Let us also become the diva of humanity books and stories free download online pdf in Gujarati

ચાલો આપણે પણ માણસાઈ ના દિવા બનીએ

ચાલો આપણે પણ માણસાઈ ના દિવા બનીએ

એક સમય ની વાત છે 4 સભ્યો નો પરિવાર જેમાં પતિ-પત્ની અને તેમના બે બાળકો .1 બાળકી જે ફક્ત 9 વર્ષ ની અને 1 બાળક જે ફક્ત 3 વર્ષ નો.આ પરિવાર ખૂબ જ ગરીબ હતું તેઓ નાનકડી એવી ઝૂપડી બાંધીને રહેતા.

તેમનો વ્યવસાય માટલા ઘડવાનો,તાવડી બનાવાનો અને માટીના વાસણો બનાવાનો.રાત્રે મોડા સુધી માટલા ઘડે અને સવારે આખોય પરિવાર માટલા અને તાવડી લઈને વેચવા નીકળી પડતા.બાળકી અને તેના પિતા અલગ દિશા માં જતા. જ્યારે બાળકી ની માતા અને બાળક અલગ દિશામાં જતા જેથી વેચાણ વધુ થઈ શકે.

મહેનત તો ઘણી કરતા પણ આ મોંઘવારી ના કારણે કાઈ મળતું નઇ.9 વર્ષ ની બાળકી પણ બુમો પાડી પાડી ને કેતી માટલા લઇ લ્યો માટલા પણ આજ ના જમાના માં માટીના વાસણો કોઈ લેતું નઈ ભાગ્યેજ કોઈ લઇ જાય.9 વર્ષ ની બાળકી ની ઉંમર આમ તો ભણવાની પણ તે પોતાના પરિવાર ની મજબૂરી ના કારણે તે ભણી નતી શકતી.આ પરિવાર ખૂબજ મહેનતુ,દયાળુ,અને ઈમાનદાર ક્યારેય કોઈ નું ખરાબ ના ઈચ્છે માણસાઈ વાળું પરિવાર હતું.

ગરીબી એટલી કે બે સમય નું ભોજન પણ ના મળતું ક્યારેક ક્યારેક તો પતિ-પત્ની એ બે - બે દિવસ સુધી ભૂખ્યા રહીને પોતાના બાળકો ના પેટ ભરતા .પાછા દયાળુ પણ એટલા કે જ્યાં સુધી પોતાની થાળી માં રોટલો હોય ને ત્યાં સુધી આંગણે આવેલ કોઈ પાછું ના જાય પછી એ કોઈ પણ માણસ હોય ,કોઈ પણ પશુ-પક્ષી હોય ,કોઈ પણ પ્રાણી હોય બધાની મદદ કરતા.ભલે પોતાની પાસે કાઈ નતું છતાં તેમના થી થઈ શકે એ બધી મદદ કરતા અને એ જ તો સાચી માણસાઈ છે...

"જે પોતાનું વિચાર્યા વગર બીજા ને મદદ કરે"

અને એમ પણ કહેવાય છે ને કે ...

"જે માણસાઈ થી મઢેલી હોય ને એ ઝૂપડી પણ બંગલો હોય છે"

પણ દુઃખ ની વાત એ હતી કે કાળી મજૂરી કરી ને પણ તેમને ક્યારેક ભૂખ્યું સુઈ જવું પડતું. આ પરિવાર નો દિવસ પણ અંધકાર થી ભરેલો હતો.તેમની પાસે પૈસા નતા અને સરખું પેટ ભરી શકે એટલું અનાજ નતું છતાં તેઓ પોતાનું જીવન ફરીયાદ વગર જીવતા. ક્યારેય ઈશ્વર પાસે જઈને ફરિયાદ નથી કરી કે કેમ અમને આટલું કઠિન જીવન આપ્યું .

જીવન આખું દુઃખો થી ભરેલું હતું પણ મોઢા પર હાસ્ય ક્યારેય ઓછું નતું બધા દુઃખો ને પાણી ની જેમ પી જતા .એવું કહી શકાય કે દરેક પરિસ્થિતિ નો સ્વીકાર કરતા આ પરિવાર આ રીતે પોતાનું જીવન કર્તવ્ય સાથે ઘણા વર્ષો થી જીવતા આવી રહ્યા હતા...

એક સવાર અચાનક કેટલાંક માણસો લાકડીઓ અને જી.સી.બી લઈને ઝૂપડી ની સામે આવી ને ઉભા રહી ગયા અને દાદાગીરી થી કહેવા લાગ્યા કે આ જમીન પર થી નીકળી જાઓ અહીંયા ઇમારતો બનાવાની છે.પેલો પરિવાર કાઈ કે એના પેહલા તો આ માણસો એ ધક્કો મારીને આ ગરીબ પરિવાર ને બહાર કાઢી મુક્યા બધો સામાન વેર-વિખેર કરી નાખ્યો બાળકી ના માતા-પિતા પેલા માણસો ના પગ માં પડી ને વિનંતી કરવા લાગ્યા આજ અમારું જીવન છે ભાઈ...

અમે ક્યાં જઈશું ? અમે પેલે થી જ ઘણા ગરીબ છીએ .ઘણી આજીજી કરી પણ કોઈ સાંભળવા તૈયાર નતું બાળકી ના પિતા રડવા લાગ્યા હાથ જોડી ને પેલા માણસો ને કહેવા લાગ્યા કે અમને અમારો સામાન તો આપી દો અમને માટલા ઘડવાનો ચાકડો તો લેવા દો જેથી હું મારા બાળકો ના પેટ તો ભરી શકુ પણ પેલા મૂર્ખ માણસો કંઈજ સાંભળવા તૈયાર નતા જી.સી.બી લઈને બધુજ સાફ કરી નાખ્યું . ઝૂપડી નો બધો જ સામાન ફેંકી દીધો બધું જ નષ્ટ થઈ ગયું.આ મૂર્ખ માણસો માં ના તો દયા હતી ના તો માણસાઈ અને એમ પણ કહેવાય છે ને કે...


"દરેક ઘર માં અને દરેક જગ્યા એ માણસ નો જન્મ થાય છે બસ માણસાઈ નો જ જન્મ અમુક ઘર માં અને અમુક જગ્યાએ થાય છે"

આ પરિવાર સાવ ભાંગી ગયું બાળકી ની માતા કેહવા લાગી .હવે આપણે ક્યાં જઈશું? શું કરશું? આ ચોમાશું માથે છે ક્યાં રહીશું ?

બાળકી ના પિતા એ કહ્યું હિમ્મત રાખો આપણે મેહનત કરશું ચાલો આપણે કામ શોધવા જઈએ આ પરિવાર કામ શોધવા નીકળી ગયું .

5 થી 6 દિવસ થઈ ગયા તેઓ રસ્તા પર ભટકી રહ્યા હતા બાળકી ની માતા એ ઘરે ઘરે જઈને કામ માંગ્યું તેના પિતા એ પણ દરેક જગ્યાએ જઈને કામ માંગ્યું પણ ક્યાંય કામ ના મળ્યું .

આ પરિવાર 6 દિવસ થી ફક્ત પાણી અને બીસ્કીટ ખાઈ ને રહ્યું હતું. રાત થવા આવી હતી સાથે વરસાદ અને વીજળી પણ ઘણી થયી રહી હતી આખોય પરિવાર ભીંજાય ગયો હતો.એ 3 વર્ષ નો બાળક જે ભૂખ ના કારણે ઠંડી ના કારણે રડવાનું બંધ નતો કરતો એ 9 વર્ષ ની બાળકી જે ભૂખ ના કારણે બેભાન અવસ્થામાં જઈ રહી હતી.આખો પરિવાર કાળા પાણીએ રડી રહ્યો હતો .

ઘણા લોકો પાસે કામ મળે તેની ભીખ માંગી ,થોડું ખાવાનું માંગ્યું ,થોડો આસરો માંગ્યો, પણ ક્યાંય થી મદદ ના મળી પતિ-પત્ની થી તેમના આ બાળકો ની હાલત જોવાતી નતી તેઓ જોર જોર થી રડવા લાગ્યા હતા .6-6 દિવસ સુધી આમને કાઈ જ અનાજ ખાધું નતું ફક્ત પાણી અને બિસ્કીટ ખાધા હતા .આ પરિવાર જ્યાં હતું ત્યાં એવું કોઈ નતું જે આમની વેદના સમજી શકે,એવું કોઈ નતું જે આમની ઉપર દયા રાખી શકે .ઠંડી ના કારણે ધ્રુજી રહ્યા હતા ભૂખ ના લીધે તડપી રહ્યા હતા.આખો પરિવાર બેભાન અવસ્થામાં આવી રહ્યો હતો.

બાળકી ના પિતા ની નજર બાજુમાં ઉભેલી એક દૂધ ની ગાડી પર ગયી ...ત્યાં સૌ લોકો દૂધ ખરીદતા હતા. પિતાના મન માં થયું કે હવે મારી પાસે એક જ ઉપાય છે.આ દૂધ ની ચોરી કરીને મારા બાળકો નું પેટ ભરી લઈશ. બાળકી ના પિતા પેલી દૂધ ની ગાડી પાસે પહોંચ્યા ત્યાં ખૂબ ભીડ હતી.બાળકી ના પિતા આ ભીડ માં ચાલ્યા ગયા અને તક મળતા જ દૂધ ની થેલી લઈને ભાગવા લાગ્યા.

પરંતુ ગાડી આગળ જે ભીડ ઉભી હતી .તેમને આ બાળકી ના પિતા ને પકડી લીધા.ત્યાં ઉભેલી ભીડ ચોર ચોર કહીને બુમો પાડવા લાગી આજુ બાજુ ના દરેક લોકો ભેગા થઈ ગયા અને સૌ લોકો બાળકી ના પિતા ને ખૂબ માર મારવા લાગ્યા. તેના પિતા રડતા રડતા બુમો પાડી ને કેહવા લાગ્યા મને માફ કરી દો મને માફ કરી દો.મારા બાળકો ભૂખ્યા હતા એટલે મેં આ દૂધ ની ચોરી કરી.મારી મદદ કરવા પણ કોઈ નતું મને છોડી દો...મને છોડી દો ...તેનો પરિવાર પણ રડતા રડતા બુમો પાડી પાડી ને કેહવા લાગ્યો છોડી દો એમને છોડી દો ...અમે 6-6 દિવસ થી ભૂખ્યા છીએ ભાઈ ...છોડી દો એમને...છોડી દો ...

પેલી 9 વર્ષ ની બાળકી રડતા રડતા તેના પિતાને બચાવવા એ ભીડ માં જઈને બધાને રોકવા લાગી પણ તે મૂર્ખ માણસો એ બાળકી ને પણ ધક્કો મારી દીધો. એ ભીડ તેના પિતાને માર મારતી ગયી માર મારતી ગયી.ના વાત સમજી ,ના વેદના, કે ના ચોરી પાછળ નું કારણ .

ત્યાં બાળકી ની માતા મદદ માંગવા આજુ બાજુ ભટકી રહી હતી ત્યાં તેને એક ગાડી માં બેઠેલા એક ભાઈ દેખાયા.અને કહ્યું ભાઈ અમારી મદદ કરોને મારા પતિ એ દૂધ ની ચોરી કરી તેથી તેમને ખૂબ માર મારી રહ્યા છે તેમને બચાવી લો ને ભાઈ .બાળકી ની માતા આ ભાઈ ને આ ભીડ પાસે લઈ આવી .ભાઈ એ આ ભીડ ને લાકડી લઈને રોકી અને ધમકી પણ આપી અને કહેવા લાગ્યા કે. તમે કોણ છો ? સજા આપવા વાળા.

"ચોરી કરવી એ ગુનોહ છે પણ જે ખાવાની ચોરી કરેને એને ચોરી ના કહેવાય એ તો એમની મજબૂરી ના કારણે તેમને ખાવાની ચોરી કરવી પડે છે.અને એમ પણ આપણે ગુનેગાર ને નહીં ગુનાહ ને મારવાનો છે"

તમારા માંથી કોઈ એ જાણ્યું કે આમને ચોરી કેમ કરી ,કોઈ એ આમની વેદના ને જાણી?,આમનું દુઃખ જાણ્યું?,આમના આંશુ જાણ્યા?,ચોરી પાછળ નું કારણ જાણ્યું?,આ પરિવાર કેમ રડી રહ્યો હતો એ જાણ્યું?,આ પરિવાર કેમ ભીખ માંગી રહ્યો હતો એ જાણ્યું?

અરે તમે મદદ ના કરી શકો તો કાંઈ નઇ પણ કોઈ ને હેરાન તો ના કરો.અરે તમે મરેલા ની સમાન છો...

"માણસાઈ વગર નો માણસ એ મૃત શરીર ના સમાન હોય છે"

અરે ...

"કોઈ ને મદદ કરવાની તક મળે ને તો તેના સારથી બની જવાય સ્વાર્થી ના બનાય"

અરે તમને આ 3 વર્ષ ના બાળક ઉપર પણ દયા ના આવી આ બાળકી ઉપર પણ દયા ના આવી અરે આ તમારા બાળકો ની સમાન છે. માધવ ભાઈ કહ્યું નીકળી જાઓ અહીંયા થી બધા...

બાળકી ના પિતા લોહી લોહાણ થઈ ગયા હતા .એ ભીડ ત્યાંથી જતી રહી દૂધ ની ગાડી પણ જતી રહી .રસ્તો શુમશાન થઈ ગયો.એ 9 વર્ષ ની બાળકી બાપુ બાપુ કહીને બોલાવતી પણ તેના પિતા બેભાન હતા.તેની પત્ની સાડી નો છેડો લઈને લોહી રોકવા લાગી .આખો પરિવાર ખૂબ રડી રહ્યો હતો.પરિવાર જાણે સાવ ભાંગી પડ્યું હતું ખૂબ રડતા હતા.પેલા ભાઈ જેમને આ પરિવાર ની મદદ કરી તેમનું નામ માધવ ભાઈ હતું ...તેમને બાળકી ના પિતા ને ગાડી માં બેસાડ્યા અને આખા પરિવાર ને હોસ્પિટલ લઇ ગયા.આ ભાઈએ દવાખામાં બાળકી ના પિતા ને દાખલ કરાવ્યા અને બાળકી ને,તેની માતા ને,અને તેના ભાઈ ને ભોજન કરાવ્યું .બાળકી ની માતા એ તેમની સાથે બનેલી આખી ઘટના માધવ ભાઈ ને કહી. આ ભાઈ એ પરિવાર ની ખૂબ મદદ કરી તેઓ છેલ્લા 14 દિવસ થી આ પરિવાર સાથે દવાખાના માં જ હતા.એ પણ કોઈ સ્વાર્થ વગર ...

માણસાઈ ના દિવા બનીને આજે આ પરિવાર ની મદદ કરવા માધવ ભાઈ આવ્યા હતા...

આજે 15 મો દિવસ હતો બાળકી ના પિતા ગંભીર (serious) હતા તેમના માથા માં માર વાગવા થી તેમની ઘણી બધી નસો ને નુકશાન પહોંચ્યું હતું અને શરીર માં પણ ઘણી જગ્યા એ ગંભીર નુકશાન થયું હતું... ત્યાં બાળકી નો પરિવાર અને માધવ ભાઈ ખૂબ જ ટેન્શનમાં હતા.સૌ લોકો ભગવાન ને પ્રાર્થના કરી રહ્યા હતા.કે તેમનો જીવ બચી જાય . પણ ગંભીર હાલત ના લીધે તે જીવી શકે તેમ ન હતા. થોડા સમય પછી ડૉક્ટર આવ્યા અને કહ્યું કે... આ બાળકી ના પિતા મૃત્યુ પામ્યા છે.ત્યાં સૌ લોકો થંભી ગયા .બાળકી દોડીને તેના પિતા પાસે ગયી અને કહેવા લાગી ...

બાપુ ઉઠોને ...બાપુ ઉઠોને... હવે મને ...મને ખભા પર બેસાડી ને બાર કોણ લઈ જશે.ખોળામાં સુવડાવીને વાર્તા કોણ કહેશે.હવે માટલા વેચવા હું કોની સાથે જઈશ ઉઠોને બાપુ ઉઠોને ...ત્યાં ઉભેલા દરેક લોકો આ બાળકી ની વાત સાંભળી ને રડવા લાગ્યા હતા.

દરેક લોકો આ બાળકીને સમજાવતા પણ તે બાળકી તેના બાપુ ને એક જ વાત કેતી રહી ઉઠોને બાપુ ઉઠોને.બાળકી ની માતા ખૂણા માં જઈને ખૂબ રડવા લાગ્યા ...ખૂબ રડવા લાગ્યા...ખૂબ જ દુઃખી થઈ ગયા .સાવ ભાંગી ગયા દુઃખો ઉપર દુઃખો આવીને ઊભા હતા.એક બાજુ બાળકી તેના બાપુ ને કેતી રહી ઉઠો ને બાપુ ઉઠોને બીજી બાજુ તેની માતા જે ખૂબ રડતા હતા . માધવભાઈ પણ આ પરિસ્થિતિ ને જોઈને ખૂબ દુઃખી થઈ ગયા હતા અને એ પણ રડવા લાગ્યા હતા...3 વર્ષ નો બાળક જે હજુ પિતા એટલે શું? એ જાણ્યો પણ ન હતો અને પિતા નો છાંયો દૂર થઈ ગયો.

ત્યાં ના ડૉક્ટર રે સમજાવાનો ખૂબ પ્રયત્ન કર્યો પણ કોઈ સમજવાની હાલત માં ન હતું...અંતે થોડાક કલાક પછી માધવભાઈ એ આ પરિવાર ને સમજાવ્યો અને બાળકી ના પિતા નો અગ્નિ સંસ્કાર બાળકી ના ભાઈ ને તેડી ને કરાવ્યો...એ 3 વર્ષ નો બાળક અને 9 વર્ષ ની બાળકી ના માથા પર થી તેના પિતાનો છાંયો દૂર થઈ ગયો.બાળકી ની માતા જે વિધવા થઈ ગયા...


બાળકી ના પિતાનો અગ્નિ સંસ્કાર બાદ આ પરિવાર જાણે સાવ એકલું પડી ગયું હતું નિરાશા ના વાદળ છવાઈ ગયા હતા .હવે આ પરિવાર માં ફક્ત 3 જ સભ્ય હતા.

બાળકી ની માતા કેહવા લાગી કે હવે આપણે જીવી ને શુ કરશું આપણો આધાર તો ચાલ્યો ગયો છે.માધવ ભાઈ એ બાળકી ની માતા ને કહ્યું કે તમે આવું ના બોલો. હું છું ને આજ થી તમે મારા બેન અને હું તમારો ભાઈ.ચાલો મારા ઘરે હું તમારો આશરો બનીશ આ બાળકો ને ભણાવીશ તેમનું પાલન પોષણ કરીશ.બાળકી ની માતા એ કહ્યું ના ભાઈ અમે આમ તમારી સાથે ના આઈ શકીએ. મારા પતિ હંમેશા કેહતા કે મેહનત નો સૂકો રોટલો ખાઈ લેવાય પણ મેહનત વગર ના પકવાન ના ખવાય.

અમારે તમારી ઉપર આશ્રિત ના રહેવાય અમે મેહનત કરશું.અમે અમારું આખું જીવન ઈમાનદારી ની સાથે જીવ્યા છીએ ,સત્ય ની સાથે જીવ્યા છીએ,અમે અમારું જીવન પરોકારી થી જીવ્યા છીએ. અમે અત્યારે પણ...અને ભવિષ્ય માં પણ અમે અમારું જીવન આ જ રીતે જીવવા માંગીએ છીએ...

માધવ ભાઈ આમની વાત સાંભળીને ભાવુક થઈ ગયા અને કેહવા લાગ્યા કે ધન્ય છો ધન્ય છો તમે બેન ...જીવન માં આટલા બધા દુઃખો આવ્યા છતાં તમે તમારો સત્ય નો,ઈમાનદારી નો ,પરોપકારી નો માર્ગ ના છોડ્યો તમે ઈશ્વર ને દોષ પણ ના દીધો ...

બાળકી ની માતા એ કહ્યું કે ઈશ્વર તો હંમેશા આપણી સાથે જ હોય છે અને એ જે કરે છે તે આપણા માટે સારું જ કરે છે...ઈશ્વર તો ક્યારેય દોષ માં આવતા જ નથી કારણ કે એ પોતાની ફરજ સમય સર નિભાવી જ દે છે એ ક્યારેય પોતાની ફરજ ચુકતા જ નથી...માધવભાઈ એ કહ્યું કે સાચી વાત છે બેન પણ બેન તમે ક્યાં રહેશો તમારું તો બધું જ છીનવી ગયું છે અને તમે મારી સાથે આવવાની પણ ના પાડો છો...બાળકી ની માતા એ કહ્યું કે જ્યાં સમય લઈ જશે ત્યાં રહીશું ...

માધવ ભાઈ ત્યાં થી કાઈ પણ બોલ્યા વગર અચાનક જતા રહ્યા .આ પરિવાર ફરી રસ્તા પર ચાલતા ચાલતા નીકળી પડ્યું ઉદાસ ચેહરા સાથે પણ હિમ્મત ઓછી નતી તેઓ ફરી કામ શોધી રહ્યા હતા...રેલવે સ્ટેશન માં... બાળકી ની માતા બધાના ના બેગ ઉંચકીને તો બાળકી કચરો વાળીને થોડા પૈસા કમાઈને દરોજ નું દરોજ થોડું પેટ ભરી લેતા અને રાતે ત્યાં જ સુઈ જતા...

12 દિવસ પછી ગાડી લઈને માધવ ભાઈ અને તેમની પત્ની આ પરિવાર ની સામે આવીને ઊભા રહી ગયા માધવ ભાઈ ની પત્ની નું નામ રુક્મણી બેન .તેઓ શિક્ષક હતા .9 વર્ષ ની બાળકી માધવ ભાઈ ને જોઈને ખુશ થઈ ગયી હતી અને માંધાવ ભાઈ ને પૂછ્યું કે તમે અમને મળવા આવ્યા છો? .માધવ ભાઈ કહ્યું કે હાં તમને મળવા પણ આવ્યો છું અને મદદ કરવા પણ આવ્યો છું.બેટા ચાલ તને તારા નવા ઘરે લઈ જાઉં...બાળકી ની માતા એ કહ્યું કે ના ભાઈ મેં તમને કહ્યું તું ને કે અમે તમારા પર આશ્રિત ના રહી શકીએ .રુકમણી બેન એ કહ્યું કે હાં બેન અમે ક્યાં તમને અમારા ઘરે લઈ જઈએ છીએ અમે તો તમને રસ્તો બતાવી રહ્યા છીએ બાળકી ની માતા એ કહ્યું કે... રસ્તો ?? કેવો રસ્તો ?? માધવ ભાઈ એ કહ્યું કે તમે ચાલો અમારી સાથે અમે તમને જણાવીએ છીએ...મધાવ ભાઈ અને રુકમણી બેન પરિવાર ને લઈને એક નાની એવી ચાલી માં આવ્યા ત્યાં આવી ને આ પરિવાર ને કહ્યું કે બેન આ નાની એવી ચાલી માં તમારા રહેવા માટે અમે નાની એવી વ્યવસ્થા કરી છે અહીંયા એક જ રૂમ ના ઘર હોય છે અને ઘર નું ભાડું પણ ઓછું હોય છે અને હા બેન તમને કામ પણ મળી ગયું છે રુકમણી ના ભાઈ ની કાપડ ની કંપની છે તો ત્યાં તમારા જેવા ઘણા બધા લોકો કામ પર આવે છે ત્યાં તમારે પેકિંગ નું કામ કરવાનું હોય છે અને હાં તમને દર મહિને પગાર પણ મળશે જેથી તમે તમારું ઘર પણ ચલાવી શકો છો અને તમારા બાળકો નું પાલન પોષણ અને શિક્ષણ પણ પૂરું પાડી શકશો અને હા આ દીકરી ના શિક્ષણ માટે અમે સરકારી શાળા માં તેનો દાખલો પણ કરાવી દીધો છે આ વાત સાંભળીને બાળકી ની માતા ભાવુક થઈ ગયી અને કેહવા લાગી કે હું તમારા બંને નો આ ઋણ કયારેય નઈ ભૂલુ તમે અમારી બહુજ મદદ કરી છે તમારો ખૂબ ખૂબ આભાર ભાઈ ખૂબ ખૂબ આભાર બેન

માધવ ભાઈ કહ્યું ના બેન હું તારો ભાઈ છું આમ આભાર થોડી મંગાય મારે તો તારા હાથ નું ભોજન કરવું છે...

બાળકી ની માતા એ કહ્યું કેમ નઈ ચાલો ભાઈ ચાલો બેન ઘર માં જઈએ...બાળકી ની માતા તેનો ભાઈ,બાળકી,માધવભાઈ ,રુકામણીબેન સૌ એ સાથે મળીને ભોજન કર્યું અને બાળકી ના પિતા ને યાદ કરીને પ્રાર્થના પણ કરી...

માધવભાઈ અને રુકમણીબેન બંને એ આ પરિવાર ને ઘર માં થોડું રાશન પણ ભરી આપ્યું તું...

ખરેખર માધવભાઈ આજે માણસાઈ ના દિવા બન્યા...

આજે જાણતા લોકો ની પણ આપણે મદદ નથી કરી શકતા ત્યાં તો આ માધવ ભાઈ એ અજાણતા ની મદદ કરી હતી ...એમ પણ કહેવાય છે ને કે...

"ઉડતા પંખીને પાડો તો એમાં શું નવાઈ ...અરે પડેલા પંખીને ઉડાળો તો નવાઈ..."

સવાર પડી ગયી આ પરિવાર ની દુઃખ રૂપી રાત પુરી થયી અને સુખ રૂપી સવાર ની શરૂઆત થઈ
બાળકી શાળા એ જવા તૈયાર થઈ ગયી .અને તેની માતા કામ પર જવા તૈયાર થઈ ગયી...બંને ની આજે નવી શરૂઆત થઈ હતી

6 મહિના થઈ ગયા ...આ પરિવાર ખૂબ વધારે મહેનત કરવા લાગ્યું બાળકી રાત દિવસ વાંચતી ગયી અને તેની માતા વધારે સમય સુધી કામ કરવા લાગી...બાળકી શાળા માં પ્રથમ નંબર લાવી હતી જેથી તેને સાયકલ મળી હતી સ્કૂલે થી આવી તો તેની માતા ખૂબ ખુશ થઈ ગયી અને તેની માતા એ કહ્યું કે બેટા ભણી ગણીને ખૂબ આગળ વધજે અને દરેક લોકો ની મદદ કરજે જેથી તારા જેમ કોઈ ના પિતા ના છીનવાઈ ...બંને ભાવુક થઈ ગયા હતા બાળકી એ કહ્યું હા માં હું બહુ મેહનત કરીશ મારા માટે નઈ બીજા ના માટે જેમ માધવ મામા આપણા માટે માણસાઈ ના દિવા બન્યા તા ને એમજ આપણે પણ બીજા ના માટે માણસાઈ ના દિવા બનીશુ ...

આ પરિવાર આજ રીતે ખૂબ મેહનત કરતું ગયું...બાળકી ધીમે ધીમે ખૂબ આગળ વધતી ગયી ખૂબ જ હોશિયાર બનતી ગયી ઘણા ઇનામો જીત તી ગયી ...


સમય જતાં જતાં આજે 21 વર્ષ થઈ ગયા હતા આજે બાળકી જે કરોડો અજબો ની માલિક બની ગયી હતી બાળકી ની માતા નું સપનું જે બાળકી એ પૂરું કર્યું હતું...તેને પોતાની કેટલીય કંપની ઓ ખોલી ...તેની માતા ના નામે બંગલા લીધા ...તેનો ભાઈ જે ભણવા માટે વિદેશ ગયો ...આજે બાળકી ના પિતા ની મરણ તિથિ હતી ...21 વર્ષ પહેલાં આજના દિવસે બાળકી ના પિતા મૃત્યુ પામ્યા હતા એ દિવસે એ પરિવાર પર જે દુઃખ ના કાળા વાદળ હતા...જે ગરીબી ના કારણે તેના પિતા નો છાંયો દૂર થઈ ગયો હતો .એવી પરિસ્થિતિ બીજા કોઈ ને પણ ના આવે એ માટે આજ ના દિવસે આ પરિવાર રે...

તેના પિતા ના નામ પર ગરીબો માટે નિઃશુલ્ક હોસ્પિટલ ખોલી , નિઃશુલ્ક શાળા ખોલી, ગરીબો માટે નિઃશુલ્ક ઘરો બનાવ્યા , કેટલાય ગરીબો ને રોજગાર અપાવ્યું ,મફત ભોજનાલય ખોલ્યા જેથી કોઈ ભૂખ્યું ના રે,ગરીબો ને માર્ગદર્શન મળે એ માટે જાણકારી ઓફીસ ખોલી,ગરીબો ના વ્યવસાય માટે પૈસા ની મદદ મળી શકે એ માટે ની ngo ખોલી.
બાળકો ને બાળ મજૂરી ને બદલે શિક્ષણ મળે એવી ngo ખોલી,ગરીબો માટે સસ્તા ભાવે દૂધ મળી રહે એ માટે દૂધ ની ડેરી ખોલી,અનાજ કિટ ની વ્યવસ્થા કરી,આવી ઘણી બધી વ્યવસ્થા કરીને લોકો ને મદદ મળી શકે એવો પ્રયત્ન આ પરિવાર દ્વારા કરવામાં આવ્યો ...તેને દરેક શહેર માં આ રીતે પોતાના પિતા ના નામે ઘણી બધી ગરીબો માટે વ્યવસ્થા કરી હતી

અને ફક્ત ગરીબો માટે જ નહીં અબોલ જીવ માટે પણ ઘણી બધી એવી વ્યવસ્થા કરી હતી જેથી એ અબોલ જીવ ભૂખ્યા પણ ના રહે અને તેમને કોઈ ઇજા પણ ના થાય આ બધું કરવા પાછળ નું કારણ એક જ હતું કે જે પરિસ્થિતિ બાળકી ના પરિવાર ની થઈ હતી એ કોઈ બીજા સાથે ના થાય...બાળકી એ પૈસા ભેગા કરીને તિજોરી માં નતા મેકયા એને જરૂરિયાત લોકો ની મદદ કરી હતી...માણસાઈ નો દીવો બની હતી..

આજે આ પરિવાર ખૂબ ખુશ હતું...બાળકી તેના પિતા ને યાદ કરીને તેની માતા ને કેહવા લાગી કે માં બાપુ કેટલા ખુશ થાત ને જો આજે એ અહીંયા હોત... એમનું મૃત્યુ પણ કેવી હાલત માં થયું હતું બાપુ ના શીખવેલા દરેક પાઠ આજે મને જીવન માં ખૂબ યાદ આવે છે ...આપણી સાથે એ પરિસ્થિતિ કેવી ઘટી હતી એ દિવસો યાદ કરીને પણ ડર લાગે છે... બાળકી ની માતા એ કહ્યું હા બેટા એ દિવસો તો યાદ પણ નથી કરાતા મન માં ડર ઉભો થઇ જાય છે પણ જો એ દિવસે માધવ ભાઈ એ આપણ ને મદદ ના કરી હોત તો આપણે આજ પણ એ રેલવે સ્ટેશન માં જ હોત બાળકી એ કહ્યું કે હા માં જો એ દિવસે માધવ મામા ના હોત તો હું આજે કાઈ ના હોત આજે આપણે જ્યાં છીએ એ ફક્ત માધવ મામા ના કારણે ...પણ માં માધવ મામા અને રુકમણી મામી એ દિવસે ગયા એ ગયા પછી આપડને મળ્યા જ નહીં...તેમનું કોઈ સરનામું પણ ના મળ્યું...બાળકી એ કહ્યું કે ચાલ ને માં આપડે એ ચાલી માં જઈએ જ્યાં આપણે રહેતા તા... ત્યાં જઈને આપણે પેલા ની યાદો ને જીવીએ...તેના માતા એ કહ્યું હાં ચાલ જઈએ ...

બાળકી અને તેની માતા ચાલી માં ગયા તો ત્યાં માધવ ભાઈ અને રુકમણી બેન મળ્યા...બાળકી ની માતા તેમને ઓળખી ગયી અને પૂછ્યું ભાઈ તમે અહીંયા અને તમે ક્યાં ચાલ્યા ગયા તા અમે તમને બહુ શોધ્યા પણ તમે ક્યાંય ના મળ્યા...માધવભાઈ અને રુકમણિ બેન ખૂબ ખુશ થઈ ગયા અને કહ્યું કે બેન અમે વિદેશ ચાલ્યા ગયા હતા અને અમને 3 વર્ષ પહેલાં ત્યાં અમારા ધંધા માં બહુ મોટું નુકસાન થઈ ગયું અમારું ઘર ,જમીન બધુજ વેચવું પડ્યું હતું, અને અમારો ધંધો પણ બંધ કરવો પડ્યો હતો .પછી અમે ઐયા ચાલી માં રહેવા માટે આવી ગયા.અમારી પાસે પૈસા નતા બીજો વ્યવસાય કરવા માટે એટલે પછી ...હું રીક્ષા ચલાવું છું અને રુકમણી શાળા માં ભણાવવા જાય છે

આ વાત સાંભળીને બાળકી ની માતા એ કહ્યું કે ભાઈ તમે જ મને કહ્યું તું કે આજ થી તું મારી બેન અને હું તારો ભાઈ... તો આજે તમે અમને પારકા કરી નાખ્યા ને ...તમે અમને પોતાના ના માન્યા તમે એક વાર પણ તમારી બેન ને આ વાત ના જણાવી
માધવ ભાઈ કહ્યું કે ના બેન એવું નતું પણ જ્યાં સુધી મારા થી થઈ શકે એટલું કામ તો કરી શકું ને એટલે હું ના આવ્યો અને હું આવત અને તને ખબર પડત તો તું દુઃખી થઈ જાત એટલે અમે તમને મળવા જ ના આવ્યા બેન...

બાળકી એ કહ્યું મામા, મામી એ દિવસે તમે મને શાળા માં ભણવા મેકી હતી એટલે જ આજે હું આટલી મોટી સફળ વ્યક્તિ બની છું મારી બધી જ મિલકત પર પેહલા તમારો અધીકાર છે...માધવ ભાઈ એ કહ્યું કે ના બેટા મેં તો તને માર્ગ બતાવ્યો તો મેહનત તો તારી હતી...

બાળકી અને તેની માતા એ કહ્યું કે તમે બંને ચાલો અમારી સાથે આપણે બધા એક સાથે હસી ખુશી થી રહીશું માધવ ભાઈ અને રુકમણિ બેન એ કહ્યું કે ના ના અમારે ના અવાય બેન...બાળકી ની માતા એ કહ્યું કે જો તમે અમારી મદદ ના કરી હોટ તો અમે આજે આટલા સફળ ના બન્યા હોત અમારું બધુજ તમારું છે...તમને અમારા સમ... કાઈ પણ બોલ્યા વગર ચાલો અમારી સાથે...માધવ ભાઈ અને રુકમણી બેન માની ગયા ...બંને જણા આવવા માટે રાજી થઈ ગયા...બાળકી એ ગાડી ની ચાવી માધવ ભાઈ ને આપી અને કહ્યું કે મામા તમે ગાડી ચલાવો બંને પરિવાર હસી ખુશી થી સાથે રહેવા લાગ્યા...

બંને પરિવાર માણસાઈ ના દિવા બન્યા ...જો તે દિવસે માધવ ભાઈ એ આમની મદદ ના કરી હોત તો આજે બાળકી નો પરિવાર સફળ ના હોત માધવ ભાઈ ના પરિવાર ને આજે આશરો મળ્યો ના
હોત ...

તમારા સારા કરેલા કાર્યો જ તમને દુઃખ માંથી સુખ માં લાવે છે ...આ વાર્તા અહીંયા પુરી થાય છે પણ બોધ બાકી છે

દરેક વાર્તા પાછળ એક બોધ હોય છે, કૈક શીખવા મળે છે આ વાર્તા માં પણ ઘણું બધું શીખવા મળે છે

આ વાર્તા માણસાઈ શીખવે છે ,દયા શીખવે છે ,પરોપકારી જીવન શીખવે છે, જીવન માં ધૈર્ય શીખવે છે , મેહનત, હિમ્મત,ઈમાનદારી શીખવે છે ,કોઈ પણ પરિસ્થિતિ માં સ્થિર રહેવું એ શીખવે છે ,ભગવાન પર ની અતૂટ શ્રદ્ધા શીખવે છે ,પોતાની જાત પર વિશ્વાસ રાખીને મેહનત કરતું રહેવું તે શીખવે છે ,દુઃખ માં પણ હસતા રહેવું તે શીખવે છે,દરેક જીવ પ્રત્ય પોતાપણું રાખવું તે શીખવે છે,માધવ ભાઈ એ પરિવાર ની મદદ કરી તો તેમનું કરેલું સારું કાર્ય છેલ્લે તેમનેજ કામ આવ્યું..

આપણું કરેલું કર્મ હંમેશા આપણી પાસે આવે છે જો સારું કરીયે તો સારું આવે છે ખરાબ કરીયે તો ખરાબ આવે છે...જીવન માં દરેક ક્ષણ માં ઈશ્વર આપણી પરીક્ષા લેતા હોય છે એ પરીક્ષા માં દુઃખો આવશે પણ આપણે ધૈર્ય અને વિશ્વાસ રાખીને આગળ વધવાનું અને પરીક્ષા માં પાસ થવાનું...
જો દરેક લોકો આ રીતે બધાની મદદ કરે તો દુનિયામાં કોઈનું પણ કામ અટકી ના રહે કોઈ દુઃખી ના રહે ...સાથે પરમ કૃપાળુ પરમાત્મા તો આપણી મદદ કરવા માટે બેઠા જ હોય છે
છેલ્લે એક જ વાત કહીશ

"हर अंधेरी की सुबह होंगी
जितनी काली ये रात है
सुबह भी उतनी ही सुनेरी होगी"

ચાલો આપણે પણ માણસાઈ ના દિવા બનીએ
ચાલો આપણે પણ માણસાઈ ના દિવા બનીએ

Jay hind 🇮🇳🇮🇳