Love Revenge Spin Off Season - 2 - 16 books and stories free download online pdf in Gujarati

લવ રિવેન્જ-2 Spin Off - Season - 2 - પ્રકરણ-16

લવ રિવેન્જ-2 Spin Off

Season -2

પ્રકરણ-16

 

“હું ટેન્થમાં હતી.....ત્યારે મારી ઉપર રેપ થયો......! મારી ઉપર રેપ થયો......!”

એક્ટિવા લઈને કૉલેજ જઈ રહેલી અંકિતાના મનમાં લાવણ્યાના શબ્દો પડઘાઈ રહ્યાં હતાં.

“મેં વિશાલ જોડે વન નાઈટ સ્ટેન્ડ કર્યું ‘તું.....! વન નાઈટ સ્ટેન્ડ કર્યું ‘તું.....!”

આગલા દિવસે કૉલેજનાં પાર્કિંગમાં સિદ્ધાર્થની રાહ જોઈ રહેલી લાવણ્યાએ અંકિતાને તેણીનો આખો પાસ્ટ કહ્યો હતો. 

            “એ સિવાય પણ મેં એક બીજા છોકરા સાથે પણ વન સ્ટેન્ડ કર્યું ‘તું....! વન નાઈટ સ્ટેન્ડ કર્યું ‘તું.....!”       

એક્ટિવા ચલાવી રહેલી અંકિતા લગભગ આખી રાત લાવણ્યા વિષે વિચારતી રહી હતી.

લાવણ્યાનો આખો પાસ્ટ સાંભળી અંકિતાની આંખ ભરાઈ આવી હતી.

જોકે અંકિતાએ કોઈ ખાસ પ્રતિક્રિયા આપવાનું ટાળ્યું હતું.

“એ પૈસાવાળા છોકરાઓને પોતાનાં રૂપની જાળમાં ફસાવે છે...!” કૉલેજમાં લાવણ્યા વિષે આવીજ વાતો અંકિતાએ પણ સાંભળી હતી.

આજ રિઝન હતું કે અંકિતાને એ વાતનો વિશ્વાસજ નહોતો આવતો કે લાવણ્યા જેવી અલ્ટ્રા મોડર્ન છોકરી, જેના વિષે કૉલેજમાં એવી વાતો ચાલે છે કે એ રોજે છોકરાઓ બદલે છે, એ છોકરી કોઈ એક છોકરા સિદ્ધાર્થ માટે આખો દિવસ પાર્કિંગમાં રાહ જોવે, એ પણ અત્યંત આતુરતાપૂર્વક.

“કદાચ...એ સિદ્ધાર્થને પણ ફસાવતી હોય....!” એક્ટિવા ચલાવી રહેલી અંકિતાએ વિચાર્યું.

“ના..ના...એવું ના હોય...! એની વાતો પરથી તો એવું નઈ લાગતું....! એ છોકરી ખરેખર સિદ્ધાર્થની વેટ કરતી’તી....!” અંકિતા બબડી “જો એ સિદ્ધાર્થને ફસાવતી હોત....તો કઈં આખો દિવસ ત્યાં પાર્કિંગમાં ના બેસી રે....! સિદ્ધાર્થને ક્યાં ખબર પડવાની હતી....! કે લાવણ્યા એની રાહ જોવે છે....!?”

એક્ટિવા ચલાવી રહેલી અંકિતા જાતેજ પોતાની સાથે દલીલબાજીમાં ઉતરી ગઈ.

“અરે કેમ નઈ....!? ખબર તો પડેજ ને....!” અંકિતા સ્વગત બબડી “કોઈને કોઈ તો સિડને કે’વાનું જ ને..કે લાવણ્યા આખો દિવસ પાર્કિંગમાં તારી રાહ જોતી ‘તી...! અને કોઈ ના કે’....તો લાવણ્યા જાતેજ કે’વાની....!”

આગલા દિવસની જેમ અંકિતા નક્કી ના કરી શકી કે લાવણ્યા એવીજ છે જેવી બધા કહે છે કે પછી  સિદ્ધાર્થ માટેની લાવણ્યાની ફીલિંગ્સ સાચી છે. આમ છતાંય લાવણ્યાનો પાસ્ટ જાણીને અંકિતાને તેણી પ્રત્યે સહાનુભૂતિ જરૂર થઈ હતી.   

લાવણ્યા વિષે વિચારતા-વિચારતા અંકિતાએ છેવટે એક્ટિવાની ઝડપ વધારી દીધી.

****

“મેં કીધું’તુંને....!” લાવણ્યા રડતી આંખે બોલી “સિડ નઈ સમજે....! એ મારો પાસ્ટ જ....જાણ્યા પછી મ્મ...મારી જોડે નઈ બોલે...!”

સામે વિશાલ ડબલ સ્ટેન્ડ કરેલાં બાઇક ઉપર બેઠો-બેઠો સીગરેટ ફૂંકી રહ્યો હતો. બંને સવારે કૉલેજ જતાં પહેલાં ખેતલાપા ટી સ્ટૉલ મળ્યાં હતાં.

“તો હવે તારે શું કરવું છે ...!?” સીગરેટનું ઠૂંઠુ નીચે ફેંકી વિશાલે પૂછ્યું પછી ચિડાઈને બોલ્યો “હું તો પે’લ્લેથી જ ના પાડતો ‘તો....! કે એની પાછળ તું ખોટો ટાઈમ વેસ્ટ ના કર....!”

લાવણ્યાએ આડું જોઈ લીધું.

“મને એમ હતું....કે....કે...એ મને સમજશે....મારી વાતને સમજ...!”

“મેં તને કીધું’તુંને.....! અમે છોકરાઓ બધા સરખાજ હોઈએ છે....!” વિશાલ ચિડાઈને બોલ્યો “તું વર્જીન નઈ....એટ્લે એના કશું કામની નઈ...!”

“તું વર્જીન નઈ....એટ્લે એના કશું કામની નઈ...! કશું કામની નઈ...!” લાવણ્યાની આંખ ભીની થઈ ગઈ.

ક્યાંય સુધી વિશાલના એ શબ્દો લાવણ્યાના કાનમાં પડઘાઈ રહ્યાં.

“આ વ...વાત હ...હું સિડના સ્વરમાં સાંભળવા માંગુ છું....!” લાવણ્યા ધ્રૂજતાં સ્વરમાં બોલી.

“તું એના મોઢે આ બધુ સાંભળી શકીશ ખરી...!?” ચિડાયેલાં વિશાલે ટોંન્ટભર્યા સ્વરમાં પૂછ્યું.

લાવણ્યાના કાનમાં વિશાલનો એ પ્રશ્ન પડઘાઈ રહ્યો. તે વિશાલના એ પ્રશ્નનો જવાબ જાણતી હતી.

“ડિસિઝન તારે જ લેવો જોઈએ....!” વિશાલ બોલ્યો “તારું દિલ જે કે....એ સાંભળ....!”

 “તારું દિલ જે કે....એ સાંભળ....! એ સાંભળ....!”

હાઇવે તરફ જોઈ લાવણ્યા વિચારોમાં ખોવાઈ ગઈ.

વિશાલ સાથે વાત કરવાં માટે કશું ના બચતા લાવણ્યા છેવટે ઓટો પકડીને કૉલેજ આવી ગઈ.

 ગેટમાંથી એન્ટર થઈ કૉલેજના પેવમેંન્ટ પર ચાલતાં-ચાલતાં લાવણ્યા કૉલેજ બિલ્ડીંગ તરફ જઈ રહી હતી ત્યાં તેણીની નજર પાર્કિંગ શેડ ઉપર પડી.

“તારું દિલ જે કે....એ સાંભળ....! એ સાંભળ....!”

વિશાલના એ શબ્દો લાવણ્યાના કાનમાં પડઘાઈ રહ્યાં. કેટલીક ક્ષણો સુધી લાવણ્યા પાર્કિંગ તરફ જોઈ રહી. તેનાં કાનમાં વિશાલના એ શબ્દો પડઘાઈ રહ્યાં.

“તું એના મોઢે આ બધુ સાંભળી શકીશ ખરી...!?” વિશાલનો એ પ્રશ્ન પણ લાવણ્યાના કાનમાં પડઘાઈ રહ્યો.

“તારો જવાબ જે હોય એ સિડ....! પણ મારે સાંભળવોજ છે....!” મન મક્કમ કરી લાવણ્યા પાર્કિંગ શેડ તરફ ચાલી “તું ના આવે.....ત્યાં સુધી તારી રાહ જોવી જ છે...!” 

*****

 “એણે તને આરવ વિષે ના કીધું...!? આરવ વિષે ના કીધું”

નેહાની વાત સાંભળી સિદ્ધાર્થ સ્પીચલેસ થઈ ગયેલો સિદ્ધાર્થ વિચારે ચઢી ગયો હતો.

“આરવ એનો પાસ્ટ નથી...! પાસ્ટ નથી....!?”

“તારાં જેવાં બધાજ ઈનોસન્ટ છોકરાઓને એણે આજ રીતે ફસા’યા છે....! ફસા’યા છે....!”

“she is a manipulative bitch….!”

“તારાં જેવાં બધાજ ઈનોસન્ટ છોકરાઓને એણે આજ રીતે ફસાવ્યાં છે....! આરવને પણ....! આરવને પણ....!”

સિદ્ધાર્થ પાસે કોઈ જવાબ ન હોવાને લીધે તે હજીપણ શૂન્યમનસ્ક થઈ ગયો હતો. નેહાના શબ્દો હવે તેના કાનમાં પ્રશ્ન રૂપે પડઘાઈ રહ્યાં હતાં. હવે લાવણ્યાએ કહેલાં પાસ્ટ વિષે સિદ્ધાર્થને પ્રશ્ન થવાં લાગ્યો અને તેનાં પોતાનાજ કાનમાં પડઘાવાં લાગ્યો.

અત્યાર સુધી ગુસ્સે થઈને સિદ્ધાર્થ સામે જોઈ રહેલી નેહાને હવે સિદ્ધાર્થ પ્રત્યે સહાનુભુતિ ઉપજી.  

 “તું ખરેખર બઉજ ભોળો છે....!” સિદ્ધાર્થનો ચેહરો જોઈ નેહાએ હવે પ્રેમથી કહ્યું.

જોકે લાવણ્યા વિષે વિચારી રહેલો સિદ્ધાર્થ શૂન્યમનસ્ક તાકી જ રહ્યો હતો.

 “એ ઘણું રોઈ હતી...!” થોડીવાર પછી સિદ્ધાર્થ બોલ્યો “મને નઈ લાગતું કે ખોટું બોલી હોય....!”

નેહા કટાક્ષમાં હળવું હસી.

“તે કદાચ સાંભળ્યું પણ હશે...!” નેહા બોલી “આંસુ સ્ત્રીઓનું બ્રહ્માસ્ત્ર છે....! એના વડે અમે એક પુરુષ તો શું....! આખે આખા સામ્રાજ્યો જીતી શકીએ છે...!”

નેહાએ કરેલો વ્યંગ સાંભળી સિદ્ધાર્થે એક ઊંડો શ્વાસ ભર્યો અને ફરીવાર શૂન્યમનસ્ક થઈને વિચારવા લાગ્યો.

“હું કૉલેજજાઉં છું...!” નેહા બોલી પછી સિદ્ધાર્થ જોડેથી પસાર થતી વખતે ટોન્ટમાં બોલી “તું “ફ્રી” થાય તો આવજે.....!”

એટલું બોલીની નેહા ત્યાંથી ચાલવા લાગી. નેહા જાણતી હતી કે “ફ્રી” થવાનો અર્થ લાવણ્યા વિષે વિચારોમાંથી ફ્રી થવાનો હતો અને નેહા એ પણ જાણતી જ હતી કે સિદ્ધાર્થ પણ એ અર્થ સમજતો હતો. આથી જ નેહા જયારે ઓટો પકડીને કૉલેજ જવા લાગી ત્યારે વિચારોમાં ખોવાયેલાં સિદ્ધાર્થે તેણીને રોકવાનો પ્રયત્ન ના કર્યો. 

****

“આ છોકરી આજેય પાર્કિંગમાં ઊભી છે...!?” એક્ટિવા લઈને આવી પહોંચેલી અંકિતા કૉલેજ પાર્કિંગમાં લાવણ્યાને જોતાંજ બબડી.

“વ્રૂમ....વ્રૂમ....!” પાર્કિંગ શેડમાં એક્ટિવા લઈ જતી વખતે લાવણ્યાએ અંકિતા સામે જોતાં અંકિતાએ પણ સામે ઔપચારિક સ્મિત કર્યું.

“કેમ આજે પણ અહિયાં...!?” એક્ટિવા સ્ટેન્ડ કરી લાવણ્યાની જોડે જતાં-જતાં અંકિતાએ સ્મિત કરીને પૂછ્યું.

“અમ્મ....હું તો...હું...અમ્મ...બસ જસ્ટ આઈ જ છું....!” લાવણ્યા બહાના બનાવતી હોય એમ બોલી.

“ઓહ....! અ...તો અ...લેકચર નઈ ભરવો...!?” લાવણ્યાના નવા રૂપ ઉપર હજી પણ ટ્રસ્ટ કરવાનો પ્રયત્ન કરી રહેલી અંકિતાએ ઔપચારિક સ્વર જાળવી રાખવાની મથામણમાં પૂછ્યું.

  “સિડ આવનો છે....!” લાવણ્યાથી બોલાઈ ગયું પછી તે છોભીલી પડી હોય એમ વાત સંભાળતાં બોલી “આઈ મીન....અ....એ...એ...આજે આવશે.....!”

“એની જોડે વાત થઈ...!?” અંકિતાએ હળવા આશ્ચર્યથી પૂછ્યું.

“ન..ના....!” લાવણ્યાનું મોઢું તરત ઉતરી ગઈ.

“તો તું આજે ફરીવાર આખો દિવસ રાહ જોઈશ....!” આશ્ચર્ય થયું હોય એમ અંકિતાથી પૂછાઇ ગયું.

લાવણ્યા પાસે કોઈ જવાબ ના હોવાથી તે વીલું મોઢું કરીને અંકિતા સામે જોઈ રહી.

“કેમ પણ....!? આખો દિવસ થોડી કોઈ રાહ જોવે કોઇની....!?” આશ્ચર્યથી લાવણ્યા સામે જોઈ રહેલી અંકિતાને પૂછવાનું મન થઈ આવ્યું છતાંય તે લાવણ્યા સામે પૂછ્યા વગર જોઈ રહી.

“ચલ કઈંક ખાઈએ....! મને તો ભૂખ લાગી છે...!” અંકિતા વાત ફેરવતા બોલી અને લાવણ્યાનો હાથ પકડીને તેને લઈ જવા લાગી.

“ન....નઈ....! હું...હું..નાસ્તો કરીનેજ આઈ છું...!” પાર્કિંગમાં પાર્ક કરેલાં બાઇકની સીટનું પાછળનું હેન્ડલ પકડીને લાવણ્યા પોતાને રોકતા બોલી.

“યાર તું તો હવે કેન્ટીનમાં અમારી જોડે બેસતી જ નઈ....!” લાવણ્યાનો હાથ છોડી અંકિતા નારાજ થઈ હોય એમ બોલી.

“પ...પણ....સિડ આઈ જાય....એટ્લે હું આઉ છું....!” લાવણ્યા બાળક જેવુ મોઢું કરીને બોલી.

“સારું....! પણ પાકકું આવજે હોં....!” અંકિતા આંગળી કરીને બોલી સામે લાવણ્યાએ માથું હકારમાં ધૂણાવી દીધું.

લાવણ્યા વિષે વિચારતી-વિચારતી અંકિતા કેન્ટીનમાં જવા કૉલેજ બિલ્ડીંગ તરફ ચાલવા લાગી. લાવણ્યા ફરીવાર આતુરતાપૂર્વક ગેટ સામે જોઈ રહી.

***

“તારાં જેવાં બધાજ ઈનોસન્ટ છોકરાઓને એણે આજ રીતે ફસા’યા છે....! ફસા’યા છે....!”

“આરવને પણ એણે આજ રીતે ફસાયો ‘તો....! ફસાયો ‘તો....!”

વિચારોમાં ખોવાયેલાં સિદ્ધાર્થને એકલાં મૂકીને નેહા ચાલી ગઈ હતી.  નેહાની વાતોથી લાવણ્યા ઉપરથી વિશ્વાસ જાણે ઉઠી ગયો હોય એમ સિદ્ધાર્થનું મન વલોવાઈ ગયું હતું અને. વિચારોમાં ખોવાયેલો તે શંભુ કૉફી શોપ પર જ હતો. કૉફી શોપની બહારની લોબીવાળી બેઠકમાં હવે સિદ્ધાર્થ બેઠો અને લાવણ્યા વિષે વિચારે ચઢી ગયો.  

 “એણે તને આરવ વિષે ના કીધું...!? આરવ વિષે ના કીધું”

“આરવ એનો પાસ્ટ નથી...! પાસ્ટ નથી....!?”

 “she is a manipulative bitch….! manipulative bitch….!”  

“તારાં જેવાં બધાજ ઈનોસન્ટ છોકરાઓને એણે આજ રીતે ફસાવ્યાં છે....! આરવને પણ....! આરવને પણ....!”

મૂંઝાયેલા સિદ્ધાર્થને હવે લાવણ્યા વિષે નેહાએ કહેલી ભૂતકાળની વાતો યાદ આવવા લાગી. આરવ સાથે સગાઇ થઇ એ પહેલાંથીજ  નેહાએ આરવની ક્લોઝ થવા તેની પસંદ-નાપસંદ વગેરે જાણવા સિદ્ધાર્થ સાથે ફ્રેન્ડશીપ વધારી હતી. તે લગભગ દરેક વાતો સિદ્ધાર્થ સાથે શેયર કરતી.  પોતાનો આખો દિવસ કૉલેજમાં કેવો જાય છે, પોતે આખો દિવસ શું કરે છે, વગેરે સિદ્ધાર્થને ફોન ઉપર જણાવતી અને પોતે પણ હકથી સિદ્ધાર્થને તેનું રૂટીન પૂછતી. તે સિદ્ધાર્થ સાથે કલ્લાકો સુધી ફોન ઉપર વાતો કરતી રહેતી. ઘણીવાર કામને લીધે સિદ્ધાર્થ મુકવાનું કહેતો તો પણ નેહા નારાજ થઈને તેને વાત કરવા મનાઈ લેતી. વાતો-વાતોમાં તે આરવ વિષે કોઈને કોઈ વાત સિદ્ધાર્થને પૂછી લેતી. નેહા માટે ના એ અફેક્શનને અને નેહા તેની સાથે કલ્લાકો વાત કરે છે એ વાતે ખુશ રહેતા સિદ્ધાર્થને એ  વખતે નેહાનો સિદ્ધાર્થ જોડે ક્લોઝ થવાનો આશય નહોતી ખબર. પછી જ્યારે આરવ-નેહાની સગાઇ થઇ, તો સિદ્ધાર્થને આઘાત લાગ્યો હતો. એથીય વધુ  આઘાત સિદ્ધાર્થ એ વાતે પામ્યો હતો કે સગાઇ માટે નેહાએ સામેથી “હા” કહી હતી તેમજ તેણીને આરવ પસંદ હતો. સિદ્ધાર્થ ત્યારપછી નેહા સાથે ડીસ્ટન્સ જાળવતો. જોકે નેહા તરફથી તેમની ફ્રેન્ડશીપમાં કોઈજ અંતર નહોતું આવ્યું. પણ હવે તે ખુલ્લીને સિદ્ધાર્થ સાથે આરવની પસંદ-ના પસંદ વિષે પૂછતી અને સિદ્ધાર્થને પોતાની મદદ કરવા મનાવતી. કેટલાક વખત પછી માંડ-માંડ સિદ્ધાર્થે આરવ સાથે નેહાની સગાઇ અને નેહાની આરવ માટે ફિલિંગ્સ એક્સેપ્ટ કરી લીધી હતી. તે કમનેય નેહાની હેલ્પ કરતો.

આરવ અને નેહાની સગાઇ પછી નેહાએ બરોડા આવીને જ્યારે પહેલીવાર સિદ્ધાર્થને લાવણ્યા અને આરવ વિષે “લફડા” વાત કહી હતી તે દિવસ સિદ્ધાર્થને યાદ આવી ગયો.

----

“હેય....હાઇ....!?” ઓફિસમાં પોતાની કૅબિનમાં બેસીને સિદ્ધાર્થ પોતાનાં લેપટોપ ઉપર કામ કરી રહ્યો હતો ત્યાંજ સરપ્રાઈઝ આપતી હોય એમ કેબિનનો દરવાજો ખોલીને અંદર આવતાં કહ્યું.

“હાય.....!” નેહાને જોઈન હળવું આશ્ચર્ય પામી સિદ્ધાર્થે પોતાની નજર એક ક્ષણ માટે લેપટોપની સ્ક્રીન ઉપરથી હટાવી અને પાછું લેપટોપમાં જોતાં કહ્યું.

“અરે સાવ આવો રિપ્લાય....!?”બાળકની જેમ ફરિયાદ કરતી હોય એમ નેહા બોલી અને કેબિનમાં  અંદર આવી “મને એમ કે તું સરપ્રાઈઝ થઈ જઈશ....!”

“મમ્મીનો ફૉન આયો ‘તો....!” પોતાનું કામ કરતાં-કરતાં સિદ્ધાર્થ એવાજ શુષ્ક સ્વરમાં બોલ્યો “તમે લોકો આયા એનો.....!”

“ઓહ....! ધત....! શું મમ્મી પણ....! હુંહ....!” નકલી નિ:સાસો નાંખતી હોય એમ નેહા સિદ્ધાર્થના ડેસ્ક ઉપર હાથથી હળવો પાંચ કરીને બોલી અને સિદ્ધાર્થની સામે ટાયરવાળી ચેયરમાં બેઠી “બધાં સરપ્રાઈઝની પથારી ફેરવી નાંખી.....!”

“તું ઓલરેડી બવ મોટું સરપ્રાઈઝ આપી ચૂકી છે...!”  આરવ સાથે સગાઈ વખતે નેહાએ આપેલાં “સરપ્રાઈઝ”ને યાદ કરીને સિદ્ધાર્થ ટોંન્ટ મારતો હોય એમ બોલ્યો અને પોતાની ડાબી બાજુ કોર્નર ટેબલ ઉપર પડેલાં પ્રિન્ટરમાં આવેલી પ્રિન્ટના કાગળ હાથમાં લઈ ચેક કરવા લાગ્યો “હવે કોઈ વાતથી સરપ્રાઈઝ નઈ થવાતું....!”

સિદ્ધાર્થનો ટોંન્ટ સમજવા છતાં નેહા કશું પણ બોલ્યા વગર કેટલીક ક્ષણો મૌન રહી અને સિદ્ધાર્થને કામ કરતો જોઈ રહી.

“ટ્રસ્ટ મી...!” નેહા ગમગીન સ્વરમાં બોલી “હું જે વાત કઈશ...! એનાથી તને ચોક્કસ સરપ્રાઈઝ લાગશે....!”

નેહાનો ગમગીન થઈ ગયેલો ચેહરો સિદ્ધાર્થ બે ઘડી જોઈ રહ્યો પછી.

“શું વાત છે....!?” ઈચ્છવા છતાંય સિદ્ધાર્થ પોતાને રોકી ના શક્યો અને પૂછી બેઠો.

“બાર ક્યાંક જઈએ....!?” નેહાએ એવાજ ઢીલા મોઢે વિનવણી ભર્યા સ્વરમાં કહ્યું.

“મારે બવ કામ છે....!” સિદ્ધાર્થ બહાનું કાઢતાં બોલ્યો અને પાછું લેપટોપમાં જોવા લાગ્યો.

“યાર સાંજના છ વાગવા આયા...!” નેહા ચિડાઈ “હવે તો ઓફીસ બંધ કરવાનો ટાઈમ થ્યો..!”

“એમ્પ્લોઇ માટે છ વાગે ઓફીસ બંધ થાય....!” પોતાનાં સિદ્ધાર્થ શાંતિથી બોલ્યો “અમારે તો કામ કરવું પડે...!”

“પ્લીઝ યાર.....વાત થોડી સીરીયસ છે....!” નેહા એવુંજ દયામણું મોઢું કરીને બોલી પછી નારાજ થઇ હોય એમ બોલી “તું મારો બેસ્ટફ્રેન્ડ થઈને મારી હેલ્પ નઈ કરે ....!?“ 

લેપટોપ સામે જોઈ રહીને સિદ્ધાર્થ વિચારી રહ્યો.

“ઓકે ફાઈન....!” એક ઊંડો શ્વાસ ભરી સિદ્ધાર્થે પોતાનાં લેપટોપની સ્ક્રીન નીચે કરી અને ઉભો થયો.

ખુશ થઇ ગયેલી નેહા પણ ઉત્સાહમાં આવી જઈને ઉભી થઇ.

“ક્યાં જવું છે....!?” કેબીનની બહાર નીકળતાં-નીકળતાં સિદ્ધાર્થે પૂછ્યું.

----

“બીપ.....બીપ.....!”

અકોટા બ્રીજ ઉપર આવ-જા કરી રહેલાં વાહનો હોર્ન મારતાં પસાર થઇ રહ્યાં હતાં. નેહાએ સિદ્ધાર્થને અકોટા બ્રીજ જવાનું કહેતાં સિદ્ધાર્થ તેણીને કારમાં ત્યાં લઇ આવ્યો હતો. પહોળાં  બ્રીજની એક બાજુ કાર પાર્ક કરી બંને બ્રીજ ઉપર બનેલી વોકિંગ પેવમેન્ટ ઉપર ઉભાં હતાં. આજુબાજુ તેમની જેમ અનેક લોકો ઉભાં હતાં અને નીચે વહી રહેલાં વિશ્વામીત્રી નદીના પાણીને જોઈ રહ્યાં હતાં.  મોટાં શેડવાળું બાંધકામ ધરાવતાં  અકોટા બ્રીજ ઉપર કાયમ સહેલાણીઓની ભીડ લાગેલી રહેતી. અહીંનું આ ફેમસ પબ્લિક સ્પોટ હતું. ઝીલના મેરેજ વખતે સિદ્ધાર્થ નેહા સાથે પહેલીવાર જયારે ફરવાં નીકળ્યો હતો ત્યારે બંનેએ અહિયાંજ સૌથી વધારે ટાઈમ સ્પેન્ડ કર્યો હતો. તેમની ફ્રેન્ડશીપની ઓફીશીયલ શરૂઆત પણ અહિયાંજ થઇ હતી અને સિદ્ધાર્થે નેહાને જરૂર પડે કોઈપણ મદદ કરવાનું વચન પણ અહિયાંજ આપ્યું હતું.

બ્રીજની રેલીંગ ઉપર હાથ ટેકવીને નેહા નીચે વહી રહેલાં નદીના પાણી સામે શૂન્યમનસ્ક તાકી રહી હતી. બંને અહિયાં આવે સારો એવો ટાઈમ નીકળી ગયો હતો, છતાંય નેહા મૌનજ રહી હતી. સાંજ ઢળવા આવતાં અંધારું પણ થઇ ગયું હતું અને બ્રીજ ઉપર વાહનોની તેમજ પેવમેન્ટ ઉપર આવનારા સહેલાણીઓની ભીડ પણ વધી રહી હતી. બંને જણા ભીડથી સહેજ છેટે ઉભાં રહ્યાં હતાં.

“શું સીરીયસ વાત હતી....!?” બ્રીજની રેલીંગના ટેકે ઉભાં રહીને બ્રીજ પર જતાં-આવતાં વાહનો સામે ક્યારનો જોઈ રહેલો સિદ્ધાર્થ છેવટે મૌન તોડતાં બોલ્યો.

નદીના પાણી સામે જોઈ રહેલી નેહા થોડીવાર સુધી મૌન રહી.

“એક છોકરાને એક છોકરી કેમ ગમે....!?”  નદી સામે જોઈ રહીને અત્યંત ગમગીન સ્વરમાં પૂછ્યા બાદ નેહાએ સિદ્ધાર્થ સામે જોયું.

અનએક્સ્પેક્ટેડ કહી શકાય તેવો પ્રશ્ન નેહાએ પુછાતા સિદ્ધાર્થે કેટલીક સેકન્ડો તેણી સામે જોયે રાખ્યું પછી શાંત સ્વરમાં બોલ્યો –

“દરેકની પોત-પોતાની ચોઈસ હોય.....!”

“તારી શું ચોઈસ છે....!?” નેહાએ સીધુંજ પૂછ્યું.

કશુંપણ બોલ્યા વગર સિદ્ધાર્થે સામેની બાજુ જોવા માંડ્યું. બ્રીજ ઉપરથી ઝડપથી પસાર થઇ રહેલાં વાહનો સામે તે કેટલીક ક્ષણો જોઈ રહ્યો.

“તું મારી ચોઈસ છે...!” બોલવાનું મન થઇ આવવા છતાંય સિદ્ધાર્થ મૌન જ રહ્યો.  

“બોલ સિડ....!” સિદ્ધાર્થે કોઈ જવાબ ના આપતા નેહાએ ફરીવાર પ્રેમથી પૂછ્યું.

“કોઈક એવી છોકરી....!” સિદ્ધાર્થ બોલ્યો અને નેહા સામે જોયું “જે વગર કીધે બધુંજ સમજી જાય....! જેને વળગવાનુ મન થાય....!”

નેહા બે ઘડી સિદ્ધાર્થ સામે જોઈ રહી. તે હવે સામે બ્રિજ ઉપર જતાં-આવતાં વાહનો સામે જોઈ રહ્યો હતો.

“અને બસ જેને વળગીને બધો થાક ઉતરી જાય....!” સિદ્ધાર્થ એજરીતે જોઈ રહીને બોલ્યો.

“કોઈ એવી છોકરી....! જે રોજ જુદા-જુદા છોકરાઓને વળગતી ફરતી હોય....!” નેહા અત્યંત ઘૃણાસ્પદ સ્વરમાં બોલી “જે રોજ જુદા-જુદા છોકરાઓની સાથે સૂતી ફરતી હોય....!”

બંનેએ હવે એકબીજાની સામે જોયું. સિદ્ધાર્થે જોયું કે નેહાની આંખ સહેજ ભીની હતી તેણીની આંખોમાં ગુસ્સો ભરયેલો હતો.

“દારુ પીતી હોય....! સીગરેટ ફૂંકતી હોય....!” નેહા એવાજ ઘૃણાભર્યા સ્વરમાં મોઢું બગાડીને બોલી “આખાં ગામના છોકરાઓ જેને જ્યાં-ત્યાં અડપલાં કરતાં હોય....!”

થોડું અટકીને નેહાએ સિદ્ધાર્થ સામે જોયું પછી બોલી-

“એવી છોકરીને વળગીને તું તારો થાક ઉતારી શકે....!?”

સિદ્ધાર્થ મૂંઝાઇને નેહા સામે જોઈ રહ્યો. જોકે તેણીનો પ્રશ્ન સાંભળીને તેનું મન એ વિષે વિચારતું થઈ પણ થઈ ગયું.

“બોલ....!?”

જવાબ ટાળવા સિદ્ધાર્થે પાછું બ્રિજ તરફ જોઈ લીધું.

“વ્હૂશ....વ્હૂશ....!” આવતાં-જતાં વાહનોના લીધે આવતી પવનની થપાટનો અવાજ સિદ્ધાર્થ સાંભળી રહ્યો.

“દારુ પીતી હોય....! પીતી હોય....!”

“છોકરાઓ જેને જ્યાં-ત્યાં અડપલાં કરતાં હોય....! જ્યાં-ત્યાં અડપલાં કરતાં હોય....!”

“એવી છોકરીને વળગીને તું તારો થાક ઉતારી શકે....!?”

“જુદા-જુદા છોકરાઓની સાથે સૂતી ફરતી હોય....!”

“એવી છોકરીને વળગીને તું તારો થાક ઉતારી શકે....!?”

નેહાના શબ્દો સિદ્ધાર્થના કાનમાં પડઘાઈ રહ્યાં.

“આ પ્રશ્ન પૂછવાનું કારણ .....!?” સિદ્ધાર્થે સામે પૂછ્યું.

થોડીવાર મૌન રહીને નેહા નીચે નદીના પાણી તરફ તાકી રહી.

“તું લાવણ્યાને ઓળખે છે....!?” સિદ્ધાર્થને પૂછ્યા પછી નેહાએ તેની સામે જોયું.

નેહાનાં મોઢે લાવણ્યાનું નામ સાંભળીને પહેલાં થોડું આશ્ચર્ય થયું પણ બંને એકજ કૉલેજમાં ભણે છે યાદ આવતાં તેનું આશ્ચર્ય ઓસરી ગયું.

“નામથી ઓળખું છું....!” સિદ્ધાર્થ બોલ્યો અને નેહાની જેમ રેલિંગ તરફ ફરીને નીચે નદીના પટ તરફ જોઈને ઊભો રહ્યો.

“આરવે કીધું....!?” નેહાએ સજળ આંખે પૂછ્યું.

બોલ્યાં વગર સિદ્ધાર્થે હળવેથી હકારમાં માથું ધુણાવ્યું.

“ શું કીધું એનાં વિષે.....!?” નેહાએ પૂછ્યું.

“એ જ કે He likes her...!” સિદ્ધાર્થે ટૂંકમાં કહ્યું.

“બીજું કંઈ ના કીધું એણે...!?” નેહાએ ટોન્ટમાં પૂછ્યું “ કે એ કેવી છે....!? કોણ છે...!?”

“she is an Enigma....! Enigma....!” લાવણ્યા વિષે પહેલીવાર વાત કરતી વખતે આરવે વાપરેલાં  એ શબ્દો સિદ્ધાર્થના કાનમાં પડઘાવા લાગ્યાં.

“લાવણ્યા વિષે અમે બવ ખાસ વાત નઈ કરી...!” એક ઊંડો શ્વાસ ભરી સિદ્ધાર્થ બોલ્યો “અને હમણાંથી તો...અ....!”

અટકીને સિદ્ધાર્થે સામે જોઈ લીધું.

“અમે બવ ક્લોઝ નથી....! અ...આઈ મીન...! પર્સનલ વાતો શેયર કરીએ એટલાં નઈ...!” સિદ્ધાર્થે જેમતેમ જવાબ આપ્યો “લાવણ્યા વિષે એણે મારી સાથે ઝાઝી કોઈ વાત નઈ...!”

“એ રંડી છે....!” અત્યંત નફરતપૂર્વક નેહા ભીની પણ આગઝરતી આંખે વચ્ચે બોલી પડી.

“એ રંડી છે....! રંડી છે...!” સિદ્ધાર્થ આઘાતપૂર્વક નેહા સામે જોઈ રહ્યો.

આજ પહેલાં કદીપણ નેહાએ આવાં શબ્દોનો ઉપયોગ તેની સામે નહોતો કર્યો.

“રોજે કેટલાય લોકોની જોડે એ સૂતી ફરે છે....!” નેહા એવાજ સ્વરમાં બોલી અને સિદ્ધાર્થ હજી પણ પહેલાંના એ શબ્દો પચાવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો.

“અને તારો ભાઈ...!” નેહાના સ્વરમાં હવે ગુસ્સો પણ ભળ્યો “એ રંડીની પાછળ-પાછળ કૂતરાની જેમ લાળ ટપકાવતો...!”

“બિહેવ યોર લેંગ્વેજ નેહા....!” બ્રીજની રેલીંગના ટેકેથી ખસીને સહેજ જોરથી છણકો કરીને સિદ્ધાર્થ કઠોર ચેહરે વચ્ચે બોલી પડ્યો “લાવણ્યા રંડી હોય કે ના હોય એની મને ખબર નઈ....! પણ આરવ....! he is not a dog...!”

કંઈક બોલવા માંગતી નેહા હોંઠ ફફડાવી રહી પણ સિદ્ધાર્થના તપી ઉઠેલાં ચેહરાને જોઇને તે મૌન રહી.

“તને ખબર હતી ને....!?” નેહાએ નારાજ સ્વરમાં પૂછ્યું “કે એ એની પાછળ ઘેલો છે....!?”

સિદ્ધાર્થે મોઢું બગાડીને પહેલાં આડું જોયું પછી બોલ્યો-

“મેં તને કીધુંને....! અમે બવ ક્લોઝ નઈ....! અને એમાંય લાવણ્યા વિષે અમે કોઈ ખાસ વાત નઈ કરી...!”

થોડું અટકીને સિદ્ધાર્થ નેહા સામે જોઈ રહ્યો જે હવે મોઢું ફેરવીને આડું જોઈ રહી હતી.

“પણ હા....!મને એટલી ખબર હતી...કે એને એ ગમે છે...!” સિદ્ધાર્થ આગળ બોલ્યો “પણ મને એમ હતું...કે એ નવો નવો અમદવાદ ગ્યો છે....! એટલે નવી જગ્યાએ કોઈ છોકરીનું એને ખાલી અફેકશન થયું હશે...! એમાંય ઝીલના મેરેજ પછી અમારી કોઈ ખાસ વાતચીત નઈ થઇ એનાં વિષે...! ઝીલના મેરેજ સિવાય અમદવાદ ગયાં પછી એ એ બરોડા પણ કોઈકજ વાર આયો ‘તો...! છેક તમારી સગાઇ થઇ ત્યારે....! અને  તમારી સગાઇ પછી તો મેં કોઈ દિવસ...અ....!”

સિદ્ધાર્થ બોલતાં-બોલતાં અટકી ગયો અને નેહા સામે જોઈ રહ્યો. સિદ્ધાર્થ આગળ બોલે એની નેહા રાહ જોઈ રહી. 

“મને એમ હતું કે થોડો ટાઈમમાં એને એ અફેક્શન ઉતરી જશે....!” સિદ્ધાર્થ બોલ્યો “એમાંય તારી જોડે સગાઇ થયાં પછી તો મેં કોઈ દિવસ લાવણ્યા વિષે એનાં મોઢે કોઈ વાત નઈ સાંભળી.....!”

સિદ્ધાર્થ બોલ્યો. જોકે નેહા-આરવની સગાઇ વખતે પોતે એડોપ્ટેડ છે એ વાત આરવને કહ્યાં પછી બંને વચ્ચે આવી ગયેલાં ડીસ્ટન્સ વિષે તેણે નેહાને કહેવાનું ટાળ્યું.

“એને તો નશો ચઢ્યો છે....!” નેહા મોઢું બગાડીને બોલી “એ રખડેલનો....! ખબર નઈ ઓલીએ શું ફૂંકી માર્યું....! કે એ એની પાછળ પાગલ થઇ ગ્યો છે...!”

“ફૂંકી મારવા જેવું કશું નઈ હોતું....!” સિદ્ધાર્થ માથું ધુણાવીને બોલ્યો.

“હમ્મ....સાચી વાત....!” નેહા સહમતી દર્શાવતી હોય એમ ટોન્ટમાં બોલી “એ સાલી છેજ એવી...! ભલભલાં છોકરાંઓને ફસાઈલે છે...! એમાંય ખાસ કરીને પૈસાવાળા અને આરવ જેવાં ઇનોસન્ટ છોકરાંઓને...!”

આડું જોઇને ઘૃણાસ્પ્દ સ્વરમાં બોલી નેહાએ સિદ્ધાર્થ સામે જોયું.

“એજ એનો ધંધો છે....! એ એવીજ છે....!”

નેહાના એ શબ્દો સિદ્ધાર્થના કાનમાં પડઘાઈ રહ્યાં.

 “એજ એનો ધંધો છે....! ધંધો છે....!”

“એ એવીજ છે....! એ એવીજ છે....!”

****

            “એક કડક ચ્હા મંગાય....!” કેન્ટીનમાં આવતાંવેંતજ નેહાએ ધડ દઈને પોતાનું હેન્ડબેગ ટેબલ મૂકતાં ચેયરમાં બેઠેલાં પ્રેમને ઉદ્દેશીને કહ્યું અને તેની જોડેની ચેયર ખેંચીને તેમાં બેઠી.

            “કેમ....!? તું આજે ચ્હા....!?”  કેન્ટીનમાં કામ કરતાં ‘બચ્ચન’ને ઈશારો કરીને બોલાવતાં-બોલાવતાં પ્રેમે પૂછ્યું.

            નેહા ભાગ્યેજ ચ્હા પીતી હોવાથી પ્રેમ સહિત આજુબાજુ બેઠેલા કામ્યા અને રોનકને નવાઇ લાગી.

            “ત્રિશા ક્યાં છે...!?” નેહા કામ્યા સામે જોઈને પૂછ્યું “અને અંકિતા....!?”

            “લેકચરમાં છે બેય...!” મોબાઈલ મંતરતા-મંતરતા કામ્યા બોલી.

            “અને આપડી મિસ બ્યૂટી ક્વીન....!?” નેહાએ હવે ટોંન્ટમાં પૂછ્યું.

            “ખબર નઈ...!” કામ્યાએ ખભા ઉછાળ્યા.

            “હમ્મ.....!”

            “સિડ નઈ દેખાતો.....!?” કામ્યાએ મોબાઈલમાંથી નજર ઉઠાવીને પૂછ્યું.

            “એ બરોડા ગ્યો છે...!” નેહાએ ટૂંકમાં જવાબ આપ્યો.

            કેન્ટીનવાળો બચ્ચન ચ્હાનો કપ નેહાની આગળ ટેબલ ઉપર મૂકી ગયો.

            ચ્હાનો કપ ઉઠાવી નેહાએ હોંઠે માંડ્યો.

            શંભુ કૉફી શૉપ પર સિદ્ધાર્થને મળ્યાં પછી નેહાનું મન તેનાંજ વિચારોમાં ખોવાઈ ગયું હતું. એક તરફ તેની ઈનોસન્સ ઉપર તેણીને માન ઉપજતું હતું તો બીજી તરફ લાવણ્યા સાથે લેટ નાઈટ ફરવાં બદલ તેણીને તેનાં ઉપર ગુસ્સો આવતો હતો. ભલે તેને લાવણ્યાએ બોલાવ્યો હતો પોતાનો પાસ્ટ કહેવા પણ સવાલ સમયનો હતો. ટ્રેડિશનલ ફેમિલીમાં ઉછરેલી નેહાથી એ વાત સહન ના થઈ. જોકે નેહા પોતે એ વાત નહોતી સમજતી કે તેણે સામે ચાલીને સિદ્ધાર્થને લાવણ્યા જોડે હરવા-ફરવાની છૂટ આપી હોવા છતાં શા માટે તેણીને ખરાબ લાગ્યું હતું. આ બધા સિવાય, જે વાતથી નેહા ડરતી હતી, તે ધીરે-ધીરે સાચી થઈ રહી હોવાનું તેણીને લાગ્યું હતું. આજે સિદ્ધાર્થ  તેણીને બદલાયેલો લાગ્યો હતો.

              “નઈ નઈ....! એવું કઈં નઈ....!” નેહા પોતાનાં મનને મનાઈ રહી.

            તેનાં શરીરમાંથી હળવી ધ્રુજારી પસાર થઈ ગઈ.

***

            “ઘર્રર.....! ઘર્રર.....!”

            વાદળોના ભારે ગડગડાટના અવાજને લીધે સિદ્ધાર્થ ઝબકયો હોય એમ ભૂતકાળમાંથી બહાર આવ્યો.

“એ એવીજ છે....! એ એવીજ છે....!”

વાદળોનો ભારે ગડગડાટ છતાંય સિદ્ધાર્થના કાનમાં નેહાના શબ્દો પડઘાઈ રહ્યા હતાં.

“એજ એનો ધંધો છે....! ધંધો છે....!”

“એ એવીજ છે....! એ એવીજ છે....!”

“તને એ ખરેખર એવીજ લાગે છે....!? એવીજ લાગે છે....!?” 

જ્યારે નેહાની બદલો લેવાની શરત વિષે સિદ્ધાર્થે વિકટને કહ્યું ત્યારે વિકતે પૂછેલો એ પ્રશ્ન સિદ્ધાર્થને યાદ આવી ગયો.

લાવણ્યા વિષે વિકટે પણ સિદ્ધાર્થને પૂછ્યું હતું. આઈ આઈ એમ રોડ પર આવેલી એક કીટલી ઉપર થયેલી તેમની મુલાકાત વખતની ચર્ચા સિદ્ધાર્થ યાદ કરી રહ્યો. 

          “નેહાને જલાવવાં...તે આજે આખો દિવસ લાવણ્યા જોડે સ્પેન્ડ કર્યોને....!?” વિકટે પૂછ્યું હતું “તો તું કેટલું  જાણી શક્યો એના વિષે.....! કેટલું  જાણી શક્યો એના વિષે.....!?”

 

“ખરેખર આ છોકરી આટલી બધી ખરાબ છે....!? ખરાબ છે....!?”

“તો પછી આરવને એ કેમની ગમી....!? કેમની ગમી...!?”

વિકટના એ પ્રશ્નો હવે ફરીવાર પ્રશ્નો સ્વરૂપે સિદ્ધાર્થના કાનમાં પડઘાવા લાગ્યાં.

“ખરેખર આ છોકરી આટલી બધી ખરાબ છે....!? ખરાબ છે....!?”

સિદ્ધાર્થ હવે મૂંઝાઇ ગયો.

“એ એવીજ છે....! એ એવીજ છે....!”

“એજ એનો ધંધો છે....! ધંધો છે....!”

“પૈસાવાળા અને ઈનોસન્ટ છોકરાઓને ફસાવવાનો....!”

વિકટની સાથે-સાથે તે નેહા, ઝીલ વગેરેના શબ્દો પણ તેમના અવાજમાં તેને “ઘેરવા” લાગ્યાં.

લાવણ્યાનો પાસ્ટ જાણ્યાં પછી તેણી વિષે હવે શું નિર્ણય લેવો એ અંગે સિદ્ધાર્થ સંપૂર્ણપણે મૂંઝાઈ ગયો.  

            એકના વિચારોના સ્ટ્રેસને લીધે તેણે ટેબલ ઉપર કોણીઓ ટેકવી પોતાનું કપાળ દબાવ્યું.

            “સર....! શું લેશો તમે....!?” કૉફી શૉપનો વેટર જોડે આવીને ઊભો રહ્યો અને બોલ્યો “ચ્હા, કૉફી...!?”

            “ચ્હા....!” સિદ્ધાર્થ તેની સામે થાકેલી નજરે જોઈને બોલ્યો.

            “ગ્રીન ટી...કે લેમન ટી...!?”

            “દેસી લાવોને ભાઈ...!” સિદ્ધાર્થ મોઢું બગાડીને બોલ્યો “દૂધવાળી....!”

            ઓલો હસીને માથું હલાવીને જતો રહ્યો.

સિદ્ધાર્થ પાછો હવે શું નિર્ણય લેવો એજ મૂંઝવણથી ઘેરાઈ ગયો. પોતે આપેલું વચન નિભાવી લાવણ્યાને હર્ટ કરવી, કે પછી તેણીને નિર્દોષ માની લેવી. 

            થોડીવાર પછી વેટર ચ્હા આપીને જતો રહ્યો.

            “દોસ્ત આજે તારી ખરી જરૂર હતી...!” ચ્હાનો કપ હાથમાં લેતાં સિદ્ધાર્થને પાછો વિકટ યાદ આવી ગયો.

            "જેટલું વિચારવું હોય...એટલું વિચારી લે....! વિચારી લે....!" લાવણ્યા સાથે બદલો લેવામાં નેહાની હેલ્પ કરવી કે નઈ એ વિષે વિકટે પોતાનો મત વ્યક્ત કરતાં કહેલું સિદ્ધાર્થને યાદ આવી ગયું “છેવટે તો નિર્ણય તારે જ લેવાનો છે....! નિર્ણય તારે જ લેવાનો છે....!”

          "જેટલું વિચારવું હોય...એટલું વિચારી લે....! વિચારી લે....!"

વિચારતાં-વિચારતાં હવે સિદ્ધાર્થને એ બધી વાતો પણ યાદ આવવા લાગી જે સાંભળીને તે લાવણ્યા સાથે બદલો લેવા ઉશ્કેરાયો હતો. અહિયાંજ આજ જગ્યાએ થોડાં સમય પહેલાં (જયારે લાવણ્યાએ તેનો ભૂતકાળ સિદ્ધાર્થને કહ્યો એ પહેલાં), આજ શંભુ કૉફી શોપની લોબીવાળી બેઠકની જગ્યાએ સિદ્ધાર્થ નેહા, ઝીલ અને અક્ષયને મળ્યો હતો. તેમણે લાવણ્યા વિરુદ્ધ કરેલી એ દલીલોએ સિદ્ધાર્થને એ વાત માનવા મજબૂર કર્યો હતો કે આરવને બરબાદ કરવામાં લાવણ્યાનો જ વાંક હતો. તેને હવે એ તોફાની વરસાદી રાતે તેમની સાથે થયેલી એ મૂલાકાતની વાતો યાદ આવવા લાગી.

“એણે આપણાં આરવની આખી જિંદગી બરબાદ કરી નાંખી ....! બરબાદ કરી નાંખી...!" ઝીલ ગળગળા સ્વરમાં બોલી  હતી" હવે એ તારી પાછળ પડી છે ..! તારી પાછળ પડી છે ..!" 

“એણે તને, મને, નેહાને, આરવને ...અને ન જાણે કેટલાય બીજા આરવને તકલીફ તો  આપીજ છે ને....!?”

"એ આખો દિવસ બસ લાવણ્યાની વાતો કર્યા કરતો ...!" એ વાત કહેતી વખતે ઝીલની ભીની આંખો સિદ્ધાર્થને યાદ આવી ગઈ "લાવણ્યા આમ મસ્ત છે ....લાવણ્યા તેમ સારી છે ...! એની કોઈ ફીલિંગની એ છોકરીએ પરવા ન કરી ....!"

“તું એ અજાણી છોકરીની ચિંતા શા માટે કરે છે...!?  ચિંતા શા માટે કરે છે...!?”  

“આપડે એની જોડે શું લેવાદેવા....!? શું લેવાદેવા....!?”

            "આરવનો પ્રેમ સાચો હતો ...!" અક્ષયે પણ કહ્યું હતું "લાવણ્યાને સજા તો મળવી જ જોઈએ ..!" 

 

"લાવણ્યાને સજા તો મળવી જ જોઈએ ..!" 

"લાવણ્યાને સજા તો મળવી જ જોઈએ ..!" 

“એજ એનો ધંધો છે....! ધંધો છે....!”

“એ એવીજ છે....! એ એવીજ છે....!”

"લાવણ્યાને સજા તો મળવી જ જોઈએ ..!" 

“શું ખરેખર એ એવીજ છે...!?”  વિકટે પૂછેલો પ્રશ્ન હવે સિદ્ધાર્થે પોતાને જ પૂછ્યો.

        લાવણ્યાની નિખાલસતા સિદ્ધાર્થને સ્પર્શી ગઈ હતી. તેમજ લાવણ્યા વિષે નેહાએ અને બીજાએ પણ જે કઈંપણ કહ્યું હતું તેનાથી તે તદ્દન વિપરીત લાગી હતી.

            "તે સાવ રખડેલ અને નીચ છે....!" નેહાના શબ્દો સિદ્ધાર્થને યાદ આવ્યાં.

            “સિડ....! તું કાલે કૉલેજ આવાનો ને....!? કૉલેજ આવાનો ને....!?”  એ પૂછતી વખતે લાવણ્યાનો આજીજીભર્યો સ્વર અને બાળક જેવો નિર્દોષ ચેહરો સિદ્ધાર્થને યાદ આવી ગયો અને તે સ્વગતજ નેહાની વાતનો જવાબ આપતો હોય એમ પોતાની આંખો બંધ કરી મનમાં બબડ્યો "ના.....! તે બવ ઈનોસન્ટ અને સાફ દિલની છે.....!”

“એજ એનો ધંધો છે....! ધંધો છે....!”

“પૈસાવાળા અને ઈનોસન્ટ છોકરાઓને ફસાવવાનો....!”

            “મેં કદી પૈસા માટે કે બીજી કોઈપણ વસ્તુ માટે કોઇની પણ સાથે સેક્સ નઈ કર્યું...! હું સ....સાચું કવ છું સિડ....! સાચું કવ છું....!”  લાવણ્યા રડતાં-રડતાં બોલી હતી “મેં....ક...કદી નઈ કર્યું....! પૈસા માટે ન....નઈ....!”  

            તેણીની આંખોમાં રહેલી માસૂમિયતમાં ક્યાંય છળ નહોતો.

“એ એવીજ છે....! એ એવીજ છે....!”

 “એજ એનો ધંધો છે....! ધંધો છે....!”

            ક્યાંય સુધી સિદ્ધાર્થે નેહાના એ પ્રશ્નોનો જવાબ પોતાને જ આપ્યા કર્યો.

****

            “લાવણ્યા.....!” પાર્કિંગમાં રાહ જોઈ રહેલી લાવણ્યાને પાછળથી કોઈકે બોલાવી.

            અવાજ ઓળખી ગયેલી લાવણ્યાએ પાછું ફરીને જોયું. અંકિતા પોતાનાં એક હાથમાં કશુંક પાર્સલ લઈને ઉભી હતી.

            “તું લેકચર ભરવા નાં આઈ...!?” અંકિતાએ વાત બનાવતી હોય એમ પૂછ્યું અને પોતાનાં હાથ રહેલું પાર્સલ ધીરે-ધીરે ખોલવા લાગી.

            “મૂડ ન’તું...!” લાવણ્યાએ ટૂંકો જવાબ આપ્યો.

            “લે...!” પાર્સલમાંથી ગ્રીલ કરેલી સેન્ડવિચ બહાર કાઢી અંકિતાએ લાવણ્યા સામે ધરી “સેન્ડવિચ....! મસ્ત છે..!”

            “પ...પણ મને ભૂખ નઈ લાગી....!” લાવણ્યા પરાણે બોલી અને અંકિતાના બદલાયેલાં વર્તનને કળવા મથી રહી હોય એમ તેણી સામે જોઈ રહી.

            “અરે તું ક્યારની સીદની રાહ જોવે છે યાર....!” અંકિતાએ છણકો કરી ધમકાવતી હોય એમ કહ્યું “ખાધાં-પીધાં વગર તું ઢળી પડી....! તો તને હોસ્પિટલ લઇ જવી પડશે...ને સિદ અહિયાં આઈને જતો પણ રે’શે...!”

            ”નઈ..નઈ...હું ખાવ છું...!” લાવણ્યા બોલી અને તરતજ અંકિતાના હાથમાંથી સેન્ડવીચ લઈને ખાવા લાગી.

            સેન્ડવીચ ખાતાં-ખાતાં તે હવે પાછી ગેટ તરફ ફરી.

            “ક્યારે આવશે આ છોકરો...!?” ગેટ સામે જોઈ રહીને લાવણ્યા મનમાં બબડી.

            ત્યાંજ “ઘર્રરર....!” અવાજ સાથે આકાશમાં ઘેરાયેલાં અંધારિયા વાદળો વરસી પડ્યા અને સિદ્ધાર્થ યાદ આવી જતાં લાવણ્યાની આંખ પણ.

****

               

            “ના...! એવી નથી જ .....!”   ક્યાંય સુધી વિચાર્યા કર્યા બાદ છેવટે સિદ્ધાર્થના મને જ જાણે અદાલતી ફેંસલો સંભળાવ્યો હોય એમ “તેણે” લાવણ્યાને નિર્દોષ “જાહેર” કરી દીધી.

            “એ છોકરી એવી નઈ....!” સિદ્ધાર્થ મનમાં બબડ્યો “એણે મને એનો બધો પાસ્ટ ઈમાનદારીથી કઈ દીધો....! જો એ મને છેતરતી હોત....! તો એ આવું ના કરત....!”

            “તો પછી એણે આરવ વિષે કેમ ના કીધું...!?” ફરીવાર એજ દલીલ જે નેહાએ કરી હતી તે હવે સિદ્ધાર્થનું મન તેની સામે કરવા લાગ્યું.

            ફરીવાર સિદ્ધાર્થ વિચારે ચઢ્યો.

            “મેય બી ભૂલી ગઈ હોય...!” લાવણ્યાનો બચાવ કરતો હોય એમ સિદ્ધાર્થે પોતાના મન સાથે દલીલ કરી.

            “ખરેખર....!?” સિદ્ધાર્થનું “મન બોલ્યું” “કે પછી એનો વાંક હતો એટલે....!?”

            “હું જ એને પૂછી લવ તો....!?” સિદ્ધાર્થને વિચાર આયો.

            “હમમ...! પૂછીજ લેવું જોઈએ....!” પછી તે જાતેજ તે વિચાર સાથે સહમત થયો.

            લાવણ્યા નિર્દોષ છે અને લોકો કહે તેવી તે નથી એ સિદ્ધાર્થ ઓલરેડી નક્કી કરી ચુક્યો હતો. પણ સવાલ એ હતો કે હવે આગળ શું કરવું. એ નિર્ણય પણ જોકે તેણે જાતે લઇજ લીધો હતો. પણ સિદ્ધાર્થ એ નહોતો જાણતો કે એમાં આગળ શું થશે.

            લાવણ્યા વિષે નિર્ણય લેવાઈ જતાં સિદ્ધાર્થના મનનો ભાર થોડો હળવો થયો.

            “સર....! તમે પલળી જશો....! અંદર આવતાં રો’...!”  

            લાવણ્યા વિષે ક્યારના વિચારી રહેલો સિદ્ધાર્થ ક્યારનો કૉફી શોપની બહાર લોબીવાળી બેઠકમાં થોડીવાર પહેલાં ચાલુ થયેલાં વરસાદમાં પલળી રહ્યો હતો. આ જોઇને કૉફી શોપના વેટરે સિદ્ધાર્થને કૉફી શોપના દરવાજે ઉભા રહીને સહેજ ઊંચા સ્વરમાં બોલાવતા કહ્યું.

            “હું ઓલરેડી પલળી ચુક્યો છું...!” સિદ્ધાર્થે પરાણે સ્મિત કરીને તેની સામે જોઈ રહીને કહ્યું “ઇટ્સ ઓકે....!”

            એટલું બોલીને સિદ્ધાર્થે ટેબલ ઉપર પડેલો પોતાનો આઈફોન ઉઠાવ્યો.

            વોટરપ્રૂફ હોવાને લીધે સિદ્ધાર્થે વરસાદમાં મોબાઈલ પલળે એની ચિંતા નહોતી.

            પોતે જે નિર્ણય લીધો હતો તેમાં આગળ વધવા માટે તેણે નેહાનો નંબર ડાયલ કર્યો. બપોરના લગભગ બે-સવા બે વાગવા આવ્યા હોવાથી નક્કી નેહા લંચ બ્રેકમાં કેન્ટીનમાં હોવાની એવું સિદ્ધાર્થે ધારી તેણીને કોલ લગાડ્યો.

            “હાં બોલ...! કૉલેજ નાં આયો...!?” સિદ્ધાર્થનો કોલ રીસીવ કરી નેહાએ પૂછ્યું “હજી “ફ્રી” નાં થયો...!?”  

            નેહાએ ટોન્ટ મારતાં પૂછ્યું.

            “હવે થઇ ગ્યો...! બધીજ પ્રોબ્લેમ્સથી....!” નેહાએ મારેલો ટોન્ટ સમજી ગયો હોય એમ સિદ્ધાર્થ પણ ભેદી રીતે બોલ્યો “એટલે હવે હું કૉલેજ નઈ આવાનો..!”

            “હેં...!? શું....!?” સામે નેહા મૂંઝાઈ.

            “તારું વચન નિભાય...!” સિદ્ધાર્થ સામેથી ઠંડા સ્વરમાં બોલ્યો.

            “શ....શું બોલે છે તું...!?” નેહા હવે વધુ મૂંઝાઈ “શેનું વચન...!?”

            “તે જ કીધું ‘તું...!” સિદ્ધાર્થ એવાજ સખત અને શાંત સ્વરમાં બોલ્યો “જો હું મારું વચન નીભાઈશ....! તો તું પણ નીભાઈશ....!”

            “તું શું બોલે છે...!?” સિદ્ધાર્થના વર્તનથી અને વાતોથી મૂંઝાયેલી નેહા હવે ચિડાઈને બોલી “કશું સમજાતું નઈ યાર...!?”

            “આ એકાદશીએ સારું મુરત છે....!” નેહાથી સહેજ પણ અકળાયા વિના સિદ્ધાર્થ શાંતિથી બોલ્યો “તારું વચન નિભાવા માટે....!”

            “સિદ્ધાર્થ....! હવે બવ થયું હોં....!” નેહા ધમકીભર્યા સ્વરમાં બોલી “શું કરવાની વાત કરે છે...!?”

            “Marry me....!” સિદ્ધાર્થ શાંત સ્વરમાં બોલ્યો અને નેહાના કાનમાં એ શબ્દોના પડઘાં પડવા લાગ્યાં.

■■■■

    “S I D D H A R T H”

Jignesh

instagram@siddharth_01082014