Significance of Sharadpurnima... books and stories free download online pdf in Gujarati

શરદ્પૂર્ણિમાનું મહત્વ...

શરદપૂનમની રાતડીને, ચંદ્ર ઉગ્યો આકાશ રે...


શરદપૂર્ણિમાનો ઉત્સવ સમગ્ર ભારતભરમાં હર્ષ અને ઉલ્લાસથી ઉજવવામાં આવે છે. શરદ્પૂર્ણિમાને માણેક ઠારી પૂનમ પણ કહેવામાં આવે છે.

આસો સુદ- પૂનમે આકાશ એકદમ નિર્મળ હોય છે. ચંદ્ર સોળે કળાએ ખીલે છે. સફેદ ચાંદનીમાંથી કિરણો રેલાતા હોય છે. આ ચંદ્રમાના આ શાંત- શીતળ પ્રકાશથી વિધ વિધ વનસ્પતિઓ અને ઔષધિઓને પોષણ પ્રાપ્ત થાય છે.

શરદ્પૂર્ણિમાના દિવસે શ્રીકૃષ્ણભગવાને યમુના નદીના કાંઠે ગોપીઓ સાથે રાસલીલા કરીને તેમને અત્તિ અલૌકિક સુખ આપ્યું હતું. શરદ્પૂર્ણિમાના દિવસે શ્રી સ્વામિનારાયણ ભગવાને પણ તેમના સંતો ભક્તો સાથે અનેક રુપો ધારણ કરીને રાસલીલા કરેલી છે.

આ શરદ્પૂર્ણિમા માટે એવું કહેવાય છે કે, રાત્રિએ લક્ષ્મીજી સ્વયં આકાશમાં વિચરે છે ને પૃથ્વી પરના મનુષ્યોના જોતાં બોલે છે કે, (કો જાગાર્ત) કોણ જાગે છે ? જે જાગે તેને ધનવાન બનાવીશ. તેથી આ દિવસે લોકો રાત્રે જાગરણ કરે છે અને રાસ રમે છે તેમ પણ માનવામાં આવે છે.

ગીતામાં શ્રીકૃષ્ણ કહે છે કે, પુષ્પાણિ ઔષધીઃ સર્વા : સોમો ભૂત્વા રસાત્મક : હું રસાત્મક ચંદ્ર બની પૃથ્વીની તમામ ઔષધીઓનું પોષણ કરું છું.

આ શરદ્પૂર્ણિમાના ધવલરંગી ઉત્સવે દરેક મંદિરોમાં સૌ કોઈ ભગવાનની સાથે રાસ રમે છે અને ભગવાનને દૂધ-પૌંઆનો થાળ ધરાવામાં આવે છે અને ત્યારબાદ સૌ ભાવિક ભક્તો આ પ્રસાદને અંગીકાર કરી કૃતાર્થ બને છે.

અનેક રોગોમાં મળે છે રાહત
એવી માન્યતા છે કે ચાંદીના વાસણમાં આખી રાત ચંદ્રમાની રોશનીમાં ખીર રાખવાથી તેમાં ઔષધીય ગુણો આવી જાય છે. આ ખીરને ખાવાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે, લોકો સ્વસ્થ રહે છે. અનેક પ્રકારની બીમારીઓથી રાહત મળે છે. ખાસ કરીને માનસિક રોગોમાં, કારણ કે જ્યોતિષ પ્રમાણે ચંદ્ર મનનો કારક છે. આ ખીર દમના રોગીને ખવરાવવામાં આવે તો તેને આરામ મળે છે. આનાથી રોગીને શ્વાસ અને કફના કારણે થનારી તકલીફોમાં ઘટાડો આવે છે અને ઝડપથી સ્વાસ્થ્ય લાભ થાય છે.

આ દિવસે ચામડીના રોગો અને આંખની સમસ્યાઓથી પીડાતા દર્દીઓને ચંદ્રના પ્રકાશથી લાભ મળે છે. આ દિવસે તંદુરસ્ત વ્યક્તિ પણ ચંદ્રના પ્રકાશમાં બેસીને અને ખીર ખાવાથી પોતાની રોગપ્રતિકારક શક્તિ અને આઁખોની રોશની વધારી કરી શકે છે.

તમને જણાવી દઈએ કે આયુર્વેદાચાર્ય આખું વર્ષ આ પૂનમની આતુરતાપૂર્વક રાહ જુએ છે. જીવન આપનાર રોગનો નાશ કરનારી ઔષધિઓને શરદ પૂર્ણિમાની ચાંદનીમાં રાખવામાં આવે છે. જ્યારે અમૃતથી સ્નાન કર્યા બાદ જડીબુટ્ટીઓમાંથી દવા બનાવવામાં આવે છે, ત્યારે તે તરત જ દર્દીને અસર કરે છે. વેદ અને પુરાણોમાં ચંદ્રને મનની જેમ માનવામાં આવે છે. વાયુ પુરાણમાં ચંદ્રને પાણીનું પરિબળ પણ કહેવામાં આવ્યું છે. પ્રાચીન ગ્રંથોમાં, ચંદ્રને ઔષધીય એટલે કે દવાઓનો સ્વામી કહેવામાં આવ્યો છે.

શરદ પૂનમની ઠંડી ચાંદનીમાં રાખવામાં આવેલી ખીર ખાવાથી શરીરના તમામ રોગો દૂર થાય છે. શરીરમાં પિત્તનો સંચય જેઠ, અષાઢ, શ્રાવણ, ભાદરવા મહિનામાં થાય છે. શરદ પૂર્ણિમાના સફેદ ચાંદનીમાં રાખવામાં આવેલી ખીર ખાવાથી પિત્ત બહાર આવે છે. પરંતુ આ ખીર ખાસ પદ્ધતિથી બનાવવામાં આવે છે. તેને આખી રાત ચંદ્રના પ્રકાશમાં રાખ્યા બાદ સવારે ખાલી પેટ આ ખીર ખાવાથી તમામ રોગો મટે છે, શરીર સ્વસ્થ બને છે.

ખરેખર, ગુજરાતમાં શરદ પૂર્ણિમા પર લોકો ગરબા રમે છે. મણિપુરમાં પણ શ્રી કૃષ્ણ ભક્તો રાસ રમે છે. પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં શરદ પૂર્ણિમાની રાત્રે મહાલક્ષ્મીની વિધિ સાથે પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જેઓ આ પૂર્ણિમા પર મહાલક્ષ્મીની પૂજા કરે છે અને આખી રાત જાગતા રહે છે. તેમની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. જ્યારે ઓડિશામાં શરદ પૂર્ણિમા કુમાર પૂર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે....

ધન્યવાદ🙏🙏🙏