Operation Blue Star and Jaypalsinh Gohil books and stories free download online pdf in Gujarati

ઓપરેશન બ્લૂ સ્ટાર અને જયપાલસિંહ ગોહિલ

 

ઑપરેશન બ્લુ સ્ટાર અને જયપાલસિંહ ગોહિલ..
જયપાલસિંહ ગોહિલનું મુળ ગામ મોતીશ્રી. મોતીશ્રી  પાલિતાણા નજીક આવ્યું,જયપાલસિંહનો ક્ષત્રિય કુટુંબમા જન્મ હોવાથી પિતા નવલસિંહ ગોહિલ પોતાના વિર પુત્રોને દેશ,સમાજ તેમજ એક સ્ટેટ ગામ તરીકે પોતાના પુત્રો અને ગામને ખુબજ આગળ જોવા માગતા હતા પિતા નવલસિંહ ગોહિલનુ પાલિતાણામા બાપુ તરીકે ખુબજ પ્રખ્યાત નામ હતુ,તેમના અવસાન બાદ માતા મનહરબાના વ્હાલા દિકરા જયપાલસિંહ બાળપણથી જ પ્રભાવશાળી હોવાથી તેને આગળ વધતા જોઈ ખુશ હતાં.

આ ઘટનાં ઈદિરા ગાધીના સમયની છે જયારે પંજાબમા ઑપરેશન બ્લૂ સ્ટાર થયું હતુ...

જયપાલસિંહ ગોહીલ યુવા અવસ્થામાં જ આર્મી પસંદ કરી લિધી હતી અને આખા પાલીતાણા,ક્ષત્રિય સમાજ અને ગુજરાતનુ ગૌરવ વધાર્યું હતું,નોકરીની શરૂઆત થી ઓપરેશન બ્લુ સ્ટાર સુધીની લડતમાં જયપાલસિંહ  જોડાય ગ્યા હતા..
૦૩-૦૬(જુન)-૧૯૮૪ ના ઈદિરાગાધીના આદેશથી ઑપરેશન બ્લૂ સ્ટાર શરું થયુ,ભારતની સૌથી સારી આર્મી પંજાબમા લડત કરવા ચાલી જાય છે આ લડતમા ગુજરાતના જયપાલસિંહ ગોહિલ નો પણ સમાવેશ થયો હતો..સવર્ણ મંદિર તરફ આર્મીની મોટી ટુકડી લડતા કરવાં જય રહી છે ચારે બાજું ગોળીઓનો વરસાદ થય રહ્યો છે હજારો લોકો દોડાદોડ કરી રહ્યા છે લોકો ઘાયલ થય રહ્યા છે આર્મીએ આખા સ્વર્ણ મંદિરને ઘેરી લિધુ છે અને આર્મીના ઘણા જવાનો શહીદ થયગ્યા છે જયપાલસિંહ ગોહિલને સામેની બાજુએથી જડપભેદ ગોળી મારવામાં આવે છે જયપાલસિંહ ગોહિલને મગજમાં ગોળી વાગે છે જયપાલસિંહ ગોહિલ બેભાન થયજાય છે જેવા તેઓ ઉભા થાય ચારે બાજુ લાશો જોવે છે,આઘાતમાં પોતાના માથાનાં પાછલાં ભાગમાં લોહીની ધારું જોવે છે,જયપાલસિંહને અસંખ્ય પીડા થતી હોય છે,ઉભાં થયને પોતાના માથા પાછળ હાથ રાખીને આજુબાજુમા ઘાયલ લોકો તેમજ આર્મીના જવાનોને મદદ કરે છે,અચાનક ડરેલા લોકો સ્વર્ણ મંદિર ખાલી કરે છે,ચારે બાજુ લાશો અને ગોળી જોવા મળે છે,જોત જોતામાં હુલડ અને કોમવાદ સર્જાય જાય છે લોકો દોડી શકે એટલા દોડે છે ભાગી શકે એટલા દુર ભાગવા લાગે છે,જયપાલસિંહ ગોહિલને માથામાં ગોળી વાગવાથી અંસંખ્ય પિડાથી થોડાં સમય પછી જયપાલસિંહ પોતાનો મગજ ગુમાવી બેસે છે ખ્યાલ રહેતો નથી તેઓ દોડતા દોડતા પાકિસ્તાનની સરહદ પાર કરી ને પાકિસ્તાન પોહચી જાય છે,પાકિસ્તાન સરહદ પાર કર્યા પછી જયપાલસિંહને થોડો હોશ આવે છે અને તેને ખ્યાલ આવે છે,તેના પગ કય ભૂમિ ઉપર પડ્યાં છે સાથેજ ખબર પડે છે હુ પાકિસ્તાનમા આવી પોહચ્યો છુ,જયપાલસિંહ પાસે ફક્ત એક પાણીની બોડલ છે, પૈસા,કપડાં,આર્મી ડોકયુમેન્ટરી,લાયસન કાંઈપણ રહેતું નથી,મગજ ગુમાવ્યાંથી તેઓને કાઈપણ યાદ આવતું નથી.યાદ-દાશ શક્તિ ગુમાવી બેસે છે ફક્ત એકજ બાબત યાદ હોય છે અને તે છે..પોતાનું પાલીતાણા વાળું ઘર-સરનામું બાકીની દરેક બાબતો તે ભુલી જાય છે,તેઓ પાકિસ્તાનની સરહદમાથી ફરી હુલડો-કોમવાતની વચ્ચે પંજાબમા આવે છે,પંજાબથી દિલ્લી સુધી તેઓ ચાલીને આવે છે(વાહનવ્યવહાર ઠપ થયગ્યો હતો)ધણા બધા દિવસો થયજાય છે,બિજી બાજુ પંજાબમાં ઘણાં બધા આર્મી જવાનો શહીદ થયાનો શોક જાહેર થાય છે,દિલ્લીથી આર્મી જવાનોને જયપાલસિંહનો અતોપતો મળતો ન હોવાથી,તેઓ જયપાલસિંહ ગોહિલને શહીદ થયાંનુ અનુમાન માડે છે, આર્મી કેપમાથી ગુજરાતમા આર્મી કેમ્પમા તાર મોકલવામા આવે છે જયપાલસિંહને શહીદ જાહેર કરે છે,ગુજરાત આર્મી કેમ્પ માથી બે આર્મી ટુકડી પાલિતાણા જયપાલસિંહ ના ઘરે પોહચીને જયપાલસિંહ ના માતા મનહરબાને જાણ કરે..મનહરબા અને મોતીશ્રી ગામના કે અન્યને આઘાત લાગે છે વિશ્વાસ આવતો નથી,પંરતુ માતા મનહરબાને ખ્યાલ હતો કે મારો પુત્ર વિરગતી ના પામે...તરત માતા મનહરબાએ દિલ્લી આર્મી કેમ્પ મા પોતાના પુત્ર જયપાલસિંહ ને શોધવાની અપીલ કરે છે..દિલ્લી આર્મી કેમ્પે ફરીવાર શોધવાનું શરુ કરી દે છે,પરંતુ જયપાલસિંહ ગોહિલ ફરી ન મળતાં ફરી શહીદ જાહેર થાય છે, ૧મહીનો, ૨મહીના થયગ્યા છતા જયપાલસિંહ ગોહિલ નો કોઈપણ અતોપતો ન હતો. હવે તો માતા મનહરબા એ પણ પોતાના સંતાનની આશા ખોય બેઠા હતા..

૨ મહીના પછી પાલિતાણા વાળા પોતાના ઘરે જયપાલસિંહ ગોહિલ ફાટલા-ટુટલા કપડે, શરીરનો શ્યામ વાન,અને શરીરની ઉર્જા વગર મેન્ટલ હાલતમાં આવી પોહચ્યા..માતા મનહરબા પોતાના દિકરા જયપાલસિંહને જોઈને હયાફાટ રડી પડે છે...કોઈને પણ વિશ્વાસ આવતો નથી કે જયપાલસિંહ જીવતા છે,ત્યારબાદ તરત દિલ્લી આર્મી કેમ્પ મા જાણ કરવામાં આવે છે.. "જયપાલસિંહ ગોહિલ પાલિતાણા પોહચી ગ્યા અને જયપાલસિંહ ગોહિલની પરિસ્થિતિ સારી નથી માથામા ગોળી વાગી છે માથાની અંદર હજુ પણ ગોળી છે જયપાલસિંહ ગોહીલ યાદશક્તિ નબળી પડી ગ્ય છે, બધુજ ભુલી ગ્યા છે ફક્ત પાલીતાણા વાળુ ઘર યાદ છે".ત્યારબાદ જયપાલસિંહ ગોહિલનુ હોસ્પિટલમાં  ઓપરેશન કરવામા આવે છે,મગજમાં થી ગોળી કાઢવામાં આવે છે પરંતુ જયપાલસિંહ ગોહિલને મગજમા ગોળી વાગવાથી મગજની બિમારી થયજાય છે,આ બિમારી ભૂલવાની અને થોડીઘણી મેન્ટલી હાલત ખરાબ થવાની હતી,જયારે તેમને પુછવામાં આવે છે તમે પાલિતાણા ઘરે કેવી રીતે પહોચ્યા? ત્યારે જયપાલસિંહ ગોહિલ જણાવે છે કે હુ દિલ્લી થી ચાલતાં ચાલતાં કે કોઈ ગાડીમા બેસાડે તો બેસીને અથવા તો ચાલતા ચાલતાં હુ દિલ્લી થી મારા ઘર પાલીતાણા પહોચ્યો હતો..

(ભારતની રક્ષા-અખંડતા અને સાર્વભૌમત્વ માટે ક્ષત્રિયો આજીવન દિવાલ બનીને રહ્યા છે,
જયપાલસિંહ ગોહિલના હૃદય કંપાવનારા દ્રશ્યો-અનુભવો જો આપણી સાથે થયા હોય ફકત વિચારીએ તોપણ હૃદય કાંપી ઊઠે છે, અને આપણા ગુજરાતના દરેક માતાઓને સલામ છે જેઓ મનહરબા ગોહિલ જેવી સહનશક્તિ,ધીરજતા,વેદનાથી વિશ્વાસ સુધી સ્થિર બની રહે છે,ગુજરાતી પ્રજાની છાપ મીઠા,ચીકણા આવા પ્રકારની દર્શાવામા આવી છે પરંતું ઈતિહાસ,ચળવળો અને આજના એક એક ક્ષેત્રમો ઉચાયે ફક્ત ને ફક્ત  ગુજરાતીઓ જોવા મળે છે.)

-ઓપરેશન બ્લૂ સ્ટારની વિગતવાર માહિતી તમને સોશ્યલ નેટવર્કિંગ સાઇટ પર જોવા મળશે.
-ઓપરેશન બ્લૂ સ્ટાર ૩દિવસ ચાલ્યુ હતું.
-મુખ્ય સૂત્રધાર ભિડરા વાળાને આર્મી જવાનોએ ગોળી મારી હત્યા કરવામાં આવી અને ઓપરેશન બ્લૂ સ્ટાર પૂર્ણ થયું.
-ઓપરેશન બ્લૂ સ્ટારમા ૫૦૦થી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા.
-ભારે ગોળા બારુથ ફેકવાના કારણે સ્વર્ણ મંદિર ખુબજ ખંડિત થયુ હતું જેથી શીખ સમુદાય નારાજ હતો.
-ઓપરેશન બ્લૂ સ્ટાર પુર્ણ થયા ના ૪મહિનામાં માજ ૩૧-૯(ઓક્ટોબર)-૧૯૮૪ ઈદિરાગાધીના બે શીખ સુરક્ષા કર્મીઓએ ગોળી મારી હત્યા કરી નાખી હતી.

-કુષ્ણકુમારસિંહજી ગોહિલ મોતીશ્રી