Kone bhulun ne kone samaru re - 62 books and stories free download online pdf in Gujarati

કોને ભૂલુંને કોને સમરુ રે - 62

આમતો ત્રિપુટી ગણેશ સોસાઇટી નામના રોડ ઉપર બન્ને બાજુ બંગલાઓ વચ્ચેથી દત્ત મંદિર જવાનિકળે ત્યારે અડોસી પડોસી ગમ્મે તે કોઇ મળેતો અંદર અંદર મજાકો ચાલતી રહે...મનહરે શરુકર્યુ"હર્ષદભાઇ સમાચાર મળ્યા..?"હર્શદભાઇ જલ્દી લપેટામા આવી જાય..."શું મનેતો ખબર નથી"

" જેમીની સરક્સ આવ્યુ છે...અને સાંજે કે છેકે બે કલાકાર ગુમ થઇ ગયા છે..."મનહર

હર્શદભાઇ વખતે સાવધ હતા..."જો લોકોને ખબર પડશે કે તમે અંહીયા રખડો છો તો ઉપાધીથશે...પછી પોતાની વાક્ચાતુરી ઉપર પોતે ફિદા થઇ 'છે છે છે'કરતા હસતા હસતા કપાળ પકડીઆગળ ધસી ગયા...'ભારે કરી ભારે કરી'

"પણ એક પાછો આવી ગયો છે તેમ મેનેજરે કહ્યુ ...હવે મોટાવાળો બહાર છે..."ફરી હાસ્યનાફુવારા....એક નાનકડો બેઠા ઘાટના બંગલો રસ્તે આવે...દરરોજ સાંજે બહાર પગથીયે દાંતનાડોક્ટર વચ્છરાજાની તેમના પત્ની અને સુપુત્ર પરેશ બહાર એક વાટકી લઇને બેઠા હોય...થોડીથોડીવારે વાટકી એક હાથથી બીજા હાથમા ફરતી જાય...અમને ત્રણેને જોઇ વાટકી અટકી જાય...હાય હલ્લો દુરથી થાય ...અમને ખડખડાટ હસતા જોઇ મફતનુ મનોરંજન મળે તેનો આનંદ લે અનેત્રણે જણા મરકે...

"મનહર સાલુ બે દિવસથી ઉંઘ નથી આવતી..."હર્શદભાઇએ મોટી ડોક નમાવી નાકની ચાંચ બનાવીબન્ને વચ્ચે માથુ નાખ્યુ...ચંદ્રકાંતે કહ્યુ " સાલુ રોજ ડોકટર ફેમીલી વાટકી ફેરવ્યા કરે છે તો વાટકીમા શું હશે? આવા મોટા ડોકટર નક્કી કાજુ બદામ વાટકીમા નાખી નાના નાના ટુકડા કરીફેરવતા હશે ...?તું પ્રશ્નોરા નાગર છે તને આવો પ્રશ્ન કેમ નથી થતો...?"

"મને ખબર છે શું વાટકીમા ફરતુ હશે...?"

અમે બન્ને ચોંકી ગયા .."હેં હેં ?"

"હા એમા હવાઇ ગયેલી ધાણી હશે એટલે કાકી પરાણે પુરી કરવા વાટકીમા નાખીને રોજ લાવે છે પણગામ વચ્ચે શાહી ભપકો ચાલુ રાખતા ડોક્ટર અને પરેશ એક પછી એક વાટકીમા હાથ નાખે છે પણકોઇ લેતુ નથી એટલે વાટકી ફર્યા કરે છે...બોલો લાગી શરત?"

રસ્તા વચ્ચે ચંદ્રકાંત અને હર્શદ પગમા પડતા પડતા રહી ગયા...."ગજબ કહેવાય...પણ એક પેટા પ્રશ્નછે હવાઇ ગયેલા મમરા પણ હોઇ નશકે?"

"મમરા આવા પવનમા ઉડી જાય ડોફાઓ..."

ભગવાન દત્તાત્રયના મંદિર પહેલા રામભાઉની વાડી ...ચંદ્રકાંતની મીલના ફુલસીંગભાઇનો ડેલો આવેપછી નાફડે દાદાનો બંગલો આવે....ચટ્ટાપટ્ટાવાળી બ્લુ કલરની ચડ્ડી બનીયનમા નાફડેદાદા પગથીયેબેઠા હોય ...પણ મનહર ચંદ્રકાંતને ક્યાં ખબર હતી કે ત્યાં એક સુંદર સુશીલ કન્યારત્ન પણ છે જેતેમનીજ કોલેજમા આવશે...!!!!

હવે, મારા રસઘોયા મિત્રો ચંદ્રકાંત સાંકડી શેરીમા પહોંચી ગયા છીએ જ્યાં આજની તારીખે પણકેટલીક કોલેજ કન્યામિત્રો દાદી બની ગઇ હશે તેમની મર્યાદા રાખીને નામ બદલવા પડશે...બાકી "નામગુમ જાયેગા ચહેરા યે બદલ જાયેગા ...મેરી આવાઝ હી પહેચાન હૈ "બસ રીતે કથા તો કથનીકહેશે ...પણ હવે સત્યને નવા મર્યાદાનાં વાધા પહેરાવવા પડશેજીંદગી કી યહી રીત હૈ હાર કે બાદહી જીત હૈ.

.........

બરાબર સમયગાળામા અમરેલીમા એક મોટો ધરતીકંપ થયો....આખી ધરા ધ્રુજી ગઇ ....સબુર...અમરેલી જેવી અડીખમ જમીન તો કેમ ધ્રુજે? પણ અમરેલીમા આંધી તુફાન કેમ થયુ...?હેઅમરેલીમા ફરી ટાવરને સાક્ષી બનાવી નાની સફર કરાવવી પડશે...

ટાવરથી સ્ટેશન રોડ બાજુ વળવાનુ નહી...ટાવર સામે તો મિત્ર અશરફ ડબ્બાવાલાની દુકાન તેનીબાજુમા તેલી બારીક નજર રાખીને બેઠા છે ચાલો તેમની દુકાન બાજુમા એક ખાંચો છે જેને લોકોફુલારાનો ખાંચો કહે છે ત્યાં મોટી ફુલારા ઓઇલમીલની દુકાન છે .તે ખાંચાની અંદર ચાર મકાન છોડીદો એટલે બગથલીયા કુટુંબનુ મકાન આવે જેમા રવજીભાઇ ના નાનભાઇ પ્રવિણભાઇ રહે જેમણે જન્મ્યાત્યારથી કેશ કર્તન કરેલું .એમનાંથી નાના કાંતિભાઇ બગથલીયા જે મોટાભાઇના ખાસ મિત્ર હતા,આગળ જતા મોટા કસ્ટમ ઓફિસર બન્યા હતા .તેમના ઘરને અડીને એક

લાલ ઘટ્ટ રંગનો લીલ્લો માંડવો રહેવા આવ્યો ... માંડવો એટલે જાણે અમરેલીનાંલબરમુછીયા માટેકશ્મીર આવી ગયું હતું .કદાચ અમરેલીમા આવી લાલછડી આવી હત તો સમયે અટલા બધાકવિ થતે....... તોફાન એટલે એક ખુબ સુરત છોકરી....એટલે સાધના કટ...નામનીતો આજે પણખબર નથી .

હાયે હાયે, ચંદ્રકાંત જેવા ઉચ્ચ ઘરાનાના ખાનદાન માત્ર તિરછી નીચી નજરે છાના છાના જોઇ લે...!!!! વાત જ્યારે ચંદ્રકાંતે આજ કી તાજા ખબર આપી એટલે ત્રિપુટીના સૌથી સજ્જન હર્ષદે ચંદ્રકાંતનીબુકના પહેલા પેજ પર પોતાની અભિવ્યક્તિ નો શણગાર કર્યો...."તિરછી નજર વધુ તિરછીબની.....અટકી વ્હાલમના વક્ષ પર..."


ચંદ્રકાંત