Kone bhulun ne kone samaru re - 79 books and stories free download online pdf in Gujarati

કોને ભૂલુંને કોને સમરુ રે - 79

ચંદ્રકાંતની કહાની એવી અજીબ છે કે એક બાજુ ભયાનક આર્થિક સંઘર્ષ ઉભો થવાનો હતો તો બીજીબાજુ તેનુ પોતાનુ ઘડતર થઇ રહ્યુ હતુ...અત્યારે ઉચ્ચ વાંચન રજનિશજી,હરીભાઇના કર્મના સિધ્ધાંતોતો વિનોબાજીનો ગીતા સાર અને સાહિત્ય સ્વામીઓનો સંગ લાગેલો હતો તો બીજીબાજુ હળવે હળવેપ્રેમનો આછો રંગ ચડતો જતો હતો....તેના સંસર્ગમા આવેલી કેટલીક યુવતીઓને ચંદ્રકાંત ગમતો હતોતો ચંદ્રકાંતને જે બે કન્યા સ્વપ્નમા આવતી હતી...કોલેજમા સામે મળતી હતી વાતો કરતી હતી હસીમજાક કરતી હતી તે એક યુવતીને ક્યારેય કહી શક્યોકે તમે મને ગમો છો તો બીજી ચંદ્રકાંતને ગમતીહતી તેને ચંદ્રકાંતના મોટાભાઇ ગમતા હતા પણ મોટા ભાઇના મોટા સપના હતા .મોટાભાઇની પાછળતેની મોટી બેન લટ્ટુ થતી હતી ..આવા પ્રેમ ત્રીકોણ નહી ચતુષ્કોણ આકાર લેતા હતા . ચંદ્રકાંતને ગમતીગોરી સુંદર સંસ્કારી હસમુખ..સબૂર.. ચંદ્રકાંતની બહેનની ખાસ બહેનપણી .બન્ને આર્ટસ કોલેજમાંરીસેસમા પગથીયા ઉપર બેઠી હોય ,નાનીબેન ચંદ્રકાંતને હાથ હલાવે પણ પલ્લવી ક્યારેયચંદ્રકાંતને ભાવ આપ્યો પણ બસ મળે ત્યારે ચંદ્રકાંતજેવી વિશાળ આંખોથી ચોરીછૂપીથી ટગરટગર જોતી રહેતી .મરકતી રહેતી .વાતો કરવાનો મોકો મળે ત્યારે છાતી ઉપર બુક નોટબુકનો થપ્પોદબાવીને નીચું જૂએ.ચંદ્રકાંતની હિમ્મત નહોતીકે બેનને કહે કેજરા પુછીંગ જોને તુમ દો કદમ ચાલેના હમ ચલ સકે .બસ ઐસેહી દીન કટ ગયે….તેના ગાલ ઉપરના કાળા લાખા ઉપર ચંદ્રકાંત સમરકંદબુખારમાં કુરબાન કરવા તૈયાર હતા પણ હાય કિસ્મત….બન્નેને ચંદ્રકાંત સાથે વાત કરવામાં બહુ રસહતો ?કે યુવતીઓને હસીબોલીથી વધારે રસ નહોતો...અને તેમને જે યુવતીમા રસ હતો તેના સપનામોટાભાઇથીયે મોટા હતા...પ્રેમરોગની આવી સાપસીડી જીંદગીમા મંડાઇ નહોતી ...પણ કોલેજકાળદરમ્યાન ઘણી યાદગાર ઘટનાઓ બની...હતી.

........

સૌ પ્રથમ ડો. ગીરીશ ઠક્કર જેઓ ધોલેરાના વતની હતા તમને વતનનો સાદ આવ્યો અને અમરેલીકોમર્સ કલેજથી વિદાય થયા....અટલા ટુંકા ગાળામા એમણે વિદ્યાર્થીઓનો સહુનો એટલો પ્રેમ સંપાદનકરેલો કે એમની વિદાય પછી સહુ જાણે નોધારા થઇ ગયા.અચાનક ખબર આવ્યાકે નવા પ્રિન્સીપાલઆવે છે નામે ઓઝા સાહેબ છે....કેવા હશે..?એકબાજુ એમની કડકાઇની વાતો આવતી હતીબીજીબાજુ એવી અફવા પણ ઉડતી હતી કે આવી બધી ઇતર પ્રવૃતિઓમા તેમને રસ નહતો એટલેબધી પ્રવૃતિઓ બંધ થઇ જશે....?! અંતે ઘડી આવી ગઇ....ઓઝા સાહેબનુ આગમન થયુ....

પહેલે દિવસે એમણે વિદ્યાર્થી યુનીયનની મીટીંગ બોલાવી અને તોફાન મસ્તી કોલેજનાપ્રિમાઇસીસમાં નહી ચાલે તેવો કડક સંદેશ આપી દીધો..અને સ્પષ્ટ શબ્દોમા કહ્યુ એક ભુલ માફબીજી ભુલ રસ્ટીકેટ.....ઓઝા સાહેબ સફેદ ખાદીના સ્ટાર્ચ કરેલા પેંટશર્ટ પહેરતા...કાળી દાંડીનાચશ્મામાં તેમની આંખો તગતગતી લાગતી...રુઆબદાર ચાલ હતી...બીજે દિવસે ઇતર પ્રવૃતિઓ સાથેસંકળાયેલા ચંદ્રકાંત સહિત સહુને બોલાવ્યા...."જુઓ તમારી પ્રવૃતિઓની મને બધી જાણકારી મળીછે ...તમે સહુ કોઇ ડર વગર તમામ પ્રવૃતિઓ ચાલુ રાખજો...મારો પુરો સપોર્ટ મળશે...તમને હેરાનકરતા તત્વોની પણ મને જાણકારી મળી છે એટલે એમના ઉપર મારી નજર રહેશે...વિદ્યાર્થીનીઓનીમજાક કરતા હેરાન કરતા રોમીયોનુ લીસ્ટ પણ મેં બનાવ્યુ છે....

ચંદ્રકાંત, ઓઝા સાહેબનુ બારીક નિરિક્ષણ કરી રહ્યા હતા...બહાર નિકળ્યા પછી મનહરના કાનમાં ફુંકમારી..."તને નથી લાગતુ કે ઓઝા સાહેબ હીટલર જેવી નાનકડી નાકની સાઇઝની ચાર સફેદબાકીના કાબરચીતરા વાળ સાથેની કડક મુંછ અને સીધા ઓળેલા શાહુડીના પીંછા જેવા વાળ ઉપરતપતપતુ તેલ નાંખી એક વાળને આમથી તેમ હલવા નહોતા દેતા...તને કેમ લાગ્યુ..?"

"હે વાણીયાજી,તમે કોથળામા પાંચશેરી મારવામા આગળ ઉપર બહુ જાણીતા થશો તેવા બ્રાહ્મણનાઆશિર્વાદ છે...કલ્યાણ હો..."

........

ફરીથી યુથ ફેસ્ટીવલ માટે નવુ નાટક કરવાનુ નક્કી થયુ..."તમે આવશો..."પહેલી વખત સસ્પેન્સથ્રીલર ભજવવાનુ હતુ...વિનોદ સાયાણીને જબરજસ્તીથી સ્ટેજ ઉપર ચડાવેલો......સાથે તારાચંદ જેવાનવા કલાકારને તૈયાર કર્યો અને કે પી દુધાત જે કરકરીયા વાળ ને સીધા કરવા પચાસ ગ્રામ તેલનાખતા હતા તેવા હોનહાર હોંશીયાર કાનજી દુધતને પણ નાટકમાં ગોઠવ્યા...ચંદ્રકાંત વિલન બન્યાહતા....નાટક સફળ થયુ પણ સ્ટેજ ઉપર બાજી સંભાળવામાં મનહરની ખોટ સાલી હતી...

જેમકે વિનોદ સાયાણી પીસ્તોલ લઇ સ્ટેજ ઉપર પ્રવેશે અને ગોળીબાર કરે....ધડામ...ધડામ...બેકસ્ટેજમાં ફટાકડો ફોડવાનો હતો પણ હવાઇ ગયેલ ફટાકડો ફુટ્યો નહી...! વિનોદ પીસ્તોલ લઇનિશાન લગાવ્યા કરે ધડામ થાય નહી ....છેલ્લે જેના ઉપર ગોળીબાર થવાનો હતો તને નજીક જઇનેકહ્યુ...."ઓહ...ગોળીઓથી વિંધાયને તમે લોહીઝાણ થઇ ગયા ને ધડાકો થયો ?નક્કી એણેસાઇલેનસર લગાવીને વાર કર્યો હશે....


ચંદ્રકાંત