I Hate You - Kahi Nahi Saku - 104 in Gujarati Love Stories by Dakshesh Inamdar books and stories PDF | આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ-104

આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ-104

આઈ હેટ યુ પ્રકરણ : ૧૦૪

 

નયનાબહેને પ્રમોદભાઈને સીધો અને સ્પ્ષ્ટ જવાબ આપી દીધો. સ્ત્રીચરિત્ર અને ચારિત્ર શું છે એ તમને નહીં સમજાય. નયનાબહેને આગળ કહ્યું જેની સાથે એને પ્રેમ હતો લગ્ન કરવાં હતાં એ પરદેશ ચાલ્યો ગયો. ઘરની સ્થિતિ કેવી હતી ? પૈસાની જરૂર હતી એણે જોબ લઇ લીધી તમારાં સમને કારણે ના રાજનો સમ્પર્ક કર્યો ના આપણો એ એકલી પડીને પણ ના હારી.

તમે લાગણી અને પ્રેમ શું સમજો ? એનાં બાપનું દીલ રાખવા લગ્નનું નાટક સ્વીકાર્યું એનાં મહેનતનાં પૈસા પેલાં વરુણને આપતી રહી એની સાથે સંબંધ નાં રાખ્યો. પુરુષ...વાહ પુરુષની તમે મથરાવટી જાણો છો ને ? તમારાંથી વધારે હું જાણું છું તમારી સાથે રહી છું તમારું પડખું સેવ્યું છે આપણે પણ રાજ એકનો એક હતો આપણે એની લાગણી પ્રેમ સમજ્યાં ? સ્વીકાર્યો ? તમે મોટાં એડવોકેટ છો અસંખ્યવાર જૂઠું બોલ્યાં હશો ક્લાયન્ટને જીતાડવા સાચાને અન્યાય કર્યો હશે પાપીઓને છોડાવ્યા છે શેના માટે ? નામ અને પૈસા માટે તમારું અભિમાન ક્યારેય સત્ય જોઈ નથી શક્યું પ્રેમ અને સંવેદના તમે સમજી શકો એ આશા જ કેવી રીતે રાખી શકાય ?                    

આપણાં છોકરાને યોગ્ય જ નથી નંદીની એવું તમેજ મને કહેલું પણ રાજ મક્કમ હતો એટલે કંઈ બોલી નહોતી. આપણાં કરતાં તો આ છોકરાઓ વધારે સમજું અને લાગણીશીલ છે પ્રેમ કરે છે પારખે છે અને સ્વીકારે છે.

રાજ હું તને કહું છું કે તને તારાં પ્રેમ પર ભરોસો હોય નંદીની ની પાત્રતા અને પવિત્રતા ઉપર વિશ્વાસ હોય તો એને સ્વીકારી લે જીવનમાં એણે ઘણાં દુઃખ સહ્યાં છે હવે એને પ્રેમ અને હૂંફ આપી એની જીંદગી સંવારી લે દીકરા આવી છોકરી શોધ્યે નહીં જડે મારો તને સંપૂર્ણ સાથ છે.           

પ્રમોદભાઈ આ બધું સાંભળી ઉભા થઇ બહાર જવાં લાગ્યાં ત્યારે નયનાબેને કહ્યું ઉભા રહો બહાર ક્યાં જાવ છો ? અહીં બેસો સત્યનો સામનો કરો. દીકરાની જીંદગી ફરીથી રોળવા બેઠાં છો ? આપણે ગૌરાંગભાઈને ત્યાં અહીં રાજને રહેવા મોકલ્યો હતો એ અહીં રહ્યો ? રાજની જગ્યાએ બીજો છોકરો હોત તો તાન્યાને પસંદ કરી એની પ્રેમીકાને ભૂલી અહીં જલસા કરતો હોત પણ આપણો રાજ પણ લાગણીશીલ અને સંસ્કારી છે એણે તાન્યાને બહેન માની લીધી અને જુદો આત્મનિર્ભર થઈને રહેવા ચાલ્યો ગયો. જોબ લીધી સાથે ભણતો રહ્યો છે. તમારાં 5K ડોલર પણ પાછા આપવાં માંડ્યાં તમને તમારાં છોકરાં માટે પણ ગૌરવ થવું જોઈએ જયારે છોકરાની જીંદગીનો એનાં પ્રેમ અને સંસ્કારની વાત આવે ત્યારે આંખો ખોલો સાચું સમજો એમાંજ આપણી ભલાઈ છે. તમે પણ સ્વીકારી લો.

ઉભા થઈને બહાર નીકળતાં પ્રમોદભાઈ પાછાં આવીને બેઠાં નયનાબેનનાં તીખા શબ્દો એમને સોંસરવા ઉતરી રહ્યાં હતાં. એમણે કહ્યું નયના " આજે તને શું થયું છે ? તું મારી સામે આવી રીતે વાત કરે છે ? મારુ અપમાન કરી રહી છું તને ખબર નથી હું કોણ છું ?               

નયના બેને કહ્યું આ "હું" માંથી બહાર નીકળો આ હું પદમાં કેટલાય કુટુંબો તારાજ થઇ ગયાં. હું મારુ કુટુંબ ફેંદાઈ જાય એવું નહીં થવા દઉં તમે કોણ છો એ મારાંથી વિશેષ કોણ જાણે ? તમે ખુબ કમાયા અને મીટીંગો એણે સેમીનારનાં નામે તમે કેટલી રંગીન રાતો ભોગવી છે મને ખબર છે. વધુ મારુ મોં નાં ખોલાવો દીકરા સામે હું પણ સોનાનાં પિંજરામાં રહેતી સ્ત્રીજ છું. સાચો પ્રેમ અને સંવેદનાં જીવનભર મને નથી મળી પૈસો, બંગલો, પ્રસિદ્ધિ અને એશોઆરામ નીચે બધો પ્રેમ અને સંવેદનાં દબાઈ ગઈ છે તમને પોતાને મારે નાં કહેવાનું હોય જાતે યાદ કરો અને સમજી જાવ એમાંજ બધાનું ભલું છે.    

આટલું કહેતાં કહેતાં ક્રોધ અને ગુસ્સાએ આંસુનું સ્થાન લીધું એ ધ્રુસ્કેને ધ્રુસકે રડી પડ્યાં અને રડતાં રડતાં બોલ્યાં આ ૩૦-૩૫ વર્ષનો બળાપો આજે નીકળ્યો છે સ્ત્રીજ સ્ત્રીને સમજી શકે એવું માનતી હતી અને આજે આનંદ છે કે મારો છોકરો પણ સ્ત્રીને સમજી શકે છે. દીકરા નંદીની સાથે અમને વાત કરાવી તું સ્વીકારી લે એને.

માં ને રડતી જોઈ રાજની આંખો ભરાઈ આવી એ એની મમ્મી ને વળગી ગયો. માં દીકરો બંન્ને એકબીજાને વળગીને રડી રહ્યાં હતાં. પ્રમોદભાઈ ઉર્ફે પ્રદ્યુમનભાઈ આ  બધું જોઈ રહેલાં. નયનાબેનની સાચી અને તીખી વાણીની એમને અસર થઇ હોય એવું લાગી રહ્યું એ પોતાનાં જીવનકાળમાં સરી ગયાં બધા અત્યારે સાંભળેલા આરોપો મનમાં મમળાવી રહેલાં પોતાની પાત્રતા કેટલી ઓછી છે એનું ભાન થઇ ગયું. પોતાનાં પ્રોફેશનથી માંડીને અંગત જીવનમાં કરેલી ભૂલો આજે યાદ આવી ગઈ એમની આંખોમાં પણ જળ ભરાયા અને પસ્તાવાનું અશ્રુ આજે આંખથી ટપકી ગયું.               

ભરાયેલા કંઠે બોલ્યાં નયના તારી વાત સાચી છે નંદીનીની આ સ્થિતિ અંગે હું પણ ક્યાંક ને ક્યાંક આડકતરી રીતે જવાબદાર છું રાજને નંદીનીનો સ્વીકાર કરવો હોય તો મારી સંમતી છે.

નયનાબહેને આંખો લૂછી રાજને આશ્વાસન આપ્યું અને પ્રમોદભાઈને કહ્યું આ ખાલી સ્વીકારવા ખાતર ના સ્વીકારતા આ તમારી કોર્ટ નથી કુટુંબ છે જે સ્વીકારો દીલથી સ્વીકારજો નહીંતર સ્વીકાર પછી પણ એક અંતર બની જશે હજી કોઈ ઉતાવળ નથી વિચારીને કંઈ ગોઠવીને જવાબ આપવાનો હોય કે હજી કોઈ તર્ક સૂજતો હોય તો કહી દેજો. એકવાર રાજ નંદીનીનો સ્વીકાર કરશે પછી હું કંઈ નહીં ચલાવી લઉં અને ત્યાં સુધી ચેતવણી આપું છું કે તમને અને તમારો બંગલો છોડી અમે ત્રણ જુદા રહીશું. પણ હું આ બંન્ને છોકરાઓની ઉપર આંચ નહીં આવવા દઉં.

પ્રમોદભાઈએ કહ્યું હવે બસ કર કેટલું સંભળાવીશ ? રાજ મારો છોકરો નથી ? મારુ તમારાં લોકો સિવાય છે કોણ ? મેં અત્યાર સુધી જે કંઈ કર્યું તમારાં માટે તો કર્યું છે. રાજ માટે કર્યું છે મને એટલો નાનો અને પાપી ના ચીતરો કે હું રાજની આંખોમાં પણ ના જોઈ શકું એમ કહેતાં એ પણ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યાં. રાજ ઉભો થઈને પાપાને વળગી ગયો. બસ કરો પાપા હવે બહું થયું.                            

બે કલાકનાં લાગણીથી, ફરિયાદથી, ભરપૂર સંવાદ પછી ત્રણે એકમેકના થઇ ગયાં. માં બાપને સાચી વાતથી માહીતગાર કર્યા એનો રાજને સંતોષ હતો નંદીનીએ જે પાત્રતાથી એના US આવ્યા પછી એનો વીતેલો સમય કહ્યો એ સાચી ને પારદર્શી રહી એનો પણ રાજને ગર્વ હતો. નંદીનીને ફરીથી સ્વીકારી લેવા અને ધામધૂમથી લગ્ન કરીને વહુ તરીકે ઘરમાં લાવવા સંમતિ સંધાઈ ગઈ.

ત્રણે જણના ચહેરાં પર હવે આનંદ હતો સંતોષ હતો. કલાકોનાં તોફાન પછી શાંતિ અને સુખની ઘડીઓ આવી. રાજે ઉત્સાહમાં કહ્યું મમ્મી વિરાટની સાથે પહેલા હું બધી વાત કરી લઉં પછી નંદીની સાથે વાત કરી લઈએ તમે પણ એને જે પૂછવું હોય એ પૂછી શકો છો.

નયનાબહેને કહ્યું માત્ર વિરાટ નહીં પહેલાં ગૌરાંગભાઈ મીષાબહેન તાન્યા સાથે વાત કરીશું પછી વિરાટનાં માતા પિતા નવીનભાઈ સરલાબેન સાથે વાત કરીશું અને હવે નંદીનીને કોઈએ કોઈ પ્રશ્ન નથી કરવાનો એણે તને અને તેં અમને બધું જાણાવીજ લીધું છે. નંદીની તારી પ્રિયતમા છે એને કહેવા પૂછવાનો હક્ક માત્ર તને છે. તારાં દ્વારા અમને બધીજ માહિતી મળી ગઈ છે મને તો નંદીની માટે જે માન હતું એ વધી ગયું છે કે જીવનની સાચી અને આટલી સ્પષ્ટ વાત છુપાવ્યા વિના પરિણામનો વિચાર કાર્ય વિના હિંમતથી એણે તને બધુજ કહ્યું છે કોઈ બીજી છોકરી હોય તો બધું છુપાવવા પ્રયત્ન કરે આમ પણ પેલો વરુણ મૃત્યુ પામ્યો છે એટલે કોઈ અંતરાય પણ નથી વળી વિરાટનાં પિતાએ નંદીનીનાં માસા અને તારાં પાપા બંન્ને મોટાં એડવોકેટ છે કંઈ કાયદાકીય હશે તો એલોકો નીપટાવી લેશે. બસ પહેલાં ગૌરાંગભાઈને અને બધાને વાત કરી લઈએ                                        

******

ગૌરાંગભાઈ, મીષાબહેન, તાન્યા અને વિરાટ ઉંચા જીવે બહાર આ લોકોની ચર્ચા અંગે બેસી રહેલાં એમને ચિંતા હતી અને રૂમનાં દરવાજા ખૂલ્યાં ત્રણે જણાં હસતાં હસતાં બહાર આવ્યા દરેકનાં ચહેરા પર રૃદનનાં ભલે નિશાન હતાં પણ આંખોમાં આનંદ દેખાયો એમાં વિરાટ અને તાન્યાને પહેલી હાંશ થઇ. રાજે આવીને કહ્યું વિરાટ પાપા મમ્મી નંદીની ને સ્વીકારવા તૈયાર છે અને....

 

વધુ આવતા અંકે પ્રકરણ - ૧૦૫

 

Rate & Review

parash dhulia

parash dhulia 1 month ago

Usha Patel

Usha Patel 2 months ago

Neepa

Neepa 2 months ago

ATULCHADANIYA

ATULCHADANIYA 2 months ago

Falguni Patel

Falguni Patel 2 months ago