Choice of Kalash - 4 books and stories free download online pdf in Gujarati

પસંદગીનો કળશ - ભાગ 4

પસંદગીનો કળશ ભાગ – ૪

        આગળના ભાગમાં આપણે જોયું તેમ પલકના પિતાને પલકને સરકારી નોકરી આવે તેવી તેમની ઇચ્છા છે. આથી પલક અને તેનો ભાઇ સરકારી પરીક્ષાની તૈયારીમાં લાગી જાય છે, પરંતુ કલાસીસના મિત્રો કયાંક પ્રાઇવેટમાં નોકરી માટે ઇન્ટરવ્યુ આપવા જાય છે. તેમાં પલક અને તેના ભાઇની પસંદગી થઇ જાય છે. નોકરી કરતાં-કરતાં જ તેના માટે લગ્નની વાતો આવે છે. પછી આગળ...............

         નોકરી કરતાં બંને ભાઇ-બહેનને દુનિયાદારીનું જ્ઞાન થઇ ગયું હોય છે. તેમને ઓફિસમાં અમુક વ્યક્તિઓ દ્વારા એમ કહેવામાં આવતું કે, આટલું જવાબદારી વાળું કામ છે ને કેટલા નાના ઉંમરના છોકરાઓને અહી નોકરીએ રાખ્યા છે, આ લોકો અહી શું કામ કરશે? બીજું કે પલક અને તેના ભાઇના કપડાં વિશે પણ ટીકા કરતાં. પણ ટીકાનું તેમના કામ પર કોઇ અસર હતી જ નહી. તેમના સાહેબ તે બંનેથી બહુ જ ખુશ હતા. પલક અને તેનો ભાઇ મધ્યમવર્ગીય કુટુંબમાંથી આવતા આથી તેમના પિતાની આવક પ્રમાણે તેઓ સામાન્ય કપડાં જ પહેરતા જે ઓફિસમાં શોભે એવા હતા છતાં પણ ઓફિસમાં કામ કરતાં અમુક તત્વોને એમ હતું કે, ઓફિસમાં તો એક હજાર થી ત્રણ હજાર સુધીના કપડા પહેરાય. કયાંથી આવે છે આવા વિચાર? એમ કરતાં કરતાં બંને ભાઇ-બહેને નોકરી ચાલુ રાખી. કેમ કે, તેમને લોકોના મહેણાં- ટોળાં સહન કરવા જ પડે તેમ હતા. તેમને ઘરમાં પૈસાની જરૂરીયાત હતી ને આથી જ તેઓ નોકરી કરતાં હતા. તેઓ બધાને અવગણીને બસ પોતાના કામમાં લાગી ગયા. ને રાહ જોતાં હતા કે, કયારે પરીક્ષાનું પરિણામ આવે.

        ને તે દિવસ આવી ગયો. પરીક્ષાનું પરિણામ આવી ગયું. પણ ઘણા દુ:ખ સાથે પલક અને તેનો ભાઇ પરીક્ષામાં એક માર્કસ માટે રહી ગયા. બંને ખૂબ જ રડ્યા. એમ વિચારવા લાગ્યા કે,  અમે બંને પાસ પણ ન થયા ને પિતાજીને અમારી સરકારી નોકરીની આશા છે. તેઓએ કલાસીસમાં પણ જવાનું બંધ કરી દીધું. પણ કલાસીસના સરના મનાવવાથી તેઓ ફરીથી ગયા. ત્યાં પણ ઓફિસની જેમ તેમને લોકો મહેણાં-ટોળાં મારવા લાગ્યા કે, જો આ બંને તો પરીક્ષામાં પાસ જ ન થયા. ને પાછી સરકારી નોકરી લેવી છે. કેમ કે, બધા જ પાસ થાય હતા સીવાય પલક અને તેનો ભાઇ. બધા તેમની મશ્કરી કરવા લાગ્યા. તેમણે બંનેએ વિચારી લીધું કે, લોકો શું વિચારે છે તે આપણે નથી જોવાનું. આપણા માતા-પિતાનું આપણે જોવાનું છે.

        પરિણામની સાથે હવે પલકને તેના જીવનસાથીની પણ પસંદગી કરવાની હતી. પલક અને તેના ભાઇનું પરિણામ સારું ન આવ્યું એટલે તેના માતા-પિતાએ ફરીવાર તેને લગ્ન માટે પૂછ્યું. કેમ કે, ઘણો સમય વિત્યા બાદ પણ પલક તરફથી કોઇ જવાબ આવ્યો ન હતો. હવે તો પલકના માતા-પિતા પણ પૂછવા લાગ્યા કે, સામેવાળા જવાબની રાહ જોવે છે. આખરે પલકે છોકરાને હા કહી. પછી તો ફોન પર વાતો થવા લાગી. હાલ પલક પણ પરીક્ષાના દુ:ખને બીજી બાજુ મૂકીને નવા જીવન વિશે વિચારતી હતી. પિયુષ સાથે વાત કરીને પલક બહુ જ ખુશ હતી. ને કદાચ તેને પ્રેમ પણ કરવા લાગી હતી. પણ પલકના મતે તે એક પરીક્ષા તો પિયુષની લેવા માંગતી જ હતી એ પણ સહનશક્તિની. સળંગ એક મહિનો વાત કર્યા પછી પલકે ઘરમાં કહ્યું કે, મને તે છોકરો સારો લાગ્યો છે પણ હું તેને ફરી એકવાર મળવા માગું છું. મળ્યા પછી જ કહીશ કે હું તેની સાથે લગ્ન કરીશ કે નહી? તેના માતા-પિતા વિચારમાં પડી ગયા. એટલે પલકે જણાવ્યું કે, મારે આખી જીંદગી તેની સાથે કાઢવાની છે. એક વારમાં હું કઇ રીતે નિર્ણય કરી શકું? ....................................

 

શું પિયુષને આ વાતની જાણ થશે તો આખરી નિર્ણય શું આવશે?

 

શું પિયુષ પલકની સહનશક્તિની પરીક્ષામાં પાસ થશે? કે પલકની આશાઓ પર પાણી ફરી વળશે?

 

ને પલકની સરકારી નોકરીનું સપનું તૂટી જશે?  

 

-     પાયલ ચાવડા પાલોદરા