને કહે છે " હું પણ તરો બધીજ પરિસ્થિતિ માં સાથ આપીશ મારી બહેન તારી રક્ષા કરવાની જવાબદારી હવે મારી છે."
કેવિન, માહી, દેવ અને અંજલિ પણ ગુરુ નો આશીર્વાદ લે છે. કેવિન ગુરુ ને પૂછે છે " આગળ શું કરવાનુ છે પાછા ગુફાઓ માં થયી ને નીલ ની ગુફાઓ સુધી જવાનું છે." " ના હું તમને તમારા લક્ષ સુધી પોહચાડી શકું છું. તમે ક્યારે હિંમત છોડતા નઈ કે પછી ક્યારે હાર માનતા નઈ હું તમારી રક્ષા કરવા તમારી પાછળ છું. જ્યારે મદદ ની જરૂરત પડે ત્યારે મને યાદ કરજો." ગુરુ એટલું બોલી ને ગુરુ ગુફા ના એક પત્થર પર હાથ મૂકી ને એક દરવાજો ખોલે છે જેની અંદર બધાને જવાનું કહે છે. " આ તમને તમારા લક્ષ સુધી પોહચવામાં મદદ કરશે. હિંમત હાર્યા વિના સતત પ્રયત્ન કરવાથી તમે અગ્નિ નું હ્રદય પરિવર્તન કરી શકશો." એટલું બોલી ને ગુરુ બધાને પાછળ થી પોતાની શક્તિ થી ધક્કો મારી ને પત્થર ને બંદ કરી દે છે. એક ધક્કા સાથે બધા નીચે જમીન પર પછડાય છે.