Engagement of love books and stories free download online pdf in Gujarati

પ્રેમ ની સગાઈ

તારા વિના શ્યામ મને એકલડું લાગે રાસે રમવાને વહેલો આવજે...તારા વિના શ્યામ એકલડું લાગે...

વ્રજ વાટિકા સોસાયટી માં ગરબા ની ધૂમ હતી, આસપાસ ની એક બે સોસાયટી ના લોકો પણ ત્યાં ગરબા રમવા આવતા,નાના મોટા સૌ ભેગા મળી ને ખૂબ આનંદ અને ભક્તિ થી માની આરાધના કરતા,અને ગરબે રમતા.

નાની બાળાઓ તો સાક્ષાત માતાજી નું રૂપ જ લાગતી. અને નવરાત્રી ના બહાને મોટેરાઓ ને પણ પોતાના જુના દિવસો જીવવાનો લહાવો મળતો,પણ સૌથી વધુ આનંદ તો યુવા વર્ગ માં જોવા મળતો,આમ પણ ભારત માં યુવા વર્ગ વધુ હોય,એટલે હમેશા દરેક તહેવાર માં એક અલગ રોનક આવતી.

અમા જ એક યુવાન લગભગ વીસ બાવીસ ની આસપાસ નો નામ એનું સ્પંદન.સ્પંદન ની છ ફૂટ ની લંબાઈ તેનો વી શેપ નો બાંધો હવામાં ઉડતા વાળ તેના ચહેરા પર રહેતું સ્મિત.કોઈ પણ છોકરી ને ઘાયલ કરવા પૂરતું હતું. સ્પંદન ની ખાસ મિત્ર શીના.તે વ્રજ વાટિકા ની રહેવાસી એટલે સ્પંદન ત્યાં ગરબા રમવા આવતો.શીના તેને મિત્ર થી વિષેશ સમજતી,અને સ્પંદન ને મન તે માત્ર સારી મિત્ર જ હતી.

સ્પંદન જયારે ગરબા રમતો ત્યારે આસપાસ ગોપીઓ ની જેમ છોકરીઓ તેને વીંટળાઈ જતી,પણ સ્પંદન નું મન અને આંખો ઠરે તેવી કોઈ જ નહતી મળી.અને શીના સમજતી કે સ્પંદન તો તેને ચાહે છે એટલે તેને કોઈ ગમતી નથી.

આ વખતે કોરોના ને લિધે સરકાર ની ગાઈડ લાઇન ને ધ્યાન માં રાખી ગરબા રમવામાં આવતા હતા.તેમાં બીજા દિવસે શીના ની નજીક ની બીજી એક સોસાયટી માં રહેતી થોડી યુવતીઓ આવી હતી.સ્પંદન ને શિના પૈસાપાત્ર ઘર માંથી હોઈ તેમને કોઈ વાત ની કમી નહતી,પણ આજે આવેલી સોસાયટી ની યુવતીઓ મધ્યમવર્ગીય હતી,તે ઉપરાંત શીના ને પોતાના થી ચડતું પાત્ર સહન ના થતું,પણ તેમાં એક છોકરી હતી સ્નેહા. સ્નેહા દેખાવ માં ઘઉંવર્ણી, રેશમી ચળકતા વાળ,અને હરણી જેવી ચંચળ.શીના જેટલી દેખાવડી નહિ પણ શીના કરતા દરેક બાબત માં વધુ ચડિયાતી.બસ આ જ બાબત શીના ને ખૂંચતી.

એ દિવસે સ્પંદન અને સ્નેહા રમતા રમતા એકબીજા ની સામે આવી ગયા,સ્પંદન ને કોણ જાણે કેમ પણ સ્નેહા પ્રત્યે ભાવ થયો,સ્નેહા તો પોતાની ધૂન માં રમતી હતી,પણ આસપાસ બધા નું ધ્યાન સ્પંદન ની હરકતો પર ગયું,અને તેઓ સ્પંદન ના મનોભાવ સમજી ગયા.શીના ને આ જોઈ ને વધુ ગુસ્સો આવ્યો,એટલે તેને રમતા રમતા સ્નેહા ને નુકશાન પહોંચાડવાની કોશિશ કરી,પણ દરેક વખતે ચાલક સ્નેહા બચી જતી.

શીના ને હવે વધુ ગુસ્સો આવ્યો,તેને પોતાના બીજા મિત્રો ને કહી અને સ્નેહા અને તેની ફ્રેન્ડ ને ત્યાંથી બહાર નીકળવાનું કહ્યું,સ્નેહા એ તેનો વિરોધ કર્યો,તો એ લોકો એ સ્નેહા અને તેની ફ્રેન્ડ્સ સાથે દુર્વ્યવહાર કર્યો.હવે સ્નેહા ચૂપ ના રહી,અને ત્યાં જ એને એક છોકરા ને થપ્પડ મારી.
બધા આ તમાશો જોવા લાગ્યા,સ્પંદન પણ વિચારવા લાગ્યો કે આ શું થયું.ત્યારે સ્નેહા તેની એકદમ નજીક આવી ગઈ,અને તેને ભેટી પડી,અને પછી શીના સામે જોઈ ને કહ્યું.

જે તારું છે એ તને ગમે તેમ કરી ને મળી જશે,અને જે નથી એ હાથ માંથી નીકળી જશે,પ્રેમ મનથી થાય કોઈ જોર જબરદસ્તીથી નહિ.આટલી નાની વાત તને સમજાતી નથી,તો તને કોઈ ની લાગણી,પ્રેમ કે માંન વિશે શું ખબર હોય.આ તારો ફ્રેન્ડ આટલા સમય થી તારી સાથે છે,અને એને મને આજે જ જોઈ,જો તારો પ્રેમ સાચો હોત તો આજે એ મારા પ્રેમ ના પડ્યો હોત.કોઈ ને મીરા ની જેમ પામવાની ઈચ્છા રાખ,મેળવવાની નહિ.

આમ કહી સ્નેહા એ સ્પંદન સામે જોયું,મને તમે ખૂબ પસંદ છો,પણ ના તો મારી પાસે શીના ના પરિવાર જેટલા પૈસા છે,ના તો શીના જેવું રૂપ.હું ફકત તમારી જીવન સાથી બનવા જ તમને પ્રેમ કરીશ અને એ પણ મારા માતા પિતા ની મરજી થી જ.એટલે એમને તમારે માનવવા પડશે એ પણ જો તમને હું પસંદ હોવ તો ...સ્નેહા આગળ બોલે એ પહેલાં જ સ્પંદન ને તેના હોઠ પર આંગળી મૂકી દીધી અને બોલ્યો,મને ફકત તું પસંદ છે,મારા મન માં આજ પહેલા ક્યારે પણ આવો આનંદ નહતો,જેવો આજે છે.શું તું મારી જીવનસંગીની બનીશ.

ત્યાં હાજર રહેલા બધા એ તેમને તાળીઓ ના ગડગડાટ થી વધાવી લીધા.અને વ્રજ વાટિકા ના સેક્રેટરી રશ્મિ જી એ કહ્યું કે,ખરેખર એકબીજા સાથે હરવું ફરવું અને બધી મર્યાદાઓ ને ઓળંગીને પછી સમાજ માં બદનામ થઈ ને છૂટું પડી જાવું, કા તો છોકરો કે છોકરી એક તરફી પ્રેમ માં પોતાની અને બીજા ની પણ જિંદગી બરબાદ કરી નાખતા હોઈ છે.એના કરતાં આજે સ્નેહા અને સ્પંદને એક નવી જ રાહ આ સમાજ ના યુવાનો ને ચિંધાડી કે જો ખરેખર કોઈ પસંદ છે,તો તેને મન ખોલી ને કહી દો,એને ભરપૂર પ્રેમ આપો પણ સામે પ્રેમ મળે એવી અપેક્ષા ના રાખો.પ્રેમ નો મતલબ તો ફક્ત અને ફક્ત આપવું જ છે.માટે બને તેટલો પ્રેમ વેહચો,એ ફરી ફરી ને તમારી પાસે આવશે જ.

આ સાથે જ બધા ફરી ગરબા રમવા લાગ્યા.શીના એ સ્નેહા અને સ્પંદન ની માફી માગી.અને બેકગ્રાઉન્ડ માં ફરી એકવાર ગીત ગુંજયું.

ઓ કાના હું તને ચાહું,હું તને ચાહું,તારા વિના શ્યામ ....

પ્રેમ નો મતલબ અત્યાર ના સમય માં ઘણો બદલી ગયો છે.પણ પ્રેમ જેવો નિસ્વાર્થ ભાવ એકપણ નથી.પ્રેમ માં આપવું એ જ સાચો પ્રેમ નિભાવ્યો કહેવાય ,એ જ સાચી મન થી મન ની સગાઈ કહેવાય.

✍️ આરતી ગેરીયા...