Hey woman don't lose books and stories free download online pdf in Gujarati

હે નારી તું ન હારી

(1)એક સ્ત્રી રૂપ અનેક...

જન્મતા કરે એ ધર ઊજાગર તે દિકરી
પોતાના ભાઈ નો સાથ હંમેશાં આપે તે બહેન
ધર માં લક્ષ્મી રૂપે પોતાની જવાબદારી સમજે એ પત્ની
બાળક ને 9 મહિના સુધી સંભાળે તે માતા
સંકટ સમય પોતાના પરિવાર રક્ષણ કરે એ દેવી
પૌત્ર પૌત્રી ને પ્રેમ કરે એ દાદી
એક સ્ત્રી રૂપ અનેક...

(2) તે જ સ્ત્રી છે
રૂપ નું સૌદર્ય નહીં પણ જ્ઞાન નો ભંડાર છે
તેજ તો સ્ત્રી છે
બીજા ના માટે જે પોતે છે તેજ તો સ્ત્રી છે
પોતાના કમૅ તો અપણૅ છે
બીજા માટે તે જીવનભર સમપૅણ છે
તેજ તો સ્ત્રી છે
પોતાના સપના છોડી ને બીજા સપના ની ભાગીદારી તેજ તો સ્ત્રી છે
પરિવાર શકિત અને ત્યાગ ની મૂર્તિ
જ તો સ્ત્રી છે
હું કેટલા ઉદાહરણ આપું અંતે તે સ્ત્રી છે


(3) આત્મનિર્ભર નારી...
..............
યુગ બદલાયો,જમાનો બદલાયો,દરેક ક્ષેત્રે સ્ત્રી શક્તિએ પોતાની આગવી પ્રતિભાનો પરિચય કરાવ્યો છે,આત્મનિર્ભર નારી નથી કોઈ પર ભારી,સંકટ સમયની યોધ્ધા છે,આત્મનિર્ભર નારી
લાગે સૌને દુલારી...

છતાંય દિકરીના અવતરણ બાબતે આ સમાજના વિચારો છે કેમ ખાટા,દરેક પુરુષોની સફળતા પાછળ તુ રહી છે,બસ હવે બહુ થયું ,
પોતાના ધ્યેય પ્રત્યે સજાગ બનો,સ્ત્રી પુરુષ એકસમાન આ સ્લોગન ને ખરા અર્થમાં સાચું કરી બતાવ જા તને તક ઈનામમાં
તુ નથી બિચારી,બાપડી
જાગ નાર જાગ મંજીલ
તારી રાહ જોઈ બેઠી છે.
ઉઠ,જાગ પોતાના લક્ષ્ય
પ્રત્યે સજાગતા લાવ,
બીજા માટે ખુબ કર્યું,
હવે પોતાની માટે જીવી લે.
સમાજ હંમેશા તને દયામણી નજરે જોતો આવ્યો છે,ચાલ એક કદમ તુ ઉઠાવ,તને ઉડવા માટે
આકાશ ઈનામ છે,21મી સદી છે સ્પર્ધાની,ચાલ તારુ એક કદમ ઉઠાવ,
હવે આવનાર જમાનાની તુ રાણી,તો પછી ન કર પાછી પાની.
માર મેદાન દુનિયા કરી લે
મુઠ્ઠીમાં,કલ્પના ચાવડા,ઈન્દિરા ગાંધી, રવિના તંડન આ નામ સ્ત્રી સમાજને ગૌરવ અપાવે,તુ કંઈક એવા કરી બતાવ કામ આ ગૌરવંતી યાદીમાં તારું નામ પણ સામેલ થાય,છોડ બધી પરોજણ,જ્યારે સખ્ત મહેનતની વાત તો બતાવી દે તુ નથી કોઈથી કમ,એકવાર નામ તમારુ ઉંચુ હશે,પોતાની મહેનત,લગન સાચી હશે,બેન્ક બેલેન્સ હશે તારા ખાતામાં તો સમાજમાં તને,માન પાન ને સ્થાન મળશે મફતમાં,
શરૂઆત કઠીન હોય છે,
માની લીધું,પણ એટલુંય કઠીન નથી,અશક્ય શબ્દ ભૂસી નાંખ તારા શબ્દકોષમાં,જો પછી. રસ્તે આડે આવતા દુઃખ તકલીફ પણ કેવા મજાના લાગે છે.જીવનમાં
મનમાં જોશને કંઈ કરવાની તમન્ના સદાય દિલમાં સળવતી રાખજે,ચાલ સફળતા તને ઈનામમાં

શૈમી ઓઝા "લફ્ઝ"
(4) છું હું
કાળા વાદળો વચ્ચે રહેલી વીજળી છું હું,
પ્રકાશ અને અવાજનો સહવાસ છું હું,
કોઈ ના સંભાળે તો અમસ્થો અવાજ છું હું,
જોવે-સાંભળે તો ધ્રુજાવનાર ગર્જનાદ છું હું.

કાંટાઓના બંધનમાં ખીલેલું ગુલાબ છું હું,
સુવાસ અને રંગનો સહવાસ છું હું,
પ્રભુને અર્પણ થતું સુંદર પુષ્પ છું હું,
પછી કરમાયેલી જિંદગીનો સાર છું હું.

બે નયનોમાંથી વહેતું ઝરણું છું હું,
પરિસ્થિતિ અને દુઃખનો સહવાસ છું હું,
દેખીતી રીતે ક્ષારનું ફક્ત પાણી છું હું,
નજરે ચડે તો ગરમ ઉબાળ છું હું.

કોરા કાગળમાં લખાયેલા શબ્દો છું હું,
કાગળ અને કલમનો સહવાસ છું હું,
આમ તો સામાન્ય લખાણ જ છું હું,
કોઈ સમજે તો મોટો ઇતિહાસ છું હું.

દુનિયામાં જન્મ લેનારી એક સ્ત્રી છું હું,
લાગણીઓ અને મમતાનો સહવાસ છું હું,
એક દબાયેલો-ગભરાયેલો અવાજ છું હું,
અવાજ ઉઠાવું તો ભયાનક સંહાર છું હું.


- ઝરણા દાયમા


(5)તારા હાથમાં
નથી કમૅ નથી ફળ તારા હાથમાં
મહેનત તે કરી લે નસીબ છે તારા હાથમાં
શું જીત કે શું હાર નથી તારા હાથમાં
મૂઠી બંધ કર તો વિશ્વાસ છે તારા હાથમાં
જન્મ કે મરણ નથી તારા હાથમાં
જીવન જીવવા રેખા આપી છે તાર હાથમાં
દ્વેષ કે શું પ્યાર નથી તારા હાથમાં
મળ્યું છે તેને સહેજ માની લે તે છે તારા હાથમાં જીવનમાં શું સાર છે નથી તારા હાથમાં
પોતે પોતાને જાણી લે એ નસીબ છે તારા હાથમાં
એવું જીવન છે તારા હાથમાં
-કણઝજરીયા હાદિક (વઢવાણ)