Re-meeting of the old lovers - 2 books and stories free download online pdf in Gujarati

પુરાણા પ્રેમીઓનું પુનઃ મિલન - 2



એ પછી તો બંને બહુ જ ખુશ હતા, બંને બહુ સાથે રહ્યાં પણ એક દિવસ અચાનક -

"નેહલ, તું મારા જેવી સાથે સારો નહી લાગે!" ગીતા એના દરેક કામમાં સાથે રહેતા નેહલ ને કહેવા લાગી હતી!

નેહલ એનામાં આવેલા આ ચેન્જથી બહુ જ દુઃખી હતો. ક્યારેક જો એ હોટેલ નું બિલ પે કરે તો એ કહેતી કે, "હું બહુ ખરચા કરાવુ છું ને!"

થોડા દિવસ આમ જ ચાલ્યું અને છેવટે એણે એક દિવસ કહી જ દીધું કે આપને આવી રીતે ક્યારેય ખુશ નહી રહી શકીએ ત્યારે ખરેખર નેહલ ને તો પોતાના ગરીબ ના હોવા પર જ અફસોસ થવા લાગ્યો!

ખરેખર તો નેહલ એ બધુ યાદ જ નહોતો કરવા માંગતો, પણ એણે એક પછી એક એ બધું જ યાદ આવી ગયું.

બંને એકમેકને જોઇને બસ રડી જ રહ્યાં હતાં, નેહલ ગીતાને આમ બિલકુલ નહોતો જોવા માંગતો એણે વાત બદલતા કહ્યું, "તું કેમ મને મેઘા સાથે જ પ્યાર કરવા કહે છે?!"

"મેઘા સારી છે, અમીર છે! તમે બંને એકમેક માટે બરાબર છો!" ગીતાએ રડતાં રડતાં જ કહ્યું.

"પણ જો તું મને પ્યાર નહી કરે તો પણ હું મેઘાને તો પ્યાર નહી જ કરું! હું તો શિવાનીને પ્યાર કરીશ!" નેહલે કહ્યું.

"ના, કેમ? પછી એની સાથે પણ એવું જ થશે! અને ગરીબ લોકો ખરેખર કોઈ સાથે પ્યાર કરી જ નહી શકતા!" એણે એ કહી જ દીધું જે એણે કહેવું હતું!

"ઓ પાગલ! પ્યાર ગરીબી અમીરી જોઇને નહી થતો!" નેહલ એ કહ્યું.

"થાય છે, ઓકે!" ગીતાએ ભારપૂર્વક કહ્યું!

"હે ભગવાન, તને એવું કોણે કહી દીધું?!" નેહલ એ એના હાથને પોતાના માથે મૂકી દીધો!

"હાં તો તારા પપ્પા ક્યારેય અમારા નાના ઘરમાં આવતા હશે?!" ગીતા કઈક કહે એ પહેલા જ નેહલ એ કહ્યું - "હા, આવે જ ને! કાલે જ આવીશું અમે!"

"જો અમે કાલે આવીશું, તું લગ્ન માટે હાં કહી દે બસ!" નેહલ એ કહ્યું.

"મને મેઘાએ કહ્યું છે બધું કે તારી ફેમિલી.."

"ઓ પાગલ! મારી ફેમિલી માટે મારી ખુશીમાં જ એમની ખુશી છે, હું કાલે જ આવીશ તારા ઘરે, ઓકે!" નેહલ એ એની વાતને કાપતા કહ્યું.

"અરે, પણ મને બહુ ડર લાગે છે!" ગીતાએ કહ્યું.

"દેખ, એવું કઈ જ નહી હોતું, મેઘા એ એટલે તને એવું કહ્યું કેમ કે એ પોતે મને પ્યાર કરે છે! એણે કેટલીય વાર મને પ્રપોઝ પણ કરેલું, પણ મારું દિલ તો હંમેશાં તારી પાછળ જ પાગલ રહ્યું છે!" નેહલ એ કહ્યું.

"મારા પપ્પા ક્યારેય મારી ઈચ્છા વિરુદ્ધ મારું લગ્ન નહી કરાવે, તું પ્લીઝ થોડી હિંમત રાખીને હાં કહી દે, બાકીનું બધું તું બસ મારી પર જ છોડી દે!" નેહલ એ કહ્યું.

બંને એકમેકને વળગી પડ્યા.

"સોરી! પ્લીઝ મને માફ કરી દે! હું બધું જોઈ શકું પણ તારું અપમાન નહી, હું બિલકુલ નહોતી ચાહતી કે મારા લીધે તારે કે તારા પરિવાર ની ઈજ્જત પર કોઈ આંચ આવે!" ગીતા રડી પડી.

"હાં, બાબા! હું જાણું છું! ડોન્ટ વરી! જે થયું એ ભૂલી જા! બસ હવે આપને હંમેશાં હંમેશાં માટે એક થઈ જવાના છીએ!" નેહલ એની પીઠ ને પસરાવતો રહ્યો. એની સાથે સાથે જ ગીતા અને નેહલ ના બધા જ પ્રોબ્લમ પણ ધીમે ધીમે દૂર થઈ રહ્યાં હતાં. બંનેના ચહેરા પર એકમેકના પ્યારને મળવાની ખુશી સાફ રીતે જોઈ શકાતી હતી!

(સમાપ્ત)