Kone bhulun ne kone samaru re - 123 books and stories free download online pdf in Gujarati

કોને ભૂલુંને કોને સમરુ રે - 123

"ખત્તર ગલ્લી...?ખાડીલકર રોડ..? " એટલે કાંદાવાડી ?રમેશ ઝવેરીએ ઇશારો કરલો કે સહુથીસસ્તુ મેન પ્રિન્ટીંગ બજાર શોધવા ભુલેશ્વરમા ભુલો પડજે ભગવાન એવો મુંબઇગરાનો દુહો (હવેદોહોકહેવાય છે) યાદ રાખી ચંદ્રકાંતની શાહી સવારી નિકળી..

ચંદ્રકાંતને કિસ્સો આજે પણ યાદ આવી ગયો .. જમાનામા ત્રણ ભોઇવાડાની ગલ્લીઓ અનેભુલેશ્વર એટલે 'ગાયુ અને બાયુ થી 'ઉભરાતો રહેતો એરીયા.સાડીઓ રેડીમેડ ફેન્સી નોવેલ્ટી કટલરીહોઝીયરીનુ સસ્તુ ટીકાવ મુંબઇના મધ્યમ વર્ગનાં લોકો માટેનુ બજાર...સવારના અગીયારથી હૈયેહૈયુદળાય એવી ગરદી હોય...વચ્ચે વચ્ચે કાપડ બજાર અને અન્ય બજારમા જવા માટે હાથગાડીઓમાસામાન લાદીને માથાડી કામદારો ઉર્ફે ઘાટીઓનો રુવાબ પણ જોવા જેવો રહેતો..જે બૈરા લેડીઝ ગમ્મેતેટલો ' બેન જવા દ્યો ' કરોને ચસકે નહી તેને "એહેહેહે...એહેહેહે સાઇડ ગ્યા..."પછી એક લાકડાનાહાથ ગાડીના હાથાનો ધડામ અવાજ સાંભળીને એવા ભાગીને રસ્તો આપ્યો નહી તો સીધ્ધી પગમાહાથ ગાડીનો ડંડો પડે .એટલે જરાક એહેહેહે સાંભળીને શહેનશાહની સવારી આવતી હોય અને જેમલોકો મારગ આપી દે તેમ રાડો પાડતી "મારા રોયા"કરતી ગુજરાતણો મારવાડણો હડપ કરતી બાજુમાંસરકી જાય...

ચંદ્રકાંતને મસ્તી સુઝી...ભયાનક હૈયેહૈયુ દળાઇ તેવી ભીડ જ્યાં ટેક્સી કે ઘોડાગાડી ફરકે નહીસાઇકલોની ઘંટી કોઇ સાંભળે નહી ત્યાં ફસાયેલા ચંદ્રકાંતે માથુ નીચુ રાખી મોટા અવાજે ઘાટીની જેમલહેકેદાર ઘાંટો પાડ્યો..."એહેહેહે..."ચારે બાજુ રસ્તો સાફ...લોકો હાથગાડી જોઇને વિચારે ત્યારપહેલા ચંદ્રકાંત સરકી ગયા...

સી પી ટેંકની પાછળની ગલ્લી ખત્તર ગલ્લી...આગળ માઘવબાગમાં ભગવાન બિરાજે...અંહિયાખત્તર ગલ્લીમા પણ ભગવાનના મંદિરો લાકડાના બનાવના ન્યુ નોવેલ્ટી મેન્યુફેક્ચરીંગ કંપની દુરથીદેખાતી હતી .અંહીયા ફેમસ પાનવાળો વડાપાંવ ઉસળવાળાની દોમદોમ સાહેબી જોઇ બધ્ધા વચ્ચેએક ઉંચા પતરાના શેડ ઉપર બોર્ડ મારેલુ "જ્યોતિ ફાઇલ મેન્યુ કંપની" માલીક ચંદ્રકાંતની જેમ નીચીદડીનાં કસાયેલ બદનના દિલિપ શાહને મળીને ચંદ્રકાંતે ધનજી સ્ટ્રીટના જનરલ સ્ટેશનરીની કુંડળીકાઢી..."

"બહુ ચેપ્ટર માણસ છે જીત્યો...ચાલુ ચીજ..આપણે સુરટી સમજ્યાં એની માં ને જે હોય તે ટેં મોઢે કહીદેવાનું મીઠું મીઠું બોલીને ખોટું કરવાનું એવુ નહી ચંદ્રકાંતભાઇ આપણો ધંધો સીધ્ધો.

આઠ દસ વર્કર ફાઇલો જાતભાતની બનાવતા હતા...મુકાદમ એક પડછંદ કાયાનો દાઢી વાળો લાલચડ્ડી પહેરલો ઇબ્રાહીમ ચંદ્રકાંતને જોઇ રહ્યો...

આગળની જીંદગીમાં હીસ્સો બનવાનો હતો . ત્યાર પછી તો હુસેની ફોકલેન્ડ ઉપર તો સુરતીમહોલ્લા નાગપાડા પોલીસ સ્ટેશનની હદમાં હાજી કાંસમાં ચાલ વાળા માઇક્રોપ્રેસવાળાતુહરાબભાઇ.... ફાઇલ વાળો કબ્રસ્તાન રોડ ચંદનવાડી મરીન લાઇન્સ નો શબ્બીર તોહેમરાજભાઇ સોનાબાગ લેન ગીરગામવાળા આજે ઉમ્મરે ભુલાતા નથી જાણે કહેતા હોય "તુમમુઝે યું ભુલાનાં પાઓગે...જબ કભીભી સુનોગે ...ગીત(કીસ્સે)મેરે તબ તુમ ગુનગુનાઓગે..."

કાંદાવાડી ઉર્ફે ખાડીલકર રોડ ઉપર નવજીવન પ્રેસમા ખત્તરગલીના નાકે ભાવ પુછ્યો..

બસ્સો કાર્ડ,સીંગલ કલર... ગીતના હોગા ?” ચંદ્રકાંત

"સાઇઝ..બિઝનેસ,અમેરીકન કે મીની..? કાર્ડ તમે લાવશો..?.."

"સામે મીના એજન્સી અને બીજા યુનિવર્ર્સલ કાર્ડવાળાની દુકાન જોઇ...."

"એક કામ કરા ભાઉ...સમોરચી દુકાન તુન કારડ ગ્યા . ચાળીસ ટક્કા ડીસકાઉન્ટ ભેટેલ મીં પ્રિંટીંગકરુન દેઇલ..."મરાઠી સાથે પહેલી વખત મરાઠીમાં ભાંગીતુટી બોલચાલ શરુ થઇ..

દુસરેકે પાસ જાતે ભાવ નિકાલનેકી જરૂરત આહે કાં ?”ચંદ્રકાંતે આહે હોય બરા કાં થાન એવા થોડાશબ્દોથી મરાઠીમાં બોલવાનું ચાલુ કર્યું .

રોડ ઉપર મુંબઈમાં લગ્ન કરનારા અચૂક આવે આવે કારણકે લગ્નની કંકોત્રી ફક્ત અંહીયામળતી ,અંહીયા છપાતી પણ દરેક મુંબઈની ભાષામાં કાંદાવાડી અને ભુલેશ્વર સુધીમાંમુંબઇ શહેરની તમામ ગુજરાતી જ્ઞાતિઓની વાડી હતી ,અંહિસા બેડવાજા ઢોલતાશાવાળા મળીરહેતા સામે ફુલગલ્લીમાંથી હાર તોરણ મળતા , માધવબાગમાં ભગવાન કૃષ્ણ મળે , શ્રીનાથજીબાવાની પેઢી મળે ,ભોઇવાડામાં હોલસેલ બંગડીથી માંડીને તમામ શ્રૃગારની આઇટમો મળેમોટા મંદિરની આજુબાજુ રંગારાની ગુલાલવાડી તો જાતજાતની દેશભરની લગ્નની સીઝનમાં પહેરવાલાયક સાડી શેલા મળતા પછી ભુખ્યા લાગે તો ખાઉ ગલ્લી, કાશીરામ ભજીયાવાલા તોસીપીટેકનાંનાકે જૈન મહિલા ગૃહ ઉદ્યોગની દુકાનમાં ચટપટી નાસ્તા મળે . જૈન ગૃહ ઉદ્યોગને અડીનેએક ખીચડી ઘર હતું .તેનો માલિક ગ્રાહકો સાથે વાર્તા કરતા રહેતાચંદ્રકાંતે ત્યાં જ્યારેકોથળી કાંમુંબઈ સંકડા ક્યા કરે નરબંકડા જેવી આર્થિક હાલત હતી ત્યારે ખીચડીઘરમાં અવારનવારઆવતા હતા .મરાઠી અને ગુજરાતી બન્ને સંસ્કૃતિનું અજોડ મિલન આખા એરીયામાં જોવા મળેક્યાંક ઉસળ પાંઉ ફેમસ તો ક્યાંક મિસળ પાંવ તો ક્યાંક પીયુષચારે તરફ વડાવાળા રગડા સાથેઆપે તો કોઇ પાંઉ સાથે આપેમામૂલી રકમમાં મધ્યમ વર્ગનો માણસ પેટ ભરી શકે તેવી એરીયામાં દુકાનો સ્ટોલ હતા તો અમારો માટે જલેબી ફાફડા ભજીયા કેસરી કઢેલા દૂધની છોળોઊડતી ભુતકાળની વાતો કરતા ચંદ્રકાંતનું પેટ ભરાય ગયું .

ચંદ્રકાંતે આખા ખાડીલકર રોડની કુંડળી કાઢી રબ્બર સ્ટેંપ,લેટર હેડ અને વિઝીટીંગ કાર્ડનો ઓર્ડરઆપી ચંદ્રકાંત આવનારી નવી જીંદગીના સદા યાદ રહેનારા રસ્તા ઉપર ફરતા ફરતા ચર્નીરોડથી ટ્રેનપકડી..ત્યારે સાયગલજીનુ ગીત અચાનક મોઢે ચડી ગયુ.."ચલે પવનકી ચાલ...જગમે ચલે પવનકીચાલ..."

Share

NEW REALESED