Kone bhulun ne kone samaru re - 108 books and stories free download online pdf in Gujarati

કોને ભૂલુંને કોને સમરુ રે - 108

સાંજે કાકાને ત્યાં જમવાને બદલે જયાબાના હાથની ભાખરીને શાક ખાઇને આરામથી ચંદ્રકાંત કાકાનેત્યાં જવા નિકળ્યા ચંદ્રકાંતને બરાબર ખબર હતી કે મહાભારતના યુધ્ધમા કેમ લડાઇ લડવાની છેકોની સાથે લડવાની છે .રાતના આઠ વાગી ગયેલા...કાકા કાકી રાહ જોતા બંગલાનાં વરંડામાં બહારહીંચકતા હતા...ચંદ્રકાંતને જોઇને કાકા ઉભા થઇ ગયા..."આવ મારા દિકરા....આવ..."ચંદ્રકાંતે બહારપડેલી ખાલી ખુરસીમાં જમાવતા પહેલા કાકાને નમીને પગે લાગ્યો ત્યારે કાકાએ છાતીએ વળગાડીબથ ભરી લીધી...કાકીને પગે લાગ્યો ત્યારે કાકીથી રહેવાયુ નહી..."હેં ચંદુભાઇ,તમે અટલા દિવસથીઆવી ગયા છો તો ખબર કાઢવાય અવાય???અમે જીવતા છીએ કે મરી ગયા છીએ જોવાતોઆવવુ જોઇએને...તમારી કાકી છું..."વરાળ પુરી નિકળી ગઇ...નાનોભાઇ આઇસક્રીમ ના બાઉલભરીને આવ્યો...હવે ચંદ્રકાંતનુ બેટીંગ શરુ થયુ...

નાના તને અટલીયે ખબર નથી પડતી કે કાકીની પુરેપુરી વરાળ હજી નિકળી નથી અને તું કાકીનેઆઇસક્રીમ આપે છે ? જરા વિચાર કર કોઇ જમ્યા પહેલા આઇસક્રીમ ખાય ? “ચંદ્રકાંતની ઓચિંતીબેટીંગથી નાનો થોથવાઈ ગયો ..

અરે ચંદુભાઇ હું તો તમારા માટે આઇસક્રીમ લાવ્યો હતો ..” ચંદ્રકાંતે વાતને વાળી લીધી ને કાકીનીબાજુમાં બેસી કાકીનો હાથ પકડી સામે કાકીની સામે જોઇને કહ્યું

જુઓ કાકી આવ્યો કે બીજે દિવસેજ દુકાને કાકાને મળવા ગયો હતો કે નહી?પુછો કાકાને...?મેં તમારાકુશળ મંગળ પુછ્યા હતા કે નહી..?પુછો કાકાને...!હવે તમે મારા વહાલા કાકી છો કડધડે છો..તમનેકંઇ થાય નહી..."હાથમા આઇસક્રીમનો બાઉલ પકડી ચંદ્રકાંતે ફોર મારી..."મને તો નાનો કહીગયેલો કે તમારે સાંજે તમારી સાથે જમવાનુ છે એટલે થોડી ભુખ વધારે લાગે એટલે મોડોઆવ્યો...આમ પણ તમે મારા વી આઇ પી કાકી છો મારા કાકા કેલીયે વાર તમને અડધી રાત્રે ભજીયાવડા કરાવે છે . તે તમે હેરાન નહી થતા હો ? સાચુ કે નહી?એટલે ..."

"બસ ચંદુભાઇ મસ્કાન મારો હવે તો જમવા બેસવુ પડશે..."કાકી

"હા હા ચાલો બધા સાથે બેસીને જમીયે...!"ચંદ્રકાંતે હોળવેકથી કુકરી મુકી .

"અમેતો..."કાકી થોથવાઇ ગયા...

મને ખબહર હતી કે મારા કાકી મારા વગર જમે નહી પણ મારા કાકાને ભુખ્યા લાગે પછીકાકા કોઇના નહી બરોબરને ? પછી ગરમ પુરી ઉતરાતી હોય કે ભજીયા કાકા રસોડામાં પહોંચી જાય અને કાકી કંઇ બોલે ત્યાર પહેલા બેજાર ભજીયા કે પુરી હાથમાં લઇને બહારઆરામથીહિંચકે ઝૂલતા ઝાપટેખરું કે નહી કાકા ? “

એટલે એમ કે કાકાએ જમી લીધું ને તમે મારી રાહ જોતા હતા કે ક્યારે ચંદુભાઇ આવે ને ક્યારે માંદીકરો સાથે જમીયે બરોબરને કાકીચંદ્રકાંતની ગુગલી બોલીંગમાં કાકી ની ત્રણેય વિકેટ પડી ગઇ

" ચંદુભાઇ છે...તુ જેમ વધારે બોલીશ એમ વધારે ખાડે પડીશ..."કાકાએ હસતા હસતા ઇશારોકરી દીધો....ચંદ્રકાંત શાંતિથી આઇસક્રીમની ચમચી મોઢામા મુકતા બોલ્યા "કાકા ભલે ગમ્મેતેમ કહેપણ મારે બધી પુષ્પાઓ સાથે બહુ લેણુ છે...જુઓ એક તમે તો ખરાજ બીજા વડોદરા વાળાલાલુકાકાનાં દિકરી..પુષ્પાદીદી.."

કાકાએ વાત પકડી લીધીકાકાને જાણવાની બહુ ચટપટી થતી હતી કે ચંદુ શું ભણીઆવ્યો ? આમ તો મોટો ભાઇ હુશીયાર પણ ચંદુલાલતો મકડીયું મીંડું હતા તો વડોદરા કંઇ રીતેગયા ? શું એવું ભણ્યા ? એક પણ ગંડ બેસતી નહોતી

"વડોદરાની વાત કરને ચંદુભાઇ..."કાકાએ વાતને વાળીને નવો મોડ આપ્યો.."ત્યાં શેનુ ભણવા ગયોહતો...? કેવું લાગ્યું વડોદરા ? પુષ્પાનુ વડોદરાથી પોસ્ટકાર્ડ હતુ કે જગુમામાનો ચંદ્રકાંત રોજ મળેછે..." કાકાએ ઇશારો કર્યો કે મને બધી ખબર છે યા તો એવો દેખાવ કર્યો કે હું બધુ જાણું છું પણચંદ્રકાંત સાવધ હતા

" તો હું કહેતો હતો કે મારે બધા પુષ્પાજી હારે ભારે લેણુ..એક જયા બા હારે જરા ખટપટ થાય પણહવે એની વાત જવાજ દ્યો પાછા કાકા નારાજ થઇ જાશે ..એને વળી ભાભી સર્વસ્વ ..”

કાકીનો ચહેરો ખીલી ગયો...

" બહુ દેડકાની જેમ ફુલાઇને ફાળકો થતી ચંદુભાઇ તારી મશ્કરી કરે છે..ચંદુભાઇ તેં વાત સાવઉડાડી દીધી...ન્યાં વડોદરામા શેનુ ભણવા ગયો હતો..જરા વાત કર આપણે નાનાને મોકલવા માટે તારોશું મત છે..?"

"કાકા પરદેશવાળાએ નવા જમાનામાં નવી રીતે કોઇ પણ વસ્તુ કેમ વેંચાય એમાશીખવાડે...પણ ખરુ કહું તો એનો કંઇ મતલબ નથી...ઠીક મારાભઇ.. બધુ ડમડમ ચાલે ત્યાં સુધીસારુ લાગે...બાકી નાનાને તો આમેય હજી બહુ વાર છે પોતે ભણવામા બહુ હુશીયાર છે ..મારાજેમ ડબ્બો નથી ને તમારા હાથ નીચે એવો તૈયાર થઇ જશે જોજો.."

"કાકા થોડુ ફુલાઇ ગયા નાનો રંગમાં આવી ગયો આઇસક્રીમ પુરો થઇ ગયો હતો પછી અલક મલકનીઅમરેલીની બહેનોની વાતો કરી ચંદ્રકાંત દસ વાગે કાકાને ઘરેથી જૈશ્રીકૃષ્ણ કરી ઉભા થયા..."

કાકા બે હાથની હથેળીઓ ધસતા હીંચકે ઝુલી રહ્યા હતા...

જયાબેન અંહી પોતાના ઘરે ઉચ્ચક જીવે રાહ જોતા બેઠા હતા...ચંદ્રકાંતે બધી વાત કરી ત્યારે જીવ હેઠોબેઠો..

"મને તો એમ હતુ કે તારાભાઇની જેમ તુંયે ....બાફીયાવીશ..."

ચંદ્રકાંત અને જગુભાઇ બન્નેએ સાથે "હમમમમ" કર્યુ...