I will not wash my mouth books and stories free download online pdf in Gujarati

મોઢું ધોવા ન જઈશ

લીના વિચારી રહી, મનને ફંફોળ તી હતી. આયના સામે ઉભી રહીને તેને પ્રશ્ન પૂછી રહી. તેને ખબર હતી આયનો જુઠું નહિ બોલે.

“લાવણ્ય, અમેરિકાથી આવ્યા છે. એક વખત પરણ્યો હતો. છૂટાછેડા શું કામ થયા એની માથાઝીક કરવાનો સમય નથી. મારી મમ્મીને ત્રણ દીકરીઓ છે. પિતાની આવક બાંધી છે. સત્યવાદી હરિશ્ચંદ્ર ને જોવા હોય તો, મારા પિતા ચંદ્રકાંતને મળવું. જો હું પરણીને અમેરિકા જાઉં તો નાની બન્ને બહેનો નો રસ્તો પણ મોકળો થઈ જાય. મારા દાદા અને દાદીને અમારા ભાઈ નથી તેનું ખૂબ દુઃખ હતું. શું મારી મોટી બહેન તરિકે ફરજ નથી બનતી કે મારા પિતા નો બોજો હળવો કરું ?

બાંધી આવકમાં ઘર ચલાવતા કોઈ ચાંદનીથી શીખે. ત્રેવડ ત્રીજો ભાઈ છે. ચંદ્રકાંત તેના પર વારી જતા. ત્રણેય દીકરીઓને ખૂબ માવજત અને કાળજીથી ઉછેરી હતી. નાની તો એવી ચબરાક, દાદાના ખોળામાં બેસે અને કહે, ” હે દાદા, હું જો છોકરો હોત, તો કઈ રીતે જુદી હોત’?

‘તું તો મારો રશ્મી છે, ખબર છે રશ્મી છોકરો પણ હોય અને છોકરી પણ હોઈ શકે.” કહી પ્રેમથી ગળે વળગાડતાં.

‘જો હવે બોલ્યા છો કે મારા પપ્પાને દીકરો નથી તો તમારા ખોળામાં નહી બેસું’. કહી ડીંગો બતાવી ભાગી જતી.

લાવણ્ય પરણીને છ મહિનામાં છૂટો થઈ ગયો હતો. લકી સાથે પરણ્યો તે એક ઇત્તફાક હતો. અમેરિકામાં મોટો થયેલો લાવણ્ય હોંશિયાર જરૂર હતો. જ્યારે લકી, ભારતમાં મોટી થઈ અમેરિકા ભણવા આવી હતી. બંને એક જ યુનિવર્સિટીમાં સાથે ભણતા હતા. સીધો સાદો લાવણ્ય, લકીની ઉસ્તાદી માં ફસાઈ ગયો. લકી ખૂબ સુંદર હતી. તેનું રૂપ, તેનું હાસ્ય ભલભલા મુનિવરને ચળાવે એવું હતું. લાવણ્યએ જ્યારે તેના માતા અને પિતા પાસે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો ત્યારે લાવણ્યની મમ્મી ,’દીકરો મારો ઉતાવળ કરે છે’.

લકીના દબાણ પાસે લાવણ્યનું કશું ચાલતું નહી. એકલો બેઠો હોય યારે વિચાર કરતો, “લાવણ્ય તું ઉતાવળ તો નથી કરતો ને”?

લકીએ, લાવણ્ય માં શું ભાળ્યું એ કહેવું મુશ્કેલ હતું. અમેરિકામાં વર્ષોથી રહેતો હતો. એક બહેન હતી પણ જે પરણીને લંડન રહેતી હતી. લાવણ્યને કોલેજ કાળ દરમિયાન મિત્રતા ઘણા સાથે થઈ હતી. લકી ની વાત કંઈ જુદી હતી. બસ છ મહિનામાં બન્નેનું ભણતર પણ પુરું થવાનું હતું. કોઈ પણ છોકરી અથવા સ્ત્રીઓના મગજમાં શું ચાલે છે, તે કળવું મુશ્કેલ છે. પ્રયત્ન કરવાથી નિષ્ફળતા મળશે એમાં શંકાને સ્થાન નથી.

‘ચાલને હવે પરણી જઈએ’.

‘ઉતાવળ શું છે’?

‘આમ મિલન પછી જુદાઈ ખુબ સતાવે છે’.

‘તું કહેતી હોય તો જુદો અપાર્ટમેન્ટ લઈએ’.

‘ના, બાબા ના લગ્ન પહેલાં’?

‘એટલે તો કહું છું લગ્ન કર્યા હોય તો પછી, તું અને હું, હું અને તું.’

લકી એ પોતાના મમ્મી અને પપ્પાને મુંબઈથી બોલાવ્યાં. તે અંહી મામાને ત્યાં રહેતી હતી. આખો દિવસ કોલેજ માં હોય અને શનિ અથવા રવિ મિત્રો સાથે. પોતાની દીકરીના અવગુણ કોઈ માતા અને પિતાને દેખાતા નથી હોતાં. એમાંય આ ૨૧મી સદીમાં ? મોઢું જ ખોલવાનું નહીં. તેમાંય પરદેશ માં એકલી રહેતી દીકરી ને કશું જ કહેવાય નહીં. જો કે આજકાલ ભારતમાં પણ માતા અને પિતા બાળકોને કશું કહી શકતા નથી. લકી ની જીદ પાસે બધાંએ નમવું પડ્યું.

લગ્ન લેવાયાં. બહેન અને જીજુ લંડનથી આવ્યા. લાવણ્યની બહેન લોપા ભાભી, જોઈને ખુશ થઈ ગઈ.

અરે વાહ, મારા ભાઈ તારી પસંદને દાદ દેવી પડશે’.

સર્જનહાર સ્ત્રી અને પુરૂષની પ્રકૃતિ અલગ બનાવે છે. પુરુષ સરળ અને ખટપટ વગરના હોય અને સ્ત્રી ને વાતનું વતેસર કરતાં આવડે. બન્નેમાં અપવાદ હોઈ શકે. લકી, લગ્ન પહેલાં જે લાવણ્યના પ્રેમ માં મશગુલ હતી તે હવે વાતે વાતે લાવણ્યમાં ખામીઓ જોતી થઈ ગઈ.

‘અરે, તમે આજે કપડાં લોન્ડ્રી બાસ્કેટ માં ન નાખ્યા.’

‘દાઢી કર્યા પછી આખું સીન્ક કેટલું ગંદુ કર્યું તે’ .

લકી કામની મહા આળસુ. પોતાનું માંડ માંડ કરતી હોય ત્યાં પતિદેવ નું કામ કેવી રીતે કરે?

‘તને શું વાંધો છે, દર અઠવાડીયે મેઈડ આવે છે તે સાફ કરશે.’

સાવ નજીવી બાબતમાં ઝઘડો થતો અને પછી તેમાંથી સર્જાતું મહાભારત.

આજે કોને ખબર કેમ લાવણ્ય એ બધું ચોખું ચટાક કરી નાખ્યું. તેને મન હતું આ શનિ અને રવિ બન્ને જણા ડ્રાઈવ પર જાય. સેન એન્ટોનિયો રિવર વૉક પર હિલ્ટન માં રૂમ બુક કરાવ્યો હતો. લકી ને સરપ્રાઈઝ આપવા માગતો હતો.

લકી ઉઠી, બ્રેકફાસ્ટ લઈને કહે, આજે મારી ફ્રેન્ડ ઈન્ડિયાથી આવી છે તેને મળવા જવાનો પ્લાન છે.

બસ થઈ રહ્યું. લાવણ્ય એ તેને પોતાનો પ્લાન જણાવ્યો. લકી એક ની બે ન થઈ.

‘તે મને પૂછ્યું હતં’?

‘અરે, આ તો સરપ્રાઈઝ હતું તારા માટે’.

તારી ફ્રેન્ડને રવિવારે સાંજે પાછા આવતા લઈ આવું, એવું હશે તો હું મન્ડે ઓફ લઈશ. ‘

લકી માની નહી અને પછી આદત પ્રમાણે થયું મહાભારત. લાવણ્યને ખૂબ ખરાબ લાગ્યું. તેને થયું લકીને પરણવામાં ઉતાવળ તો નથી કરીને. લકી તો મિત્રને લેવા જતી રહી. બંને જણા બહાર લંચ ખાઈને પિક્ચર જોવા ઉપડી ગયા. રાતના પાછી આવી ત્યારે ઘરમાં લાવણ્ય ન હતો. તે પોતાના મમ્મી અને પપ્પાને ત્યાં જતો રહ્યો હતો.

રોજના આ ઝઘડાથી તે કંટાળી ગયો હતો.

લકી પણ જીદે ભરાઈ અને બન્ને જણા છુટા પડ્યા.

આ લાવણ્ય ફરીથી લગ્ન કરવા મુંબઈ આવ્યો હતો. લીનાને તેની મિત્ર મારફત મળ્યો. લીના સાથે તેણે ખુલ્લા દિલે વાત કરી. ખબર નહીં કેમ લીનાને લાવણ્ય ની વાતમાં સચ્ચાઈનો સૂર સંભળાય. પોતે ૨૪ વર્ષની હતી . લાવણ્ય ૩૦ વર્ષનો જુવાન. લકી થી દાઝેલા લાવણ્ય જરા ચેતીને ચાલ્યો. તેણે લીનાને અમેરિકાની લાઈફ સ્ટાઈલ થી વાકેફ કરી.

‘મારી સખી હીના, પણ હ્યુસ્ટનમાં રહે છે. ત્યાંની જિંદગી, કામ અને નોકરી મને ડરાવી શકે તેમ નથી. લાવણ્ય, તમે હીના ને નથી ઓળખતા. હીના, લકી ને ઓળખે છે. તેના સ્વભાવથી પણ પરિચિત છે. હા, આમ બન્ને પક્ષે તટસ્થ રીતે વિચાર કરવો જરૂરી છે. તમારી વાતમાં સચ્ચાઈનો રણકો મને સંભળાય છે.

લાવણ્ય ને લીના પસંદ હતી. તેની બોલવાની આકર્ષક ઢબ અને આત્મવિશ્વાસ આંખે ઊડીને વળગે તેવા હતા. લીનાએ સમજીને કદમ ઉઠાવ્યા. પાછળ બે નાની બહેનો નું ભવિષ્ય પણ સુધારવાનું હતું. પિતાની બાંધી આવકમાં તેમનો બોજો હળવો કરવાનો ઈરાદો તરવરતો હતો.

દાદા ને, પોતે દીકરો નથી પણ દીકરા તરીકે ફરજ અદા કરવામાં પાછી નહી પડે તે જણાવ્યું. ‘દાદા હું સરખી રીતે ગોઠવાઈ જાઉં પછી બન્ને બહેનો ને ત્યાં બોલાવીશ.’

દાદા, આશિર્વાદ આપ્યા, ‘બેટા સહુ પ્રથમ તારી ફરજ બને છે કે લાવણ્ય સાથે સુખી થજે. તેના માતા અને પિતાની દીકરી બનીને ચાહજે.’ તારી બન્ને બહેનો પણ તેનું નસીબ લઈને આવી છે. લક્ષ્મી ચાંદલો કરવા આવી છે.

લાવણ્ય ખરેખર હોનહાર છે. તેના નસીબમાં જે બન્યું હતું એ ભૂલવા મા મદદ કરવાની છે.’

“તું સુખી થજે”.

દાદા મનમાં બબડી રહ્યા, ‘આ મારો સવાયો દીકરો છે.’

********