The secret of heart, the feeling of love - 4 in Gujarati Love Stories by Hitesh Parmar books and stories PDF | દિલનો રાઝ, પ્રેમનો અહેસાસ - 4

દિલનો રાઝ, પ્રેમનો અહેસાસ - 4

 

કહાની અબ તક: સૂચિ અને ગીતા બંને નો પાડોશી પ્રભાત છે. ગીતા પ્રભાતની બેસ્ટ ફ્રેન્ડ છે. પ્રભાતે સૂચિ સાથે કંઇક વાત કરવી છે, કેફેમાં મળવાનું કહી ને એ દોસ્તો સાથે જાય છે તો એને સોડાનું કહીને દોસ્તો વાઇન પીવડાવી દે છે. પરિણામે એ સૂચિ ને બધા વચ્ચે લઇ ને ટેરેસ પર આવી જાય છે. ગીતાને સૂચિ કોલ પર બધું કહી દે છે ત્યારે ગીતા એને રૂમમાં લાવવા મદદ કરે છે. એને લીંબુ વાળું પાણી પીવડાવવા બાદ થોડીવાર માં એનો નાશો દૂર થઈ જાય છે, એ સૂચિ ને માફી માંગવા કહે છે, સૂચિ પેલી વાત પૂછે છે એને નવાઈ લાગે એવું જાણવાનું એને માટે હજી બાકી હતું!

હવે આગળ: "ઘણી વાર એવું હોય છે ને કે જેવું દેખાય છે, એવું નહિ હોતું!" પ્રભાતે કહ્યું.

"શું મતલબ?!" સૂચિ એ પૂછ્યું.

"જો ને મારા એક ફ્રેન્ડ ને એની એક બેસ્ટ ફ્રેન્ડ એ જ પ્રપોઝ કર્યું!" પ્રભાતથી થોડું હસી જવાયું!

"હા, તો થાય જ ને લવ! એમાં શું?!" સૂચિ એ સ્વાભાવિક જ કહ્યું.

"પણ ખાસ વાત તો એ છે કે મારો ફ્રેન્ડ પણ એણે બહુ જ પ્યાર કરતો હતો! બંને એકમેકને કહેવાથી ડરતા હતા!" પ્રભાતે કહ્યું.

"હમમ... પેલી કોણ છે, ઇંજે તને પ્યાર કરે છે, પણ તું હજી એણે પ્યાર નહિ કરતો!" સૂચિ એ સાફ સાફ પૂછ્યું.

"છે એક બેસ્ટ ફ્રેન્ડ!" પ્રભાતે કહ્યું તો સૂચિ ને આગળ કહેલ વાતનો સંદર્ભ પણ સમજાય ગયો.

"એણે કહી દે ને પણ તું કે તું બીજી કોઈને પ્યાર કરે છે..." સૂચિ એ કહ્યું.

"જો હું તને શુરુથી કહું..." પ્રભાતે કહેવું શુરૂ કર્યું -

પ્રભાતની સામે જાણે કે કોઈ ફિલ્મના પરદા પર એનો ભૂતકાળ ચાલી રહ્યો હતો! બાજુ પરના તકિયાને એણે બાહોમાં લઇ લીધો.

"એ છે ને બહુ જ બ્યુટીફુલ લાગે છે..." પ્રભાતે પાસે જ બેઠેલ સૂચિ ના ગાલને ટચ કરતાં કહ્યું.

"એની આંખો..." પ્રભાતે સૂચિ ની પલકોને ટચ કર્યું.

"એનાં હોઠ..." પ્રભાતે એનાં નીચેના હોઠની નીચે આંગળીથી એક લસરકો કર્યો.

"હા... બહુ જ ખૂબસૂરત હશે..." આખરે સુચિથી ના જ રહેવાયું તો એણે કહી જ દીધું!

સૂચિ ને યાદ આવી ગયું કે જ્યારે પણ કોઈ એમના ફ્રેન્ડ કોઈ છોકરીની તારીફ કરતાં તો ખુદ પ્રભાત તો કહી જ દેતો કે એણે તો ક્યારેય દુનિયમાં સૂચિ થી પ્યારું કોઈ જોયું જ નહિ! આ વાત યાદ આવી ગઈ તો સુચીથી હસી જવાયું.

કેટલા લાંબા સમયથી બંને એકમેકને જાણતા હતા, શું આટલો બધો ગાઢ સંબંધ આમ આટલી આસાનીથી તૂટી શકે છે?!

"હસિશ ના તું, મારી ફ્રેન્ડ પર..." પ્રભાત બોલ્યો તો જાણે કે ખયાલોની દુનિયામાંથી સૂચિ બહાર આવી.

"અરે! એ તો કઈક યાદ આવી ગયું..." સૂચિ એ વાત વાળી લીધી.

"બાય ધ વે, હું કેવી લાગુ છું!" સૂચિ એ ઉમેર્યું.

"બહુ જ મસ્ત... જેમ હું પહેલાં પણ કહેતો હતો, હજી પણ કહું છું મેં તો તારા કરતાં આ દુનિયામાં બીજું કોઈ પ્યારું જોયું જ નહિ!" પ્રભાતે કહ્યું તો સૂચિ ને ખુશી થઈ કે હજી એણે એ વાત યાદ હતી.

"રહેવા દે હવે, હું બહુ જ બકવાસ લાગુ છું અને એટલે જ તો ક્યારનો તું તારી સોકોલ્ડ ફ્રેન્ડ ની તારીફ કરે છે!" સૂચિ એ આખરે એનાં મનની ભડાશ કાઢી!

"અરે, બાબા! એવું નહિ! જો તું મને ગલત સમજે છે..." પ્રભાતે કહ્યું.

"કઈ જ ગલત નહિ... એણે હા કહી દે! કેમ કે હવે મને ખબર પડી ગઈ છે કે તું પણ એણે પ્યાર કરું જ છું!" સૂચિ એ થોડું ગુસ્સે થતાં કહ્યું.

"અરે, બાબા! હું તો જસ્ટ એનું વર્ણન કરતો હતો કે એ કેવી લાગે છે! મને તો તું જ બહુ જ પ્યારી લાગે છે, અને એ તને પણ ખબર જ છે! પણ બાકી બધાં માટે તો એ બ્યુટીફુલ લાગે છે! ધેટસ ઇટ!" પ્રભાતે સ્પષ્ટતા કરી.

"ઓકે, ઓકે... તો તમે લોકો કેટલા કલોઝ છો?!" સૂચિ એ સીધી મુદ્દાની વાત કરી.

"બસ બેસ્ટ ફ્રેન્ડ જ છીએ..." એ આગળ બોલે એ પહેલાં જ સૂચિ એ પૂછ્યું - "આપને બંને છીએ એમ?!"

"ના, આપને બંને તો બહુ એટલે બહુ જ કલોઝ છીએ... આપને જેટલા કલોઝ છીએ એટલા તો હું અને ગીતું પણ નહિ!" પ્રભાતે કહ્યું.

"એમ એટલા તે કેટલા ક્લોઝ છીએ આપને?!" સૂચિ એ પૂછ્યું.

"અરે, આપને સૌથી વધારે તો કલોઝ છીએ!" પ્રભાતે કહ્યું.

"કેવી રીતે?!" સૂચિ ને આમ તો ખબર જ હતી, પણ એણે આજે બસ જાણવું જ હતું!

વધુ આવતા અંકે..
____________________

એપિસોડ 5માં જોશો: "દુઃખે જ છે! લાગે છે કે ચા પીવા જવું પડશે!" પ્રભાતે કહ્યું.

"ના સાહેબ! કોઈ જ જરૂર નહિ! હું તારી માટે ચા બનાવી દઉં છું!" સૂચિ એ કહ્યું.

"હમમ..." પ્રભાતે પણ કહ્યું.

"બાય ધ વે, મને ખબર છે કે કાલે તું મને કોની સાથે મળવવાનો છે!" સૂચિ એ કહ્યું તો જાણે કે કોઈ જ્યોતિષની જેમ એણે પ્રભાતની વાત જાણી લીધી હતી!