Love's risk, fear, thriller fix - 16 books and stories free download online pdf in Gujarati

ઇશ્કનું રિસ્ક, ડર, થ્રીલર ફિક્સ - 16


રાત્રે ઊંઘમાં પણ ગીતા તો "તું દીપ્તિ થી દૂર જ રહેજે", એવું બબડતી હતી! રઘુ એ સાંભળી ને હસવા લાગ્યો.

🔵🔵🔵🔵🔵

સવાર પડી ગઈ.

ગીતા એ બંને માટે ચાઈ નાસ્તો બનાવ્યો એને ત્રણેય એ ખાધું.

"ઓય, પ્રોમિસ કર ને.. તું રેખા, અને મારા સિવાય કોઈને પણ તને પ્યાર નહિ કરવા દે.."

"પાગલ.. કેમ આવું કહે છે, એ મને લવ નહીં કરે! કરે તો પણ શું છે! કરવા દે ને, હું થોડી એને પ્યાર કરવાનો છું!" રઘુ બોલ્યો.

"તું ભલે નહિ કરે, પણ એ કરશે તો.." ગીતા એ દલીલ કરી.

"ચાલ હું કહી દઈશ કે હું તને પ્યાર કરું છું.."

"વાઉ.. ગ્રેટ આઈડિયા!"

"ના... ઓકે!" રઘુ એ કહ્યું.

"ઉફ.." ગીતા બોલી.

"રાત્રે, રેખા ની આત્મા તો તારી અંદર નહિ આવી ગઈ ને.." રઘુ થોડું હસ્યો. એને ગીતાના બંને હાથને પકડી ને બેડ પર બેસાડી.

"એવું તે શું છે મારામાં, રેખા, તું અને હવે દીપ્તિ પણ મને લવ કરશે.." રઘુ બોલ્યો.

"હું એ નહિ જાણતી, અને જાણવું પણ નહિ! હું બસ એટલું જાણું છું કે રેખા તારી જાન છે, અને તું મારી જાન! બસ, હવે કોઈ પણ ત્રીજું વચ્ચે ના આવવું જોઈએ.." ગીતા બોલી.

"હા, બાબા! છોડને આ બધું તું, આપનું મેન કામ રેખાના કાતિલ ને શોધવાનું છે.." રઘુ એ એને યાદ અપાવ્યું.

"હા, એમને શોધતા પણ હું તને ના ખોઈ દઉં!" ગીતા એ રડમસ રીતે કહ્યું.

"કેવી છોકરી છું તું, રેખા જોડે જોઈ શકે છે તો દીપ્તિ સાથે કેમ નહિ?!" રઘુ એ સવાલ કર્યો.

"રેખા તો હવે આ દુનિયામાં નહિ, પણ દીપ્તિ તો છે ને.." ગીતા બોલી.

"દીપ્તિ ને જ કહું છું મળે એટલે કે તું જ મારી રેખા ના કાતિલ ને શોધી આપ, મને નહિ લાગતું કે ગીતું, તું મારી હેલ્પ કરીશ.." રઘુ એ કહ્યું.

"એનું નામ ના લે, હું છું ને તારી બેસ્ટી, રેખા પછી તારી લાઇફમાં હું જ છું, ઓકે! તું ભલે મને લવ કર કે ના કર, હું તો તને લવ કરું જ છું, હંમેશા કરીશ, અને કરતી જ રહીશ!" ગીતા બોલતી રહી તો, પણ રઘુ એ એને બાહોમાં લઇ લીધી!

રઘુ કઈ જ ના બોલ્યો, ગીતા પણ મસ્ત શાંત થઈ ગઈ, જાણે કે એને એના આટલા બધા પ્યારના બદલમાં થોડો પ્યાર તો પાછો મળ્યો હતો!

"પ્યાર નહિ કરતો હું તને, આ તો તું મારી આટલી ફિકર અને કેર કરે છે એટલે.." રઘુ એ સફાઈ આપી. રઘુ એને ક્યારેય રેખાનું સ્થાન તો નહિ જ આપી શકતો, પણ હા, એના દિલમાં થયું હશે કે આ કિસ થી જે એના મગજમાં દીપ્તિ નો ડર છે એ થોડો ઓછો થાય.. અને થયું પણ એવું જ.

ગીતા તો જાણે કે એક અલગ જ દુનિયામાં જ ના ચાલી ગઈ હોય, એ બહુ જ ખુશ ખુશ થઈ ગઈ હતી.

બસ એક નાનકડી માથે કરેલી કિસ એને આટલી બધી ખુશી પણ આપી શકે છે, રઘુ વિચારી રહ્યો.

"થઈ ગયા, આપના બંનેના લગ્ન થઈ ગયા, બહુ સપના ના જો.." રઘુ એ કહ્યું તો ગીતા સીધી એને ભેટી પડી.

"થેંક યુ.." રડતા રડતા એ બોલી.

"ચાલ, ચાલ. દીપ્તિ મારી રાહ જોવે છે.." રઘુ બોલ્યો તો ગીતા એને બનાવટી માર મારે છે.

ત્રણેય ત્યાં જવા નીકળે છે, કેટલાય બધા રહસ્ય, અને અણજાણી વાતો, એમનો ત્યાં ઇન્તજાર જ કરી રહી છે. ઘરને તાળું મારી રહેલ આ લોકો એ વાતથી અણજાણ છે.

વધુ આવતા અંકે..
____________________
એપિસોડ 17માં જોશો: "કઇ નહિ, હું તો રેખા ને જ લવ કરું છું.."

"હા, એટલે જ તો એની સાથે આટલું બધું ફ્લર્ટ કરતો હતો તું!" ગીતાએ ગુસ્સે થતા કહ્યું.

"એવું તેં શું છે, એનામાં જે મારા માં કે રેખામાં પણ નહિ! હેં?! બસ આ જ હતો તારો અને રેખા નો લવ.. એક પળમાં જ ભૂલી ગયો ને તું એને.. રેખા તો આ દુનિયામાં પણ નહિ.. હું તો છું ને.. કેટલું બધું કહેલું કાલે મેં તને પણ તું.." ગીતા બધો જ ગુસ્સો ઉતારવા માગતી હતી.

"શાંત થઈ જા, બાબા!" રઘુ એ એને બેડ પર બેસાડી.