The secret of heart, the feeling of love - 1 in Gujarati Love Stories by Hitesh Parmar books and stories PDF | દિલનો રાઝ, પ્રેમનો અહેસાસ - 1

દિલનો રાઝ, પ્રેમનો અહેસાસ - 1


"બોલને... શું થયું તને? કેમ આમ અચાનક ઉદાસ થઈ ગયો?!" આટલા બધા લોકો વચ્ચે પણ સૂચિ તો પ્રભાતને જ નોટિસ કરી રહી હતી.

"કઈ નહિ... કઈ ખાસ નહિ..." પ્રભાતે ઉદાસીનતા થી જવાબ આપ્યો.

"ચાલ તો આપને હોટેલ એ જઈએ..." હળવેકથી એણે પ્રભાતને કહ્યું અને થોડીવાર માં તો બંને બાઈક પર હતા.

મંડપવાળા એ ઘરથી બંને ખાસ્સા દૂર આવી ગયા હતા, તો પણ પ્રભાત તો હજી પણ ચૂપ હતો. જાણે કે કોઈ વાત એણે બહુ જ લાગી ગઈ હતી.

"કોઈ પ્રોબ્લેમ છે?! કેમ આમ તું ઉદાસ છે?!" સૂચિ થી ના જ રહેવાયું તો એણે કહી જ દીધું.

"કઈ નહિ..." પ્રભાત વાત ટાળવા માંગતો હતો.

"હા હવે, ના કહીશ. એમ પણ હું છું જ કોણ જે તું મને આમ તારી બધી વાતો કહે..." સૂચિ એ એક ઊંડો નિશ્વાસ નાંખ્યો.

"અરે, એવું કઈ જ નહિ. યુ આર ઓલ્સો માય બેસ્ટ ફ્રેન્ડ!" પ્રભાતે તુરંત જ કહી દીધું.

"એક વાત નો જવાબ આપ તો..." પ્રભાતે પૂછ્યું.

"હા, બોલ..." સૂચિ એ કહ્યું તો પ્રભાત બોલ્યો - "જો કોઈ આપણને લવ કરે, પણ આપને બીજા કોઈ ને પ્યાર કરતા હોઈએ તો આપને કોણે લવ કરવો જોઈએ, એણે જે આપણને પ્યાર કરે કે એણે જેને આપને પ્યાર કરીએ?!"

"તું જેને લવ કરે છે, શું એ પણ તને પ્યાર કરે છે?!" સૂચિ એ પૂછ્યું.

"એ તો ખબર નહિ પણ જે મને પ્યાર કરે છે, હું એણે બિલકુલ નહિ ચાહતો... પણ એ તો મને પ્યાર કરે છે. યાર, મને બહુ જ અફસોસ થાય છે કે એ મને આટલો બધો પ્યાર કરે છે તો પણ હું એણે પ્યાર નહિ આપી શકું!" પ્રભાતે એક જગ્યાએ બ્રેક મારી દીધી અને બાઈક સ્ટેન્ડ પર કરી.

"એમાં તારે અફસોસ કરવા જેવો નહિ. જો તું એ વ્યક્તિને પ્યાર જ નહિ કરતો તો ભલે એ તને પ્યાર કરતી... એમાં ભૂલ એની જ છે!" સૂચિ બોલી.

"પણ સાંભળને યાર, હું જેને લવ કરું છું, જો એ મને પ્યાર નહિ કરે તો?!" પ્રભાતે રડમસ રીતે કહ્યું.

"એક ઉપાય છે, તું એણે પ્રપોઝ કરી દે ને..." સૂચિ બોલી તો એનાથી થોડું હસી જવાયું!

"હસિશ ના યાર, મને બહુ જ ડર લાગે છે, મારે તો યાર કોઈને પ્યાર કરવો જ નહિ! આઈ હેટ લવ!" આખરે ચિડાઈ જતાં પ્રભાતે કહ્યું.

"લવ ને હેટ ના કર... લવ ઈઝ સો બ્યુટીફુલ ફિલિંગ..." સૂચિ એ કહ્યું.

"કઈ બ્યુટીફુલ નહિ. અને એવું તું કહે છે, જેને લાઇફમાં એક વાર પણ પ્યાર નહિ થયો!" પ્રભાતે ફ્લોમાં આવીને કહી તો દીધું હતું પણ હવે એણે એનો અફસોસ થવાનો હતો!

"એકસક્યુઝ મી! તને આવું કેવી રીતે ખબર?!" સૂચિ ને બહુ જ આશ્ચર્ય થઈ રહ્યું હતું!

"જેની સગાઈમાં મેડમ તમે આવ્યાં છો, એ મારી બેસ્ટ ફ્રેન્ડ છે. બેસ્ટ ફ્રેન્ડ નો અર્થ ખબર છે..." પ્રભાતે કહ્યું.

"હા તો ધેટ નેવર મિન્સ કે એ મારી લાઇફની વાતો તને પણ કહે!" સૂચિ એ રડમસ રીતે કહ્યું.

"અરે બાબા, એણે જસ્ટ મને જ તો કહ્યું છે... આઈ પ્રોમિસ હું કોઈને નહિ કહું..." પ્રભાતે વાત વાળી લીધી.

"અને કહ્યું તો... બીજી કઈ કઈ વાત કહી છે એણે તને? આઈ એમ સો અફ્રેડ!" સૂચિ એ ડરતા ડરતા પૂછ્યું.

"બધું જ..." પ્રભાતે કહ્યું અને એ બહુ જ હસવા લાગ્યો.

"હસીશ નહિ... એક તો હું મુસીબતમાં છું અને તને હસવું આવે છે..." સૂચિ એ કહ્યું.

"હા તો મારી મુસીબત પર પણ તો તમે મેડમ હસતા હતા ને..." પ્રભાતે યાદ અપાવ્યું.

ખરી ધમાલ તો હજી એમનો વેટ ઘરે કરી રહી હતી!

વધુ આવતા અંકે..
____________________
એપિસોડ 2માં જોશો: "છોડને યાર, શું વાત છે?!" સૂચિ એ કહ્યું.

"છોડું? છોડી દઉં?! જા! જા, તું! આઝાદ!" તૂટક તૂટક અને બેઢંગી એ એવી રીતે બોલ્યો જાણે કે એણે વાઇન ડ્રિંક જ ના કર્યું હોય!

"ઓય, આ શું પીને આવ્યો છે? તને ખબર છે ને મને આવું બિલકુલ નહિ પસંદ!" સૂચિ એ કહ્યું.

"મારે તને કઈક કહેવું છે..." પ્રભાતે ડાહ્યાં થતાં કહ્યું.

Rate & Review

Payal Chavda Palodara
DIPAK CHITNIS. DMC

Hitesh Fantastic