Kone bhulun ne kone samaru re - 111 books and stories free download online pdf in Gujarati

કોને ભૂલુંને કોને સમરુ રે - 111

જગુભાઇનાં ઘરમા પતરાની બે મોટી ધડૂક બેગ હતી જે ક્યાંય પણ લઇ જવાય તેવી નહોતી પણ માળિયામાં ખાંખાંખોળા કરતાં જે હાથ લાગી તેને ઝાપટા મારી સાફ કરીતો જેને સુટકેસ કહેવાતીતેવી પ્લાયવુડ ઉપર રેક્ઝીન મઢેલી એક બેગ બીજી ચોવીસ ઇંચ બાઇ ચોવીસ ઇંચની અંદરથી પુઠુબહાર રેક્ઝીન મઢેલી બોનવોયેજ બેગ જેમા સ્પીંગવાળા લોક અને તેની કડીમાં નાનકડુ તાળુમારવાનુએ બે બેગ બે ખાદી ભંડારના થેલા જેમા નાસ્તા રસ્તામા જમવા માટે બટેટાની સુકી ભાજીથેપલા છુંદો ગોળપાપડીનો ડબ્બો મુકવામા આવવાનો હતો બાકીનુ બધુ પેક કરી અમરેલીના બાકીબચેલા અંગત મિત્રો છેલ્લો કટોરો ઝેરનો તું પી જજે બાપુ કરવા આવવાના હતા... બધા આજેસાંજે ફરી મિત્રો મળવા આવ્યા"ચંદ્રકાંત તારુ જવાનુ પાકુ છે ને?"

તને મુંબઇ કંઇ બાજુ આવ્યું ખબર છેતારાચંદ ખબચંદાણીએ મજાક શરુ કરી .. “

સાંઇ મારો એવો ખ્યાલ છે કે ક્યાંક તો આવ્યું છે પણ હું આપણા સ્ટેશન માસ્તરને પુછી લઇશ જાત્રા નાંકમાથી બોલે છે એટલે આમ પણ ટીકીટલેવા ગયો ત્યારે ચાર ટ્રેન ક્યારે આવે છે પુછીનેકપાવેલા એમાં ગુડ્ઝ ટ્રેનને ઝંડી આપવાનું ભુલી ગયા હતા એટલે માલગાડી અટકી પછીસાંધાવાળોને ઝંડી લઇને દોડાવ્યો ત્યારે ચંદ્રકાંતઅલોપ થઇ ગયેલા તે વાત કરી એટલે ફરીથી હર્ષદદેથાએ છેલ્લી વખતછે છે છે કરતા માથું પકડીને ખડખડાટ હસતા હસતા પાંચ કદમ આગળનિકળી ગયા પછી રહેવાયું એટલે બોલ્યાયાર ચંદ્રકાંત તું અને મનહર અંહી હતાં તો હું હસતોથયો હતો સાંજે બહાર નીકળતો થયો હતો હવે બહાર નીકળવાનું બંધ થઇ જશે બોલતા બોલતા ંતેમનીં આંખો ભરાઈ ગઇતારાચંદે બાજી સંભાળીબાપુ હું છું ને ?” પણ અંતે પણઝળઝળીયાળી આંખથી મોઢું ફેરવી ગયો….ચંદ્રકાંતે બન્ને મિત્રોને બથમા લઇને આજે મન ભરીને રડીલીધું પછી બન્નેને મુડમાં લાવવા કહ્યુંતારા, મુબબઇ ક્યાં આવ્યું હવે તું પુછજે સ્ટેશન માસ્તરને કારણકે મને જોશે તો આવનારા સોમનાથ મેલને ઝંડી નહી આપે ને મારી પાછળ દોડશેઅને તોયજો મન ભરાય તો સોમનાથ મોલ આવે ત્યારે મારુ જવાનુ પાકુ છે બાકી સોમનાથમેલને પુછજેચંદ્રકાંતે છેલ્લી મજાકો કરીને જયાબાનાં બનાવેલાં જીવડાંની મિત્રોએ જિયાફત માણતા હતા ત્યારેસાંજના યાદ કરીને કાકા કાકી નાનાભાઇને મારતી સાઇકલે મળી આશિર્વાદ લઇને ઘરે આવી ગયા.

આજની સાંજ/રાત ચંદ્રકાંતની અમરેલીની આખરી રાત હતી.સપનામા મુબઇ શહેરની જાહોજલાલી ત્યાંની લાઇફ સ્ટાઇલ યાદ આવતી ગઇ...ચલ મન જોવા મુંબઇ નગરી છે પુચ્છ વિનાની નગરી નગરી કેવી છે?ચંદ્રકાંત તેને ઝળો કહેછે..

એક વખત તમને પકડે પછી છોડે નહી.અંહી જે પૈસા લઇને આવ્યા તેને ખાલી ખીસ્સે કરી દીધા ને જેખાલી ખીસ્સે આવ્યા તેને માલામાલ કરી દીધા એવી ભ્રમણા છે છળ છે...અંહીયાં જે તકદીરનાબાદશાહો છે તે ગલ્લીના લારીમાં ઢોસા બનાવતા કરોડપતિ બને છે ને આખી જીંદગી મહેનત કરે તેમાંડ માંડ રોટલા રળે છે...સાંઇઠ ટકા લોકો મફતના ઝુપડામા રહી પડેલા કહેવાતા ગરીબો મહીને ત્રીસચાલીસ હજાર નોકરી ઘરકામ મજુરી કરી કમાઇ લે છે તો કંઇ નવાઇ નથી ને આખી જીંદગીગુમાસ્તાગીરી કરીને માંડ દસ પંદર હજાર કમાતો મધ્યમ વર્ગ છે તે નથી કહી શકતો નથી રહી શકતો શહેરનો વણલખ્યો નિયમ છેઅંહીયા કેટલાયે લોકો કોઇકના પૈસે એશ કરે અંહીયાનીતાસીર છે...

આવા મુંબઇમા હવે ચંદ્રકાંત જવાના હતા.. ત્યાર પહેલાં આજે જવાનાં દિવસે બપોરે શું બન્યું હતું તેયાદ આવી ગયું .

બપોરે ભાઇ આવે ત્યાર પહેલા જયાબાએ નાસ્તા અને રસ્તામા જમવાના ડબ્બા થેલામા મુકીદીધા...બપોરે ભાઇ જમીને વામકુક્ષી કરીને ઉઠ્યા એટલે ચંદ્રકાંતને બોલાવ્યો..."તારી બા ને સાથે લેતોઆવજે..."

જયાબા અને ચંદ્રકાંત ભાઇ સામે સોફા ઉપર ગોઠવાયા...જગુભાઇના હાવભાવ ચંદ્રકાંત અનેજયાબેન જોતા રહ્યા

"ચંદ્રકાંત તને ખબર છે હવે આપણી પાંસે કંઇ બચત નથી...માંડ બચાવેલા પૈસામાંથી તારાકપોળ બોર્ડીંગની મહીનાની ફીના બાકીના તારી કોલેજની ફીના પહેલા સીમેસ્ટરનાં મળીને હજારરુપીયા તારી ટીકીટનાં સો રુપીયા બીજા મહીનાંમા ક્યાંક ખુટે તો ચારસો રુપીયા કુલ પંદરસોરુપીયા થેલાનુ ઓશીકુ બનાવીને રાત્રે સંભાળીને રાખજે..મારાથી જેટલુ થયુ એટલુ કર્યુ .હવે મારુ ગજુનથી.તું હારી જા થાકી જા તો અમરેલી પાછો આવી જજે ભાઇ મને માફ કરજે પણ બસ...મારા તને ખુબઆશિર્વાદ છે.કહેતા જગુભાઇ ધ્રુસકે ધ્રુસકે રડ્યા ત્યારે જયાબેન પણ ચોધાર આંસુએરડ્યા...ચંદ્રકાંત દોડીને બાથરુમમા જઇને પોક મુકીને રડ્યા...સ્વસ્થ થઇ મોઢુ ધોઇને બહાર નિકળીભાઇના પગ પાંસે બેસી ગયા ચંદ્રકાંત..."ભાઇ તમે અમને બહુ આપ્યુ છે...એમાં મને તો માલામાલ કરીદીધો છે ..તમે અમને હિમ્મત સંજોગો સામે લડવાની તાકાત સારા સંસ્કાર આપ્યા છે...નીતિથીચાલવાનુ શીખવ્યુ છે તમે કહ્યુ હતુ કે બેટા કાળીદાસ દાદા અને તેમના બાપુજી હીરજીદાદાએ વ્યાજવટાવનો ધંધો કરી ને ગરીબ લાચારની જે હાઇ લીધી છે એટલે આપણે ખલાસ થઇ ગયા ..હવે જેકમાશુ ઇમાનદારી મહેનત નિતિનો પૈસો હશે કોઇની હાઇનો પૈસો આપણે નથી જોઇતો...ભગવાનઅમને માર્ગે ચલાવે તેની ઇચ્છા છે તમે નચિંત રહો ફાવ્યુ હારી ગયો તો તમારી પાંસે પાછોઆવીશ બસ..મને તો તમારી ચિંતા વધારે થાય છે...ધડીભર એમ થઇ જાય છે કે નથી જાવુ તમનેછોડીને..એટલે મને ત્યાં મન લગાડીને સખત મહેનત કરા દેવી હોય તો તમારી તબિયતનુ તમારે બન્નેને ખાસ ધ્યાન રાખવું પડશે

........

જયાબાએ દૂરથી બાબુની ઘોડાગાડી આવતી જોઇ અને સાદ કર્યોહાલ ચંદ્રકાંત તૈયાર થઇજા જોઘોડાગાડી આવી ગઇ...ગાડીનો ટાઇમ થઇ જશે અને તમે આજે બાપ દિકરો વહેલા જમી લ્યો...ગાડીવેલી મોડી હોય તો વાંધો આવે.......નાનીબેન પણ પીરસતા રડતી હતી જયાબા રસોડામા આંસુસારતા હતા...જમીને સામાન બહાર મુક્યો...મંદિરમા જયાબા દિવો કર્યો...