Rudiyani Raani - 20 - Last Part in Gujarati Love Stories by Dave Yogita books and stories PDF | રૂદીયાની રાણી - 20 - છેલ્લો ભાગ

રૂદીયાની રાણી - 20 - છેલ્લો ભાગ

મિલન ( ભાગ -૨૦)


રઘુના ઈઝહાર પછી રૂપા દોડીને ઘરે જતી રહે છે. રઘુ થોડીવાર ત્યાં સમુંદ્ર તટ પર ઉભો ઉભો વિચારે છે કે એને ઉતાવળ તો નથી કરીને પોતાના પ્રેમનો ઈઝહાર કરવામાં.રૂપાનો જવાબ શું હશે. થોડીવાર વિચારતો વિચારતો ઘરે જતો રહે છે.

એ દિવસે રાત્રે રૂપા અને સીમા બન્ને વાતો કરતા હતા.રૂપા કહે છે. સીમા મને રઘુ એ પ્રપોઝ કર્યું. શું જવાબ આપું મને કંઈ સમજાતું નથી.હું અત્યારે પ્રેમ કરી શકું. મેં જતીન ને પ્રેમ કરીને તો પસ્તાઈ લીધું.હવે ફરી મારી સાથે એવું કંઈ થશે તો? બહુ બધા પ્રશ્નો છે મારા મનમાં.

તું તારી જગ્યાએ સાચી છો દીદી.પણ રઘુ બિલકુલ જતીન જેવો નથી એ વાત તને મારા અનુભવ પરથી કહી શકું.અને રઘુ તને કેટલા સમય પ્રેમ કરે છે તને ખબર છે? જ્યારે તું પહેલી વાર અહીં તિથલ આવી હતી એ દિવસથી તને પ્રેમ કરે છે.અને સુરત તારા Birthday પર તને propose કરવા જ આવ્યો હતો.પણ તુ જતીન સાથે ખુશ છો એ જોઈને એ ત્યાંથી જતો રહ્યો હતો.તને યાદ છે?અને રઘુ માટે કેટલા માંગા આવ્યા પણ એને ના જ કહી દીધી.એ તને ખૂબ પ્રેમ કરે છે દીદી એની આંખોમાં દેખાય છે.તે પ્રેમ કરીને જોઈ લીધું.એકવાર તને જે પ્રેમ કરે છે એના સામે તો જોઇલે.Trust me di.

મિતામામી બધી વાત સાંભળી લે છે.રૂપા અને સીમા ડરી જાય છે.પણ મિતમામી તો ખુશ થાય છે.એ રૂપાને કહે છે ખરેખર રઘુ જેવો છોકરો આખા ગામમાં કોઈ નથી.એક વાર કેનેડા જઈ ને જોઈ લીધું.એક વાર ગામડામાં રહીને જોઈ જુઓ.તમને ગામડા જેવી મજા કહી નહિ આવે.હું તને guaranty આપુ છું.બાકી તારી મરજી બેટા. મિતામામી ત્યાંથી ચાલ્યા જાય છે.રૂપા વિચાર કરતા કરતા ઊંઘી જાય છે.

આ બાજુ રઘુ પણ રાત્રે મેહુલ સાથે પોતે રૂપાને propose કર્યું એ વાત જ જણાવતો હોય છે.શું થશે કાલ મેહુલ?રૂપા કાલ આવશે?

હા ભાઈ.don't wrry.આટલો પ્રેમ કરતો છોકરો રૂપાને ક્યારેય ન મળે.એ હા જ કહેશે.
મેહુલ મનમાં વિચારે છે કે જો રૂપાની હા હશે તો કાલનો દિવસ ભાઈ તારા માટે હું એકદમ ખાસ બનાવી દઈશ.તું કેટલા સમયથી આ દિવસની રાહ જોવે છે એ મને ખબર છે.મેહુલ સીમા સાથે msgમાં કંઇક વાત કરે છે.

બીજે દિવસે સાંજે રઘુ સમય પહેલા જ તિથલતટ પર પહોંચી જાય છે.આ સાંજ મારા માટે યાદગાર બની જાય ભગવાન plzz... આજે રૂપા આવી જાય.રાહ જોતો રહે છે. એક કલાક બે કલાક જાય છે....હવે hope ખોઈ બેસે છે.ઘરે જવાનું જ વિચારે છે.

ત્યાંતો જોવે છે white ચણીયાચોળી પહેરીને એક છોકરી આવતા દેખાય છે.અરે આ મારું સપનું તો નથીને.


ઓઢણી હવામાં ઉડતી હતી.હાથના બલોયા,પગમાં ઝાંઝર,આંખોમાં કાજલ,કપાળ પર બિંદી.એ જ white ચણીયાચોળી એકદમ ગામડાની ગૌરી લાગતી હતી.રઘુ વિચારે છે જો આ સ્વપ્ન હોય કે સાચું આ પળ ક્યારેય પૂરી ન થાય. આ સમુદ્રના મોજા અહીં જ થમી જાય.

રૂપા રઘુ નજીક આવે છે ત્યારે રઘુને અહેસાસ થાય છે કે આ સ્વપ્ન નથી.આ મારી રૂપા છે.એ રૂપાને ભેટવા કરવા જાય છે પાછો વળી જાય છે પાછો પોતાના બન્ને પગ વાળી રૂપા thank you so much..to accept my proposal.. તે મારી જિંદગી બનાવી દીધી.

મારા રૂદિયાની રાણી કરી રાખું તને
મારા હૈયાના હીંચકે ઝૂલાવુ તને
મારા તનમનમાં તું,દિલની ધડકનમાં તું
સાથ જન્મો જન્મ નો ભુલાશે નહિ

રઘુની આંખમાં ખરેખર આંસુ હતા.રૂપા રઘુને ઊભો કરે છે અને ભેટી પડે છે.

મારા મનડા ના મિત મેં તો બાંધી છે
પ્રીત પ્રીત જન્મો જન્મ ની ભુલાશે નહિ,
પ્રીત પ્રીત જન્મો જન્મ ની ભુલાશે નહિ......

રઘુને તેનો પ્રેમ મળી જાય છે.

પ્રિય વાચમિત્રો! પ્રેમની આ અનોખી વાર્તા અહીં પૂરી થાય છે. આપણો સાથ પૂરો થતો નથી.તમારા બધાના support થી જ મારી પહેલી ધારાવાહિક લખી શકી.કોઈ ભૂલ થઇ હોય તો માફ કરજો.તમારો પ્રતિભાવ જરૂર આપશો🙏🙏🙏

આ ધારાવાહિક ને કોઈ ધર્મ,સ્થળ,વ્યક્તિ સાથે કોઈ લેવા દેવા નથી. માત્ર કાલ્પનીક વાર્તા છે.તો પણ કોઈનું દિલ દુખાણુ હોયતો માફ કરજો.
આગળ પણ તમને સારા સારા વિષય પર વાર્તા વાંચવા મળે એવી મારી બનતી કોશિશ જરૂર કરીશ. Thank You so so much all my reader🙏🙏🙏🙏
જો ઈચ્છા થશે તો જરૂર આ ધારાવાહિક નો બીજો ભાગ લઈને આવીશ.

આ ધારાવાહિક મારા બન્ને માતાપિતાને સમર્પિત કરવા માંગુ છું.મારા મમ્મી- પપ્પા અને મારા સાસુ સસરા બન્નેને સમર્પિત કરવા માંગુ છું.આ ચારેય વગર હું લખી ના શકી હોત.તમારા ચારેયના આશીર્વાદ આમ જ મારા પર રહે.મારા સસરા એ જ મને પ્રતિલિપિ પ્લેટફોર્મની ઓળખ કરાવી.


એક એ શિક્ષણ આપ્યું
તો એક એ રસ્તો બતાડ્યો

એક એ પ્રેમ આપ્યો
તો એક એ પ્રેરણા આપી

Thankyou both mummy and papa



યોગી

હમ હે રાહી પ્યાર કે
ફીર મિલેંગે ચલતે ચલતે

Rate & Review

Priti Patel

Priti Patel 3 weeks ago

Jyotika Patel

Jyotika Patel 3 months ago

Nirav Shah

Nirav Shah 4 months ago

Nalini Patel

Nalini Patel 4 months ago

Vadhavana Ramesh

Vadhavana Ramesh 4 months ago