Kone bhulun ne kone samaru re - 77 books and stories free download online pdf in Gujarati

કોને ભૂલુંને કોને સમરુ રે - 77

દિવસે સાંજે મનહર ને સમચાર મળ્યા કે જગુકાકાને સિવિલમા દાખલ કર્યા છેએટલે ભાગતોઆવ્યો.."ચંદ્રકાંત મને કીધુ પણ નહી?"મારુ ઘર સાવ નજીક છે જે જોઇએ તે મંગાવી લે જે...સવારનાચા નાસ્તો હું લઇને આવીશ...પછી જમવાનુ ગોઠવીએ...."

"મનહર મારા નાનાકાકાને બહુ આધાત લાગી ગયો છે એટલે કાકી કાકા કહે પછી તને કહીશ પણમારી સાથે ચાલ જરા લેબોરેટરીમાં જવાનુ છે રીપોર્ટ લેવા..."

લેબ આસીસ્ટંટે બબડતા કહ્યુ કે "કાકાને કદાચ બ્લડની બહુ જરુર પડશે અને ક્યાંથી કાઢવુ બીપોઝીટીવ લોહી..?"

"તમે ચિંતા કરો ભાઇ અમારુ ગૃપ બહુ મોટુ છે કાલે તમારી તૈયારી રાખજો કે કેટલી બોટલ રોજજોઇશે?"મનહર.."ચંદ્રકાંત તુ બિલકુલ બે ફિકર થઇજા...બધી વ્યવસ્થા થઇ જશે..."જગુકાકાને મળીનેમનહરે કહ્યુ ચંદ્રકાંતની જેમ હું પણ તમારો દિકરો છું ને?ચિતા કરતા...જલ્દી સારા થઇને ઘરે આવીજાવ..."

જગુભાઇ ફિકુ હસ્યા....

ડો.ધવનની સતત ચિંતા હતી કે એક્સરેમાં કંઇ પકડાતુ નથી તો બ્લડ ક્યાંથી જાય છે ?બેરીયમટેસ્ટમા પણ કંઇ નથી પકડાતુ....સતત તેના સાળા જે અમદાવાદની કેંસર હોસ્પીટલના ડીન ડો.પટેલનેપુછતા રહ્યા...બીજે દિવસે લોહીની જરુર વધારે પડશે તેમ કહ્યુ હતુ...રીકવરી થતી નથી...

.......

બીજે દિવસે બપોરે એક વાગે ત્રીસ સાઇકલનુ સરધસ સિવિલમાં પહોંચ્યુ ત્યારે લેબ ટેકનીશીયનહાકાબાકા થઇ ગયો..."હાલો અમાર બધ્ધાના લોહીનો ટેસ્ટ કરોને જેનો મેળ ખાઇ એનુ લહી લઇલ્યો"

બે કલાકમા પંદર જણનુ બી પોઝીટીવ મળ્યુ એટલે તેમાંથી પાંચ જણનુ લોહી લઇ લીધુ...

બીજે દિવસે પણ ત્રણ બોટલ લોહી આપ્યુ અને તે કાળા ઝાડામા નિકળી ગયુ...કોઇ દવા લાગુ પડતીનથી ....એમ કરતા પાંચમા દિવસે કુલ ત્રીસ બોટલ લોહી આપ્યુ ત્યારે ચંદ્રકાંતને લેબટેકનિશ્યનબોલ્યો...બાપા હવે ટકશે નહી બ્લડ કેંસર લગભગ છે....ચંદ્રકાંતના પગમા ઠંડી ધ્રુજારી પસાર થઇગઇ....જગુબાપાના તમામ મિત્રો ખબર કાઢી ગયા ...નાનાકાકા દિવસમા બેવાર અચુક હોસ્પીટલઆવી જતા.અંતે પાંચમા દિવસે જગુભાઇને અમદાવાદ કેન્સર હોસ્પીટલમા દાખલ કરવાનુ નક્કીથયુ...વહેલી સવારે જગુભાઇને એંબ્યુલંસમા બે બાટલા વધારાના લોહી સાથે એક ડોક્ટર જયાબેનઅને ચંદ્રકાંતને લઇ અમદાવાદ જવા નિકળ્યા ત્યા સુધીમા લેબ ટકનીશીયન અને ડ્રાઇવરની વાતજગુભાઇએ સાંભળી લીધી હતી એટલે મૃત્યુશૈયાની જેમ સ્ટ્રેચરમા આંખો બંધ કરીને પડ્યા હતા....

અમદાવાદ આવ્યુ અને કેન્સર હોસ્પીટલમા ગાડી દાખલ થઇ ત્યારે જગુભાઇ ચકળવકળ આંખેકેન્સર હોસ્પીટલનુ નામ વાંચી લીધુ ને ફરીથી આંખો બંધ કરી લીધી....જગુભાઇને સ્પે. વોર્ડમા દાખલથતા જોઇને બીજા પેશંટો અચંબામા પડી ગયા હતા....!!!"કોઇ મોટી પાર્ટી હશે એમ લાગેછે...જગુભાઇને બેડ ઉપર સુવડાવ્યા...પાંચ મીનીટમા ડો. પટેલ આવ્યા "કેમ છો જગુભાઇ?"

જગુભાઇએ માંડ સંભળાય તેવા મંદ અવાજમા મોઢુ હલાવ્યુ...ડો પટેલે બધા રીપોર્ટ બેવાર ચેક કર્યાઅને જગુભાઇને સંભળાય તેમ બોલ્યા ....સાવ ખોટી ટ્રીટમેન્ટ મારા બનેવી ધવને કરી છે સાલામિલટરીવાળાને ગતાગમ કંઇ પડેનહી ને દીધે રાખે ....એક વાત લોહી ચડાવો લોહી ચડાવો ...સાવબકવાસ વાત છે....જગુભાઇ તમને કંઇ નથી....એક નાનકડુ પૈપ્ટીક અલસર છે...અઠવાડીયામા ઘરે..."

જે જગુભાઇમા બોલવાના હોંશ નહોતા બેઠા થઇ ગયા...અને પુછ્યુ..."ડો. પટેલસાહેબ તો મનેઅંહી કેન્સર હોસ્પીટલમા કેમ લાવ્યા..?"

"મને મળવા.મારી બેન નિલમે મને ધમકી આપી હતી કે જગુભાઇનુ ધ્યાન તારેપોતે રાખવાનું છે..."

જગુભાઇ રંગમા આવી ગયા...ડો. પટેલે નવી ટ્રીટમેન્ટનો ચાર્ટ બનાવી ડોક્ટરોની ફોજને આપતા હતાત્યાંજ ધારાસભાના સ્પીકર રાઘવજીભાઇની હોસ્પીટલમા એન્ટ્રી થઇ ...આગળ બે પોલીસ સાથેરસાલો જગુભાઇ પાંસે પહોંચ્યો ત્યારે ડો પટેલે રાઘવજીભાઇને બ્રીફ કરી દીધા....

જગુભાઇનો હાથ પકડીને રાઘવજીભાઇ પશંના પલંગ ઉપરજ બેસી ગયા...આંખમા ઝળઝળીયા સાથેબોલ્યા"જગુ ભલામાણસ તું તો આઝાદીનો લડવૈયો ...આમ ઢીલો પડીશ તો જયા અને છોકરાવનુ શુંથશે...?"પાંચ દસ મીનીટ બેસીને બોલ્યા "વિધાનસભા ચાલુ છે હું જાવ છુ જયા અને છોકરાને લૈવાગાડી આવશે અને મારે ત્યાં રહેશે....કોઇ વાતની ચિંતા કરતો....હાવા સાથે વાત કરી લીધીછે...બપોર પછી વજુ અને જયા આવશે એમ કહેતા હતા...(વજુભાઇ શાહ એટલે પંચાયત પ્રધાનજયાબેન નારી સંરક્ષણ પ્રધાન...પછી ગૃહ પ્રધાન રતુભાઇ અદાણી ....સુમિત્રાબેન ભટ્ટ...આમમહાનુભાવો આવવાના છે તેની ખબર હોસ્પીટલના સ્ટાફને પડી એટલે ખડે પગે ઉત્તમ સારવાર મળવાલાગી....બે દિવસમા કાળા ઝાડા બંધ થઇ ગયા પછી ફરીથી ડોક્ટર પટેલે પુરુ ચકઅપ કરીને ફાઇનલટ્રીટમન્ટ શરુ કરી...

"ભાઇ,મને નથી સમજાતું કે જ્યારે હોસ્પીટલમા દાખલ કર્યા ત્યારે ઉદરડી જવુ મોઢુ કરીને સુતા હતાહોઠ ફફડતા હતા પણ પટેલ સાહેબે જેવુ કહ્યુ કે સાવ ખોટી ટ્રીટમેન્ટ ...જગુભાઇને કંઇ નથી બોલ્યાકેઆંખ ખુલી ગઇ...અવાજ ખુલી ગયો...હડપ કરતા બેઠા થઇ ગયા...!"

જગુભાઇ માંદગીના બિછાનેથી મુક્તરીતે હસી પડ્યા....

ચંદ્રકાંત