Darrno sayo gahero, aatmano pahero - last part books and stories free download online pdf in Gujarati

ડરનો સાયો ગહેરો, આત્માનો પહેરો - 3 - (કલાઈમેક્સ - અંતિમ ભાગ)


કહાની અબ તક: સ્વયોગ વિનાં ને એની જુની હવેલીમાં લઇ જાય છે. બંને ત્યાં ખુદને પ્રિન્સ અને પ્રિન્સેસ કહીને પ્યારથી વાતો કરે છે. પાછળથી એક પડછાઈ જાય છે તો સ્વગોગ એને વિના નો ભ્રમ ગણાવે છે. વિના બહુ જ ડરી જાય છે. એ બાદ સ્વગોગ પર કોલ આવે છે જે વિના માં કોઈ આત્મા આવી ગઈ છે. તાંત્રિક સાથે સ્વગોગ ત્યાં પહોંચે છે ત્યારે ખબર પડે છે કે ત્યાં બીજો કોઈ પ્રિન્સ સ્વગોગ કોઈ નોકરાણી ની છોકરીને લવ કરે છે, કિંગ એ છોકરી ને જીવતી સળગાવીને મારી નાંખે છે! પ્રિન્સ ને લાગે છે કે એને એ છોકરી ધોખો આપે છે તો એ બીજે લગ્ન કરી લે છે, તાંત્રિક વિના પર ગંગાજળ નાંખે છે વિના બેહોશ થઈ જાય છે. સ્વગોગ એને બેડ પર લઈ જાય છે, એ એનો હાથ એક પળ માટે પણ છોડવા નહિ માગતો! એ એના હાથને પંપોરે છે.

"અરે બાપ રે... મારી વિનુ... ઠીક થઈ જા ને પહેલાની જેમ!" વિચારતા જ એની આંખોમાંથી આંસુઓ નીકળી પડ્યા એ લોકો એટલા ક્લોઝ હતા કે બે આંસુની બુંદ વિનાનાં ગાલ પર પડી એણે આંખો ખોલી.

"સ્વયોગ..." બહુ જ નિખાલસતાથી એ બોલી ગઈ.

"માથું બહુ જ દુઃખે છે યાર..." વિના બોલી.

સ્વયોગે એના માથાને દબાવ્યું, "તારા પપ્પા માણશે ને આપના મેરેજનું!" બહુ જ દુઃખી થતાં વિના બોલી.

"હા... પાગલ! એ તો હું મનાવી લઈશ! તું જરાય ચિંતા ના કર!" સ્વયોગએ કહ્યું.

સ્વાયોગ ના સાથમાં એણે ક્યારે ઊંઘે જકળી લીધી ખુદ એણે જ ખ્યાલ ના રહ્યો.

🔵🔵🔵🔵🔵

સવાર પડી ગઈ. વિનાની પસંદીદા ચાની પ્લેટ સાથે અને બીજા હાથમાં બ્રશ લઈ સ્વયોગ ત્યાં જ રેડી હતો એ વિના ની ઊંઘ બગડવા નહોતો ચાહતો.

"ઓહ બહુ પ્યાર આવે છે એમ મારી ઉપર!" કહી ને બ્રશ લઈ વિના બ્રશ કરવા ચાલી ગઈ.

પછી બંને એ ચા સાથે પીધી. "જો તું મારા જેવી પાછળ ના પાગલ થા... તમે રહ્યાં કિંગ, પ્રિન્સ અને હું એક સામાન્ય ગવાર!" ચા ની એક સિપ લેતા એ બોલી.

"જો હવે મારા ડેડ કોઈ કિંગ નથી એક સમયે હતા... એમને મને પરમિશન આપી છે, હું તારી સાથે જ લગ્ન કરીશ!" સ્વાયોગ એ કહ્યું.

"કેમ આમ અચાનક એમને તને પરમિશન આપી?! પહેલા તો ના કહેતા હતા ને?!" વિના એ આશ્ચર્યથી પૂછ્યું.

"ખબર નહિ યાર... કાલ પછી એમના માં બહુ જ ચેન્જ આવ્યો છે... મને સામેથી કૉલ કરીને કહ્યું કે મને કોઈ એત્રાઝ નહિ..." સ્વાયોગએ કહ્યું.

🔵🔵🔵🔵🔵

વિના અને સ્વયોગ ના મેરેજ થઈ ગયા છે. બંને બહુ જ ખુશ છે. બંને વહુ અને છોકરા ને એકવાર સ્વયોગનાં ફાધર બોલાવે છે.

"શું કહેવું હશે?!" એમ વિચારી બંને એમના રૂમમાં પ્રવેશે છે.

"જો બેટા... પેલા દિવસ એ જે આત્મા એ કહેલું એ પ્રિન્સ હું જ છું! તું તો સ્ટડી કરવા માટે બીજી જગ્યા એ ચાલ્યો ગયો હતો તને તો કંઈ ખબર જ નથી કે હું હજી પણ અહીં પ્રિન્સ હતો. પપ્પા મારા ત્યારે કિંગ હતા એમને એમના ખાનદાની નો ઋતબો હતો. જો એ આત્મા એ સચ્ચાઈ ના કહી હોત તો હું તમારું લગ્ન ના જ કરાવત કેમ કે હું વિના ને પણ આ રાજ પાઠ ની લાલચુ જ ગણત... જેમ મેં સરોજને ગણી હતી!" એ બોલી રહ્યા હતા તો સ્વયોગ ના મગજમાં તો બધું જ કલીયર થઈ ગયું પણ વિના કઈ જ ના સમજી શકી.

"હા... એટલે જ તો પેલા દિવસે તમારી આંખમાં આંસું હતા..." સ્વયોગ એ કહ્યું.

બંને ફરી એમના રૂમમાં આવી ગયા.

"અરે તારા પપ્પા આ બધું શું કહી રહ્યા હતા...?!" વિના એ પૂછ્યું.

"કંઈ નહિ પાગલ! છોડ એ બધું!" એક મોં પર સ્માઇલ સાથે સવાયોગ એ કહ્યું.

(સમાપ્ત)