One such night of Navratri books and stories free download online pdf in Gujarati

નવરાત્રી ની એક એવી રાત

નમસ્તે મિત્રો કેમ છો બધા? નવરાત્રી નો પવિત્ર તહેવાર ચાલી રહ્યો છે. મા દુર્ગા ની ભક્તિ આરાધના નો ખાસ અવસર . આ અવસર પર હુ એક સાચી ઘટના તમને જણાવા જઈ રહ્યો છુ. એક નાનકઙી વાર્તા સ્વરૂપે. હુ આશા કરુ છુ કે આપ સહુ ને આ જરુર થી ગમશે.
આ એક મોટા શહેર ની વાત છે. નવરાત્રી નો સમય હતો. બધા જ રાત્રે ફુલ ફોમ મા તૈયાર થઈ ને ગરબે ઘૂમવા જતા. શહેર થી થોઙા જ દુર એક ગામ માથી છ મિત્રો નવરાત્રી ના છેલ્લા નોરતે ગરબા જોવા શહેર મા આવ્યા. છ મિત્ર જેમ નુ નામ ભરત, શૈલેષ, વિજય, રાકેશ, મુકેશ અને રમેશ.
શહેર મા અલગ અલગ જગ્યા એ ગરબા થતા હતા. એ લોકો દરેક જગ્યા એ થોડો થોડો ટાઈમ ગરબા જોતા અને મન થાય તો રમવા પણ જતા. એ લોકો છેલ્લી જગ્યાએ થી ગરબા જોઈને બહાર આવ્યા. બહાર આવી ને બધા જ નાસ્તો કરવા ગયા. ત્યા મુકેશ ને એની સાથે જ ભણેલી એની ફ્રેન્ઙ આરતી સાથે મુલાકાત થઈ.
મુકેશ : હેલ્લો આરતી! ઓળખે છે કે નય?
આરતી : ઓળખુ જ ને ફ્રેન્ઙ ને તો કંઈ ભુલી જવા તુ હોય?
મુકેશ : તુ અહીં ગરબા રમવા આવે છે?
આરતી : હા હુ અહીં જ આવુ છુ તુ પણ અહીં આવે છે તો તુ મને રોજ દેખાયો કેમ નય?
મુકેશ : અરે ના હુ તો અહીં નહીં આવતો આજે જ બધા ફ્રેન્ઙ સાથે ગરબા જોવા આયો હતો. આ બધા મારા ફ્રેન્ડ્સ છે. ( મુકેશ બધા ની સાથે આરતી નો ઈન્ટ્રો કરાવે છે.)
મુકેશ : તારા બધા ફ્રેન્ડ્સ ક્યાં છે? તુ એકલી જ છે?
આરતી : અરે ના હુ એકલી નહીં પણ એ લોકો વાત વાત મા મને અહીં ભુલી ને ચાલ્યા ગયા. મે કોલ કર્યો છે હમણા જ એટલે આવશે મને લેવા પણ આવતા સુધી મારે બેસવું પડશે.
મુકેશ : એક કામ કર હુ તને છોડી દઈશ તુ તારા ફ્રેન્ઙ્સને કહી દે કે તમારા નાકા પર ઊભા રહે.
આરતી : સારુ હુ હમણા જ કોલ કરી કહી દઉ છુ.
મુકેશ એના મિત્રો સામે જુએ છે. એના મિત્રો સમજી જાય છે ને કહે છે કે તુ નીકળ અમે તને ગામ ની ભાગોળે મળીએ છે. મુકેશ આરતી ને લઈને નીકળે છે. મુકેશ નુ સ્કુટર રસ્તા મા અચાનક જ બંધ પઙી જાય છે. જ્યાં એનું સ્કુટર બંધ પઙે છે એની સામે ની બાજુ એક કબ્રસ્તાન હોય છે. મુકેશ બોવ જ મથે છે પણ સ્કુટર ચાલુ નય થતુ. આરતી ને પણ મોઙુ થતુ હોય છે. થોઙીવાર મા મુકેશ ના મિત્રો ત્યા આવે છે.
ભરત : શુ થયુ લા અહીં કેમ ઊભો છે?
મુકેશ : યાર સ્કુટર બંધ થઈ ગયુ છે ચાલુ જ નય થતુ.
ભરત : લાવ અમે કંઈ મદદ કરી એ.
મુકેશ : એ રહેવા દો પહેલા તમે આરતી ને ઘરે પહોચાઙો.
એના મિત્રો એની વાત માની ને આરતી ને લઈને નીકળે છે. થોડા આગળ જઈ ઊભા રહે છે. ભરત બધા ને કહે છે કે પાંચ મિનિટ રાહ જોઇએ મુકેશ નુ સ્કુટર ચાલુ ન થાય તો શૈલેષ તુ આરતી ને એના ઘરે છોડી આવજે અમે મુકેશ નુ સ્કુટર ચાલુ કરી એને સાથે લઈ ને આવીશુ. બધા વાત માની ને ત્યા ઊભા રહે છે. આ બાજુ મુકેશ સ્કુટર ચાલુ કરવા ની ખુબ જ કોશિશ કરે છે પણ સ્કુટર ચાલુ જ નય થતુ. એ થાકી જાય છે. એટલા મા એક સુંદર છોકરી મુકેશ પાસે આવી ને ઊભી રહે છે. એ મુકેશ ને કહે છે કે મને આગળ સુધી છોઙી દેશો? મુકેશ ગુસ્સા મા બબઙે છે કે બધા ને જવુ જ છે પણ આ સ્કુટર તો ચાલુ નય થતુ. પછી એ છોકરી ને એનું નામ પુછે છે. એ છોકરી એનું નામ રમા છે એમ કહે છે.
રમા : શુ થયુ તમારું સ્કુટર ચાલુ નય થતુ?
મુકેશ : નય થતુ એટલે તો અહીં ઊભો છુ.
રમા : હુ મદદ કરુ ચાલુ કરવામા?
મુકેશ : હુ ક્યાર નો મથુ છુ તો મારા થી ચાલુ નય થતુ તો તારા થી શુ થવા નુ? ( મુકેશ ના મિત્રો દુર થી બધુ જોવે છે અને વિચારે છે કે મુકેશ કોની સાથે વાત કરે છે? ત્યાં ેના સિવાય બીજુ કોઈ તો છે નય? કદાચ એ ગાંઙો તો નય થઈ ગયો ને? એકલા એકલા વાતો કરે છે.)
રમા : મને જોવા તો દો તમારું સ્કુટર ચાલુ થઈ જશે.
મુકેશ : સારુ જોઈ લે.
રમા સ્કુટર પર હાથ મુકે છે અને થોઙીવાર પછી હાથ હટાવી લે છે. પછી મુકેશ ને સ્કુટર ચાલુ કરવા કહે છે. મુકેશ એની વાત માની ને સ્કુટર ચાલુ કરે છે તો એક જ કીક મા સ્કુટર ચાલુ થઈ જાય છે. મુકેશ એકદમ ખુશ થઈ જાય છે. એ રમા નો આભાર માને છે અને એને સ્કુટર પર બેસાઙી નિકળે છે. એના મિત્રો પણ ફટાફટ નીકળે છે. રસ્તા મા આરતી નુ ઘર આવતા મુકેશ ના મિત્રો આરતી ને ઉતારે છે. એટલા મા મુકેશ એ બધા ની આગળ નીકળે છે, વાતો કરતો કરતો. મુકેશ ના મિત્રો હજી સુધી સમજી ના શક્યા કે મુકેશ કોની સાથે વાતો કરે છે કેમ કે એમને તો મુકેશ સિવાય કોઈ જ દેખાતું નથી. એક ચોકઙી નજીક આવે છે ત્યારે મુકેશ વિના મિત્રો મુકેશ નજીક પહોંચે છે અને પુછે છે કે એ કોની સાથે વાતો કરે છે? મુકેશ જવાબ આપે છે કે રમા સાથે વાતો કરુ છુ. પણ કોઈ ને રમા દેખાતી નથી. એ લોકો મુકેશ ને પુછે છે કે ક્યા છે રમા? મુકેશ કહે છે કે આ શુ મારા સ્કુટર પર બેઠી છે આંધળાઓ એમ કહી મુકેશ પાછળ જુએ છે તો એ અચાનક જ બેબાકઙો થઈ જાય છે કેમ કે પાછળ તો કોઈ નથી? મુકેશ ને સમજણ જ ના પઙી કે આ બધુ શુ થઈ રહ્યુ છે. મુકેશ ખુબ જ ઙરી જાય છે ઘરે પહોંચી ને એ બિમાર થઈ જાય છે. મહિના સુધી એ બિમાર રહે છે. પછી ધીમે ધીમે સ્વસ્થ થાય છે. મુકેશ જ્યારે પણ એ રાત વિશે વિચારે છે એક વિચિત્ર ઙર એના મન મા પ્રવેશ કરી જાય છે. એ હજી સુધી સમજી ના શક્યો કે એ રાત્રે મળેલી છોકરી કોણ હતી. કોઈ અલાૈકિક શક્તિ કે કોઈ દૈવિય શક્તિ.
મિત્રો જેમ આપણી દુનિયા છે. તેમ આ અલાૈકિક શક્તિ ઓની પણ દુનિયા છે. કદાચ આપણને મુકેશ ની જેમ જીવનદાન ના મળી શકે. કદાચ એ દિવસે મા દુર્ગા એ સાક્ષાત્ એની રક્ષા કરી હશે. એટલે આવી મધરાતે આપણે સંભાળી ને ચાલવુ જોઈએ. તો ચાલો આ સાથે જ આ વાર્તા અહીં સમાપ્ત કરુ છુ. તમને આ વાર્તા કેવી લાગી એનો અભિપ્રાય જરુર આપ જો. આપણે ફરી મળીશુ નવી ધારાવાહિક સાથે ત્યા સુધી રજા આપશો આવ જો......