Be tutela Hruday - 10 - last part books and stories free download online pdf in Gujarati

બે તૂટેલાં હૃદય - 10 - છેલ્લો ભાગ

હું ૬ વાગ્યે મિત્રા પબ્લિકેશન માં પહોચી ગયો. મને ગેસ્ટ રૂમ માં થોડી વાર રાહ જોવા કહ્યું. હું વિશ્વાસ ની રાહ જોઈ રહ્યો હતો ૧૫-૨૦ મિનિટ ના વિલંબ બાદ મારી પાસે ઉતાવળ માં આવ્યો.
' માફ કરજો, અન્ય વ્યક્તિ સાથે પણ મારી મિટિંગ હતી જેમાં મને વધુ સમય લાગી ગયો. તમે બોર તો નથી થયાં ને ?' વિશ્વાસે પૂછ્યું.
' ના રે સાહેબ, મને કોઈ પ્રોબ્લેમ નથી થયો.' મેં સ્પષ્ટતા કરતાં કહ્યું.
' મારી કેબિનમાં જઈને વાતો કરીએ,ચાલો.' વિશ્વાસે કહ્યું.
' હા જરૂર, ચાલો.' મેં કહ્યું.
કેબિનમાં અમે એકબીજાની સામસામે ગોઠવાઈ ગયાં.
' ચા - કોફી કંઈ લેશો ?' એમણે પુછ્યું.
' હું ચા - કોફી નથી પીતો. અન્ય કોઈ વસ્તુ હોય તો આપો.' મેં હસીને કહ્યું. વિશ્વાસ પણ મારી સાથે હસવા લાગ્યો.
' સમય બગાડ્યા વગર હવે શું હું તમારી વાર્તાનું અંતિમ પ્રકરણ જાણી શકું છું ?' વિશ્વાસે કહ્યું.
' હા, કેમ નહિ.' મેં કહ્યું.

મેં કહેવાનું શરૂ કર્યું

અમારાં છૂટા પડયા ૧૫-૧૬ મહિના બાદ રાહુલ નો મારા ઉપર ફોન આવ્યો અને મને એણે પોતાના ઘરે આવવાનું આમંત્રણ આપ્યું. હું એ ઘણી ના પાડી પણ એણે કોઈ અગત્યનું કામ હોય અને એણે મને રિયાની કસમ આપીને રાજી કર્યો.
રવિવારનો એ દિવસ હતો. મને જણાવેલા સરનામા ઉપર હું પહોંચી ગયો. મેં ડોરબેલ વગાડી. રાત્રિના લગભગ ૯ વાગ્યા હતા.રાહુલે દરવાજો ખોલ્યો અને મને અંદર આવવા કહ્યું. ઘરની અંદર ઘુસતા મેં નજર નાખી તો આખું ઘર લાઈટો થી ઝગમગી રહ્યું હતું. ઘરને જોઈને લાગી રહ્યું હતું જાણે આજે ત્યાં દિવાળી ઉજવાઈ હોય.
અંદર જતા ની સાથે મને રીયા નો અવાજ સંભળાયો. ' કોણ આવ્યું છે ?' એમ કહેતાં ની સાથે રીયા બહાર આવી આવી ગઈ. બહાર આવવાની સાથે એની નજર મારા ઉપર પડી અને એના સફેદ ચહેરાનો રંગ ગુસ્સે થી લાલ થઈ ગયો. રિયા મારા તરફ ગુસ્સા થી ધસી એવી અને મારા શર્ટ નો કોલર પકડ્યો અને કહ્યું.
' મને આટલી દુઃખી કરીને હજી તને ચેન નથી મળ્યો તો, ફરી મને દુઃખ આપવા આવ્યો છે. નીકળી જા મારા ઘર માંથી. હું તારું ડાચું પણ જોવા નથી માગતી.' એમ કહેતી કહેતી મારો કોલર પકડી મને ઘરની બહાર લઈ જઈ રહી હતી.
એટલામાં રાહુલે રીયા નો હાથ પકડ્યો અને એને રોકી. અને કહ્યું ' તું શું કરી રહી છે, તું એની સાથે આમ ન કરીશ.'
હું રીયા તરફ જોઈ હસી રહ્યો હતો.
' તમે આને નથી ઓળખતા, આ અત્યંત વાહિયાત વ્યક્તિ છે. આની જેટલો લુચ્ચો, હવસી વ્યક્તિ આખી દુનિયામાં નહિ હોય ' રિયાએ કહ્યું.
' એવું તો એણે શું કર્યું છે ?' રાહુલે પૂછ્યું.
' આ માણસે મારી સાથે રમત રમી, મારા શરીર નો ભોગ કર્યો અને પછી મને તરછોડી દીધી.' રિયાએ રડતાં રડતાં કહ્યુ.
' આ સત્ય નથી, સત્ય કંઈ અલગ છે. જે જણાવવા માટે જ મેં નિખિલ ને અહીંયાં બોલાવ્યો છે. નિખિલે મને કહ્યું હતું કે હું આ હકીકત તને ન જણાવું, પણ હું એક નિર્દોષ વ્યક્તિને સજા ભોગવવા નહિ દઉં. હું નથી ચાહતો કે એણે જે ભૂલ કરી જ નથી એની સજા એ વ્યક્તિ ભોગવે.' રાહુલે કહ્યું.
' રાહુલ રહેવા દે, મારે કોઈ સાબિતી નથી આપવી. એ જે સમજે છે મારા વિશે એને સમજવા દે, એમાં જ સૌની ભલાઈ છે.' મેં કહ્યું.
' કેવી સચ્ચાઈ.' રિયાએ પૂછ્યું.
' પહેલાં તું શાંતિથી બેસ, હું તને બધું વિસ્તાર થી સમજાવું છું.' રાહુલે રિયાને ખુરશી માં બેસાડતાં કહ્યું.
હું પણ એક ખૂણામાં પડેલી ખુરશીમાં મોઢું છૂપાવી બેસી ગયો.
"સાંભળ, જ્યારે હું તને મળ્યો હતો, ત્યારે મેં તારી સામે લગ્ન નો પ્રસ્તાવ મૂક્યો હતો. જેને તે ઠુકરાવી દીધો હતો. અને તે મને કહ્યું હતું કે તું હવે નિખિલ ને પ્રેમ કરે છે અને એની સાથે જ લગ્ન કરવા માંગે છે. આ સાંભળી હું અત્યંત દુખી થયો હતો. ત્યારે મેં નિખિલ ને મળવાનું વિચાર્યું.' રાહુલે કહેવાનું ચાલું રાખ્યું.
' હું નિખિલ ને મળ્યો અને એને તમામ હકીકત જણાવી અને ને એની પાસે તને માંગી. નિખિલે મને મદદ કરવા કહ્યું અને એ આપણે બન્ને ને એક કરવા મદદ કરશે એવું એને મને વચન આપ્યું હતું. ત્યારબાદ તમારા વચ્ચે જે કંઈપણ બન્યું હતું એ નિખિલ ના પ્લાન નો હિસ્સો હતો અને એનો પ્લાન ફળ્યો. ધાર્યા પ્રમાણે બધું થયું અને તું મારી પાસે આવી ગઈ અને તે મારા પ્રસ્તાવ ને સ્વીકારી લીધો.
' શું આ વાત સાચી છે ?' રિયાએ મને પૂછ્યું.
મેં ખાલી મારા નીચે જુકાવેલા માથાને હકાર માં ધુણાવ્યું.
' તો તે મને કહ્યું કેમ નહિ ?' રિયાએ મને પૂછ્યું.
' કહી દે તે તો તું માનતી નહિ અને આપણે જે આજે સાથે છીએ, એ કદાચ ન હોત.' રાહુલે કહ્યું.
' અમે બંને સાથે ખુશીથી રહીએ એ માટે તે મારા કઠોર શબ્દો ને હસી હસીને સાંભળી લીધા એને હું પાગલ વ્યક્તિ કંઈ પણ જાણ્યા સમજ્યાં વગર તને ગુનેગાર ઠેરવતી રહી.' રિયાએ કહ્યું.
' જે કંઈપણ થાય છે એ સારા માટે જ થાય છે, તમને બંન્ને ને જ્યારે સાથે ખુશ જોઉં છું ત્યારે દિલને સુકુંન મળે છે. મેં જે કામ કયું એ સફળ નીવડ્યું. મેં જીવનમાં ખાલી શ્રધ્ધા ને જ પ્રેમ કર્યો છે અને મરતા સમ તક એને કરતો રહીશ. મને તારા માટે લાગણી છે, પણ હું એને પ્રેમ ન કહી શકું. માટે હું નહોતો ચાહતો કે તું મારું સાથે રહીને દુઃખી થાય. માટે મેં આ કદમ ઉઠાવ્યું હતું. જીવન એની સાથે જીવાય એની સાથે પ્રેમ હોય અને સામે વાળા ને પણ આપણા પ્રત્યે એટલો જ પ્રેમ હોય, બકી એકતરફી પ્રેમ માં દુઃખ સીવાય બીજું કંઈ મળતું નથી.' મેં વિસ્તાર માં કહ્યું.
' મને માફ કરી દે નિખિલ.' રિયાએ મને કહ્યું.
' તે એવું કોઈ કામ નથી કર્યું જેની તારે મારી પાસે માફી માંગવી પડે.' મેં કહ્યું.
' હું તો બસ એટલું જ ચાહું છું કે, તમે બંને સાથે રહો અને જીવનભર ખુશ રહો, હવે હું જાઉં છું.' એમ કહીને હું ઘરની બહાર જઈ રહ્યો હતો એટલામાં રિયાએ કહ્યું.
' મારા છોકરાનું નામ કરણ નહિ કરે ?' રિયાએ કહ્યું.
મેં પાછળ ફરીને જોયું તો રિયાએ એક સુંદર બાળક મારા હાથમાં આપી દીધું.
' શું નામ આપીશ આને ?' રિયાએ પૂછ્યું.
' જિયાન.' મેં કહ્યું.
મેં એ બાળક ના માથા પર ચુંબન કર્યું અને એ બાળક રિયાના હાથમાં આપી હું એને કાયમ માટે અલવિદા કરી મારા રસ્તે ચાલતો થયો.

બસ આટલી હતી મારી વાર્તા. ત્યારબાદ મેં એ ત્રણેવ ને મળવાની ક્યારેય કોશિશ ન કરી.
' ઠીક છે નિખિલ, હું તમને થોડા દિવસમાં મારા સિનિયર સાથે વાત કરીને તમને જણાવીશ કે તમારી વાર્તાને અમારે છાપવી કે નહિ.ઠીક છે તો ફરી મળીશું.' વિશ્વાસે મારી સામે હાથ લંબાવતા કહ્યું.
' તમને મળીને આનંદ થયો.' મેં હાથ મિલાવતા કહ્યું.
હું બહાર જઈ રહ્યો હતો. મેં દરવાજો ખોલ્યો પણ હું પાછળ પલટાયો અને વિશ્વાસ ને કહ્યું.
' વિશ્વાસ જી, મારી એક દરખાસ્ત છે. કદાચ મારી વાર્તા ની પસંદગી થાય જાય તો, એમાં થી મળતી મળતી મારા હિસ્સાની બધી રોયલ્ટી અનાથ આશ્રમમાં જાય બસ એટલી જ મારી ઈચ્છા છે.' એટલું કહી હું મારા રસ્તે નીકળી ગયો.

રાતે લગભગ ૮ વાગ્યા હશે અને મારા ફોનની ઘંટડી વાગી. જોયું તો વિશ્વાસ નું નામ આંખ પર પડ્યું.
' હેલો.' મેં કહ્યું.
' નિખિલ જી, તમારી વાર્તા ની પસંદગી થઈ ગઈ છે.' વિશ્વાસે ખુશી થી કહ્યું.
' ખૂબ ખૂબ આભાર, સાહેબ.' મેં અત્યંત ખુશ થતા કહ્યું.
' અને બીજી વાત નિખિલ જી, ખરેખર તમે એક સારા વ્યક્તિ છો.' વિશ્વાસે કહ્યું..

* સમાપ્ત *