Kone bhulun ne kone samaru re - 63 books and stories free download online pdf in Gujarati

કોને ભૂલુંને કોને સમરુ રે - 63

હવે મોગરાનો માંડવો હોઇ કે જુઇનો માંડવો પણ અઠવાડીયામાં ગલ્લી સુગંધથી તરબતર થઇગઇ...મુળ કોઇ સીંધી ફેમીલી બદલી થવાથી અમરેલી આવ્યુ એટલે શું આખુ અમરેલી હેલે ચડે?

રમેશ પારેખ બીજા મધપુડે હશે ને અશરફભાઇ બહુ શરીફ ગણાતા...અને આમેય બે જણાને સોળસત્તર વરસની છોકરી થોડી ડાળે વળગે ?એને પણ કંઇ એટલી સમજણ હોય કે ગામમા બે કવિપેદા થાય તો ગામ કેમ આગળ વધે ?એટલે છોકરી નામે તોફાન ઉર્ફે સાધનાકટ ગામ ભાંગવાનિકળીપડી...તેલનો તાવડો પડતો મુકીને પ્રવિણ મોદીએ પહેલી નજરે જોઇ ભવિષ્ય ભાખી લીધુ..."સત્યાનાશ જાય...અસ્સલ સાધના ????એવુ ટુકુ સ્કટ એવુજ સ્લીવલેસ બ્લાઉઝ..એવી અણીદાર આંખો...એવી હેર સ્ટાઇલ...એવી ગોરી.....જરા વંટોળીયો આવે એની રાહ જોતાફાટ્યા મોઢે પ્રવીણ જોઇ રહ્યા...."મારી નાખ્યા ભાંગી નાખ્યા..."

તો બાવકાકાએ ગાયને હડ્ હડ્ કરવાની લાકડી પ્રવિણને ડેબે ચોંટાડી એટલે તાવડે જીવ વાળ્યો...

સાંજ સુધીમા આખા ગામને જેમ હડકવા થયો હોય એમ પ્રેમવા થઇ ગયો....જ્યાં હોય ત્યાં"ઓહોહો...ત્યારે સાઇકલોનો જમાનો હતો એટલે કલ્કી સાઇકલની દુકાને લબરમુછીયીની લાઇનલાગી ગઇગુલઝારસાઇકલમા માલ ખૂટી પડ્યો . “એક નહી બે ઘંટડી જોઇએ મહમદી આગળપાછળ બન્ને .. વ્હિલમા કલર કવરનાં ફુમકા નાખ .હેડલ ઉપર ઉડઉડ થાય એવી રંગબિરંગી રીબિનોબંધાઇ ગઇએક બાજુ મજનૂઓની ફોજ તૈયાર થઇ રહી હતી બીજી બાજૂ પોલીસને સુગંધ આવીગઇ હતી.

આહાહા ...છે કંઇ શરમ...?હદ થઇ ગઇ...!!આખુ ગામ ડોલમડોલ થઇ ગયુ ,એટલે પ્રસરેલા મોજાઓછેક ગામ બહાર ચંદ્રકાંત જેવી ધોળી ધજાને ફરકાવી ને ફફડાવી ગયા...

"એનુ નામ શું હતુ? એમ પુછવુ નહી કારણકે તેનો લાલ કલરનો સ્કાર્ફ હવામા લહેરાયો એટલે નવરાગામે નામ વધાવ્યુ "લાલ છડી"આમ તો અમરેલીમા છુટમુટ આશિકો ધણા વખતે ઉગુ ઉગુ થઇરહ્યા હતા પણ કેટલાયે છટેલા આશીકો સાઇકલ લઇને નવ વાગ્યાથી ફુલારાના ખાંચે કે ગુલાબભાઇપાનવાળની ઓથે પહેરો ભરતા હતા....લાલછડી નિકળી કે સીસકારા સીટીઓને સાઇકલનીઘંટડીઓના મંજુલ સ્વરો હાલતા ચાલતા ગુલાબની પાછળ મત્ત બનેલા ભમરાની જેમ ફરવાલાગ્યા હતા...એક ખતરનાક પોલીસ હવાલદાર સીંગ સાહેબ બીજા જગુભાઇનો ડર અકબંધ હતોએટલે રાઉંડ મારીને ખતરાની ઘંટી વાગે એટલે મારફતે પેડલે અલોપ...સીટી વગાડી ગલોપ...ઝાડ કે થાંભલા એવી આડશ પાછળથી રસઘોયાઓ દર્શન માત્રથી ધનધન્ય થતા હતા..

હવે ચંદ્રકાંતની અંદરતો ઉચ્ચ ખાનદાની એટલી ભરવામા આવેલી કે દુરથી કોલેજ રોડ ઉપર કોઇ બેચાર કન્યાઓ કલબલ કરી હસતી દેખાય એટલે રોડની એક સાઇડ ચાલવા માંડે...એમનીટેલીસ્કોપીક આંખથી એટલુ દેખાય કે જમાનામા પણ છોકરીઓ રોડની એક સાઇડ નહોતી ચાલતીબરાબર વચ્ચે ચાલે પાછી ની ટોળીમાં ...હવે સાધુ પુરુષને જવાબ આપો કે છોકરો ચાલે તો ક્યાચાલે?

.........

હવે સાધનાકટને લીધે ગામની છોકરીઓના ભાવમા કડાકો બોલી ગયો .જે હોય જેમ અત્યારેમુકાભાઇ અંબાણીની રિલાયન્સ પાછળ આખુ ગામ દોડે એમ ગામ આખુ...સાધનાકટને હેલે ચડીગયુ...ડોંગરે મહારાજની કથામા બેસતા ધાર્મિક છોકરાવ કથામાંથી ઉઠી ગયા...દેરાસરમા પંછીયાપહેરેલા જુવાનો સાસકીનના પેંટ પહેરીને અત્તરના ફાયા લગાડવા મંડ્યા....

અંતે અમરેલીની જુવાન છોકરીઓએ નવા તોફાનથી પહેલાં તો સાવ હતપ્રભ થઇ ગયેલી પણઅંદરથી તેનું છોકરીપણું યે જાગ્યું .કમ્મર કસીને વાળ કપાવ્યા સાધના કટ...આંખોમા સુરમો બહારસુધી અણીયાળો કરીને ખેચ્યો.....કલાપીના ટેલકમ પાઉડરના ડબ્બા વપરાવા માંડ્યા ...એટલેકેટલાક જુવાનીયાઓએ જે પહેલા નંબરની અમલી સાધનાકટ મળ્યાથી સાવ હતાશ થઇ ગયેલાંજેમના સાઇકલ શણગારનાં ખર્ચા સાવ પાણીત્માં ગયા હતા તેઓ માટે નવો ઓપીને હાજર થયો હતો . તેમણે કોંપ્રોમાઇઝ કર્યુ .."તું નહી તો ઓર સહી.."આમ કરતા કરતાં થોડા વખતમાં અમરેલીપ્રેમરોગનાં મહાસાગરમાં હિલ્લોળે લેતું થઇ ગયું રાતન દિવસ રોગ વધતો ગયો જીવન તરબતર થઇગયુ...વિચલિત થઇ ગયેલા સજ્જન જુવાન મનહરભાઇએ ચંદ્રકાંતને આશ્વાસન આપ્યુ "હે ચંદ્રકાંતઆપણે સ્થિતપ્રગ્ન રહેવુ...અમેય આપણામાંએવી હિમ્મત નથી . આપણા બન્નેના બાપા પોલીસકમિશ્નર જેવા છે એટલે આશા અમ્મરછે એમ રાખવું .એમ પણ બને કે માગે દોડતુ આવે વિશ્વાસેકદી રહેજે...એટલે આપણી મનોદશામા કવિ કે લેખક થઇ મનને વાળી લેવાનુ... હવે ઘાયલ કીગત ધાયલ જાને શરુ થશે ચંદ્રકાંત જો જે કેટલા પાગલની માફક રખડતા દેવદાસ થઇ જશેઆપણે તોએનાં ઉપર પણ કવિતા કે વાર્તા લખવાનો મોકો મળ્યો છે એમ માનવાનું.


ચંદ્રકાંત