Hu Ane Mari Cha - Bhag 1 in Gujarati Anything by Hitesh Vaghela books and stories PDF | હું અને મારી ચા - ભાગ 1

હું અને મારી ચા - ભાગ 1

હું અને મારી "ચા" ☕

એક સુંદર મજાની સોનેરી સવાર થઈ, અને હું સોનેરી સવાર ના ૭ વાગ્યે ગેલેરી માં ચા ની મઝા લઈ રહ્યો હતો, એટલે ચા પીતા પીતા હું કૈક વિચારી રહ્યો હતો, એટલા માં સામેના ફ્લેટ માં એક છોકરી આવી અને એના હાથ માં પણ કપ હતો. પોતાની ગેલેરી માં બહાર આવી, એટલે મારી નજર ત્યાં પડી. પણ એની નજર મારી તરફ નોહતી એટલે હું એને જોતો હતો કે એ મારી સામે જોવે એટલે હું કૈક કહું, એટલે હું ચા પીતા પીતા એને જોઈ રહ્યો હતો, એ પણ કંઈક વિચારી રહી હતી, એટલા માં એની નજર મારા તરફ પડી,

ચા ની ચુસ્કી સાથે શુભ સવારે મન ખુશનુમા થાય,
વાત પ્રેમ ની આવે ને આનંદ કંઈક અનેરો લહેરાય,

ને બાલ્કની માંથી જોતાની સાથે જ,
એક મસ્ત છોકરી ની નજર મારી નજર સાથે ટકરાય,

લહેરાતી જુલ્ફો એની ને,
મારા દિલ માં કંઈક સાલું થાય,

હોય એના હાથમાં પણ ચા નો જ પ્યાલો,
ને મારી ચુસ્કી સાથે એની ચુસ્કી નો અવાજ સંભળાય,

ખાલી ચા ના પ્યાલા માં પણ સબળકા લેવાય,
ને ફરી કાલ સવારે જલ્દી મળીશું એવી આંખો ની વાત થાય...

સામે જોતા જ થોડી સ્માઈલ આપી એટલે એણે પણ મને સ્માઈલ આપી, એટલે મેં કહ્યું શુભ પ્રભાત એમણે પણ શુભ પ્રભાત કહ્યું, મેં કહ્યું ચા પીશો...?
એમણે જવાબ આપ્યો કે ના હું ચા નથી પીતી...મને કોફી જ પસંદ છે હું અત્યારે કોફી જ પીવ છું...
મેં કીધું ઓકે...
પણ તમે ક્યારેય ચા પીવાની ટ્રાઈ કરી છે...?
હા..! એક - બે વાર પીધી છે...
સરસ....કેવી લાગી...? મેં કહ્યું....
એટલે એમણે કીધું કે કોફી જેવી તો મઝા ના જ આવે...મને કોફી વધારે ફાવે છે...
ઓકે ઠીક છે,,
હું પછી રૂમ માં આવી ગયો અને બેડ પર બેઠા બેઠા ચા પીતો હતો.....
બે - ત્રણ દિવસ ગયા પછી...
હું સવાર ના ૭:૩૦ વાગ્યે ગેલેરી માં ચા પીવા આવ્યો ત્યારે હું એની રાહ જોઈ રહ્યો હતો પણ એ ના આવી, એટલે મને વિચાર આવ્યો કે એ વહેલી આવી ને જતી રય હશે...એટલે હું પછી ચા પુરી થતા પાછો મારી રૂમ માં આવી ગયો....
એક દિવસ અચાનક પાછા ભેગા થઈ ગયા પોત પોતાની ગેલેરી મા અને શુભ પ્રભાત કહ્યું અને બંને ના હાથમાં કપ હતા, મારા હાથ માં "ચા" નો કપ અને એના હાથ માં "કોફી" નો કપ. હતો...☕🤗
મેં પૂછ્યું "ચા" પીશો 😊 એમણે ના પાડી,
મેં કીધું અરે હા તમેં તો કોફી પીવો છો કેમ....સ્માઈલ ☺️ આપતા કહ્યું....

મેં કીધું હમણાં તમે કોફી પીવા ગેલેરી મા દેખાતા નથી....?
મને જવાબ આપ્યો કે હા હમણાં થી હું બહુ કામ માં રહું છું એટલે હમણાં થી ગેલેરી માં નથી આવતી,
મેં કીધું ઓકે...😊
એક વાત પૂછું ...? મેં કહ્યું
હા બોલો...!
જી તમારું નામ જાણી શકું પ્લીઝ...?
એમણે કહ્યું હા મારુ નામ સપના છે,....🤗
ઓકે તમારો આભાર....
પછી હું પણ ગેલેરી માંથી રૂમ મા આવી ગયો...

ઘોળવી હળવેથી યાદમાં,
ચાહ સાથે ચા લઈ સ્વાદ માં,

જામશે મહેફિલ પછી આપણી,
સાંભળશે મૌન પણ બાદમાં....

એક દિવસ હું મારા ફ્રેન્ડ સાથે કોફીબાર માં આવ્યો હતો અને અચાનક મને સપના મળી ગઈ,
બંને એક જ કોફીબાર માં ભેગા થઈ ગયા...
મને કે હું કોફી પીવા આવી છું...
હું પણ મારા ફ્રેન્ડ સાથે ચા પીવા આવ્યા છીએ...ઓકે ચાલો પછી મળીયે...👍 અમે છુટા થયા...
બીજા દિવસે હું સવારની ચા પીતો હતો મારી ગેલેરી માં આમ ૭:૧૦ વાગ્યા જેવું થયું હશે, હું ચા ની મઝા લઈ રહ્યો હતો, એટલા માં સપના આવી. મેં કીધું શુભ પ્રભાત સપના એ પણ કીધું શુભ પ્રભાત.
મેં ડાયરેકટ પૂછી લીધું કે આપડે જ્યાં કોફીબાર માં મળ્યા હતા ત્યાં તમે કોફી પીવા આવશો...? કોફીબાર માં...
સપના એ જવાબ આપ્યો કે આજ નહીં હું પરમ દિવસે આવી શકીશ કેમ કે મારે બહુ જ કામ છે એટલે હું આવી નહીં શકું....
ઓકે વાંધો નય મને કેજો ત્યારે જઈશું...👍
પરમ દિવસે સવાર ના ૭:૧૦ વાગ્યા ને હું ચા નો કપ લઈ ગેલેરી માં આવ્યો અને સપના ની રાહ જોઈ રહ્યો હતો, મેં ૫ મિનિટ રાહ જોઈ ત્યાં જ સપના પોતાના હાથ માં કોફી નો કપ લઈ ને બહાર ગેલેરી માં આવી અને સ્માઈલ આપી. મેં પણ સ્માઈલ આપી.
મેં સ્માઈલ આપતા કહ્યું શુ છે આજ નો પ્લાન...?
સપના એ જવાબ આપ્યો હા જઈએ આજે...
ઠીક છે મળીયે તો..પછી..કોફીબાર માં....👍

એક કપ "કોફી' ત્યાં પીવાતી રહી,
એક કપ "ચા" અહીં પીવાતી રહી
પાસે નહીં પણ એકસાથે,
જિંદગી માં મીઠાશ ઉભરાતી રહી...🤔

સાંજ ના ૫:૦૦ વાગ્યા અને બંને સોસાયટી ના ગેટ પાસે મળ્યા, સાથે જ કોફી બાર માં ગયા, સપના પોતાની એક્ટિવા લઈ ને આવી હતી ને હું મારી પોતાની ગાડી ( બાઇક ) લઈને આવ્યો હતો,
કોફીબાર માં પહોંચ્યા ને ટેબલ પર બેઠા..!
ટેબલ પર બેઠતા ની સાથે હું બોલ્યો... તમે આજ કલરફૂલ લાગો છો પણ માનવું પડશે યાર તમે તો કલરફુલ છો જ આઈમીન કપડાં થી પણ અને મિજાજ થી પણ.... સરસ લાગો છો....સ્માઈલ આપતા કહ્યું....
સપના એ પણ જવાબ આપ્યો .. તમારો આભાર...!
મેં કહ્યું કંઇક ઓડર કરીયે....?
હા કરો....
ઓકે....!
મેં કહ્યું.... " ચા " કે " કોફી ".....?
સપનાએ કહ્યું મારી "કોફી" અને તમારી "ચા"
મેં કીધું આજે "ચા" ટેસ્ટ કરો ને....?
સપનાએ સ્માઈલ આપતા કહ્યું ઓકે ઠીક છે "ચા" માગવો...આજે ચા પીએ....
મેં ઓડર આપ્યો ✌️ ૨ "ચા" ☕
"ચા" આવે એ પહેલાં મેં સપના ને કહી દીધું હતું કે આપડો સબંધ બસ "ચા" સુધી જ ....!
ઠીક છે મને તમારી વાત ગમી કેમ કે મને કોઈ સામે થી કહી દે એ મને બહુ ગમે છે મતલબ તામારી વાત ગમે છે ...!
લો ☕ ચા પણ આવી ગઈ...
આપણી આ પહેલી મુલાકાત એટલે કે સામસામે બેસી ને ચા પીવા ની મુલાકાત ...
ચા પીતા પીતા મેં કહ્યું શુ કરો છો તમે...? એટલે કે કામ ....
સપના એ જવાબ આપ્યો હું એક કંપની માં કામ કરૂં છું અને અત્યારે ઘર બેઠા બેઠા હું કામ કરી રહી છું...
હમ્મ.....! સરસ
ચાલો, ચા પુરી થઈ હોય તો છુટા પડીએ...?
સપના એ કહું હા સ્યોર....ચાલો મળીએ...🖐️
પછી અમે ત્યાંથી અમે બંને છુટા પડ્યા....
પછી અમે રોજ મળતા થયા ચા પીવાની વાતો કરવાની ચા પીવાની વાતો કરવાની. આમ અમારા વચ્ચે પ્રેમ જેવું કઈ નય. બસ ખાલી વાતો કરીએ, આમ જનરલી વાત નો ટોપિક ના હોય પણ અમે ચર્ચાઓ કરીયે ક્યાંય સુધી ની વાતો કરીએ....સારા દિવસો આવશે કે નય આવે વગેરે.... આવા કોઈ પણ ટોપિક પર વાતો કરીએ....!
પણ હા ક્યારેય પર્સનલ નય થવાનું માત્ર ચા પીવાની અને છુટા થઈ જવાનું બસ...!
એને મળી ને ખબર નય હું કૈક અલગ જ થઈ જાવ છું બસ એ ૩૦ મિનિટ એટલે ૩૦ મિનિટ...
હું અને સપના ૩૦ મિનિટ માં ઘણી બધી વાતો કરીએ... ધીમે ધીમે ચા પીતા પીતા ૩૦ મિનિટ ક્યારે પુરી થઈ જાય ખબર જ ના પડે... આખા દિવસ ની ૩૦ મિનિટ એટલે ગમ્મે એવું ટેંશન હોય ૩૦ મિનિટ માટે બધું જ ભુલાય જાય છે...! ૩૦ મિનિટ એટલે અનેરો આનંદ નો ટાઈમ....
ધીમે ધીમે સપના પણ ચા પીતી થઈ ગઈ...એને પણ ચા અને વાતો ગમવા લાગી....
એક દિવસ હું અને સપના ચા પીવા કોફીબાર માં આવ્યા એમા મારે ૫ મિનિટ મોડું થઈ ગયું કોફીબાર માં આવતા....એટલે સપના એ કહ્યું
કેમ મોડું થયું....?
અરે યાર ટ્રાફિક માં ફસાયો હતો....!
પણ સાચું કહું મને છેને આમ રોજ મન માં સવાલ થાય છે...?
હું તમને રોજ પર્સનલ સવાલ કરું તો તમે એ વાત ને ટાળી દે છે...કા તો એ વાત નો જવાબ ના આપે...બસ ખાલી આમ મને સાંભળ્યા જ કરે....આવું કેમ..એ મને કહો....???
અરે સિમ્પલ છે ને યાર આપડે પેલ્લે થી જ શરત કરી છે ચા મારી વાતો તારી....!
પણ એ મારા સવાલ નો જવાબ નથી.

લી. ✍️ હિતેશ વાઘેલા