Kone bhulun ne kone samaru re - 59 books and stories free download online pdf in Gujarati

કોને ભૂલુંને કોને સમરુ રે - 59

વિદ્યાસભાના કોંપ્લેક્સમા કનુભાઇ સુચકની નિગેહબાની નીચે હાવાભાઇના સતત સહકારથી ત્રણભવ્ય ઇમારતો તૈયાર થઇ ગઇ હતી...પ્રતાપરાય ગીરધરલાલ મહેતા આર્ટસ કોલેજ,કે કે પારેખકોમર્સ કોલેજ અને રામજીભાઇ કામાણી સાઇન્સ કોલેજ ...આછા ક્રીમ કલરની ત્રણેય ભવ્ય ઇમારતોનુ વેકેશનમા ઉદઘાટન હતુ ...ડો.જીવરાજ મહેતા મુખ્ય પ્રધાન હતા. તેમના વરદ હસ્તે ઉદઘાટન

જે દિવસે થયુ ત્યારે અમે સહુ સમારંભમા હાજર હતા ...ચારે તરફ રીબીન અને દોરી બાંધી મકાનમાપ્રવેશ અટકાવેલો હતો ...બહાર પંડાલમા અમરેલીના મહાનુભાવોના પ્રવચનો ચાલુ હતા ...આદતમુજબ જીવરાજદાદા પંડાલમા જોકા ખાતા હતા...રાઘવજીભાઇ લેઉવા એક માત્ર બરાબર જાગતાહતા.હાવાભાઇ આમથી તેમ ચક્કર રધવાયાબની કાપતા હતા ...છેલ્લે જે આર્ટસ કોલેજનુ રિબિનકાપીને ઉદઘાટન જીવરાજબાપા કરવાના હતા ત્યાં પહોંચીને બાધેલી દોરી નીચેથી ગરકીને સીધાવોશરુમમાં પહોંચી ગયા....!!!ચંદ્રકાંત ચુપચાપ જોતા ઉભા હતા ...શુંકરે?અમારા સંધવી કુટુંબને શ્રાપછે કે ટેનશનમા આવે એટલે વોશરુમ દોડે...!દસ મીનીટ પછી હાવાભાઇ બહાર આવી ચુપચાપ દોરીનીચેથી ગરકીને સમારોહમા શામિલ થઇ ગયા.... રીતે જીવરાજદાદા પહેલા હાવાબાપાએ કોલેજનુમુહ્રતઅલગ રીતે કર્યાની વાત આજ સુધી કોઇને ખબર નથી જે રાઝ આજે એટલે ખોલ્યો કે હવે રેંજમા ચંદ્રકાંત પણ શામિલ થઇ ગયા છે...

........

આજ હૈ પ્યાર કાં ફૈસલાયે સનમ આજ મેરા મુકદર બદલ જાયેગાચંદ્રકાંત મનમાં ગણગણતાહતા.જવાનીના ઉંબરે ઉભેલા સ્વપ્નો ભરેલી આંખો કલ્પનાંની પાંખોની ઉડાવ શરુ થવાની હતી .હવે સ્કુલ યુનિફોર્મ નસખત ડીસીપ્લીન .અને અનેવરસોથી સંઘરીરાખેલી દિલની વાત જણાવું છું ..હવેકોલેજકન્યાઓ પણચારે બાજુ ઉડતીહશે ,ચંદ્રકાંત અનેએવા હજારો યુવકોહશે જેમને પણ પરિકલ્પનાઆવી હશે ને? છોકરી શું ચીજ છે ?છોકરો શું ચીજ છે ? એનું કેટાલીસ્ટ કોલેજોમાંથવાનું હતું .ખ્વાબ હો કુમાર યા કોઇ હકીકત પરખાવાનું હતું કે આગળની જિંદગીમાં શું કરવું તેવિમાસણ હતી એટલે જગુભાઇએ બન્ને કોલેજમા પ્રિન્સીપાલોને એક સમયે બોલાવ્યા હતાં.

આજે ચંદ્રકાંતના ઘરે આર્ટસ કોલેજના મુનિમ સાહેબ અને નવી નક્કોર કોમર્સ કોલેજના નવાપ્રિન્સીપાલ ડો.ગીરીશ ઠક્કર બન્ને જગુભાઇના આમંત્રણને માન આપીને આવવાના હતા..જમાનામા ચેવડો પેંડા મુખ્ય નાસ્તો ગણાતો ...ઘર્ બનાવેલી બટેટાની વેફરો ઉમેરીને ડીશ ભરાઇજવાની હતી પણ ચંદ્રકાંતને બે કોલેજમા માંથી કઇ કોલેજમા જવુ તેની અવઢવ ચાલુ હતી...

.......

"ચંદ્રકાંત જો આર્ટસમા તું ઇકોનોમિક્સ લે કે સ્ટેટીસ્ટીક લે તો એટલીજ બેંક કે સરકારી નોકરીની તકમળે જેટલી કોમર્સમા...પણ તારા મનગમતા ગુજરાતી વિષય સાથે એમ બી એડ કરતો પ્રોફેસરબની શકે....તને માનસિક સંતોષ મળશે...કાલે ફી ભરી જા..."પછી મુનિમ સાહેબે નાસ્તાને ન્યાયઆપવાનુ ચાલુ કર્યુ...

નેવી બ્લુ કલરના સુટમા મરુન ડીઝાઇનર ટાઇ વિશાળ ભાલ પ્રદેશ ,વ્યવસ્થિત ઓળેલા વાળ અણીદીર નાક કોમળ હોઠ ક્લીનશેવ અત્યંત મૃદુ અવાજમા ડો.ગીરીશ ઠક્કરે "જો ચંદ્રકાંત ,

તારે કોઇ પણ પ્રાયવેટ ઓફિસ કે બેંક કે ગવર્મેન્ટ સર્વિસમા જવુ હોય પોતાનુ ઇનકમ ટેક્સ સેલ્સટેક્સુ કામ કરવુ હોય કે સી થવુ હોય તારે માટે ઉજ્જવળ ભવિશ્ય કોમર્સ છે બાકી તારી સાહિત્ય કેકલા માટે તારે આર્ટસમા જવુ પડે તેવુ નથી મોટા લેખકો પણ નોકરી કરતા કે કામ કરતા કરતા સર્જનકરી શકે....બાકી તને જે સહુથી વધુ નફરત આંકડાની છે તારી સાથે જીંદગીભર રહેવાના છે .પણતને જે બીજ ગણીત નહોતુ આવડતુ તે તારુ આમેય છુટી ગયુ છે .હવે તો તારે આંકડા સાથે રમવાનુ છે, હું તને શિખવીશ....મારી ગેરંટી બસ ઇકોનોમિક્સ કે સ્ટેટીસ્ટીક તો આર્ટસમા પણ આવવાનુછે...તારી અંદર જો કલા મુખરિત થવા ઉછળતી હશે તો પથ્થરફાડીને બહાર આવશે ...તેના માટે શૈલીકે કીટસ કે ઉમાંશકર નહી અંદરનો ચંદ્રકાંત કેટલો બળકટ છે તેના ઉપર છે....હવે તારે નક્કીકરવાનુ..."મુનિમ સાહેબ યુધ્ધની હારની કગાર ઉપર હતા ...ચંદ્રકાંત અધવચ્ચે લોલકની જેમ આમથીતેમ આર્ટસ અને કોમર્સની બે ભીંતો વચ્ચે ભીસાતા હતા....ગીરીશભાઇએ આરામથી નાસ્તો કરી ચાની સીપ મારતા ચંદ્રકાંત સામે જોયુ.....ભગવાન કૃષ્ણ જેમ અર્જુને જુએ તેમ ...ચંદ્રકાંત સામે જોયુ "ઉઠપાર્થ ચડાવો બાણ...". શું ચંદ્રકાંત કરશે તેની ખબરતો ભાવિનાં ગર્ભમાં હતી ..


ચંદ્રકાંત

Share

NEW REALESED