(અત્યાર સુધી આપણે જોયું કે ચાર મહિનાનો સમય વીતી ગયો.રનબીર ન્યુ જર્સીમાં સેટલ થયો હતો.તે એક પ્રખ્યાત લેખક બની ગયો હતો.જ્યારે કાયના જેલમાં ડ્રગ્સ સપ્લાય કરવાના અને રોમિયો સાથે સાઠગાઠ રાખવાના આરોપમાં સજા વિતાવી રહી હતી.
અહીં લવ શેખાવત અને શિના માંડવીની હવેલી પર થયેલા બ્લાસ્ટમાં બચી ગયા હતાં.કુશ અને શિવાની સિવાય બધાંનું માનવું છે કે લવ મલ્હોત્રા અને કિનારા મરી ગયા છે.રનબીરને કાયના વિશે ખબર પડતા તે ઇન્ડિયા આવે છે.તે જેલમાં આરતીબેનને મળવા ગયો હતો.હવે આગળ...)
રનબીર મહિલાઓની સેન્ટ્રલ જેલ થાનેમાં કાયનાને મળવા આવેલો હતો.આરતીબેનના વેધક પ્રશ્નોએ તેના મનમાં એક શંકા ઉત્પન્ન કરી હતી.જે તેણે પ્રશ્ન રૂપે તેમને પુછી લીધું.
"કાયના મારી દિકરી જેવી છે.કિનારામેડમે મારી બહુ મદદ કરી હતી.તેના બદલામાં હું જે કરી શકું તે ઓછું હતું.તે તારા વિશે મને બધું જણાવ્યું.હું પોલીસ ઓફિસર છું કોણ સાચું બોલે છે અને કોણ ખોટું તે સારી રીતે સમજી શકું છું.તું સાચું બોલે છે તે વાતનો મને વિશ્વાસ છે." આરતીબેને કહ્યું.
"મેડમ,કાયના કેમ કોઈને મળવા નથી માંગતી?"રનબીરે પુછ્યું.
"રનબીર,કાયના જ્યારે અહીં આવીને ત્યારે તે સાવ તુટી ગઇ હતી.તેના અહીં આવવાના દિવસે જ સમાચાર આવ્યાં કે માંડવીની હવેલીમાં બ્લાસ્ટ થયો છે.જેમા લવભાઈ અને શિનાબેન શેખાવત સિવાય બધાં જ મૃત્યુ પામ્યાં.
આ વાતે તેને વધુ તોડી નાખી.તે માનવા તૈયાર જ નહતિ કે તેની માઁ હવે આ દુનિયામાં નથી.તે સાવ હતાશ હતી,દુનિયા દ્રારા દગો પામેલી,પોતાનો પ્રેમ ગુમાવી ચુકેલી અને ખોટા આરોપમાં બદનામ થયેલી કાયના પ્રેમ પરનો વિશ્વાસ ગુમાવી ચુકી હતી.ચલ,મારી સાથે આવ."આટલું કહીને આરતીબેન રનબીરને પોતાની સાથે લઇને ગયાં.
તે રનબીરને પોતાની કેબિનમાંથી જેલ તરફ લઇને ગયાં.જેલમાંથી પસાર થતાં રનબીર આસપાસનું વાતાવરણ જોઇ રહ્યો હતો.જેલની મહિલાઓ વિવિધ કામ કરી રહી હતી.રનબીર જેવા દેખાવડા છોકરાને જોઇને તે મહિલાઓમાં ગુસપુસ થવા લાગી.
અંતે તે લોકો જેલની પાછળના ભાગમાં આવ્યાં જ્યાં તે મહિલાઓ કામ કરી રહી હતી.
આરતીબેન રનબીરને લઇને એક થાંભલા પાછળ છુપાઇ ગયા.થોડીક જ વારમાં કાયના આવી.હંમેશાં આકર્ષક કપડાંમાં જોયેલી કાયનાને કેદીઓના કપડાંમાં જોઇને રનબીર આઘાત પામ્યો.તેની આંખમાંથી આંસુ દળદળ વહેવા માંડયાં.કાયનાનો સદાય હસતો ચહેરો સાવ ભાવવિહીન હતો.
કાયનાના આવતા જ હવાલદાર મેડમ બોલ્યા,"એ કાયના ચલ તારો સમય શરૂ થયો છે કામ કર નહીંતર પૈસા નહીં મળે અને જેલર મેડમને ફરિયાદ કરીશ."
આટલું કહીને હવાલદારબેન ત્યાંથી જતાં રહ્યા.તેમના ગયા પછી કાયનાએ એક મહિલાકેદી જે પોતાનું કામ પતાવીને પોતાના સેલ તરફ જઇ રહી હતી.તેને પકડી અને પોતાની પાસે બેસાડી.
"ચલ,આ મારું કામ ખતમ કર."કાયનાએ તેના હંમેશાંના અંદાજમાં કહ્યું.
"હું શું કરવાને તારું કામ કરું?કાયના,તારી દાદાગીરી ખૂબજ વધી ગઇ છે અને જેલરમેડમના કહેવા છતાં તું સુધરી નથી હવે મને લાગે છે કે મારે આગળ જ લેખિત ફરિયાદ કરવી પડશે."તે મહિલાકેદીએ હિંમત કરીને કહ્યું.
કાયના બે ક્ષણ માટે ડરી ગઇ કેમકે આ બધું તે એક દેખાડા રૂપે કરતી હતી કેમકે જો તે આ રૂપ ધરીને રહે તો જેલની તે ખુંખાર મહિલાકેદીઓથી બચી શકે.આ બધું નાટક તે આરતીબેન અને હર્ષાબેનના કહેવાથી કરતી હતી.બાકી આ કરવું તેના સ્વભાવમાં નહતું.તે કોઇ નિર્દોષ પર અત્યાચાર કે તેની સાથે મારપીટ ના કરી શકે.
બીજી જ ક્ષણે તેણે ઊંડો શ્વાસ લીધો અને બોલી,"તારા જેવીની ધમકીથી ડરી જઉં તો મારું નામકાયના નહીં.જા તારે જેની પાસે જઇને ફરિયાદ કરવી હોય તે કર પણ આ કામ એટલે કે મારું આજનું કામ તારે જ કરવું પડશે.સારું ચલ આજે મારી જોડે તને પણ સ્પેશિયલ ડિનર કરાવીશ.ખુશ?"કાયનાએ કહ્યું.
સ્પેશિયલ ડિનરના નામથી તે મહિલાકેદી થોડી ઢીલી પડી અને કાયનાના ભાગનું કામ કરવા લાગી.કાયના બાજુમાં પગ પર પગ ચઢાવીને બેસી ગઇ.રનબીર કાયનાનું સાવ આવું બદલાયેલું રૂપ જોઇ આઘાત પામ્યો.તે વર્ષોથી જેલમાં રહેતા કેદી જેવું જ વર્તન કરતી હતી.આજે તેને અહેસાસ થયો કે જો તેને અને કાયનાને અલગ ના થવું પડ્યું હોત તો આજે કાયના એક રાજકુમારીની જેમ જીવન જીવતી હોત.
"કોઇ વાંધો નહીં કાયના,જે થાય છે તે હંમેશાં સારા માટે જ થાય છે.મારી નેહામોમ મને કહે છે કે અગર ભગવાન તમારી પાસેથી તમારી ગમતી વસ્તુ કે વ્યક્તિ છિનવી લે તો નક્કી તેમણે તમારા માટે કઇંક તેનાથી વધુ સારું વિચાર્યું હશે.
જે સારા માણસ હોય છે ને તેની સાથે ભલે એવું લાગે કે ખરાબ થઇ રહ્યું છે પણ તે ખરાબ પણ કઇંક સારા માટે જ થતું હોય છે.આપણે અલગ થયા અને તું જેલ માં આવી તે સારી જ વાત છે.આપણો પ્રેમ વધુ પરિપક્વ થયો.તું અત્યારે મને ભલે નફરત કરે પણ તે એક ગેરસમજ છે.આજે હું મારા પગભેર છું અને ગર્વથી તારી દાદી સામે તારો હાથ પકડી શકીશ.તારા ગળામાં મંગળસુત્ર તો હું જ બાંધીશ.આઇ લવ યુ.મને મારી કાયના પર ગર્વ છે."રનબીર કાયનાને જોઇને મનોમન વિચારી રહ્યો હતો.
"રનબીર,કાયના અહીં આવીને ત્યારે આવી નહતી.સાવ ભાંગી ગયેલી,દરેક મહિલાકેદીથી ડરતી.આ જેલમાં ચુલબુલી ઉર્ફે મધુ કરીને એક ખુંખાર અપરાધી છે જે દરેક મહિલાકેદીને ડરાવી ધમકાવીને તેમને પોતાના કાબુમાં રાખે અને પોતાના કામ કરાવે,તેમની પર જુલ્મ કરે.અમારી પાસે કોઇ સાબિતી ના હોવાના કારણે તેમના પર એકશન ના લઇ શકીએ.મે કાયનાને એક ખૂબજ ભલા કેદી કે જે પણ કાયનાની જેમ કિસ્મતનો માર ખાધેલા હતા તેમની પાસે એક જ સેલમાં મુકી પણ ચુલબુલીથી કેવીરીતે બચાવું?
કાયનાએ ચુલબુલીને તાબે થવાની ના પાડતા ચુલબુલીએ શરૂઆતમાં કાયના પર ખુબજ અત્યાચાર કર્યો હતો.તેના કપડાં ફાડી નાખ્યાં હતા.તેને ખૂબજ મારી હતી.અર્ધનગ્ન હાલતમાં કાયના મરવા પડી હતી.મે અને હર્ષાબેને તેને સંભાળી અને તેને સમજાવી કે અહીં જીવવું હશે તો બે રસ્તા છે એક ચુલબુલીના તાબે થઇને રહે અને બીજી પોતે ચુલબુલીને લડત આપે.બસ ત્યારથી કાયના એટલી મજબૂત બનીને આવું થવાનો દેખાડો કરે છે કે ખુદ ચુલબુલી પણ તેનાથી ડરે છે.તને ખબર છે તેણે ચુલબુલીને એટલું માર્યું કે તે બેભાન થઇ ગઇ."આરતીબેને કહ્યું.
રનબીર આ બધું સાંભળીને કાયનાને સહેવી પડેલી તકલીફ માટે દુઃખી થયો અને બીજી જ ઘડીએ તેના માટે ગર્વ થયો.
"આંટી,થેંક યુ સો મચ કે તમે મારી જાનનું અાટલું ધ્યાન રાખ્યું.મારી કાયનાને નિર્દોષ હું સાબિત કરીશ.તે ભલે અત્યારે મને મળવા નથી માંગતી પણ હું રાહ જોઇશ.તમને વચન આપું છું કે થોડાક જ સમયમાં તે અહીંથી બહાર હશે અને મારી પત્ની પણ હશે."રનબીરે કહ્યું.
રનબીર ત્યાંથી બહાર નીકળ્યો.તેને જાનકીવીલામાંથી કઇ ખાસ જાણવા નહતું મળ્યું.તે વિગતવાર શું થયું હતું તે જાણવા માંગતો હતો.તેના મનમાં એક ઝબકારો થયો તેણે એક નંબર પર ફોન કર્યો અને તેને કેફેમાં મળવા બોલાવ્યા.
લગભગ એક કલાક પછી શહેરથી દુર એક કેફેમાં રનબીર કોઇકની રાહ જોઇ રહ્યો હતો.તે વારંવાર પોતાની બ્રાન્ડેડ વોચમાં વારંવાર સમય જોતો હતો.તેટલાંમાં બે વ્યક્તિ અંદર આવ્યાં.રનબીર તેમને જોઇને ભાવુક થઇ ગયો.તેણે તે બંને વ્યક્તિને ગળે લગાવ્યાં.
તે એલ્વિસ અને કિઆરા હતાં.
કિઆરા રનબીરને ગળે લાગીને રડવા લાગી.
"રનબીર,તું ક્યાં હતો?અમે તને શોધવાની કેટલી કોશીશ કરી?તને કાયનાદી વિશે કશુંજ ખબર નહતી?"કિઆરાએ પુછ્યું.
"રનબીર,મને લાગતું હતું કે આપણે દોસ્ત છીએ તો તું તારા તુટેલા હૈયાની સાથે મારી પાસે આવીશ પણ તું સાવ અચાનક ક્યાં જતો રહ્યો?શું તે મને તારી દોસ્તીના લાયક પણ ના સમજ્યોં?"એલ્વિસે કહ્યું.
"કિઆરા-એલ્વિસ,એવું નથી.હું અહીં નહતો.હું વિદેશ હતો છેલ્લા સાડા ત્રણ મહિનાથી."રનબીર બોલ્યો.તેણે પોતાની કહાની તેમને કહી.રનબીર એક મોટો લેખક બની ગયો છે તે જાણીને તેમને ખુશી થઇ.અમને પણ એક સમયે એવું લાગ્યું હતું કે તું કાયના વિશે જાણ્યા છતાંપણ અજાણ બની રહ્યો છે.કાયનાએ તો અમને મળવાની જ ના પાડી છે.ખૂબ કોશીશ કરી પણ તેને નિર્દોષ સાબિત ના કરી શક્યાં."એલ્વિસે કહ્યું.
"મે તમને બંનેને અહીં એટલા માટે જ બોલાવ્યા છે.હું ઇચ્છું છું કે તમે મને મારા ગયા પછી શું શું થયું હતું તે વિસ્તારમાં જણાવો.તમે ચિંતા ના કરો હું કાયનાને નિર્દોષ સાબિત કરીશ."રનબીરે કહ્યું.
"હા રનબીર,હું તને જણાવું કે શું થયું હતું.
તારા ગયા પછી કાયના દીદીએ કહી દીધું કે તેમના લગ્ન જો કબીર સાથે કરવાનીકોશીશ કરી તો તે આત્મહત્યા કરશે પણ કુશડેડુએ તેને થપ્પડ મારી અને કહ્યું કે તેણે તેમના માટે જીવવું પડશે.કાયના દીદીએ તેમને વચન તો આપ્યું કે તે પોતાના માતાપિતા,ભાઈ અને સપનાં માટે જીવશે પણ તે તેવું કરી ના શક્યાં.
હું અને કુશડેડુ સતત તેમનીસાથે રહેતા.તેમને બહાર લઇ જઈએ તેમના પ્રિય દરિયાકિનારે પણ લઇ ગયા છતાપણ તે ઉદાસ રહેતા.તેમના ચહેરા પર હાસ્ય આવવું અશક્ય લાગ્યું અમને.
અમે વિચાર્યું કે એકવાર અને કબીરને વાત કરીએ.હું અને કિઆન કબીરને મળવા ગયા.તેના ઘરનું દ્રશ્ય જોઈને મને આઘાત લાગ્યો.તેની મમ્મી એકદમ ઠીક લાગતી હતી.મને ખરેખર આઘાત લાગ્યો.મે તેને કહ્યું પણ ખરા કે તમારી મમ્મી તો ઠીક લાગે છે.
તને ખબર છે રનબીર કે તેમણે મને ધમકાવી કે તું મારા પર શંકા કરે છે?તને શું લાગે છે કે હું મારી માઁને હથિયાર બનાવીને આ લગ્ન કરું છું.અંતે મે હિંમત કરીને તેમને કહ્યું.
"કબીર,કાયના દીદી અને રનબીર એકબીજાને પ્રેમ કરે છે."મારી આ વાત સાંભળીને તેમને આઘાત ના લાગ્યો.તેમણે તો ઉલ્ટાનું મને ધમકાવી.
"ખબરદાર,તે રનબીરનું નામ લીધું તો અને તને શું લાગે છે કે તમે નહીં જણાવો તો મને ખબર નહીં પડે.કાયના અને મારા લગ્ન તો જરૂર થશે.ચિંતા ના કરો સાળીસાહિબા,એકવાર લગ્ન થશેને તો મારી કાયના મારો પ્રેમ પામી બધું જ ભુલી જશે."કબીરે આટલું કહી અમને ઘરની બહાર કાઢી મુક્યાં.
મે એલ્વિસન વાત કરી અને તેમણે કાયનાદીદીને પોતાની સાથે પોતાના કામમાં જોડી દીધા.તને યાદ છે દીદીને એક મોટી ફિલ્મનો પ્રોજેક્ટ મળ્યો હતો?બસ અહીંથી જ ખરી કહાની શરૂ થાય છે રનબીર."આટલું કહી કિઆરા પાણી પીવા અટકી.
શું થયું હશે તે ફિલ્મના શુટીંગ દરમ્યાન?
શું રનબીર અસલી અપરાધીને શોધી શકશે?
જાણવા વાંચતા રહો.