રનબીરે જે સાંભળ્યું તે વાત પર તેને વિશ્વાસ ના આવ્યો.તે આશિષને શોધી રહ્યો હતો પણ આશિષને જરૂરી કામ આવતા તે નીકળી ગયો.રનબીર ઘરે આવ્યો.તેનું મન ક્યાંય પણ લાગતું નહતું.આવીને સીધો તે તેના રૂમમાં જતો રહ્યો.
"હે ભગવાન,કાયના જેલમાં?શું થયું હશે?"તેણે પોતાનો મોબાઇલ લીધો અને ધ્રુજતા હાથે કાયનાનો નંબર લગાવ્યો.થોડીક વાર રીંગ વાગી અને સામે છેડેથી ફોન ઉપડ્યો.
"હેલો કાયના."રનબીર બોલ્યો.
"ના રનબીર,કિયા બોલું છું."કિયાએ કહ્યું
"કિયા,કાયના ક્યાં છે?"રનબીરે પુછ્યું.
"ઓહ! તો તને કાયનાની યાદ આવી ગઇ?તને એક વાતનું આશ્ચર્ય થતું હશે કે મને કેવીરીતે ખબર પડી કે તું રનબીર છે?"કિયાએ કટાક્ષમાં પુછ્યું.
"તો સાંભળ,છેલ્લા સાડા ત્રણ મહિનાથી હું તારા જ ફોનની રાહ જોઇ રહી હતી.એટલા માટે નહીં કે મને તારા આવવાની રાહ છે.એટલા માટે કે તને કહી શકું કે તું પણ કબીરની જેમ સ્વાર્થી જ નીકળ્યો.મારી કાયના દીદીને જીવતા નર્કમાં મુકીને જતા રહ્યા તમે બંને.સારું છે તમારા બંનેનો અસલી ચહેરો સામે આવી ગયો."કિયા ખૂબજ નારાજગી સાથે બોલી.
"કિયા,તું શું કહી રહી છો?મને કશુંજ નથી સમજાતું.કાયના ક્યાં છે?" રનબીરે ખૂબજ ચિંતામાં પુછ્યું.
"રનબીર,વાહ આટલા મહિના પછી તને સમય મળ્યો આ પુછવાનો?તો સાંભળ કાયનાદીદી એક ખોટા આરોપની સજા મુંબઇ સેન્ટ્રલ જેલમાં ભોગવી રહી છે.કેમ તારી નવી ગર્લફ્રેન્ડ તને છોડીને જતી રહી એટલે તને દીદીની યાદ આવી?"કિયા ગુસ્સામાં બોલી.
"કિયા,સાંભળ મને ખરેખર નહતી ખબર કે કાયના જેલમાં છે.જો મારી કાયના જેલમાં છે તે મને ખબર હોત તો હું આમ નિશ્ચિત થઇને થોડી બેસ્યો હોત.કાયના સિવાય મારા જીવનમાં ના કોઇ હતી કે ના કોઇ આવશે.હું સાચું બોલું છું તને માનવું હોય તો માન.બસ મને એટલું જણાવ કે મારા ગયા પછી શું થયું હતું?" રનબીરે કહ્યું.
"તું ક્યાંથી બોલે છે?"કિયાએ પુછ્યું.
"હું ન્યુ જર્સીમાં છું.કાયનાના લગ્ન કબીર સાથે થવાના હતાં."રનબીરે પુછ્યું.
"નથી થયાં તે સ્વાર્થી માણસ તેને છોડી ગયો.તેના મોઢે સગાઇની વીંટી મારીને તેણે લગ્ન તોડ્યાં.બધું ત્યાં બેઠા બેઠા નહીં જાણે શકી તું રનબીર.તારે અહીં આવવું પડશે જો તારે બધું જાણવું હોય તો."આટલું કહીને કિયાએ ફોન મુકી દીધો.તેને રનબીર સાથે વાત કરીને વિશ્વાસ થયો કે તે આજસુધી રનબીર વિશે જે ધારતી હતી.તે ખોટું હતું.
"કાયના દીદી,રનબીરથી ખોટી નારાજગી રાખીને બેસ્યા છે.તેની વાત પરથી લાગ્યું કે તે કશુંજ નથી જાણતો.હવે મને રનબીર પર જ આશા છે.ખબર નહીં કેમ તે જ હવે આ ઘરને બચાવી શકશે."કિયા સ્વગત બોલી.
રનબીરે ફોન મુકી દીધો અને તેણે તેના પબ્લીશર મહેરાને ફોન કર્યો અને કહ્યું,"સર,મારે ઇન્ડિયા પાછું જવું પડશે.મારો પ્રેમ મારી કાયના મુશ્કેલીમાં છે.તે જેલમાં છે.સર હું જઇ શકું છું ને?"
"હા રનબીર,તું જા નિશ્ચિત થઇને જા.હું તારી ઇન્ડિયા જવાની ટિકિટ બુક કરું છું.ચિંતા ના કરીશ અહીં બધું હું મેનેજ કરી લઈશ."
રનબીરે બેગ કાઢી અને તેને પેક કરવા લાગ્યો.દાદુ અને નેહા અંદર આવ્યાં.
"રનબીર,તું ક્યાંય જઇ રહ્યો છે?"નેહાએ પુછ્યું.
"મોમ કાયના જેલમાં છે અને તેના અને કબીરના લગ્ન નથી થયાં.મોમ ,મારે મુંબઇ જવું પડશે.મારે ત્યાં જઇને જાણવું પડશે કે તેની સાથે શું થયું છે."રનબીરની વાત પર નેહા અને દાદુ આઘાત પામ્યાં.
"અમે પણ આવીશું."દાદુએ કહ્યું.
"દાદુ,તમારી તબિયત ઠીક નથી રહેતી.તમે અને મોમ અહીં રહો.હું ત્યાં બધું સંભાળી લઇશ.મોમ,ચિંતા ના કરો.હવે કાયનાને તમારી વહુ બનાવીને પાછી લઇને જ આવીશ.મને આશિર્વાદ આપો."રનબીરે કહ્યું.
"નેહા અને દાદુએ રનબીરને આશિર્વાદ આપ્યા.નેહા કઇંક લઇને આવી.
"રનબીર,આ થેલીમાં જે વસ્તુ છેને તે અત્યારે ખોલીના જોતો.જ્યારે કાયના તારી સાથે હોયને ત્યારે મને ફોન કરજે.હું તને જણાવીશ કે શું કરવાનું છે."નેહાએ કહ્યું.
રનબીરની નેક્સ્ટ ફ્લાઇટની જ ઇન્ડિયા જવાની ટીકીટ હતી.તે એરપોર્ટ જવા નીકળી ગયો.
અહીં આટલા સમય પછી રનબીરનો ફોન આવ્યો.તે વાત કિયાને આશાના કિરણ સમી લાગી.તેણે કુશને ફોન લગાવ્યો અને બધું જ જણાવ્યું.
"વોટ!રનબીર ન્યુ જર્સીમાં છે અને તેને કાયના વિશે કશુંજ ખબર નથી.આ કઇરીતે શક્ય છે?"કુશે કહ્યું.
"કુશડેડુ,મને લાગે છે કે રનબીર જ તે ફાઇટર છે જે કાયના દી અને આપણા ઘરને આ મુશ્કેલીમાંથી બહાર કાઢશે."કિયાએ કહ્યું.કુશને પણ કિયાની આશા પર વિશ્વાસ થયો.છુપાઇને આ વાત સાંભળી રહેલા શ્રીરામ શેખાવત અને જાનકીદેવીને પણ આશા બંધાઇ.
કિયા આ સમાચાર કાયનાને આપવા માંગતી હતી પણ કાયનાએ તેમને મળવાની ના કહી હતી.જેથી તે જેલર આરતીબેનને મળવા આવી.તેણે અા સમગ્ર વાત તેમને કહી.
"આંટી,આ વાત તમે કાયના દીને કહોને."કિયાએ કહ્યું.
"ના કિયા,કાયનાને આ વાત કહેવાનો કોઇ જ અર્થ નથી.તે હવે વિશ્વાસ કરતા ભુલી ગઇ છે.રનબીર આવે તો તેને અહીં આવતા રોકજે.તે કાયનાને આ હાલતમાં નહીં જોઇ શકે જો તે તેને સાચો પ્રેમ કરતો હશે તો.કાયનાની આંખમાં તેના માટે નફરત તે સહન નહીં કરી શકે.મને ખબર નહીં કેમ એવું લાગે છે કે તે છોકરો સારો છે અને તે કાયનાને આ નર્ક જેવા જીવનમાંથી બહાર કાઢશે."આરતીબેને કહ્યું.
******
ખૂબજ લાંબી હવાઇ મુસાફરી બાદ રનબીરે ચાર મહિના પછી મુંબઇની ધરતી પર પગ મુક્યો.પોતાની બેગ લઇને અને ટેક્સી પકડીને તે સીધો જાનકીવીલા પહોંચ્યો.
ધ્રુજતા હાથે તેણે બેલ વગાડ્યો.તેને યાદ આવ્યું કે કેવીરીતે આ જ જગ્યાએ તે ચાર મહિના પહેલા કાયનાથી અલગ થયો હતો.અંતે કિયાએ દરવાજો ખોલ્યો.આટલી જલ્દી રનબીરને અહીં જોઇને તેને ખૂબજ આશ્ચર્ય થયું.
તેણે રનબીરને ઉપરથી નીચે સુધી જોયો.તેણે બ્લુ જીન્સ વ્હાઇટ ટીશર્ટ અને તેની પર બ્લુ કલરનું બ્લેઝર પહેર્યું હતું.તે એક છોકરામાંથી માત્ર ચાર મહિનામાં એક પરિપક્વ પુરુષમાં પરિવર્તિત થઇ ગયો હતો.
"આવ રનબીર."કિયાએ કહ્યું.રનબીર કિયાની પાછળ અંદર આવ્યો.તેની નજર ચારે તરફ ફરી રહી હતી.તેના મોંમાંથી પહેલો શબ્દ જે નીકળ્યો તે હતો.
"કિનુ મોમ..કિનુ મોમ..ક્યાં છો તમે?
તેનો અવાજ સાંભળીને કુશ,જાનકીદેવી,શ્રીરામ શેખાવત,કિઆન,શિવાની,લવ શેખાવત અને શિના આવ્યાં.
તે બધાને પગે લાગ્યો.જાનકીવિલાનું વાતાવરણ રનબીરને ખૂબજ દુઃખદ લાગ્યું.
"કુશ ડેડુ,કાયના કેમ જેલમાં છે?તમે તેને બહાર કેમ ના કાઢી?મારી કાયના તો મચ્છરને પણ ના મારી શકે.કિનુ મોમ,તે ક્યાં છે? તેમણે કેમ કશુંજ ના કર્યું.સાડા ત્રણ મહિનાથી કાયના જેલમાં છે અને તમે આમ શાંતિથી જીવી રહ્યા છો?"રનબીરે પુછ્યું.
રનબીરના આ પ્રશ્નથી જાનકીદેવી રડવા લાગ્યાં.
"કિનારા,અહીં હોત તો જરૂર કઇંક કરી શકત."જાનકીદેવી બોલ્યા.
"ક્યાં છે તે?"રનબીરે પુછ્યું.
" કિનારા અને મારો લવ હવે આ દુનિયામાં નથી રહ્યા."આટલું કહેતા જાનકીદેવી રડવા લાગ્યાં.
તેમની આ વાત પર કુશે ચિસ પાડીને કહ્યું,"માઁ સાહેબ,તમને કેટલી વાર કહ્યું છે કે કિનારા અને લવ જીવે છે."
"ડેડ,પ્લીઝ મને જણાવોને શું વાત છે?"રનબીરને હવે ખરેખર ચિંતા થઇ.
"તું ક્યાં હતો? શું તને ખરેખર નહતી ખબર કે કાયના જેલમાં છે?અચાનક તને કેવીરીતે ખબર પડી?"કુશે પુછ્યું.
રનબીરે અહીંથી નીકળ્યાં પછીથી લઇને અહીં આવવા સુધીની બધી જ વાત બધાને જણાવી.
"ટ્રસ્ટ મી ડેડ,મને ખરેખર નહતી ખબર કે અહીં શું થઇ રહ્યું હતું?હું નહતો ઇચ્છતો કે મારા અહીં આવવાથી કાયના ઢીલી પડે તથાં તેના અને કબીરના સંબંધમાં તકલીફ આવે.મે તો મુંબઇ વિશે સમાચાર વાંચવાના પણ છોડી દીધા હતા.વિચાર્યું હતું કે હવે ક્યારેય આ શહેરમાં પગ નહી મુકું.ડેડ,કાયના કયા આરોપમાં જેલમાં છે?"રનબીરે પુછ્યું.
"રનબીર,કાયના ડ્રગ્સ સપ્લાય કરવાના અને આતંકવાદી રોમિયો માટે કામ કરવાના આરોપમાં જેલમાં છે."કુશે નીચું જોઇને કહ્યું.
"શું ?આ બધું કેવીરીતે થયું?"રનબીરે પુછ્યું.
"રનબીર,એ ખૂબજ લાંબી વાત છે.તું લાંબી મુસાફરી કરીને આવ્યો છે.આરામ કર પછી વાત કરીશું."કુશે કહ્યું.
"ના મારી કાયના તકલીફમાં હોય તો હું કેવીરીતે આરામ કરી શકું?હું કાયનાને મળવા જઇશ."રનબીર આટલું કહીને બેગ લઇને જવા લાગ્યો.
"રનબીર,અહીં રોકાઇ જા ને દિકરાં."જાનકીદેવી માત્ર આટલું જ કહી શક્યાં.
"ના , આ ઘરમાં રહેવા માટે ત્યારે જ આવીશ જ્યારે મારી સાથે કાયના હશે."રનબીર આટલું કહીને નીકળી ગયો.
રનબીર માટે આ વાત ખૂબજ આઘાતજનક હતી.સાડા ત્રણ મહિનામાં જાનકીવિલામાં ખૂબજ મોટો ભુકંપ આવ્યો હતો.
તે કાયનાને મળવા સેન્ટ્રલ જેલ પહોંચ્યો.જેલર આરતીબેનને જ્યારે ખબર પડી કે કાયનાને મળવા રનબીર આવ્યો છે.ત્યારે તેમને વિશ્વાસ ના અાવ્યો.તેમણે રનબીરને પોતાની કેબિનમાં બોલાવ્યો.
રનબીર જેલર આરતીબેનની કેબિનમાં ગયો.આરતીબેન તેને જોઇને ખુશ થયાં.તે ખૂબજ હેન્ડસમ લાગી રહ્યો હતો.
"મારી કાયના સાથે એકદમ બેસ્ટ લાગશે."મનોમન તેમણે વિચાર્યું પણ બીજી જ ક્ષણે તેમને યાદ આવ્યું કે તે આટલા મહિના બાદ કાયનાને મળવા આવ્યો હતો.તે યાદ આવતા તેમને ગુસ્સો આવ્યો.
"હવે શું લેવા આવ્યો છે? કે જોવા આવ્યો છે કે તારી એક્સ ગર્લફ્રેન્ડ એવું જ કહોને આજકાલના છોકરાછોકરીઓ,તે કેવી હાલતમાં છે?જીવે છે કે મરી ગઇ?"આરતીબેને પુછ્યું.
"એક્સ ગર્લફ્રેન્ડ!એ શું હોય છે?કાયના મારો પ્રથમ અને મારો અંતિમ પ્રેમ છે.રહી વાત આટલા સમયે અહીં આવવાની તો મને ખબર જ હમણાં પડી.હું ન્યુ જર્સી હતો."આટલું કહીને રનબીરે પોતાના ભૂતકાળ વિશે તેમને કહ્યું.
"એક વાત પૂછું મેડમ?તમે જેલર થઇને આટલા અંગત પ્રશ્નો કેમ પુછો છો?શું કાયનાને મળી શકું છું?"રનબીરે આરતીબેનને પુછ્યું.
આરતીબેન તેની સામે જોઈને વિચારવા લાગ્યાં.
શું કાયના અને રનબીર એકબીજાને મળી શકશે?
કાયનાને આ ખોટા અારોપમાં કોણે ફસાવી હશે?
કિનારા અને લવ સાથે શું બન્યું હશે?
જાણવા વાંચતા રહો.