Confession of love books and stories free download online pdf in Gujarati

પ્રેમનો એકરાર

પ્રેમની વ્યાખ્યા જૉઈએ તો" પ્રેમ એટલે હદયમાં વહેતું લાગણીનું અમીઝરણું,દિલમાં ઊંડી વહેતી એક મિત્રના પ્રેમની લાગણીઓનો દરિયો"

"પ્રેમનો એકરાર કરવો એટલે કે' વ્યક્તિ સાથે હળવું ,મળવું અને એની સાથે સમય વિતાવવા માટે એની હૂંફ મેળવવા માટે એની સામે વ્યક્ત કરતી વાણી એટલે પ્રેમનો પ્રતિહાસ..


"એક દિવસ રીટાએ પોતાના પ્રેમનો એકરાર કરવાની રાહ જોઇ રહી હતી એ રિતેશને ખૂબ જ પ્રેમ કરતી હતી .બંને જણા કૉલેજમાં સાથે જ હતા બંને એકબીજાને બધી જ વાતો કરતા હતા અને રીટાના મનમાં થયું કે હું, આજે મારા પ્રેમનો એકરાર રિતેશને કર્યા વિના નહીં રહું, કારણ કે એ ઘણા દિવસથી પોતાના દિલમાં પ્રેમને સંતાડી રહી હતી એને રીતેશ જોડે ખુબ જ ગમતું હતું.

" પહેલો પ્રેમ એટલે કે હ્દયમાંથી ઉભરાતી લાગણી"

"એક દિવસ તેણે વિચાર્યું કે 'હું રીતેશને આજે ચોક્કસ પ્રેમનો એકરાર કરીને જ રહીશ. એ જ્યારે પોતાના દિલની વાત કરવા રાહ જોતી કૉલેજના દરવાજે ઊભી હતી.એટલામાં રિતેશ આવ્યો અને તેણે રીતેશને કહ્યું ;આજે મારે તને એક વાત કરવી છે! રીતેશ કહે; તું પછી વાત કર અત્યારે મારે વાત કરવી છે.
" ના હું આજે તને મારા દિલની વાત કરવા માગું છું એટલે જ હું કહીશ"

"કંઈ વાંધો નહીં ,તું કરી શકે છે. આપણે કોલેજની કેન્ટીનમાં જઈએ" બંને જણા કોલેજની કેન્ટીનમાં ચા પીતા હતા અચાનક જ રીતેશ ના ફોનની ઘંટડી વાગી અને સામેથી રોમા નો અવાજ આવ્યો અને કહ્યું:

" રિતેશે કહ્યું: રીટા તું અહીં બેસી શકે છે. હું એક જ મિનિટ વાત કરીને આવું"

" અચાનક જ તેની નજર રિતેશના એક કાર્ડ પર પડી અને કાર્ડ માં જોયું તો રોમા અને રિતેશ બંનેના એંગેજમેન્ટના કાર્ડ હતા. તરત જ પોતાના પગ તળેથી જમીન સરકી ગઇ.. હોય એમ કહ્યા વિના જ એ નીકળી ગઈ'"

" ત્યાં રીતેશે જોયું તો રીટા હતી જ નહીં એને એમ કે કંઈક કામ હશે એટલે નીકળી ગઈ હશે પરંતુ અચાનક જ્યારે એની નજર એક કાગળ પર પડી ત્યારે એને લખ્યું હતું આઇ લવ યુ રિતેશ ..

"રીટા ઘરે આવી અને ઘરમાં રડવા લાગી "એને થયું કે ખરેખર !મારી જિંદગીમાં પ્રેમ વિના અધૂરી જ રહેશે! મને રીતેશ મળશે જ નહિ જ. શું મેં પ્રેમનો એકરાર કરવામાં સમય વધારે બગડ્યો છે !એવા પ્રશ્નો એની જાત સાથે કરતી હતી અને રડતી હતી"

"રિતેશને ત્યારે ભાન થયું કે ખરેખર મને રીટા પ્રેમ કરતી હતી અને મને ખબર જ ન પડી. એને તરત જ થયું કે હજુ બહુ મોડું નથી થયું એ રોમાને ત્યાં ગયો અને જે ઘરના મમ્મી-પપ્પા દ્વારા પસંદ કરેલી છોકરી હતી. એટલે સગાઈ જ કરવાની હતી એટલે એને તરત જ નિર્ણય બદલી નાખ્યો રોમાને પણ વાત કરી અને એના મમ્મી -પપ્પાને પણ વાત કરી ઘરના બધા સંમત થયા પહેલા તો એમણે થોડીક ક્ષણ માટે વિરોધ પણ કર્યો પરંતુ રોમાને કહ્યું કે જે થતું હોય સારું થાય છે .કારણ કે રિતેશ એને ચાહે છે એટલે હજુ મોડું થયું નથી આપણે રિતેશની વાતને સંમતિ આપવી જોઈએ એટલે બધા જ સહમત થઈ ગયા .

" રીટાએ કહ્યું; જો તારી પહેલી પસંદ અને તારો પહેલો પ્રેમ એ જ હોય તો હું તમારા બંને વચ્ચે આવવા માગતી નથી. એમ કહીને બધા ઘરે વાતચીત કરી. ઘરના બધા કર્યો કે તું રીટા ને હાલ જ મને તારા પ્રેમનો એકરાર કર નહિતર બહુ મોડું થઈ જશે રોમાને કહ્યું રિતેશ હું પણ ઇચ્છું છું કે તું તારા પહેલા પ્રેમનો એકરાર કરીને મેળવી લે.

" અને તરત જ રીતેશ કોઈ પણ નિર્ણય લીધા વિના એક ગુલાબનું ફૂલ લઈને એના ઘરે ગયો. અને જોયું તો રીટા રડતી હતી ત્યાં જ જઈને રીટાની સામે ગુલાબ આપીને એને કહ્યું; સોરી મને ખબર જ નહિ કે તું મને આટલો બધો પ્રેમ કરતી હતી હું પણ તને દિલથી પ્રેમ કરતો હતો .આજે હું મારા દિલ નો એકરાર કરું છું "આઇ લવ યુ" રીટા" તું મારી સાથે લગ્ન કરીશ "ને એટલું કહેતાં જ એ રડી પડી અને બંને જણા ભેટી પડ્યા અને એમના પ્રેમનો એકરાર એક ખુશીમાં ફરી ગયો અને તેમના એંગેજમેન્ટ નક્કી કરી દેવામાં આવ્યા...

આખરે દિલમાં સાચો પ્રેમ હોય તો ભગવાન પણ મજૂરી આપે છે.પણ પ્રેમ થાય તો એકરાર કરવામાં ક્યારે સમય બગાડવો નહીં જો એક વખત તે સમય ચૂકી ગયા તો તમારા પ્રેમ માટે આખી જિંદગી તમે તડપતા જ રહેશો. સાચો પ્રેમ હંમેશા સમયની રાહ જોતો નથી એને તરત જ પ્રેમનો એકરાર કરીને મેળવી લેવો જોઈએ..
આભાર