Zankhna - 1 in Gujarati Fiction Stories by Nayana Viradiya books and stories PDF | ઝંખના - એક સાચા પ્રેમની.. - ભાગ-1

Featured Books
Categories
Share

ઝંખના - એક સાચા પ્રેમની.. - ભાગ-1

( ધારાવાહિક સંપૂણૅ કાલ્પનિક કથા છે.કોઈ વ્યકિત કે સ્થળ સાથે એનો કોઈ જ સંબંધ નથી.


ઝંખના - એક સાચા પ્રેમની....

પ્રસ્તાવના :-

પ્રેમ શું છે?
દરેક ની એક ઝંખના હોય છે. પ્રેમ ને પામવાની.પ્રેમ ને માણવાની,પ્રેમ ને મેળવવાની ,પ્રેમ માં જીવવાની,પ્રેમ જોડે જીવવાની,પ્રેમ માં ગળાડુબ થવાની ને પ્રેમ ને પી ને તૃપ્ત થવાની,
બધા ને પ્રેમ જોઈએ જ છે .ખરું ને??
પણ આ પ્રેમ છે શું?ખબર નહીં પણ કંઈક તો ખાસ છે જેના લીધે જ આ દુનિયા ચાલે છે‌.
કહેવાય છેકે સાચો પ્રેમ હર એક ના નસીબ માં હોતો નથી.એવુ કેમ હશે ???એ તો ખબર નહીં, પણ કદાચ દિલ માં થતો એ ખાસ અહેસાસ ગમે બહુ છે.સાચો પ્રેમ તો ક્ષણભર પણ મળે ને તો માણસ એની યાદો ના સહારે જિદંગી વિતાવી દેતા હોય છે.તો કેટલાય ને પ્રેમ ખાતર જીવન કુરબાન કરતા પણ જોયા છે.ખબર નહીં આ પ્રેમ છે કઈ ગાજર ની મુળી??? જેના થકી જ આ દુનિયા ચાલે છે.દરેક જગ્યા એ ને વસ્તુ પ્રેમ સાથે સંકળાયેલી છે.મનુષ્ય જ નહીં પરંતુ પ્રાણીઓ પક્ષીઓ ને જીવજંતુ માં પણ અદભુત પ્રેમ રહેલો છે.કૃષ્ણ ને રાધા નો પ્રેમ આ જગત ની મિસાલ છે.પ્રેમ માટે ની દોટ માં ખુદ ને ઓગાળી દેનારા અનેક ઉદાહરણ ભરેલા પડ્યા છે.શુ હશે આ ખાસ અહેસાસ ?? આત્મા નું જોડાણ થઈ જાય,દિલ માં વસી જાય ને ખુબ જ ગમી જાય આ પ્રેમ છે તો કંઈક
ખાસ ઈશ્વરે આ જગત ને આપેલી અમુલ્ય ભેટ જ સમજો.જેના થકી જ આ જગત ને દરેક સંબંધ જોડાયેલા છે. આવા જ સાચા પ્રેમ ની એક વાત લઈને આવી છું .

દોટ છે એ તરફ.....
શોધ છે માત્ર એની જ....
બસ મારે માત્ર એ જ જોઈએ.....
એ નહીં તો લાઈફ માં કંઈ જ નહીં.....
બસ એક ઝંખના છે આ દિલ ની ખાસ
જોઈએ એક ખાસ અહેસાસ........ઝંખના -સાચા પ્રેમની

આ નવલકથા છે. એક અજબ ગજબ ના પ્રેમની ખાટી મીઠી વાતો ની,મીઠા ઝઘડા ને તકરારો અજબ ગજબ ના વિષયો પરની ચચૉ .પ્રેમ,કાળજી ને દરકાર ની,એકમેક ના સન્માન ને પરસ્પર ના લાગણી થી ભરેલા દિલ ની મીઠી મધુરી વાતો ની,એક અજીબ મુલાકાતો ની, કલાકો ના કલાકો જ નહીં કાયમ માટે ના ઈંતજાર ની,એક અધૂરા મધુરા અહેસાસ ની,
લવ ની અને લાગણી ની....એમના પ્રેમના અનોખા સફર ની,ખાસ અહેસાસ,દિલ માં દસ્તક .પ્રેમ નો મધુરો અહેસાસ ને એક અનોખો સંબંધ...........તો ચાલો મળીએ લવ અને લાગણી ને...

ઝંખના - એક સાચા પ્રેમ ની.....(ભાગ-૧)

પવન પ્રભાતે જગ કો જગાતે ,

ભવરે ભી કરતે હૈ ગુંજન ,
પંખ પ્રસારે ઉડે પંખીડું ‌,
સિંદુરી સિંદુરી હૈ આંગન.....

એક સુનહારી રીંગટોન સાથે મોબાઇલનો એલાર્મ વાગ્યો ને એ સફાળી બેઠી થઈ ગઈ.

"આટલું જલદી સવાર!!!!!! હજુ હમણાં જ તો સુતી હતી."

મનોમન બબડતા એણે એલાર્મ બંધ કર્યો.

બારીના પડદા બહાર ઘોર અંધકાર હતો. માત્ર સ્ટ્રીટ લાઈટનું આછું અજવાળું એ અંધકારને ભેદી રૂમમાં સહેજ પ્રકાશ પાથરી રહ્યુ હતું.
સુતી વખતે હંમેશની માફક છુટા કરેલા લાંબા અને એકદમ ઘાટા સુંદર વાળને અંબોડામાં બાંધતા તેને આળસ મા ટોવેલ હાથ માં લીધો ને બગાસા ખાતી એકદમ નીરસતા થી તે બાથરૂમમાં પ્રવેશી.
બાથરૂમના શાવર ચાલુ કરતાની સાથે જ રાતના માંડ માંડ બંધ થયેલા વિચારો ફરી સળવળ્યા. ને એનું મન વિચારો ના વંટોળ થી ખિન્ન થઈ ગયું. શાવર લેતાં એની આંખ પણ જોડે વહી રહી હતી .અંદર થી રડવાનું મન થતું હતું .પણ એણે મન પર કાબુ રાખી ને જાત ને સંભાળી લીધી .
ફટાફટ સ્નાન પતાવી એ બહાર આવી ને કેપ્રી ટી -શટૅ પહેરી રેડી થઈને ઝડપભેર રૂમ ની બહાર નીકળી .
તેની આખી રાત આજે જાણે વિચારો જ વિતી હતી.
માંડમાંડ પડખા ફેરવી ફેરવી થાકી ત્યારે જરાક ઝોકું આવ્યું ત્યા તો એલામૅ વાગી ગયો.
બદલી ના કાગળ હાથમાં આવ્યા ત્યાર થી એ ચિંતા માં આવી ગઈ હતી .અનેક વિચારો એને ઘેરી રહ્યા હતા.પણ એ મૌન રીતે બધું સ્વીકારી ને સહજ બની જીવી રહી હતી.પરંતુ આજે એની એ એક વષૅ ની નોકરી નો ત્યા છેલ્લો દિવસ હતો .કદાચ એટલે જ એ વધારે વિચારે ચડી ગઈ.
નવી જગ્યા ને નવા માહોલ માં એ કેવી રીતે સેટ થશે?
ને એક વષૅ થી જે બધા લોકો સાથે એને આત્મીયતા બંધાય ગઈ છે એ બધા ને છોડીને જવું પડશે એનું ખુબ દુઃખ હતુ પણ???
તે હવે કંઈ જ કરી શકે એમ ન હતી.
સ્વીકારી લેવું એ જાણે તેના જીવન નો એક ભાગ બની ગયું છે. તેની ઈચ્છા નુ કોઈ જ મહત્વ રહ્યું નથી.

રોજ ની માફક તે યંત્રવત્ ઝડપભેર કામ કરી રહી હતી. આ તેની રોજ ની આદત હતી.
આમ તો ખરું કહો તો બધું પરાણે માથે આવતાં એ ટેવાય ગઈ હતી.

દિવાલ પર ની ઘડિયાળ ના કાંટા પણ એની માફક જ ઝડપ થી દોડી રહ્યા હતા ને સવાર ના સવા ચાર(૪:૧૫) વાગવા માં જ હતા .
સરખી ઊંઘ ન થવાથી થોડી બેચેની લાગી રહી હતી પણ આ તો રોજ નું થયું.
એણે ઘર નો મેઈન દરવાજો ખોલ્યો ને નવી ઠંડી હવા શ્વાસ માં ભરી એણે જરાક ઊંડો શ્વાસ લીધો .
રોજ ની માફક શેરી માં બે -ચાર ચક્કર લગાવ્યા પણ આજે વોકિંગ માં બહુ મજા ન આવી .
એણે વધુ ચાલવાનું માંડી વાળી ને એ ઘર માં આવી.

શેરી આખી સુનકાર હતી. એકદમ શાહી મકાનો ની આ સોસાયટી ના મેઈન ગેઈટ ની પાસે ચોકીદાર બેઠો હતો એટલે ડર જેવું તો કંઈ હતું નહી.
રોજ તો તે શેરી માં દસ બાર ચક્કર લગાવતી પણ આજે બે-ત્રણ ચક્કર લગાવી એ ઘરમાં આવી ગઈ .
દિવસે ઝગમગાટ કરતા ને વૈભવી લાગતા બધા જ ઘર અત્યારે અંધકાર માં ભેંકાર લાગી રહ્યા હતા .બધા લોકો મસ્ત મજાની નિંદર માણી રહ્યા હતા‌.શેરી બહાર કુતરા પણ લપાઈને કોઈક ઓથે આરામ ફરમાવી રહ્યા હતા.
વાતાવરણ એકદમ શાંત હતું.પંખીઓ પણ હજુ માળા માં તેના બચ્ચા સાથે નિરાંતે સુતા હતા .આછેરી ઠંડક સાથે પવન વાતાવરણ ને સવાર તરફ લઈ જઈ રહ્યો હતો.
બધે જ નિરવ શાંતિ હતી.ફકત એની અંદર જ અશાંતિ હતી.બહુ જ એકલતા અનુભવતી હતી એ.
તેણે ઝડપભેર ઘર માં પ્રવેશી રસોડા માં જઈ નાસ્તો ને ટીફીન ની વાનગીઓ બનાવવા માંડી‌.
ફિલ્ટર ચાલુ કરી પાણીનુ માટલું ભરાવા મુક્યું ને ફરી વિચારો ના વમળ માં અટવાય કે માટલું છલકાય ગયું એની પણ એને ખબર ન રહી. થોડીવારે એ સ્વસ્થ ને સજાગ થઇ ને ફરી કામ માં લાગી ગઈ .કપડા એકઠા કરી વોશિંગ મશીન માં નાખ્યા.
વચ્ચે વચ્ચે ઝાપટ- ઝૂપટ નું કામ પણ ચાલુ જ હતું . ફળિયું ધોયું ઘરની સાફ સફાઈ ને રસોઈ માં જ ઘડિયાળ માં કાંટો ૫:૩૦ ને આંબવા જઈ રહ્યો હતો .બહાર આછેરો અજવાસ પથરાય રહ્યો હતો .
થોડી ચહલ પહલ ને પંખી ઓનો કલરવ સવાર ના સ્વાગતની તૈયારી કરી રહ્યા હતા.
ઘર નું બધું જ કામ આટોપી એણે નાસ્તો ટેબલ પર ગોઠવ્યો ને ફટાફટ સીડી ના પગથિયાં ચડી
રૂમ માં જઈને તેને બેડ પર આરામ થી આળોટતા પ્રથમ ને જગાડ્યો . પોતે ફરી શાવર લેવા બાથરૂમ માં જતી રહી નાહી ને ફટાફટ બહાર આવી .પણ આ શું ??
પ્રથમ તો હજુ પણ ઊંઘતો હતો તેણે ફરી તેને જગાડ્યો. પ્રથમ બગાસાં ખાતો આળસ મરડી બેઠો થયો ને પરાણે બાથરૂમ તરફ ગયો. વરસાદી ગરમી ને ઘરકામ માં એ પરસેવા થી નીતરી ગઈ હતી .ફરીવાર ના સ્નાન બાદ તેને થોડું સારૂ લાગ્યું.
આમ તો આ રોજ નું જ હતું .
પ્રથમ એટલે કે એમના પતિદેવ રોજે બે ચાર વખત જગાડે ત્યારે જ જાગે.
એકદમ નિરાંતે નાહી ને તૈયાર થાય ને એના થી ઉલ્ટુ એ ખુબ જ ઉતાવળી.
ઘડિયાળ તરફ નજર કરી એ ફટાફટ તૈયાર થવા લાગી.

એણે કોટન ની આસમાની બ્લુ સાડી ને બ્લેક બ્લાઉઝ કબાટ માંથી કાઢ્યા ને એકદમ સ્ટાઈલ માં તેને સાડી પહેરી સાડી માં તે એકદમ અલગ જ લાગી રહી હતી.જોનાર ને તરત જ મોહીત કરી દે એવું એનું રૂપ હતું.સાડી તેના પર ખુબ જ ઉઠાવ આપતી હતી.
સવારે ઉતાવળે એમ જ અંબોડો વાળી દીધેલા વાળ ને સરસ રીતે ચોટલા માં ગુંથાયા ત્યારે તેનુ રૂપ નીખરી આવ્યું.
પાંચ ફુટ ને પાંચ ઈંચ લાંબી,સહેજ ભરાવદાર પણ મધ્યમ પાતળો બાંધો ,ઘંઉવણૉ રંગ,નમણું નાક ને એકદમ તેજસ્વી ને હરણી જેવી આંખો ને અણિયાળી આઈબ્રો, કમર થી નીચે સુધી ના લાંબા ને એકદમ સિલ્કી ને સહેજ બ્રાઉન જેવા તેના વાળ તેની સુંદરતા માં ચાર ચાંદ લગાવી રહ્યા હતા.નાનકડી બિંદીં ને સહેજ સેંથી માં સિંદુર લગાવી તેને તેનો શણગાર પૂણૅ કયોૅ.
ત્યા જ બાથરૂમ માંથી પ્રથમ એ અવાજ કયોૅ,

"નિત્યા મારો ટોવેલ લાવ ને પ્લીઝ...,

ને હા મારા કપડા પણ રેડી કર બકા લેટ થઇ ગયું છે."

"આ તો તમારૂં રોજનું છે.પેલા ઊઠવામાં સમજે નહી પછી આપણને પણ દોડાવે."
નિત્યા જરાક નાક ફુલાવતા બોલી :
ત્યા જ નાહી ને બહાર આવતા જ,

"હા હો એ વાત સાચી ,રાની સાહેબા તમારા રાજ માં જલસા છે. "પ્રથમ માથા ના ભીના વાળનું પાણી તેના પર ઉડાડતો બોલ્યો.
"અચ્છા , બટર ન લગાવો અત્યાર અત્યાર માં રાની સાહેબા તો ખાલી કહેવાના.સાડી નો પાલવ સરખો કરતા સહેજ છણકા થી તે બોલી;

"ને હવે જલ્દી તૈયાર થઇ નીચે આવો મહારાજા પ્રથમ પરીખ નહીંતર મારે લેટ થશે . "

"જેવી આપની આજ્ઞા રાની સાહેબા."

"આમ પણ આજે તારે હવે આટલા વહેલા જવાનો છેલ્લો દિવસ.....પછી તો નિરાંત....જલસા જ જલસા ..."
મસ્તી કરતા પ્રથમે કહ્યુ;

પ્રથમ ની આ મસ્તી નો કોઈ જ પ્રત્યુતર આપ્યા વિના જ એ નીચે જતી રહી.
સાસુ સસરા પણ રેડી થઈ ને આવી ગયા હતા .તે ઝડપ થી ચા નાસ્તો પીરસવા માં લાગી ગઈ .તેની અંદર તો હજુ પણ વિચારો નુ વંટોળ ફરી રહ્યું હતું પરંતુ બહાર એ યંત્રવત્ રૂટીન કામ કરી રહી હતી.
નાસ્તો કરવાની એની આજે ઇચ્છા નહોતી ને કોઈએ તેને આગ્રહ પણ ન કયોૅ. ટીફીન અને પાણી ની બોટલ તૈયાર ને બેગ લઈ તે નિકળવા જતી હતી ત્યા જ પ્રથમ આવ્યો.

"તારા બદલી ના હુકમ રાખ્યા ને બેગ માં? આજે બધું ત્યા જરૂર પડશે ને હા,લાસ્ટ પે સટીૅ પણ લખાવી લેજે એટલે ફરી ત્યા ધક્કો ન ખાવો લેવા."પગથિયાં ઉતરતા એ બોલી ગયો;
" હા લીધું "
કહી એણે ફરી એકવાર બેગ ચેક કયુૅ.
ડાઈનીંગ ટેબલ પર ગોઠવાય ગયેલ પ્રથમ ને તેણે ફટાફટ તેને ચા નાસ્તો આપી દીધો‌ .
મંદિર માં સહેજ માથું નમાવી
" હું જાઉં છું "
કહી ; એ ઘરે ની બહાર નીકળી.

એક્ટિવા પર બેઠી ત્યા જ તેના ફોન ની રીંગ વાગી
બેગ માંથી ફોન કાઢતા પહેલા એક નજર કાંડા પર બાંધેલ
સ્માટૅ વોચ માં કરી
"
ઓહ નો" છ (૬:૦૦)ને પાંચ મિનિટ
મનોમન બબડી ને ફોન ઉપાડયો.

"હેલ્લો લાગણી , ક્યારે આવે છે?"
ફોન માં સામે થી અવાજ આવ્યો;
"બસ નીકળું જ છું" હેલી બકા તું ચાર રસ્તે આવી જા સ્ટોપ પર નહીંતર લેટ થઇ જશે."તે ઝડપભેર બોલી ગઈ.
"હા ,ત્યા જ છું મેડમ હવે જલ્દી પધારો ટ્રેન છુટી જશે નહીંતર.." હેલી એ મસ્તી સાથે કહ્યું
"ઓકે" કહી ને નિત્યા એ ફોન ને બેગમાં સરકાવીને
ઝડપ થી એકટીવા ચાલુ કરી ને સ્પીડ માં ચલાવ્યુ.

શું વિચારશે હેલી?એને બિચારી ને પણ તો મારી બદલી ની કંઈ જ ખબર નથી.
શું વિતશે એની પર?
કેવું રિએક્ટ કરશે?
એક પછી એક વિચાર તેના મન માં અથડાવા લાગ્યા ત્યા જ ચાર રસ્તા આવતા જ સામે રાહ જોઈ રહેલી હેલી ને જોતા જ નિત્યા એ એના વિચાર સાથે એક્ટિવા ને ત્યાં જ સ્ટોપ કયૉ.......

( આટલી વહેલી ક્યાં જાય છે નિત્યા? હેલી કોણ છે? હેલી નિત્યા ને લાગણી કહી ને કેમ સંબોધી રહી હતી?પ્રથમ કેવો છે?શું કરે છે ? બંને ના સંબંધ કેવા છે? ઘણા બધા સવાલો છે ...બધા ના જવાબ પણ છે જ એ માટે વાંચતા રહો આગળ નો ભાગ. ઝંખના - એક સાચા પ્રેમની....)

ક્રમશ..............