Nobility in Gujarati Adventure Stories by Hitesh Vaghela books and stories PDF | ખાનદાની

ખાનદાની

કચ્છ ભુજ ના દરબારગઢ ના નગરખાના માં ચોઘડી આ ગડગડી રહ્યા હતા, નૂતન વર્ષ ના નવલ પ્રભાતે કચ્છ ના રાજવી દેશળજી બાવા નો રાજમહેલ વિવિધ શણગાર થી શોભી રહ્યો હતો, રાજના હજૂરી અને કામદારો કચ્છી ભેટ અને પેચદાર કચ્છી પાઘડી માં આમતેમ આંટા મારી રહ્યા હતા, અધિકારીઓ અને પ્રજાજનો નો રાજમહેલ માં આજે એકસામટો ધસારો લાગી રહ્યો હતો, આજે નવા વર્ષ ના નવલા દિવસે લોકો નો ઉલ્લાસ સમાતો ન હતો, કચ્છ ની પ્રજા ના કચ્છી પોશાક માં આજે કંઈ અજબ જેવી છટા આવી ગઈ હતી.
કચ્છપતિ રાઓ શ્રી દેશળજી દરબારગઢ ના સભાખંડ માં મોટી સભા સાથે બિરાજમાન હતા, દેશળ દરબાર ના પ્રખ્યાત એવા ચૌદ રત્નો પણ રાજકચેરી માં હાજર હતા, આ ચૌદ રત્નો ને કવિએ એક જ છપ્પયમાં વણી લીધા,

મોટી, મેર અરુ ખંત, ફતું ઓર અકબરઅલી
રુદ્ર, ચંદ્ર, ગોવિંદ, ઉનંડ કવિ, કેશવ કલી

કાન ઓર ખેંગાર, વાલ અરુ લાલા છલ્લી
જુગ મયંક સમ અંક, રતન નર મહા પ્રબલ્લી

જ્યો ધારા પતિ બોજ, લસત બસત બલ બુધ્ધિ યુત
ત્યો ઇત રાજ રાજેન્દ્ર , રાઓ દેશળ કચ્છ પત.

આ ચૌદ રત્નો માં પહેલા અંજાર ના ગોરજી મોતીચંદજી, બીજા ગોરજી માણેકમેરજી, ત્રીજા માંડવીના ખાંતિવિજયજી ઉર્ફે બોડા ગુરજી, ચોથા જમાદાર ફતું મલેક, પાંચમો અબડાસાના ડુમરા ગામ નો અતિ પ્રખ્યાત એવો અલી ચોર, છઠ્ઠા ગુંદિયાળીના જ્યોતિષશાસ્રી હરજી પંડ્યા, સાતમા નાગ્રેચા ના જાડેજા ચાંદાજી, આઠમો ગોધરા ગામ નો મહાન મશકરો ગોવિંદો જોશી, નવમા ખાખર ના જાડેજા કવિ ઉનન્ડજી , દસમા ભીટારા ના રાજગોર કવિ કેશવ, અગિયાર માં કાનમેર ગામ ના કાના બારોટ, બારમા રોહા ના જાડેજા ખેંગારજી, તેરમો વાલો ખવાસ અને ચૌદ મો અંજાર નો સારસ્વત લાલો મહારાજ જે લાલા ઠગ ના નામે પ્રખ્યાત હતો,
ધારાનગરીના ભોજરાજાનો રાજદરબાર જેમ ચૌદ રત્નો વડે દીપતો હતો તેમ ભુજ નગરી નો દેશળ દરબાર પણ ચૌદ રત્નો વડે શોભી રહ્યો હતો,
શંકર ના દરબાર મા જેમ સિંહ, હાથી, ઉંદર અને ભૂતગણ ને પણ સ્થાન હતું, તેમ દેશળ દરબાર માં યતિઓ, શાસ્ત્રીઓ, કવિઓ, ભાયાતો સાથે ચોર અને ઠગ ને પણ સ્થાન હતું, આમ દેશળજી બાવાએ બસો વર્ષ પહેલાં કચ્છ માં સાચા સમાજવાદ ની સ્થાપના કરી હતી,
આજે નૂતન વર્ષ ના આનંદ નો દિવસ હોવાથી ચોપદારો નેકી પોકારી રહ્યા હતા, મહારાઓશ્રી એક પછી એક અમલદારો અને પ્રજાજનોની સલામી લઈ રહ્યા હતા, છડીદારો સલામી આપનાર ના નામ પોકારી - પોકારી ને તેમના તરફ મહારાઓશ્રી નું ધ્યાન દોરી રહ્યા હતા,
એટલામાં કચ્છ માંડવીના શેઠ માણેકચંદ શાહ ના પુત્ર માવજી શેઠ નો વારો આવ્યો, માંડવી બંદર નો ઇજારો હમણાં માણેકચંદ શેઠ પાસે હતો, માણેકચંદ શેઠ પર બાવા ને અત્યંત પ્રેમ હતો, બાવા જ્યારે જયારે માંડવી પધારે ત્યારે માણેકચંદ શેઠ ના ઘરની મહેમાની સ્વીકાર્યા વિના જાય જ નહીં, કચ્છ ના ગુર્જર વાણીયા ના ઘરની રસોઈ વિધવિધ ભોજનસામગ્રી નો આ સ્વાદ લેવાનો બાવા ને ખૂબ જ શોખ હતો, માણેકચંદ શેઠ પણ બાવા ના આ શોખ ને સાર્થક કરવા વણિક કુટુંબ ના પાકશાસ્ર ની પ્રવીણતા ની તમામ કળાઓ એજમાવવાનું ચુક્યા નહીં, આ શેઠ ના ઘરની વાનગીઓનો સ્વાદ બાવા ભૂલતા નહીં,
આ વર્ષે માંડવી બંદર ના ઈજારાની આવક ઘણી વધી ગયેલી હોવાથી માણેકચંદ શેઠે બાવાને નવા વર્ષ નું નજરાણું કરવા પોતાના પુત્ર માવજી શેઠ ને ખાસ ભુજ મોકલાવ્યો હતો,
સલામી બો વારો હવે માવજી શેઠનો આવ્યો, માવજી શેઠ સલામી માટે ઉભા થતા જ ચોપદાર પોકારી ઉઠ્યો: , માવજી શેઠ કી સલામ પે નિગાહ રખ્ખો મહેરબા....ન સલામત !"
માવજી શેઠે નમી - નમી ને બાવા ને ત્રણ વાર સલામ કરી, પછી પિતા એ મોકલાવેલ નજરાણા ની બે જંગબારી મોટી છાબો બાવાના ચરણો પાસે રજુ કરી, બંને છાબ ઉંચી કિસમ ના માંડવીની બનાવટ ના રેશન ના તાકાઓથી છલોછલ ભરેલી હતી બાવા એ છાબ પરનો રૂમાલ ખસેડી, રેશમ ના તાકા ઉપાડી નજરાણા નું નિરીક્ષણ કરવા માંડ્યું, રેશમ ના તાકા નીચે સોનાની કોરીઓ નો ઢગલો દેખાઈ રહ્યો,
રેશમ ના તાકા નીચે પડેલી સોનાની કોરીઓ જોઈ ને બાવાને નવાઈ લાગી, એ જ વખતે બાવા ના મુખમાંથી ઉદગાર બહાર આવ્યા:
"અરે માવજી, હી કુરો ? હી તાં નરાણું આય કે ખજાનું આય?" ( અરે માવજી આ શું ? આ તે નજરાણું છે કે ખજાનો છે ?)
"બાવા ! મોટા શેઠે કહ્યું કે આ સાલે માંડવી ના ઈજારા ના બાવા ને પ્રતાપે ખૂબ જ લાભ થયો છે એટલે બાવા ને નવા વર્ષે સારું નજરાણું કરવું જોઈએ." માવજી શેઠે બાવા ના પ્રશ્ન નો જવાબ આપતા જણાવ્યું,
આ સાંભળી ને બાવા બોલ્યા : "અરે, ગાંડો થા માં માવજી ! એ લાભ માંડવી એ નથી આપ્યો ! મેં જાતેજ જાણીબુજી ને આપ્યો છે, જા લઈ જા ! આ સોનાની કોરીઓ પાછી લઈ જા! બીજું નજરાણું ભલે રહેવા દે!"
પણ બાવા સોનાની કોરીઓ પછી લઈ જઈશ તો મોટા શેઠ મને વઢશે,
તને વઢશે ઓણ મને નહીં વઢે, તું જા હું મારા અવસાર સાથે આ સોનાની કોરીઓ પાછી મોકલી આપું છું હવે તો તને નહીં વઢે ને...?
માવજી શેઠ હોવી લાચાર બન્યો, બાવા નો એમના પ્રત્યે નો અપાર પ્રેમ અબે એમના મન ની મોટાઈ જોઈ ને માવજી શેઠ ની આંખો આનંદ અને આભારના આંસુ સાથે છલકાઈ ઉઠી,

" આ નામ તે ઉભય પક્ષ ની ખાનદાની"

By - Hitesh Vaghela

W. 9913390994


Rate & Review

Dipak S Rajgor

Dipak S Rajgor Matrubharti Verified 8 months ago

Hitesh Vaghela

Hitesh Vaghela Matrubharti Verified 8 months ago

Satish Patel

Satish Patel 8 months ago

Asha Dave

Asha Dave 9 months ago

Asmita jayesh shah