Love's risk, fear, thriller fix - 21 books and stories free download online pdf in Gujarati

ઇશ્કનું રિસ્ક, ડર, થ્રીલર ફિક્સ - 21


કહાની અબ તક (એપિસોડ 11થી 20): વૈભવ એકવાર ફરીથી કિડનેપ થઈ ગયો હોય છે. કિડનેપર કોઈ છોકરી હોય છે. બધાનું કારણ પોતે રેખા જ ખોવાનું એને કહેવામાં આવે છે તો રેખા એના ભાઈ અને પ્યાર રઘુ ને કઈ નહિ કરવાના બદલાના ભાગ રૂપે પોતે નીચે કૂદી ને મરી જાય છે.

ગીતા રઘુ ને લવ માટે કહે છે તો રઘુ તો હજી પણ રેખાના પ્યારમાં જ હોય છે! ગીતા બધી તપાસ હાથ ધરે છે. વૈભવ ને એ શુરૂ થી બધું પૂછે છે, કુરિયર નું કહી ને બહાર બોલાવી ને કોઈ બે ગુંડાઓ એને કિડનેપ કરી લે છે. રેખા ની તો બધા સાથે સારું જ બનતું હોવાનું રઘુ અને ગીતા જાણે છે.

રઘુ ને દીપ્તિ નું યાદ આવે છે તો ત્રણેય એના ઘરે જવાનું વિચારે છે. ગીતા રઘુ દીપ્તિ ના પ્યારમાં ના પડી જાય એવા વિચારથી ગભરાઈ જાય છે. રઘુ મસ્તીમાં દીપ્તિ સાથે ફ્લર્ટ કરે છે તો ગીતા રિસાઈ જાય છે. બંને બીજા દિવસે એ જ પાર્કમાં જાય છે, એ જ દિશામાંથી એની પર ગોળીથી હુમલો થાય છે. આ વખતે રઘુ ગોળી મારનાર નો પીછો કરે છે, પણ એ પકડાતો નહિ! ગીતા પર કોલ આવે છે કે દીપ્તિ કોઈ વ્યક્તિઓ સાથે પૈસાની વાત કરતી હોય છે. બંને વૈભવને આ વાત નહીં કહેવાનો નિર્યણ લે છે.

વૈભવ નો કોલ ઇનરિચેબલ આવે છે બંને બહુ જ ગભરાઈ જાય છે. પણ એનો ફોન ખાલી ડિશચાર્જ જ થયો હોય છે.

બંને ઘરે જઈને વૈભવ સાથે ચર્ચા કરે છે. ગીતા રઘુ ને કહે છે કે પોતે એ રેખાના મોતનો બદલો અવસ્ય લઈ અપાવશે.

"ગીતા, મને રેખા ની બહુ જ યાદ આવે છે.. હું હવે ખરેખર એના વગર જીવી જ નહિ શકું!" રઘુ કહે છે.

"હું તારી ફિલિંગ સમજું છું.." ગીતા એને કહે છે. કોઈ અંધારા રૂમમાં બંને હોય છે.

"રેખાના કાતિલ પણ તો નહિ મળી રહ્યાં ને! બહુ થયું, બસ હવે હું વધારે રેખા વગર નહિ રહી શકું! હું ખુદને ખતમ કરી લઈશ!" રઘુ એ પાગલ ની જેમ કહ્યું.

ગીતા આગળ કઈ કહી કે વિચારી શકે એ પહેલાં તો રઘુ એ ટેબલ પર રાખેલ ચપ્પા ને ખુદના જ પેટમાં ખૂંપી દીધું! લોહીની એક ધાર બહાર આવી તો, ગીતાની બંને આંખો આંસુઓથી છલકાઈ ગઈ!

"રઘુ.." રૂમ માં ગીતાની ચીસ પડઘાઈ રહી હતી.

🔵🔵🔵🔵🔵

"રઘુ.. રઘુ.. રઘુ.." ગીતા ઊંઘમાંથી ઊઠી!

"હા, હું તારી જોડે જ તો છું!" રઘુ એ એનો હાથ પકડી લીધો હતો.

"બહુ જ ખરાબ સપનું જોયું મેં!" ગીતા બહુ જ ગભરાયેલી લાગી રહી હતી.

"ખબર છે.. હું મરી જાઉં એવું જ ને?!" રઘુ એ અનુમાન જ લગાવ્યું હતું, પણ એ સાચ્ચું હતું!

"હા.. તને કેવી રીતે ખબર?!" ગીતાને આશ્ચર્ય થયું.

"બરાબર જ તો છે, રેખાના કાતિલ તો મળતાં નહિ, હવે હું પણ મારી રેખા વગર બહુ સમય નહિ રહી શકું ને!" રઘુ એ કહ્યું.

"ઓ! શું મતલબ?! જો તારો વાળ પણ વાંકો થયો તો હું પણ નહીં જીવું!" ગીતા એ રડતા રડતા કહ્યું.

"બહુ દીપ્તિ દીપ્તિ કહેતી હતી ને તું! હું ખુદ જ નહીં રહું તો શું દીપ્તિ પણ મને પ્યાર કરશે?!" રઘુ એ બહુ જ ભારોભાર કહ્યું તો આખરે ના જ રહેવાતા રેખા એ એના મોં પર હાથ મૂકી દીધો.

"રેખા નું મોત, એક ખરાબ દુર્ઘટના હતી, પણ તું લાઈફથી આટલી જલ્દી હાર નહિ માની શકતો, તું એ રઘુ છું, મારો રઘુ!" ગીતા એ એને વળગી પડતાં કહ્યું.

"પણ યાર, તારે શા માટે સ્યુસાઇડ કરવી છે?! હેં?!" ગીતાએ પૂછ્યું.

"હા, તો તું મને પ્યાર કરે છે, અને એટલો જ જેટલો હું રેખાને અને રેખા મને કરતી હતી, પણ હું તો હજી પણ રેખા ને જ પ્યાર કરું છું ને! હું તને પ્યાર નહિ કરી શકતો, મારો જીવ ના બળે?! મને કેટલું દુઃખ થાય કે તું મને આટલો બધો પ્યાર કરું છું અને હું તને સામે પ્યાર પણ નહીં કરી શકતો!" રઘુ એ આખરે કહી જ દીધું.

"ઓહ, પણ તો આનો બીજો કોઈ ઉપાય તો હશે ને!" ગીતા એ કરગરતા કહ્યું.

"છે ને, પણ તું કદાચ નહિ કરે!" રઘુ એ કહ્યું.

"કરીશ, ગમે એ હું કરવા તૈયાર છું!" ગીતા એ તૈયારી બતાવી.

"પહેલા તો તું મને ક્યારેય નહીં કહે કે તું મને પ્યાર કરે છે અને તું મારા સિવાય બીજા કોઈને પ્યાર કરીશ!" રઘુ એ કહ્યું.

"આઈ પ્રોમિસ, હું ક્યારેય નહીં કહું કે હું તને પ્યાર કરું છું!" ગીતા એ તુરંત જ કહી દીધું.

"અને.. એમ પણ કે તું બીજા કોઈને પ્યાર કરીશ!" રઘુ એ યાદ અપાવ્યું.

"ઓ?! એકસક્યુઝ મી! મારી લાઇફ છે, હું કોઈ ને પ્યાર કરું કે ના કરું. અથવા તો જીવનભર કોઈની યાદોમાં જ રહું!" ગીતાએ કહ્યું.

"ઠીક છે પણ મને તું પ્યાર કરે છે એવું કહેતી ના અને મને લવ તો તું ભૂલથી પણ કરતી જ ના!" રઘુ એ કહ્યું.

"કહું નહિ, પણ પ્યાર તો હું તને જ કરીશ!" ગીતા એ મક્કમતાથી કહ્યું.

"ના કર, પાગલ! હું બહુ જ ખોટી વ્યક્તિ છું, હું રેખાને ના બચાવી શક્યો તો તને શું બચાવિશ!" રઘુ એ કહ્યું.

"તું બેસ્ટ છે, તું જ બહુ જ સારી અને સાચી વ્યક્તિ છું!" ગીતા એ કહ્યું અને એને વળગી પડી.

કહાની માં ટવીસ્ટ કાલે આવવાનો હતો!

વધુ આવતા અંકે..
____________________
એપિસોડ 22માં જોશો: "મારે એક વાત કહેવી છે.." જે બેકગ્રાઉન્ડ માં હંમેશાં ઇગ્નોર થતો હતો આજે ને કહ્યું.

"હા? શું?!" રઘુ અને ગીતા એક સાથે જ બોલ્યાં.

"ગીતા, હું તને બહુ જ પ્યાર કરું છું!" વૈભવ એ કહ્યું તો રઘુ ને બહુ જ હસવું આવી ગયું!

"સોરી, પણ હું તો રઘુ ની દીવાની છું!" ગીતા એ બને એટલા પ્યારથી કહ્યું.

"ગીતા, બહુ જ મસ્ત ચાન્સ છે, વૈભવ બહુ જ સારો છોકરો છે!" રઘુ એ કહ્યું.