Kone bhulun ne kone samaru re - 56 books and stories free download online pdf in Gujarati

કોને ભૂલુંને કોને સમરુ રે - 56

સાંજે મનહર ચંદ્રકાંતને આગ્રહ કરીને પોતાને ઘરે લઇ ગયો ત્યારે એક પલંગમા એક વડિલ આડાપડ્યા હતા ...ઘરમા એક અજીબ શાંતિ અને અજ્ઞાત ભય પથરાયેલો હતો...મનહરે ચંદ્રકાંતનીઓળખાણ કરાવી " મારો મિત્ર ચંદ્રકાંત.."પછી ચંદ્રકાંતને કહ્યુ " મારા દાદા છે"

ચંદ્રકાંતે નમસ્તે કર્યુ ....અગાઉ મનહરે દાદાના પરિચયમા એટલુ કહેલુ કે તેઓ ઉત્તમ વૈદ્ય છે.નાગરોના નિયમ મુજબ કળાનુ અજબ જ્ઞાન સંગીતના ખાં પણ છે .....પણ સ્વભાવ પહેલેથી બહુ ઉગ્ર . હાં સૌથી મોટા દિકરા રસીકભાઇને ગુસ્સો કરે . અલકમલકની વાતો થઇ ત્યાં બહારસાઇકલની ઘંટડી વાગી અને સ્ટેંડ ઉપર સાઇકલ ચડાવી રસીકભાઇ મનહરના પિતાનુ આગમન થયુ...

મધ્યમ કાઠી તીક્ષ્ણ નાક નકશો ગોરા વ્યવસ્થિત કપડામા શોભતા કાળી દાંડીના ચશ્માવાળારસીકકાકાને મનહરે ઓળખાણ કરાવી " ચંદ્રકાંત મારો મિત્ર."

ઘરમા આવતાની સાથે નાનાભાઇ કિર્તીએ રસીકભાઇના હાથમાંથી હેન્ડબેગ લઇ લીધી.નાનીબેનજ્યોતિ પાણીને ગ્લાસ લઇને હાજર થઇ ગઇ .ધડી કરેલો રુમાલ પેંટમાથી કાઢીને કપાળ ઉપરનોપરસેવો લુછ્યો ....મનહરે તેમની આગળ નાનુ સ્ટુલ મુકી દીધુ .બીજુ સ્ટુલ દાદા આગળ ગોઠવાઇગયુ ..અંદરથી બે કપ ચા આવી ગઇ. એક કાકા માટે એક દાદા માટે...રસીકભાઇએ થોડા હળવાથતા પુછ્યુ " ચંદ્રકાંત માટે કંઇ ચા કે કંઇ કેમ નથી બનાવ્યુ? "અંદરથી બા જવાબ આપ્યો"એના માટે ઢોકળા મુકવાના છે ચા પીતો નથી..."

ઇનકમટેક્સ ઓફીસમા સીનીયર ક્લાર્ક રસીકભાઇ નો એટલો કડપ હતો કે કોઇચા પાણી કેલાંચની વાત કરી શકે . ચંદ્રકાંત રસીકભાઇના ચારિત્રમાટે એક કિસ્સો કહેવા માંગે છે .

જ્યાં ઇન્કમટૅક્સ ઓફિસ હતી તે મકાન કોટક (નામ બદલ્યું છે )કુટુંબનું હતું . અનાજનો તેલીબીયાતેલનો બહુ મોટો વેપાર કરતા એમનું કોઇક ફાઈલમાં ઇંકવાયરી નિકળી . બહુ રુઆબદાર બીજાલોહાણા પણ તેમાં સંડોવાયેલા એટલે પતાવટની બહુ કોશીષો કરી . કમીશ્નર સાહેબે ફાઇલ માટેરસીકભાઇને બહુ સમજાવ્યા પણ રસીકભાઇ ટસના મસ થયા અને રાજકોટ સર્કલમાં રિપોર્ટ મોકલીદીધો . એટલે વગદાર કુટુંબોને સાથ આપનાર સર્વ ઓફિસરો દુર થઇ ગયા .નુકશાન દંડ લાખોમાંહતો એટલે તેમણે એકખેલપાડ્યો .હસમત પટ્ટાવાળાને હજાર રુપીયાઆપી ફાઇલ ગુમ કર કેબાળી નાખ શરત હતી.

રાત્રે ઇન્કમટૅક્સ ઓફિસમાં આગ લાગીહસિતના ઘરે હજાર રુપીયા પહોંચી ગયા . બીજા દિવસેરાકોટથી સર્કલ કમિશ્નર કપૂર સાહેબ નો રસાલો આવી ગયો. પુલીસ અને સી આઇ ડી ની તપાસચાલુ હતી પણ કોટક કુટુંબ ચેનથી સુતા હતા.

કપુરસાહેબે માત્ર રસીકભાઇને કેબીનમાં બોલાવ્યા .

સારું થયુ સાહેબ આપ આવીગયામને અંદાજ હતો કે બહુ મોટી રકમનો મામલો છે એટલે કોટકશેઠકંઇક જરુર કરશે એટલે આપની રજાથી ફાંસલો ઘરે રાખી હતી હવે આગળ આપ સંભાળો.

રસીકભાઇ આપનાં હાથ નીચે તૈયાર થયો છું ઈમાનદારી કોને કહેવાય કેટલી કિંમત ચૂકવવી પડે તેનુંભાન છે . હવે આપ બહાર ઓફિસમાં બેસી બીજું કેટલુંક નુકશાન થયુ છે તે તપાસો અને ડી એસ પીને અંદર મોકલો .

થોડીવાર પછી હસિતના ડંડાવાળી કરતી પોલીસ તેને ઘરે જઇ હજાર રૂપીયા પકડ્યાત્યારે કોટકશેઠનેઅંદાજ આવી ગયોદસ લાખ રૂપીયા ભરો નહીતર મિલકત જપ્તીનો ઓર્ડર કપૂર સાહેબે આપ્યોત્યારે રસીકભાઇને અંદર કેબિનમાં બોલાવી નમન કર્યું રસીકભાઇ હજાર રૂપીયાનોય પગાર નથી મારા બાપ કરતા વિશેષ છે

રસીકકાકાના કડક કોચલાની અંદર ચંદ્રકાંતનો પ્રવેશ થયો .

સાંજ પછી પછી રસીકકાકાને કંઇક રજુઆત કરવી હોયતો ઘરનાઓએ ક્યારેક ચંદ્રકાતને ઢાલબનાવ્યો ક્યારેક રસીકકાકાએ ઘરના કોઇની વિરુધ્ધ ફરીયાદ કરવા પણ ચંદ્રકાંતને લાયક ગણ્યો.

............

મનહર માટે ચંદ્રકાંતનુ ઘર બીજુ ઘર બની ગયુ હતુ...દરરોજ સાંજે વાગે એટલે ચંદ્રકાંતના ઘરનાબધા ઉંચાનીચા થાવા માંડે..." મનહર કેમ હજી નથી આવ્યો...?"

ઘરમા કંઇ મીઠાઇ ફરસાણ બને કે મનહરની થાળી ચંદ્રકાંતની સાથે પડે ...ચંદ્રકાંત માટે મનહર હજીકેટલોક રહસ્યમય રહ્યો છે ...જમવા બેઠા હોઇએ અને શાક દાળ વધી ગયા હોય તો ચિતા નહી મનહરબાજુમા મુકી દેવાનુ...પણ રહસ્ય છે કે શરીર એકવડુ રહ્યુ છે...!!!અને ચંદ્રકાંતતો વરસો પછીફુલીને ફુટબોલ થઇ ગયા...

......

દસમીની એટલે એસ એસ સીની પરિક્ષા માટે મનહર અને ચંદ્રકાંત સાથે વાંચવા ચંદ્રકાંતના ધરે સાંજે આવી જાય...રાતના દસેક વાગે અંધારામા વાંચતા થાકે એટલે બન્ને અગાસીમા ચક્કર મારવાજાય..દસ ફુટ દુર એક ભદ્રમભદ્ર જેવો દેખાતો ઓળો હાથમા પુસ્તક સાથે મોટેથી એક એક લાઇનવાંચતા હાથ ઉંચા કરી જાણે હમણા સ્વાહા બોલશે રીતે હાથ હલાવે છે.....

"મનહર જો ભાનુભાઇ ... બરાબર જો


ચંદ્રકાંત