21 day in space - A time travel novel in Gujarati Science-Fiction by પરમાર રોનક books and stories PDF | 21 દિવસ અંતરીક્ષમાં - એક ટાઈમે ટ્રાવેલ કથા - 2

21 દિવસ અંતરીક્ષમાં - એક ટાઈમે ટ્રાવેલ કથા - 2

● પ્રકરણ : 02

● પરિચય ~ અંતરીક્ષની સફરમાં , ભાગ : 1 ~


જયારે મોહિતે અને વીરે સામેની તરફ જોયું ત્યારે તે બધા એલિયન્સની આંખોમાં લાલ રંગનો પ્રકાશ ચમક્યો અને તેઓએ ખુશીથી અને મોટેથી બોલ્યું,


"Welcome to 'SPACE AND UNIVERSE TRAVEL AGENCY' means S.A.U.T.A. (સાઉટા) ! અમે બધા તમારા બંનેનો SAUTA સ્પેસશીપમાં સ્વાગત કરીએ છીએ."


આ બધું જોઈને મોહિત અને વીરનું મોઢું આશ્ચયને કારણે ખુલું જ રહી ગયું. જો કે SAUTA નું નામ સાંભળીને મોહિતને બધું સમજાઈ ગયું હતું.


---◆◆◆---


SAUTA સ્પેસશીપનમાં દાખલ થવાની એક દિવસ પહેલા, તારીખ : 20 / December / 2025

સમય : બપોરના 3 વાગીને 28 મિનિટ


શિયાળા ઋતુની બપોર હતી. મોહિત અને વીર સ્કૂલથી ઘરે આવ્યાના લગભગ બે કલાક થઈ ચુકી હતી. ઘરે તે બન્ને બાળકો સિવાય બીજું કોઈ પણ ન હતું. કારણ કે, વીરના મમ્મી પપ્પા પોતપોતાના કામને કારણે ઓફીસમાં હાજરી પુરાવી રહ્યા હતા. મોહિતની તબીબી સારી હોવાથી તે આજે સવારે સ્કૂલે ગયો હતો. આથી બપોરના સમયમાં તે સ્કૂલનું ગૃહકાર્ય કરતો હતો.


મોહિતનું બેડરૂમ ઘરના ઉપલા માળ પર હતું. બેડરૂમ ઉપર હોવાથી ઘરનો નીચેનો અવાજ ત્યાં સુધી પહોંચતો ન હતો. આથી મોહિત શાંતિથી પોતાનું ગૃહકાર્ય કરી શકતો હતો.


ત્યારે વીર પોતાનો કઈક સમાન લેવા મોહિતના બેડરૂમમાં આવ્યો. 'આ જ કદાચ સાચો સમય છે. ' મોહિત તરત વીર તરફ ફર્યો.


"અ...મને બે દિવસ પહેલાની ઘટના માટે માફ કરશે, વીર. ત્યારે મારી તબીબી ખરેખરમાં સારી ન હતી અને તે ફોર્મ જોઈને હું તારા ઉપર ગુસ્સે થયો તેના માટે મને માફ કરજે." મોહિતે વીરને કહ્યું.


"કઈ વાંધો નહિ, મોહિત ભાઈ." વીરે કહ્યું.


"મારા મતમુજબ તે ફોર્મ મારા મિત્રો એ બનાવ્યું હશે. મારી મસ્તી કરવા માટે. જો તે ફોર્મ આપણે ભળતા તો -"


"મને માફ કરજો, પણ મારે અત્યારે કામ છે" મોહિતની વાતને કાપતા વીરે કહ્યું, "તેથી આપણે એ ફોર્મ વિશે પછી વાત કરીશું."


ફોર્મની વાત આવતા વીર ડરી ગયો અને તરત જ બેડરૂમની બારે નીકળી ગયો. તેએ તે ફોર્મની વાત મોહિતને કહી ન હતી અને SAUTA બોક્સના અદ્રશ્ય થાવથી તે ઘણો ડરી ગયો હતો, આથી તે એ ફોર્મની વાતને સતત ડાળતો હતો. જેથી મોહિત કઈ પણ જાણી ન શકે.


જ્યારે ફોર્મની વાત નીકળી ત્યારે વીરનો ચહેરાનો રંગ એકદમ બદલાઈ ગયો અને સાથો સાથ તે મોહિતની વાત કાપીને ચાલ્યો ગયો આ વાત મોહિતના ધ્યાનમાં પડી. તે જે પણ વસ્તુ લેવા આવ્યો હતો તે લીધા વગર ખાલી હાથે તે ચાલ્યો ગયો હતો. આથી, મોહિતને સમજાઈ ગયું હતું કે વીર તેનાથી કઈક છુપાવે છે અને તે એ પણ જાણતો હતો કે વીર સરળતાથી તેને એ વાત નહિ કહે. કારણ કે તે ઘણો જીદ્દી છોકરો હતો.


સાંજના સમયે જ્યારે વીરે મોહિતને 'આવતી કાલે 21 તારીખ છે' તે જણાવ્યું અને તે ઈચ્છા વ્યક્ત કરી કે તે પણ ટેલિસ્કોપ દ્વારા તારાઓને નિહારવા માંગે છે ત્યારે મોહિતને તે પેલી વીર દ્વારા છુપાવેલી વાત યાદ આવી. તેએ વિચાર્યું કે તારાઓને નિહારતા એ વીરથી સરળતાથી તે છુપાવેલી વાત પૂછી લેશે. બીજું કારણ તે પણ હતું કે જો તેએ 'ના' પાડી તો વીર તેનાથી કદી વાત નહિ કરે, જો તેવું થયું તો તે એ છુપાવેલી વાત ક્યારે પણ જાણી નહિ શકે. સાથો સાથ આવી રીતે વીરને પણ મોહિતની જેમ અંતરીક્ષમાં રસ પડી શકે છે. આ તમામ કારણોને ધ્યાનમાં રાખીને મોહિતે વીરની ઈચ્છા પૂરી કરવાની 'હા' પાડી.


વિચાર્યા પ્રમાણે 21 December ની રાત્રે મોહિત અને વીર તારાઓને નિહારી રહ્યા હતા. મોહિત વીર દ્વારા છુપાવેલી વાતને બારે નિકાળવાની સારી તકની રાહ જોતો હતો...કે ત્યારે આકાશમાંથી શ્વેત પ્રકાશ તે બન્નેની પર પડ્યો અને તે બન્ને ઉપરની તરફ ગતિ કરવા લાગ્યા અને જ્યારે મોહિતે પોતાની આંખો ખોલી ત્યારે તેઓ SAUTA સ્પેસશીપ પર હતા.


---◆◆◆---


"SAUTA ?" બધી વાતો મોહિતના ધ્યાનમાં આવી. તે તરત જ વીર તરફ વળ્યો અને આશ્ચયથી અને ઊંચા અવાજે પૂછ્યું, "એટલે કે…તે એ SAUTA ફોર્મ ભરીને SAUTA બોક્સમાં નાખી દીધું હતું ?... તો આ એ વાત હતી જે તું મારાથી છુપાવી રહ્યો હતો ! વીર, તે મારાથી આ વાત શા માટે છુપાવી ?"મોહિતના પ્રશ્નનો ઉતર વીર તરત ન આપી શક્યો. આથી મોહિતે ગુસ્સેથી કહ્યું, "બોલ...જવાબ દે, વીર !"

"હા, મેં ફોર્મ ભળ્યુ. કારણ કે…" ઘણા સમયના મૌન બાદ વીરે કહ્યું, "મારા કારણે તમારી ઘડિયાળ ગુમ થઈ ગઈ...અને તમે બીજા દિવસે બીમાર પણ પડ્યા હતાં કારણ કે તમે ઘણા દુઃખી હતા. તમને ખુશ કરવા માટે મેં SAUTA ફોર્મ ભળ્યો. હું માત્ર તમારા નાનપણના સ્વપ્નને પૂરું કરવા માંગતો હતો. જે તમે મને એ રાત્રે કહ્યું હતું જ્યારે ઘડિયાળ ગુમ થઈ હતી."


"પણ તારે મને એક વાત પુછાયતો ખરા !" મોહિતે ઊંચા અવાજે વીરને કહ્યું.


આ બધું દૂરથી જોઈને પહેલી એલિયનની કતારમાંથી માનવ સ્ત્રી આગળ આવી. તેએ એક શ્વેત રંગનો સર્ટ અને નીચે બ્લુ રંગનો સ્કર્ટ પહેર્યો હતો. શ્વેત રંગના સર્ટ ઉપર એક બ્લુ ટાઈ પહેરી હતી અને તેની પર એક બ્લુ રંગનો કોટ પહેર્યો હતો. કોટના બટન ખુલા હોવાથી તે શ્વેત સર્ટ બરાબર દેખાઈ આવતો હતો. કોટની ઉપર જમણી બાજુ તેનું i-card હતું, જેમાં તેનું નામ અને તેના વિશેની થોડી માહિતી લખેલી હતી. જ્યારે ડાબી બાજુએ i-card ની બરાબર સામે જ એક વર્તુળાકાર શ્વેત રંગનું ઉપસેલું બટન હતું, જેના કેન્દ્રમાં 'SAUTA' લખેલું હતું. તે કોટ પાછળ પણ મોટા અક્ષરોમાં શ્વેત રંગમાં 'SAUTA' લખેલું હતું. તેએ એક હાથમાં સુંદર રંગબેરંગી બેસલેટ પહેર્યો હતો, જેના પર મોતીઓ દ્વારા તેનું નામ અંકિત હતું. તે બેસલેટ તેના ડાબા હાથમાં શોભતું હતું. તેએ પગમાં કાળા રંગના હિલ્સ પહેર્યા હતા, જેથી સામાન્ય ઉંચાઈ કરતા તે સ્ત્રી થોડી લાંબી લાગતી હતી. આ બધી વસ્તુઓ તેના સુંદર ચહેરાની સામે કઈ પણ મહત્વ ધરાવતી ન હતી. તેનો આકર્ષક ચહેરો કોઈને પણ મોહિત કરી શકતું હતું. તેની આંખો ઘણી સુંદર હતી. તેની મુસ્કાન દ્વારા તે કોઈનું પણ દિલ જીતી શકતી હતી. તેના ચહેરાની સુંદરતા તેના કાળા રંગના પાછળની તરફ ચોટલી વળેલા વાળ વધારી રહ્યા હતા. કોઈ જ્ઞાની વ્યક્તિની જેમ તે પોતાના હાથ પાછળ રાખીને મોહિત અને વીર તરફ આગળ વધી રહી હતી.


'કોઈને પણ ખબર ન પડવી જોઈએ કે હું કોણ છું !' તે સ્ત્રીએ મનોમન વિચાર્યું, 'આ વાતને મારે ગુપ્ત જ રાખવી પડશે. મારે મારી લાગણીઓને પણ મારી અંદર દબાવીને જ રાખવી પડશે. જો તે લાગણીઓ બારે આવી તો...તો એ થશે જેનો મને ડર છે. મારે મારા વિશેની માહિતીને ગુપ્ત જ રાખવી પડશે. કોઈને પણ ખ્યાલ ન પડવો જોઈએ કે મારો અને મોહિત દવેનો શો સબંધ છે ! આ સાથે મોહિત દવે અને વીર યાદવને SAUTAના સત્ય વિશેની જાણ ન થવી જોઈએ. જેની વધારે કઈ ચિંતા તો નથી કારણ કે મેં બધાના તમામ સિસ્ટમ બદલાવી નાખ્યા છે.'


તે મોહિત અને વીર પાસે આવી. વાત શરૂ કરવાની પહેલા તેએ પોતાનું ગળું સાફ કર્યું અને પછી કહ્યું,


"મિસ્ટર દવે અને મિસ્ટર યાદવ !" તેએ મોહિતને 'મિસ્ટર દવે' કહીને અને વીરને 'મિસ્ટર યાદવ' કહીને સંબોધ્યા. મોટી સંસ્થાઓમાં આવી રીતે જ સંબોધન થાય છે, આથી મોહિતને આશ્ચય ન થયું, પરંતુ વીરને કઈક નવું લાગ્યું. આ સાંભળતાની સાથે મોહિતે અને વીરે પોતાનાથી ઊંચી સ્ત્રી તરફ જોયું. લાગણીઓને કારણે તેના આંખોના ખૂણે એક આશું ઉભળી આવ્યું હતું. તેની પર મોહિતનું ધ્યાન ગયું, પણ તેએ કઈ પણ પ્રતિક્રિયા આપી નહિ. મોહિતને સમજાવતા તે સ્ત્રીએ આગળ કહ્યું, "મેં તમારા બન્નેની વાતોને સાંભળી. તેની માટે મને માફ કરજો. પરંતુ મિસ્ટર દવે તમારા નાના ભાઈ મિસ્ટર યાદવે જે પણ કર્યું તે તમારી ખુશી માટે જ કર્યું. ભલે તેમને એ વાત છુપાવી હતી પરંતુ તેનું એક કારણ હતું, કે જયારે તમને એ વિશેષ વાતની જાણ થાય ત્યારે તમને ઘણી ખુશી થાય. જેથી તમે તમારા બધા દુઃખોને ભૂલી જાવ. હવે તમે જ કહો, મિસ્ટર યાદવે કઈ ખોટું કર્યું ? એક વાર મિસ્ટર યાદવના દ્રષ્ટિકોણથી આ આખી ઘટનાઓને જુવો. અને અમારી સાથે અંતરીક્ષના સફરમાં જોડાઈ જાવ."


મોહિતને તે પેલી સ્ત્રીની વાતો સાચી લાગી. વીરે ગમે તે કર્યું હોય કે પછી ગમે તે મોહિતથી છુપાવ્યું હોય પરંતુ પરિણામે તો તે મોહિતની ખુશી જ ઈચ્છતો હતો. અંતરીક્ષની સફર કરવી એ મોહિતની નાનપણની ઈચ્છા હતી, જે માત્ર વીર પુરી કરવા માંગતો હતો. તેથી જ વીરે તે ફોર્મ ભળ્યુ અને બોક્સમાં નાખ્યું. તેથી વીરે જે કર્યું તે મોહિતની ખુશી અને સારા માટે જ કર્યું.


"સાચી વાત છે તમારી." મોહિત વીર તરફ વળ્યો અને કહ્યું, "ખાલી ખોટો ગુસ્સો કરવા મને માફ કરજે, વીર." ત્યાર બાદ મોહિતે તે પેલી સ્ત્રીના i-card પર નજર નાખીને કહ્યું, "નતાશા પારેખ એટલે કે મિસ પારેખ...ખરું ?" મિસ પારેખે 'હા'માં માથું ધુણાવ્યું. "આપનો પણ આભાર કે, તમે મને આ વાત સમજાવી કે વીરે જે કર્યું તે મારા માટે જ કર્યું છે. આભાર." થોડી વાર વિચાર્યા બાદ મોહિતે આગળ કહ્યું, "મેં નક્કી કરી લીધું. હું અને વીર અંતરીક્ષના સફરમાં તમારા સૌની સાથે જોડાવવા તૈયાર છીએ. Thank you very much, મિસ પારેખ."


"Most welcome" મિસ પારેખે એક સ્મિત વિખેરતા કહ્યું, "આશા છે કે તમને બન્નેને આ 21 દિવસ માટેના અંતરીક્ષના સફરમાં ખૂબ જ આનંદ આવશે."


"હા ! પરંતુ તમે મને પહેલા એ સમજાવો કે SAUTA ખરેખરમાં છે શું અને તેના ફોર્મમાં મારુ નામ શા માટે લખેલું હતું ?" મોહિતે પોતાનો પ્રશ્ન મિસ પારેખની સામે રાખ્યો.


"મિસ ક્યુર્ડ, અહીંયા આવો." મિસ પારેખે તેમની સાથીદાર મિસ ક્યુર્ડને બોલાવ્યા, જે તે એલિયનની કતારમાં ઉભા હતા. 'એની ક્યુર્ડ' એક માનવ સ્ત્રીનો આકાર ધરાવતી એલિયન સ્ત્રી હતી. તેનો આકાર ભલે એકદમ માનવ સ્ત્રી જેવો હોય પરંતુ તેની ચામડીનો રંગ આછા લીલો હતો. સાથો સાથ તેમના વાળ રાતા રંગના હતા. તેએ પણ મિસ પારેખની જેમ શ્વેત સર્ટ, તેના પર બ્લુ ટાઈ, તેના પર બ્લુ કોટ, કોટ પર તેનું વિશેષ i-card, SAUTA લખેલું બટન, નીચે બ્લુ સ્કર્ટ અને પગમાં કાળા રંગના હિલ્સ પહેર્યા હતા. તે પોતાની આગવી છટા દ્વારા મિસ પારેખ પાસે પહોંચ્યા.


"તો, મિસ્ટર દવે !" મિસ ક્યુર્ડએ મોહિત અને વીરને તેમના પ્રશ્નો ઉત્તર આપ્યો, "જેવી રીતે તમે જાણો જ છો તે પ્રમાણે SAUTA એક ખાનગી કંપની છે. જે વિવિધ પ્રવાસીઓને અંતરીક્ષના સફરમાં લઈ જાય છે. જ્યાં તે પ્રવાસીઓ તેમની મનપસંદ અંતરીક્ષના વિવિધ સ્થળોને નજીકથી જુવે છે. તો...દરવર્ષે SAUTA એક પ્રોગ્રામ રજૂ કરે છે જેમાં વિવધ પ્રવાસીઓને ફ્રીમાં 21 દિવસ સુધી અંતરીક્ષનો પ્રવાસ કરવાની તક મળે છે. આ પ્રોગ્રામમાં વિવિધ પ્રવાસીઓ SAUTA ફોર્મ ભળે છે અને તેમાંથી નસીબદાર પ્રવાસીઓનો વાળો આવે છે. જેમાં આ વખતે તમારો વાળો આવ્યો. અને વાત રહી ફોર્મમાં મિસ્ટર દવેના નામની તો...તે તમારા નામને સુચવનારાએ કહ્યું હશે જેથી અમારી ટીમે તે ફોર્મમાં તમારું નામ લખ્યું."


'એટલે કે મારુ અને વીરનું નામ કોઈ બીજી વ્યક્તિએ જ SAUTA સામે રજૂ કર્યું હતું.' મોહિતે મનોમન વિચાર્યું, 'તે કોણ હશે ? અને તેને કેમ ખબર કે વીર તે ફોર્મ ભળશે જ ? નહિ, નહિ, કદાચ એટલે જ તે વ્યક્તિએ તેમાં મારું નામ લખ્યું હતું, જેથી વીર તે ફોર્મ ભળે. એટલે કે તે વ્યક્તિ મારા અંતરીક્ષના રસને જાણે છે. કોણ છે અમારા આ અંતરીક્ષના પ્રવાસની પાછળનું મુખ્ય પાત્ર ? અને તેનો મારી સાથે શો સબંધ હશે, કે તેએ મારા અને વીર માટે આટલું બધું આયોજન કર્યું !'


"શું તમે મને એ વ્યક્તિનું નામ જણાવી શકો છો," મોહિતે પૂછ્યું, "જેએ મારુ અને વીરનું નામ SAUTA ને આપ્યું હતું ?"


"નહિ," ઉત્તર આપતા મિસ પારેખે કહ્યું, "એ વ્યક્તિની જાણકારીને ગુપ્ત રાખવામાં આવશે, આવું કરવા માટે તે વ્યક્તિએ જ કહ્યું છે. તેથી અમે તે વ્યક્તિનું નામ તમને જણાવી નહિ શકીએ, મિસ્ટર દવે."મિસ ક્યુર્ડએ એક શ્વાસ લીધો અને પોતાની વાતને આગળ ચલાવી, "તો...'21 દિવસ અંતરીક્ષમાં - અંતરીક્ષની અદ્ભૂત સફર' SAUTA દ્વારા કરવામાં આવતો એક પ્રોગ્રામ છે. જેમાં તમે ફોર્મમાં લખેલા સ્થળોની સફરે જાવ છો. પરંતુ ચિંતા ન કરતા કારણ કે તમને ફરીથી એક તેવું ફોર્મ આપવામાં આવશે જેમાં તમે જે પણ સ્થળો લખીશો તે જ માન્ય ગણાશે. આ સફર 21 દિવસ સુધી હશે અને 21 દિવસ બાદ તમને ફરીથી ત્યાં છોડી દેવામાં આવશે જ્યાંથી તમે આવ્યા હતા. એટલે પૃથ્વીના તમારા ઘરની છત પર જ. હવે, તમારા જમણા હાથમાં જુવો એક ઘડિયાળ છે -"


મિસ ક્યુર્ડના કહેવા પ્રમાણે મોહિતે અને વીરે પોતપોતાના જમણા હાથમાં જોયું ત્યાં એક શ્વેત રંગની ઘડિયાળ હતી. તે ઘડિયાળ કદાચ પહેલાથી જ બન્નેના હાથોમાં હશે પરંતુ અલગ અલગ આશ્ચ્યોને કારણે તેઓની નજર તેની પર પડી નહિ. તે એક શ્વેત પટ્ટા દ્વારા બંનેના હાથ સાથે જોડાયેલી હતી. પરંતુ આશ્ચયની વાત તે હતી કે તે ઘડિયાળને ખોલવાનો કે બંધ કરવાનો લોક ક્યાંય પણ નજરે આવતો ન હતો. તે ઘડિયાળ વિશાળ ચોરસ આકારની હતી જેની અંદર બરાબર ચાર નાના ચોરસ ગોઠવેલા હતા. પ્રથમ ચોરસની ઉપર બરાબર કદના કાળા અક્ષરે 'DAY', ત્યાર બાદ બીજા ચોરસ પર 'HOUR', ત્રીજા ચોરસ પર 'MINUTE' અને ચોથા ચોરસ ઉપર 'SECOND' લખેલું હતું. આ ચોરસ ઘડિયાળની ફરતે એક બ્લુ રંગની ધાર હતી. જેમાં ઉપરના પટ્ટા પર નાના શ્વેત અક્ષરોમાં SAUTA લખેલું હતું.


"- તે ઘડિયાળ ઊંઘી ચાલે છે." મિસ ક્યુર્ડએ પોતાની વાત આગળ ચાલુ રાખી, "એટલે કે તે ઘડિયાળ એકવીસમાં દિવસથી પહેલા દિવસ સુધીનો ઊંધો સમય દર્શાવે છે. તે ઘડિયાળને ખોલવાની અને બંધ કરવાની ચાવી માત્ર અમારી પાસે જ છે. તે ઘડિયાળ SAUTAના HQ સાથે જોડાયેલી છે. જેથી તમારો સ્થાન ત્યાં સતત પહોંચતો રહે છે."


"પરંતુ," મોહિતે દલીલ કરી, "અંતરીક્ષમાં સમય અલગ રીતે ચાલે છે ! એટલે કે જ્યાં ગુરુત્વાકર્ષણનું પ્રમાણ વધારે હશે ત્યાં સમય ધીમો થઈ જશે અને જ્યાં ગુરુત્વાકર્ષણનું પ્રમાણ ઓછું હશે ત્યાં સમય પહેલાની તુલનામાં ઝડપથી ચાલશે. આવી રીતે સમય આગળ પાછળ થતો રહશે. આથી આ ઘડિયાળ કઈ પણ કામની ન કહેવાય !"


"આ જ સમસ્યાનો ઉકેલ તે ઘડિયાળ આપણને આપે છે." મોહિતને સમજાવતા મિસ પારેખે કહ્યું, "તે ઘડિયાળ એવી રીતે બનાવવામાં આવી છે કે જેથી સમયના આગળ પાછળ થવાની અસર તેની પર ન પડે અને તે બરાબર ચાલ્યા કરે. આ ઘડિયાળ આધુનિક ટેકનોલોજીથી બની છે."


"સાચું કહ્યું, મિસ પારેખ !" મિસ ક્યુર્ડએ માહિતી આપતા આગળ કહ્યું, "અંતિમ વાત, મિસ પારેખ તે કોટ લઈ આવો."


"આ કોટ ખાસ પ્રકારે બનાવવામાં આવ્યો છે." મિસ ક્યુર્ડના કહેવા પ્રમાણે મિસ પારેખ બે બ્લુ રંગના કોટ લઈ આવ્યા. તે કોટ મિસ પારેખે અને મિસ ક્યુર્ડએ પહેર્યા કોટ જેવો જ હતો. જેમાં એક i-card - જેની અંદર મોહિત દવે અને વીર યાદવનું નામ અને તેઓ પૃથ્વીવાસી છે તેવું લખેલું હતું, એક ઉપસેલું બટન જેની પર SAUTA લખેલું હતું અને પાછળની તરફ મોટા અને શ્વેત અક્ષરોએ SAUTA લખેલું હતું. મોહિતે અને વીરે મિસ એનીના કહેવાથી તે કોટ પહેર્યો. ત્યાર બાદ મિસ ક્યુર્ડએ આગળ કહ્યું, "આ કોટ પહેરનાર પ્રમાણે પહોળો અને ટૂંકો બની શકે છે. આ કોટ ઘણી બીજી વિશેષતાઓ પણ ધરાવે છે. પરંતુ તેમાંની એક ખાસ વિશેષતા એ છે કે જ્યારે તમે એ કોટના ડાબી બાજુના ઉપસેલા વર્તુળાકારના બટનને દબાવો તો-"


મોહિત મિસ ક્યુર્ડની વાતોને ધ્યાનથી સાંભળી રહ્યો જતો જ્યારે વીર તે બધી વાતોને પ્રયોગો દ્વારા કરવા માંગતો હતો. તેથી મિસ ક્યુર્ડના કહેવા પ્રમાણે વીરે તે ઉપસેલું વર્તુળાકાર બટન દબાવ્યું. તે બટનને દબાવતાની સાથે ધીરે ધીરે તે કોટ આપ મેળે જુડાતું ગયું, તે આપ મેળે પોતાનું આકાર બદલી રહ્યું હતું, તે ધીરે ધીરે વિસ્તરી રહ્યું હતું, વધતા વધતા તે વીરના પગને પણ આવરી લેવા લાગ્યું હતું, ઉપરની તરફ તે વીરના ચહેરાને પણ આવરી રહ્યું હતું, વીર સમજી શકતો ન હતો કે તે શું થઈ રહ્યું હતું પરંતુ મોહિત સમજી ગયો હતો કે તે બટનને દબાવતા જ તે કોટ બ્લુ અને શ્વેત રંગનો એક સ્પેસસૂટમાં પરિવર્તન પામે છે. આ જોઈને મોહિતની આંખો આશ્ચયને કારણે પહોળી થઈ ગઈ.


"- હા, બરાબર આવી જ રીતે તે એક સ્પેસસૂટ બની જાય છે." મિસ ક્યુર્ડએ વીરને જોતા કહ્યું, "જેને 'SAUTA સ્પેસસૂટ કોટ' નામ આપવામાં આવ્યું છે. જેના દ્વારા તમે અંતરીક્ષમાં આરામથી સફર કરી શકો છો. આ સ્પેસસૂટને ફરીથી કોટ બનાવવા માટે તે જ ડાબી બાજુનું બટન દબાવવું. આ સ્પેસસૂટમાં ઘણી વિવિધ જાણવા જેવી બાબતો છે, જેને આવતા સમયમાં જણાવીશું."


જેવી રીતે મિસ ક્યુર્ડએ કહ્યું તે પ્રમાણે વીરે કર્યું અને તેનું સ્પેસસૂટ ફરીથી એક કોટ બની ગયું. ત્યાર બાદ મિસ ક્યુર્ડ તેમના બીજા બે પ્રવાસીઓ તરફ વળ્યાં. તેઓ એ બન્ને એલિયન પ્રવાસીઓની સાથે રૂમની બારે ચાલ્યા ગયા. ત્યાર બાદ મિસ પારેખે મોહિતને અને વીરને બે ફોર્મ આપ્યા અને કહ્યું, "જે પ્રમાણે મિસ ક્યુર્ડએ કહ્યું તેવી જ રીતે, આ ફોર્મમાં તમારે તમારા મનપસંદ અંતરીક્ષના સ્થળોને લખવાના છે, જેથી આપણે તેના પ્રવાસમાં જઈ શકીએ. તમારી પાસે પૂરતો સમય છે, શાંતિથી અને વિચારીને લખજો કારણ કે આ ફોર્મ પાછું આપવામાં નહિ આવે. અને હા, યાદ રાખજો પહેલા માત્ર 5 સ્થળો જ માન્ય ગણાશે." આ કહીને મિસ પારેખ પણ રૂમની બારે ચાલ્યા ગયા.


જ્યારે મિસ પારેખ ગયા ત્યારે મોહિતે એક લાંબો શ્વાસ લીધો અને પોતે જ્યાં ઉપસ્થિત હતો તે રૂમને બરાબર જોયું. તે રૂમ સામાન્ય કદ કરતા નાનું અને લંબચોરસ આકારનું હતું. જ્યાં એક પલંગ હતું જેની પર મોહિત બેઠો હતો. પલંગની સામે થોડે દુર એક ટેબલ હતું જેના પર થોડી પુસ્તકો અને બીજી આધુનિક મશીનો ગોઠવેલી હતું. તે રૂમમાં બારી ન હતી અને ઓટોમેટિક સેન્સર ધરાવતો એક દરવાજો હતો. તે રૂમમાં ઉપરની બાજુએ ચારે ખૂણે પ્રકાશ આપતા બલ્બ જેવી નાની મશીનો હતી જેનો આકાર નાનો હતો પરંતુ તે પુરા રૂમને પ્રકાશ આપતા હતા. આશ્ચયની વાત તે હતી કે તે નાના બલ્બને ચાલુ બંધ કરવા માટે કોઈ સ્વીચ તે રૂમમાં ન હતી. મોહિતે તે બધાથી પોતાનું ધ્યાન હટાવીને આપેલા ફોર્મમાં પોતાના મનપસંદ અંતરીક્ષના સ્થળોને લખવાના શરૂ કર્યા. લખતા લખતા તેએ દૂર બેસેલા વીર તરફ નજર નાખી.


જ્યારે મિસ પારેખે ફોર્મ આપ્યું ત્યારે વીર મોહિતથી દૂર રૂમના બીજા ખૂણે બેસી ગયો. તે ઘણું યાદ કરીને એ ફોર્મ ઉપર લખી રહ્યો હતો. વીર યાદ કરી રહ્યો હતો કે મોહિતે એ પેલી રાત્રે તેની સામે અંતરીક્ષમાં ક્યાં ક્યાં જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તેને થોડું ઘણું યાદ આવતા તેએ એ બધું એક પછી એક લખ્યું :


1] પૃથ્વીની નજીકનો પૂરેપૂરો જળમય ગ્રહ,

2] મિલ્કીવેય (Milky Way)નો સૌથી પહેલો ગ્રહ,

3] આલ્ફા સેંટોરી (Alpha Centauri) ની સફર,

4] બ્રહ્માંડની પ્રાચીન આકાશગંગા નો પ્રથમ ગ્રહ,

5] એક પ્રાચીન એલિયન પ્રજાતિની સાથે મળવું.

બન્ને ભાઈઓએ પોતપોતાના ફોર્મ ભળ્યા અને રૂમની બારે નીકળીને મિસ પારેખને આપ્યા. મિસ ક્યુર્ડ અને બીજા બે એલિયન તે રૂમની બારે એક વર્તુળાકાર હોલની અંદર હાજર હતા. ત્યાં એક એલિયન વર્તુળાકાર હોલના કેન્દ્રમાં આવેલા વર્તુળ ટેબલ પર પુસ્તક રાખીને વાંચી રહ્યો હતો, બીજી બાજુ ત્યાં હોલમાં જ સોફા ઉપર બેસીને મિસ ક્યુર્ડ બીજા એલિયન સાથે કઈક વાતો કરી રહ્યા હતા અને મિસ પારેખ હોલની બારે બેસીને પોતાના બેસલેટને જોતા હતા. જ્યારે બન્ને ભાઈઓ તેમની પાસે આવ્યા ત્યારે તે મિસ પારેખે તે ફોર્મને એક લંબચોરસ બખોલની અંદર રાખ્યા. તે બખોલે તે બે ફોર્મને પકડ્યા અને પોતાની અંદર આવરી લીધા.


"તમે શું શું લખ્યું હતું ?" વીરે મોહિતના કાનમાં ધીરેથી પૂછ્યું.


"હું નહિ કહું…" મોહિતે મસ્તીમાં કહ્યું, "આપણે બન્ને પ્રવાસના અંતમાં એક બીજાને જણાવીશું કે આપણે બન્નેએ તે ફોર્મમાં શું શું લખ્યું હતું."


"ઠીક છે." વીરે મિસ પારેખની સામે જોતા કહ્યું, "હું પણ તમને નહિ જાણવું, મોહિત ભાઈ !"


"આવો હું તમને તમારા બીજા બે સાથીદારોનો પરિચય આપું." મિસ પારેખે કહ્યું અને હોલની તરફ પગ ઉપડ્યા.


આગળ ચાલતા તેઓ મોહિત અને વીરને વર્તુળાકાર હોલની અંદર લઈ આવ્યા. તેઓ પહેલા મિસ ક્યુર્ડ પાસે ગયા. તેમની સાથે બેઠેલા એલિયનનો પરિચય આપતા મિસ પારેખે કહ્યું,


"મળો કમાન્ડર મિક થી. કમાન્ડર મિક એક પ્રખ્યાત સૈનિક રહી ચૂક્યા છે. તેઓએ પોતાના ગ્રહ માટે મોટા યુદ્ધ લડ્યા છે અને જીત્યા પણ છે. તેઓ એક મહાન સૈનિક છે. હવે તેઓ રીટાયર થઈ ચૂક્યા છે અને તેઓ પોતાના જીવનના આ દિવસોને અંતરીક્ષના સફર દ્વારા માણવા માંગે છે."


કમાન્ડર મિક એ એલિયન હતા જેએ ડ્રાઈવર જેવા કપડાં પહેર્યા હતા. કદાચ એ તેમના ગ્રહનો પોશાક હશે. જોકે તે કપડામાં તેઓ ઘણા આકર્ષક લાગતા હતા. તેઓ પુરેપુરા શ્વેત રંગના હતા, શ્વેત રંગની સાથે મોઢામાં ઘણી જગ્યાએ કાળા રંગના લાંબા અને હણીદાર પટ્ટાઓ છપાયેલા જોવા મળતા હતા. તે પટ્ટા પાછળથી આગળની તરફ લંબાયેલા હતા અને તે કુદરતી જાણતા હતા. વધુ ઉંમર હોવા છતાં તેમના ચહેરાની ચમક ઓછી થઈ ન હતી. પરંતુ તેઓ થોડા અસ્વસ્થ જણાતા હતા અને તેઓ પોતાની કમરે વાકા હતા. જે તેમની વધુ ઉંમરને દર્શાવતું હતું. તેઓએ પણ SAUTA નો સ્પેસસૂટ કોટ પહેર્યો હતો અને તેમના જમણા હાથમાં પણ SAUTA ની એ વિશેષ ઘડિયાળ હતી. મિસ પારેખે કમાન્ડર મિકને મોહિત અને વીરનો પરિચય તેમની ભાષામાં આપ્યો.


કમાન્ડર મિકે પોતાની ભાષામાં મોહિત અને વીરની સામે જોતા કહ્યું, "Chikyū no kodomo-tachi !"


જિજ્ઞાસાથી મોહિત અને વીર કમાન્ડર મિક સામે તાકી રહ્યા પરંતુ તે બન્નેને કમાન્ડર મિકની ભાષા ન સમજાણી. જ્યારે કમાન્ડર મિકે પોતાનું વાક્ય પૂરું કર્યું ત્યારે મોહિતે અને વીરે મિસ પારેખની સામે જોયું. ત્યારે મિસ પારેખને એક વાત યાદ આવી અને તેઓએ મોહિત અને વીરના SAUTA સ્પેસસૂટ કોટની કોલરમાં આવેલ બટનને ચાલુ કર્યું.


"કમાન્ડર મિકે એમ કહ્યું કે, પૃથ્વીના બાળકો !" મિસ પારેખે આગળ કહ્યું, "SAUTA સ્પેસસૂટ કોટની એક તે પણ વિશેષતા છે કે આમાં એક માઈક અને એક સ્પીકર આવેલું છે. કોલરમાં આવેલ તે બટનને ચાલુ કરતા જ્યારે પણ કોઈ બીજી ભાષા તેમાં પ્રવેશ કરશે ત્યારે તે સ્પીકર દ્વારા તમને સમજાય તે ભાષા બની જશે."


'અદભુત' મોહિતે મનોમન SAUTA સ્પેસસૂટ કોટની તારીફ કરી.


કમાન્ડર મિકનું સન્માન કરતા મોહિતે પોતાનો જમણો હાથ આગળ લંબાવ્યો. કમાન્ડર મિકે પણ પૃથ્વીના બાળકોનો સન્માન કરતા પોતાનો જમણો હાથ આગળ લંબાવ્યો. આ જોઈને વીર હસવા લાગ્યો કારણ કે, કમાન્ડર મિકે જે હાથ લાબાવ્યો હતો તે લોખંડથી બનેલો એક યાંત્રિક હાથ હતો. વીર જોર જોરથી હસવા લાગ્યો. આ જોઈને મોહિતને વીર પર ગુસ્સો આવ્યો.


"વીર," મોહિતે ઊંચા અવાજે વીર સામે જોતા કહ્યું, "આ શું છે ? કમાન્ડર મિકથી માફી માંગ !"


"હું નહિ માફી માંગુ." હસતા હસતા વીરે કહ્યું, "એમનો હાથ નથી, તો હું શા માટે માફી માંગુ ?"


"વીરના વતી હું તમારાથી માફી માંગુ છું, કમાન્ડર એક્સલોર મિક !" કમાન્ડરના અપમાનને કારણે મોહિતે તેમના i-cardમાંથી જોઈને તેમનું પૂરું નામ લીધું અને માફી માંગી.


"કઈ તકલીફ નહિ, તમારો ભાઈ હજુ નાનો બાળક છે." કમાન્ડર મિકે પોતાની વાત આગળ ચલાવતા કહ્યું, "જેવી રીતે તમે બન્ને પૃથ્વીના બાળકો છો, તેવી જ રીતે હું હજુ પણ મારા ગ્રહ 'ગ્યુરોન' નો એક સૈનિક છું. મારા દેશની રક્ષા કરતા મારો હાથ ચાલ્યો ગયો, તેમ છતાં પણ મેં એ યુદ્ધને સફળતા પૂર્વક જીત્યું."


"ખરેખરમાં આપ એક મહાન સૈનિક હતા, છો અને પોતાના ગ્રહ માટે હંમેશા રહેશો !" મોહિતે કમાન્ડર મિકથી કહ્યું.


"આમને મળો," કમાન્ડર મિક સાથેની મુલાકાત બાદ મિસ પારેખ બન્ને ભાઈઓને બીજા એલિયન પાસે લઈ ગયા. જે પુસ્તક વાંચી રહ્યો હતો. તે એલિયને રસોઈયા જેવા કપડા પહેર્યા હતા, પહેલાની જેમ જ કદાચ આ તેમના ગ્રહનો પોશાક હશે. તે એલિયન ઘણો યુવાન જણાતો હતો. તે એલિયનનો રંગ પીળો હતો. તેનું પીળા રંગનું એક માનવરૂપી શરીર હતું સાથોસાથ વિશાળ કાળા રંગના વાળ પણ તેને હતા. તેમની આંખો પૂરેપૂરી લીલા રંગની હતી. જે દેખાવમાં ઘણી વિચિત્ર હતી. તેઓએ પણ SAUTA સ્પેસસૂટ કોટ અને તે વિશેષ ઘડિયાળ પહેરી હતી. મિસ પારેખે પરિચય આગળ વધારતા કહ્યું, "આ છે પ્રોફેસર વિલકોમ એકો. તેઓ એક વૈજ્ઞાનીક છે. જેઓ આપણા બ્રહ્માંડના અદભુત રહસ્યોને નવી રીતે સમજવા માંગે છે. પ્રોફેસર એકોએ નાની ઉંમરમાં જ ઘણી મોટી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. તેઓ આ સફરમાં અંતરીક્ષના વિશે સૌથી વધુ જાણનાર સજીવ છે."


"નહિ, એવું કશું જ નથી, મિસ પારેખ. તમને મળીને આનંદ થયો, મોહિત દવે અને વીર યાદવ !" કહીને પ્રોફેસર એકોએ પોતાનો જમણો હાથ લાબાવ્યો.


"મને પણ તમારાથી મળીને આનંદ થયો , પ્રોફેસર એકો! " મોહિતે કહ્યું અને પોતાનો હાથ લાબાવ્યો, "મને ખરેખરમાં આપણાથી ઘણું શીખવા મળશે."


"તો...અંતરીક્ષના પ્રવાસીઓ," મિસ ક્યુર્ડએ બધા પ્રવસીઓને સંબોધીને કહ્યું, "હવે શરૂ થાય છે અંતરીક્ષનો અદ્ભૂત સફર. જેમાં તમને ઘણો આનંદ મળવાનો છે. શું તમે તૈયાર છો ?"


"હા !" બધા પ્રવાસીઓએ એક સાથે ઉત્તર આપ્યો.


"તો, આપણે પહેલા ક્યાં જઈશું ?" પ્રોફેસર એકોએ જિજ્ઞાસાથી પૂછ્યું.


"1969 ના પૃથ્વીના ચંદ્ર પર, જયારે એક માનવી નિલ આમસ્ટ્રોનગે સૌ પ્રથમ વાર ચંદ્ર પર પગ મુક્યો હતો. તે સમયમાં !" મિસ ક્યુર્ડએ ઉત્તર આપતા કહ્યું.


આ સાથે મોહિતના ચહેરા પર એક મુસ્કાન છવાઈ ગઈ.


To Be Continued...

Rate & Review

Sukesha Gamit

Sukesha Gamit 11 months ago

Balkrishna patel
Share