A study of the Bhagavad Gita. books and stories free download online pdf in Gujarati

ભગવદગીતા એક અભ્યાસ.

ગુજરાત સરકારે ગુજરાતની પ્રાથમિક શાળામાં ભગવદગીતાનો અભ્યાસક્રમ અમલમાં મુકવાની ચર્ચા છે.ખરેખર આ પગલું સ્તુત્ય છે.આ અભ્યાસ ખરેખર આઝાદી મળ્યાં પછી અમલમાં મુકવો જોઈતો હતો.વચ્ચેના કાળમાં ચૂંટાયેલા જનપ્રતિનિધિને સંસદ કે વિધાનસભા ગૃહમાં "ભગવદગીતા" ઉપર બન્ને હાથ મૂકીને આ પુસ્તકના ધર્મના સોગંદ લેવડાવાતા હતા.પાછળથી વિરોધોના કારણે હવે "ધર્મ " શબ્દનો પ્રયોગ કરાય છે.
"ભગવદગીતા"એ કોઈ હિંદુ ધર્મનું માત્ર ધર્મ પુસ્તક નથી.ભગવદગીતાના 700 શ્લોકો માં કોઈ ઠેકાણે ઉલ્લેખ નથી કે આ હિંદુ માત્ર માટે છે.આ પુસ્તક માનવમાત્ર માટે છે.ભગવદ ગીતાના છેલ્લા શ્લોકમાં આ ગ્રંથના લેખક "વેદવ્યાસજી" એ ખાત્રી આપી છે કે
यत्र योगेश्वर :कृष्णो यत्र पार्थो धनुर्धर:l
तत्र श्रीविज्योंभूर्तिध्रुर्वा नितिर्मतिर्मम् ll (18/78)
(જયાં જયાં યોગેશ્વર છે,ત્યાં શસ્ત્રધારી અર્જુન છે.ત્યાં સદાકાળ લક્ષ્મી,વિજય અને નીતિ છે )
આમાં પણ કોઈ હિંદુ માત્ર માટે આશીર્વાદ નથી સમગ્ર ધરતીના મનુષ્ય માટે આશીર્વાદ છે.
"इति गुह्यतम शास्त्र "(ગૂઢ રહસ્ય જ્ઞાનયુક્ત આ શાસ્ત્રમાં જગતના કોઈપણ સવાલનો જવાબ છે.જીવન માટે માર્ગદર્શનરૂપ છે.)
ભગવદગીતા અધ્યાય નંબર 13 શ્લોકનં 8 થી 12 માં ગીતાકારે જે ગુણોનું વર્ણન કરેલું છે તે જગતના કોઈ પુસ્તકમાં નહીં મળે. આપણે કહીએ છીએ કે બત્રીસ લક્ષણો પુરુષ એટલે આ બત્રીસ લક્ષણ ગીતાકારે ચાર શ્લોકમાં બતાવ્યાં છે.ખરેખર અદ્ભૂત વર્ણન છે.ગીતાના 4 થા અધ્યયનો શ્લોક તો જ્ઞાનની હદ વટાવી દીધી છે.
"तद्विद्धि प्रणिपातेन परिप्रश्ननेन सेवया l
उप देक्ष्यन्ति ते ज्ञानं ज्ञानीनस्त्वदर्शिन :"(4/34)
(અર્થાત.. જેમણે જ્ઞાન મેળવવું છે,તેમણે જ્ઞાની પુરુષ શોધી,તેમની સેવા કરી,તે આદર્શ પુરુષની ફુરસદે તેમને સવાલો પૂછી જ્ઞાન જાણી લો.)
આવી ગુહ્યત્તમ વિચારધારા આ દુનિયાના કોઈપણ પુસ્તકમાં નહીં મળે. વિશ્વમાં નથી તે ભરતભૂમિમાં છે. માત્ર તેને શોધવા પરિશ્રમ જોઈએ.
અર્જુન પાસે કૃષ્ણ સાક્ષાત હતા છતાં પણ યુદ્ધમાં લડ્યો છે.તેની નજર સામે તેના જ ભાઈ,ભત્રીજા,સાળા,મામા,ફુઆ,સગા,સંબંધી, પુત્રો,સસરા,ગુરુઓ,ઋષિઓને મારીને તરફળતા જોયા છે.કેમકે આ યુદ્ધ સ્વાર્થ માટે નહીં ધર્મ માટે હતું કેમકે આ યુદ્ધ જીતવાથી પાછળની માનવજાતને સુખી થવાનો રસ્તો ખુલવાનો હતો.ભગવાન ખુદ આદેશ કરનાર છે. આતતાઈ ને માર નહીં તો માનવજાતનું અસ્તિત્વ જોખમમાં છે. ગીતાના વિષાદ યોગ બાદ ભગવાને જે સમજૂતી આપી છે તે આજે પણ એ બેજોડ સલાહ છે.
"ગીતા" માત્ર હિન્દુઓનો ધાર્મિક ગ્રંથ નથી વિશ્વનો ગ્રંથ છે.કેમકે આ ધરતી પર ખુદ ભગવાને કૃષ્ણ અવતાર ધરી 5500 વરસ પહેલાં કુરુક્ષેત્રની શ્રેષ્ઠ ભૂમિ પર તેના અતિપ્રિય મિત્ર અર્જુનને "મહાભારત" યુદ્ધની શરૂઆતમાં કુરુક્ષેત્રની મધ્યે સ્વયંમ શ્રીકૃષ્ણે અર્જુન જયારે યુદ્ધ પ્રત્યે ઉદાસીનતા વ્યક્ત કરે છે,ત્યારે ભગવાન તેના એકેક સવાલનો જવાબ આપે છે.આ સંવાદનું સીધું પ્રસારણ કુદરતી જ્ઞાન વરદાન પામેલા ધ્રુતરાષ્ટ્ર્રના અંગત સલાહકાર સંજય પાસેથી ધૂતરાષ્ટ્ર્ર સ્વમુખે સાંભળે છે.અને વેદવ્યાસ જેવા જ્ઞાની અને અમર પુરુષ આ સંવાદ લખે છે.એટલે એ જ્ઞાનની સરવાણી એટલે આપણી "ભગવદગીતા"....
જગતના મોટા મોટા તત્વજ્ઞાનીઓની કલમે કે મુખે જે બોલે છે તે તમામ "ગીતા" ના આધારે બોલી શકે છે. જગતના કોઈ પણ વિદ્વજન ગીતાને ખોટી ઠેરવી શક્યો નથી.આ તેની મહત્તા છે.
"મહાભારત"માં ઋષિવર વૈષમપાયનજીએ ગીતાના પરિમાણમાં કુલ 700 45=745 શ્લોક બતાવ્યા છે.પરંતુ પછીથી ધર્મસભામાં વિદ્વાનો દ્વારા માન્યતા પ્રાપ્ત 700 શ્લોકોનું ગીતાનું પુસ્તક હાલ ઉપલબ્ધ છે.
સરકાર આ અભ્યાસક્રમ અમલમાં લાવે તો સરકાર, બાળક અને આમજનતા માટે નિરાશા ખંખેરી આશાંન્વીત કરનારો પ્રેમ,કરુણા,મોહ, માયા,ભક્તિ,શૂરવીરતા,કર્મશીલ,ગુણવંત, ચારિત્યવંત અને તમામે તમામ પાસાંને આવરી લેતો આ ગ્રંથ છે.જગતમાં આ પુસ્તક એવું છે કે તેની જન્મજયંતિ ઉજવાય છે.(માગસર સુદ એકાદશી )આ બેજોડ ગ્રંથ દુનિયાના સર્વ શાસ્ત્રોનો સાર છે."सर्वशास्त्रमयीगीता".વિશ્વના દરેક મહાપુરુષે ગીતા અંગે ખૂબજ સંશોધન કરેલ છે.અને થતાં રહેલાં છે.
શ્રીમદ ભગવદગીતામાં-
શ્રીકૃષ્ણએ... .,..........620 શ્લોક કીધા.
અર્જુને માત્ર..............57શ્લોક કીધા
સંજય એ................41 શ્લોક કીધા
ધ્રુતરાષ્ટ્ર્ર એ..............01શ્લોક કીધા
કુલ શ્લોક સંખ્યા......700 છે.
આ 700 શ્લોકમાં 644 શ્લોક બત્રીસ અક્ષરના છે.1શ્લોક (1/11)તેત્રીશ અક્ષરનો છે.51 શ્લોક 44 અક્ષરના છે.ત્રણ શ્લોક (2/29,8/10,15/3) 45 અક્ષરના છે.
એક શ્લોક (6/21) છેતાલીશ અક્ષરનો છે.
આમ કુલ મળીને ભગવદગીતાના 23066 અક્ષર છે.18 અધ્યાયની આ નાની પુસ્તિકા વિશ્વના કોઈ પણ પ્રશ્નનું નિરાકરણ છે.
સંકલન - સવદાનજી મકવાણા (વાત્ત્સલ્ય )