Love Revenge Spin Off Season - 2 - 21 books and stories free download online pdf in Gujarati

લવ રિવેન્જ-2 Spin Off - Season - 2 - પ્રકરણ-21

લવ રિવેન્જ

પ્રકરણ-21

 

“કેમ....હજી સિદ્ધાર્થ  નઈ આયો...!?" કામ્યાએ સામે બેઠેલી લાવણ્યાને પૂછ્યું.

            નેહા કેન્ટીનમાં આવીને બેઠી એ પછી લાવણ્યા પણ થોડીવાર પહેલાંજ આવીને બેઠી હતી.

            નેહા તેની આદત મુજબ તેનો ફોન મંતરી રહી હતી.

            “તમને ખરેખર કોઈ બીજું ગમે છે...!?” ઝીલ whatsappમાં નેહાને પૂછી રહી હતી “તો તમે સગાઈ તોડવાની કરો છો....!?”

            નેહાની સગાઈ તોડવાની વાત ઝીલ સુધી પણ પહોંચી ગઈ હતી.

            “એક બાજુ તમે બદલો લેવાની વાત કરો છો....ને એક બાજુ સગાઈ તોડવાની...!?” ઝીલે વધુ એક મેસેજ કર્યો “કઈં સમજાતું નઇ.....!?”

            લાવણ્યા આવી ત્યારની ભયથી ફૉન માનતારી રહેલી નેહા બાજુ જ જોઈ રહી હતી. ત્રિશા, અંકિતા, રોનક, પ્રેમ વગેરે પણ ત્યાંજ આજુબાજુ બેઠાં હતાં.

            “અરે બોલને સિદ્ધાર્થ...!” કામ્યાએ ફરીવાર પૂછ્યું “સિદ્ધાર્થ ક્યાં છે....!?”

            "બસ....! આવતોજ હશે...!" લાવણ્યાએ કામ્યા સામે જોઈને કહ્યું "એના મામાએ એને મળવાં બોલાવ્યો'તો...!"

            નેહાએ કોઈ પ્રતીભાવ આપ્યાં વિના તેનો ફોન મંતરવાનું ચાલુ રાખ્યું.

            “ડોન્ટ વરી ડિયર...!” મનમાં લુચ્ચું સ્મિત કરતી નેહાએ ઝીલને whatsappમાં રિપ્લાય આપ્યો “એવું કઈં નઈ થાય....!”

             "નવરાત્રિનું શું પ્લાનિંગ કરવું છે...!?" થોડીવાર પછી અંકિતા બોલી.

            નેહાનું ધ્યાન એ તરફ ખેંચાતા તેણીને મોબાઈલમાં જોતાં-જોતાં પોતાના કાન એ તરફ “સરવા” કર્યા.

            "એમાં પ્લાનિંગ શું કરવાનું....!?" પ્રેમ બોલ્યો "કોલેજમાં આટલાં મસ્ત ગરબાં થાય છે તો ખરાં...!"

            "અરે યાર પણ અમારાં ઘેરથી લેટ નાઈટ નથી નીકળવાં દેતાં...!" અંકિતા બોલી "લાવણ્યા તું સિદ્ધાર્થને કે'ને ....! અમારું કઇંક કરે...!?"

            "સિદ આવે એટ્લે વાત કરીયે....!" લાવણ્યાએ ધીરેથી કહ્યું.

            તે પોતેપણ સિદ્ધાર્થની ગેરહાજરીમાં બેચેની અનુભવી રહી હતી. એમાંય સિદ્ધાર્થ અને નેહા બંને લગભગ થોડીવારનાં અંતરે મોડાં કોલેજ આવ્યાં હોવાથી લાવણ્યાનાં મનમાં જે ડર પેઠો હતો તે જવાનું નામ નહોતો લેતો. એક તરફ તેની અંતરઆત્મા તેને ના પાડી રહી હતી કે સિદ્ધાર્થ નેહા બાબતે તેણી સાથે જૂઠું બોલે એવો નથી તો બીજી તરફ તેનું હ્રદય એ વાતથી ડરી રહ્યું હતું કે જો તેણી આશંકા સાચી પડી તો...!?

            "નઈ...નઈ...! સિદ્ધાર્થ એવો નથી...! એ ...!એ મારી જોડે એવું નઈ કરે....!" લાવણ્યા હજીપણ મનમાં વિચારી રહી હતી "એ મારી જોડે હવે પે'લાં કરતાં વધુ કમ્ફર્ટેબલ થયો છે....! એને હવે હું ...! હું ગમુ છું..!"

            “તું સિદ્ધાર્થની ચિંતા ના કર....!” નેહા પાછી ઝીલને રિપ્લાય આપવા લાગી “એ મારો જ છે....!”

            નેહાએ જવાબ આપી દીધો પછી તે પોતેજ એ વિષે વિચારવા લાગી.

            “એ મારો જ છે....! એ મારો જ છે....!”

            "છતાંપણ એ તને એક કિસ પણ નથી કરવાં દેતો....!" ક્યારની વિચારી રહેલી લાવણ્યાનાં મન અને અંતરઆત્મા વચ્ચે હવે સિદ્ધાર્થ મુદ્દે જંગ છેડાઈ ગયો હતો. અંદર-અંદર "બન્ને" સિદ્ધાર્થ મુદ્દે ઝઘડી પડ્યાં. તેનું મન સિદ્ધાર્થ વિરુદ્ધ બોલી રહ્યું હતું તો તેણી અંતરઆત્મા સિદ્ધાર્થની તરફેણ કરી રહી હતી.

            "કેમકે એ યુનિક છે....!" તેણીનાં અંતરઆત્મામાંથી અવાજ આવ્યો "બીજાં ચીપ છોકરાંઓ જેવો નથી...! જે ગમે ત્યાં ચૂમ્માચાટી કરવાં લાગે...! એ ડિસન્ટ છોકરો છે....! જાહેરમાં એક છોકરી જોડે કેવું અને કેટલું બિહેવ કરવું એ જાણે છે...!"

            ખાસ્સો લાંબો સમય સુધી લાવણ્યાનાં મન અને તેણી અંતરઆત્મા વચ્ચે એ દ્વંદ્વ ચાલતું રહ્યું. બે તરફા વિચારોનાં ઝઘડાંમાં વલોવાઈ રહેલાં તેનાં હ્રદયનાં ધબકારાં ધીરે-ધીરે વધવા લાગ્યાં અને તેનાં માથે પરસેવાંની બુંદો બાઝવાં લાગી.

            "અરે....! તને કેમ આટલો પરસેવો થાય છે...!?" ત્રિશાએ લાવણ્યાનાં ચેહરા સામે જોઈને કહ્યું.

            "હઁ.....! ક...કઈં નઈ....!" વિચારોની તંદ્રામાંથી બહાર આવતી લાવણ્યા માંડ બોલી અને તેનાં માથે હાથ મૂકી પરસેવો લૂંછવા લાગી.

            "સિદ્ધાર્થ નથી એટ્લેને....!હમ...!?" કામ્યાએ ટીખળ કરી. બધાં હસ્યાં, લાવણ્યા પણ માંડ હસી પછી તેણે નેહા સામે જોયું. તેનું મોઢું બગડી ગયું હતું.

            થોડીવાર સુધી બધાંએ કોઈને કોઈવાતને લઈને લાવણ્યા જોડે ટીખળ કર્યા કરી. લાવણ્યા પરાણે પ્રતીભાવ આપતી અને ગભરું પારેવડાંની જેમ નેહાની સામે જોઈને ફફડતી.

            થોડીવાર પછી સિદ્ધાર્થ કેન્ટીનમાં આવ્યો અને લાવણ્યાની જોડે આવીને બેઠો. તેની હાજરીથી લાવણ્યાએ હાશકારો અનુભવ્યો. લાવણ્યાને સિદ્ધાર્થનો ચેહરો થોડો ઉતરેલો અને મૂંઝાયેલો લાગ્યો. લાવણ્યા સિદ્ધાર્થને કઇંક પૂછવાં જતી'તી ત્યાંજ અંકિતા બોલી પડી.

            "સિડ...! યાર તું નવરાત્રિનું સેટિંગ કરને પ્લીઝ...! મારે પણ આવવું છે...!" અંકિતા બોલી.

            "અમારે...." કામ્યાએ તેણીની ભૂલ સુધારી.

            "હાં....! હાં....! અમારે બધાયે....!" અંકિતા બોલી.

            "શ્યોર....!" સિદ્ધાર્થે હસીને ટૂંકો જવાબ આપ્યો અને એક નજર નેહા સામે જોઈ  પાછી નજર ફેરવી લીધી.

            "એક કામ કર આ વખતે તું કિસ એડવાન્સમાં લઈલે....!" અંકિતા ટીખળ કરતાં બોલી અને તેની ચેયરમાંથી ઊભી થઈ ટેબલ ઉપર હાથ મૂકી સિદ્ધાર્થ નજીક જવા લાગી. તેણે સિદ્ધાર્થને કિસ કરવાં તેનાં હોંઠ માછલીની જેમ ભેગાં કર્યા.

            "કિસવાળી બેસ હવે....!" લાવણ્યા ગુસ્સે થઈ ગઈ અને તાડૂકી ઉઠી.

            બધાં હસવાં લાગ્યાં. સિદ્ધાર્થ પણ હળવું હસ્યો. ગુસ્સે થઈ હોવા છતાંય નેહા મનમાંજ સમસમીને રહી ગઈ.  

            "લવ.....! એ મસ્તી કરે છે...!" સિદ્ધાર્થ લાવણ્યાનાં ખભે હાથ મૂકતાં બોલ્યો.

            “લવ...હુંહ...!” સિદ્ધાર્થના મોઢે લાવણ્યાનું પેટ નેમ સાંભળી નેહા સળગી ઉઠી અને મનમાં બબડી.

            કઇંક વિચારીને નેહાએ પોતાનાં મોબાઈલમાંથી અક્ષયનો નંબર ડાયલ કર્યો. સામેની બાજુથી અક્ષયનો અવાજ આજુબાજુ બેઠેલા લોકોને નાં સંભળાય એટ્લે નેહાને કૉલ વોલ્યુમ ધીમો કરી દીધો.

            લાવણ્યાની જોડે મસ્તી કરી રહેલી અંકિતા સામે જોઈ સિદ્ધાર્થે નકારમાં માથું ધૂણાવ્યું. અંકિતા તેનાં કાન પકડતી તેની જગ્યા ઉપર બેસી ગઈ.

            લાવણ્યાએ હવે અમસ્તુંજ નેહા સામે જોઈ લીધું. તે પોતાનો ફોન કાને ધરી રહી હતી. કદાચ કોઈકને ફોન કરી રહી હતી. લાવણ્યાને નેહાનાં ચેહરા ઉપરની એ ઠંડક વિચિત્ર લાગી. જાણે તોફાન પહેલાંની શાંતિ.

            "હાય સ્વીટહાર્ટ...! શું કરે છે..!?" અક્ષયે ફૉન ઉઠાવતાં નેહા માદક સ્વરમાં બોલી.

            બધાંએ ચોંકીને નેહા સામે જોયું. સિદ્ધાર્થે પણ.

            “હેં....!? સ્વીટહાર્ટ....!?” નેહાની “ગેમ”થી અજાણ અક્ષય મૂંઝાઇને બોલ્યો “કોણ...!? હું....!?”

            "સ્વીટહાર્ટ...!?" અંકિતા ધીરેથી બોલી અને બધાં એકબીજાંનાં મોઢાં તાકવાં લાગ્યાં.    

            "ઓહ....!" નેહાએ અંકિતાનો અવાજ સાંભળી તેની સામે જોઈને કહ્યું "હું તો ભૂલીજ ગઈ કે'વાનું....!" નેહાએ હવે વેધક નજરે સિદ્ધાર્થ સામે જોયું જે ચોંકીને તેની સામે જોઈ રહ્યો હતો. 

            "મારો 'Would be' છે....!”

            નેહાએ કેન્ટીનમાં બધાને કહેલું અક્ષયને સંભળાતા તે સમજી ગયો કે નેહા બ્લફ કરી રહી છે.

            “I am going to marry him soon....!" નેહા બોલી અને પાછી ફોન ઉપર વાત કરવાં લાગી.

            "ઓહ સ્વીટહાર્ટ....!" નેહા ફરીવાર કાલાં સ્વરમાં બોલી "આઇ મિસ યૂ ટૂ ડાર્લીંગ...!"

            સિદ્ધાર્થનો ચેહરો હવે તંગ થઈ ગયો. તેની આંખોમાં આગ ધસી આવી. ગુસ્સો ચઢવાને લીધે સિદ્ધાર્થનાં ઝડપથી શ્વાસ લેવા લાગ્યો.

            લાવણ્યાએ સિદ્ધાર્થની સામે જોયું. તેણીને સિદ્ધાર્થની દયા આવી ગઈ.

            "સિડ....!" લાવણ્યાએ સિદ્ધાર્થનો હાથ પકડ્યો.

            “આઈ મિસ યુ સો મચ....!” નેહા ફરીવાર બોલી.

            “તો હું આવું મળવા....!?” સામેથી અક્ષય પણ મજાક કરતાં બોલ્યો.

            નેહા માંડ પોતાનું હસવાનું રોકી શકી.

            સિદ્ધાર્થનું ધ્યાન ખેંચવા લાવણ્યાએ હાથ પકડ્યો છતાંય તે ગુસ્સાથી નેહા સામે જ જોઈ રહ્યો.

            "શું ...!? કિસ....!?" નેહા રમતિયાળ સ્વરમાં બોલી "અરે બધાં બેઠાં છે અહિયાં...! યાર...!"

            “બાપરે.....!?” અક્ષય હવે ચોંકી ગયો “વધારે પડતું થઈ ગ્યું મેડમ....!”

            બધાં હવે વધુ ચોંકીને તેની સામે જોઈ રહ્યાં. કોલેજનાં બે વર્ષમાં નેહાએ ક્યારેય આરીતે કોઇપણ છોકરાંની જોડે ફોન ઉપર "સ્વીટહાર્ટ" કે "કિસ" જેવાં શબ્દો નહોતાં વાપર્યા. ત્યાંસુધી કે કોલેજનાં પ્રથમ વર્ષથી લઈને ત્રીજા વર્ષમાં આવ્યાં પછી આટલો સમય વીતવાં છતાંય તેનો કોઈ બોયફ્રેન્ડ નહોતો બનાવ્યો.  નેહાની વાતો સાંભળી રહેલાં સિદ્ધાર્થનો પારો સાતમાં આસમાને ચઢી ગયો.

            “કિસ....કિસ....!” એ શબ્દ સાંભળી સિદ્ધાર્થનું લોહી ઉકળી ઉઠ્યું.

            "હું પછી વાત કરું....! when I get some privacy....!?" નેહા માદક સ્વરમાં બોલી "ઓકે...! બાય...! ઉમ્મા.....!"

            નેહાએ ફોન ઉપર તેનાં "would be" ને કિસ આપતાં ગુસ્સાંથી તમતમી ગયેલાં સિદ્ધાર્થે ઊભાં થઈને ટેબલ ઉપર પડેલો એક ચ્હાનો કપ ઉઠાવીને ટેબલ ઉપર જોરથી પછાડીને ફોડી નાંખ્યો અને ઉતાવળા પગલે ત્યાંથી ચાલવા લાગ્યો.

            "સિદ્ધાર્થ....! સિદ..!" લાવણ્યા સહિત બધાં હવે ઊભાં થઈ ગયાં.

            આજુબાજુનાં ટેબલ ઉપરનાં લોકો પણ હવે તે તરફ જોવાં લાગ્યાં.

            "સિદ...! ઊભો રે' જાન...!" લાવણ્યાએ ત્યાંજ ઊભાં રહીને રડમસ સ્વરમાં બૂમ પાડી અને પછી ભીની આંખે નેહા સામે જોયું.

            “વાહ....તીર નિશાને વાગ્યું....”

            નેહા કુટિલ સ્મિત કરતી-કરતી તેના whatsappમાં અક્ષયને મેસેજ કરવા લાગી અને મનમાં બબડી.  

            "તું ....તું ...શું કામ એ છોકરાને જાણી જોઈને ટોર્ચર કરે છે...!?" લાવણ્યા રડતી-રડતી બોલી.

            "અરે....! હું તો કશું બોલીજ નથી....!" નેહાએ સાવ નફફટાઈપૂર્વક કહ્યું.

            તે હજીપણ તેની ચેયરમાં આરામથી બેસી રહી હતી. જ્યારે બધાં જે થયું એનાં લીધે હતપ્રભ થઈ ઊભાં થઈ ગયાં હતાં.

             "બસ કર હવે ....!" લાવણ્યા કાંપતા સ્વરમાં બોલી "તું...તું...એને એકલો કેમ નથી છોડી દેતી...!?"

            "અરે પણ હું તો મારાં "would be" જોડે વાતા કરતી'તી....! એમાં બીજાં બધાંને શું લેવાં-દેવાં....!?" નેહા હજીપણ એજરીતે ચાળા પાડતી હોય એમ બોલી રહી હતી.

            "તું.....! તું.....!" લાવણ્યા આગળ બોલે એ પહેલાંજ પ્રેમે તેનો હાથ પકડીને ટોકી.

            "લાવણ્યા....! રે'વાં દે.....!" પ્રેમ બોલ્યો.

            લાવણ્યાએ રડતાં-રડતાં નેહાની સામે જોયું. નેહાએ નફફટાઈપૂર્વક તેની આઇબ્રો નચાવી અને ફરી તેનાં ફોનમાં અક્ષયને મેસેજ કરવા લાગી.

            લાવણ્યા હવે દોડાદોડ કેન્ટીનની બહાર નીકળવાં લાગી.

            “સમજે છે શું આ છોકરી પોતાની જાતને....!” ગુસ્સે થયેલો સિદ્ધાર્થ મનમાં બબડતો-બબડતો ઉતાવળા પગલે પાર્કિંગમાં આવી ગયો અને એન્ફિલ્ડ ઉપર બેસી ઇગ્નિશનમાં ચાવી ભરાવી સેલ માર્યો.

            “સહેજ પણ શરમ નઈ આવતી....!” સિદ્ધાર્થ બબડ્યો અને ઝડપથી એકસીલેટર ઘુમાવી દીધું.

            ગુસ્સામાંજ સિદ્ધાર્થે બાઇક પૂરઝડપે કૉલેજ કેમ્પસની બહાર ભગાવી દીધું. હજી તો તે ગેટની જસ્ટ બહાર જ નીકળ્યો હતો ને તે  સાથેજ કોમર્સ છ રસ્તાં તરફથી મધ્યમ ઝડપે આવી રહેલી એક કાર જોડે સિદ્ધાર્થનું બાઇક ધડાકાં સાથે અથડાયું. ઓલા કારવાળાએ સિદ્ધાર્થને જોતાંજ જોરથી હોર્ન માર્યો. પણ સિદ્ધાર્થ સાંભળી પાછળ જુવે ત્યાં સુધી તો તે સિદ્ધાર્થનાં બાઇક જોડે અથડાઇ ગયો.

            “ચર્રર......ધાડ....!” ધડાકાભેર બંને વાહનોની ટક્કર થતાંજ આજુબાજુનાં બધાનું ધ્યાન એ તરફ ગયું.

            ટક્કર એટલી જોરદાર હતી કે સિદ્ધાર્થ  હવામાં ચાર ફૂટ ઊંચો ઉછળ્યો અને પાછો એજ કારના છાપરાં ઉપર પટકાયો. ગતિમાં રહેલી કાર આગળ નીકળી જતાં સિદ્ધાર્થ કારનાં છાપરાં ઉપરથી સરકીને નીચે રોડ ઉપર પડ્યો. ટોળું મારવાં લેશે એ બીકે કાર ચાલકે કાર ઊભી રાખ્યા વિના જ ભગાડી મૂકી.

            પહેલા કાર સાથે અને પછી રોડ ઉપર પટકાતાં સિદ્ધાર્થનાં માથે આગળનાં ભાગે વાગ્યું અને ધડાધડ લોહી નીકળવા લાગ્યું. નીચે પટકાતી વખતે સિદ્ધાર્થનું છાતીનાં ભાગે જમીન ઉપર પટકાયો હતો. આજુબાજુ લોકોનું ટોળું ભેગું થઈ ગયું.

            “અરે....કોઈ એમ્બ્યુલન્સ બોલાવો....! બોલાવો....!” ભીડમાંથી કોઈકનો અવાજ આવ્યો.

            જોકે લોહી નીકળવાને લીધે ભાન ગુમાવી રહેલા સિદ્ધાર્થને હવે આજુબાજુનાં શોરબકોરનાં પડઘા સંભળાવા લાગ્યા. આંખો સામે અંધકાર છવાતા તે ગભરાઈ ગયો. તેના ધબકારા વધવા લાગ્યાં.

            કોઈ અંધકારમાં ખેંચતું હોય એવું લાગવા લાગતાં સિદ્ધાર્થ એ અંધકાર બચવા મથતો હોય એમ પરાણે માથું આમ-તેમ ઘુમાવી કોઈકને શોધવા લાગ્યો.

            “વુંઉઉઉઉઉ....!” ત્યાંજ ઘણે દૂરથી આવતી એમ્બ્યુલન્સની તીવ્ર સાયરન સંભળાઈ.

            આંખો સામે હવે વધારે અંધકાર ઘેરાવા લાગતાં સિદ્ધાર્થ વધુ ગભરાયો અને વધુ જોરથી શ્વાસ લેવા લાગ્યો. કોઈકને શોધતો હોય એમ તેના મોઢામાંથી છેવટે માંડ અવાજ નીકળ્યો.

            “લ...લાવણ્યા.....!”

            “લાવણ્યા.....! લાવણ્યા.....!”

            પોતેજ બોલેલા એ શબ્દોનાં સિદ્ધાર્થનાં કાનમાં પડઘા પડ્યા અને બીજીજ ક્ષણે તે બેભાન થઈ ગયો.

■■■■

    “S I D D H A R T H”

Jignesh

instagram@siddharth_01082014