Love's risk, fear, thriller fix - 25 books and stories free download online pdf in Gujarati

ઇશ્કનું રિસ્ક, ડર, થ્રીલર ફિક્સ - 25


🔵🔵🔵🔵🔵

"છોડ.." રઘુ ની ઊંઘ ના બગડે એવી રીતે ધીમેથી ગીતા રઘુ થી જ પોતાનો હાથ છોડાવી રહી હતી. એ ખુશ પણ બહુ જ હતી કે એટ લીસ્ટ ઊંઘમાં તો એ એનો હાથ છોડવા નહીં માગતો!

પણ ઊંઘમાં હાથ પકડી રાખવાથી શું થાય છે?! દિવસે બધાં વચ્ચે એને તો રઘુ નો હાથ પોતાના હાથમાં જોઇતો હતો! એને થોડો પ્યાર આવી ગયો. ઊંઘ નો ફાયદો ઉઠાવતા એને રઘુ ના માથે કેટલીક કિસ કરી.

"મારો રઘુ!" એ બોલી.

"સૂઈ જા ને!" રઘુ જાગી ગયો તો એને હાથથી ગીતા ને સુવાડી.

"ડર લાગે છે!" ગીતાએ માસૂમિયત થી કહ્યું. રઘુ એ એને ખુદથી નજીક લાવી દીધી.

"પાણી પી ને આવું.." રઘુ ને કહીને એ કિચનમાં ચાલી ગઈ.

🔵🔵🔵🔵🔵

સવારમાં ગીતા રઘુ નો હાથ નહોતી છોડતી!

"રઘુ, પ્લીઝ, કર ને મને પ્યાર!" એ વારંવાર ઊંઘમાં બબડી રહી હતી, ખરેખર રઘુ ની જગ્યા એ કોઈ પત્થર દિલ નો વ્યક્તિ પણ હોત તો પણ એને આમ આવી હાલતમાં જોઈને એને પ્યાર કરવા તૈયાર થઈ જાત! પણ આ તો રઘુ હતો! એના દિલમાં રેખા નો પ્યાર હજી પણ એવો જ અને એટલો જ હતો!

"ઊઠી જા.." રઘુ એના માથે હાથ ફેરવ્યો, હા, લવ તો નહિ પણ એને દયા આવી ગઈ.

"વૈભવ?! વૈભવ કઈ છે?!" ગીતા એ સીધું જ પૂછ્યું તો ખરેખર વૈભવ ગાયબ હતો! આખું ઘર તલાશ કર્યું તો પણ વૈભવ નો કોઈ જ પત્તો નહોતો મળી રહ્યો.

"હું એ લોકો ને જીવતા નહિ છોડું!" રઘુ બહુ જ ગુસ્સામાં હતો.

"રીલેક્સ! ચિંતા ના કર! વૈભવ મળી જશે!" ગીતા એ રઘુ ને ખુદની બાહોમાં લઈ લીધો હતો.

રઘુ ના ફોનમાં એક કોલ આવ્યો.

"વૈભવ ને જીવતો જોઇતો હોય તો મેસેજ કરેલી જગ્યા પર સાથે આવી જજે!" કોઈ વયસ્ક એ કોલ પર કહ્યું તો રઘુ ને તો વધારે ગુસ્સો આવી ગયો!

"ચિંતા ના કર.." ગીતા એ એના માથે એક હળવી કિસ કરી. રઘુ પર તો જાણે કે એની કોઈ અસર પણ ના થઈ!

મેસેજ મા કહેલા સમય માં હજી થોડી વાર હતી તો બંને ફ્રેશ થઈ ને રઘુ માટે ગીતા એ ફટાફટ નાસ્તો પણ બનાવી લીધો.

"ખાઈ લે ને! જોડે હોઈએ ના હોઈએ?!" જ્યારે જિંદગી ખતમ થવાની હોય ત્યારે જિંદગી સાથે થોડો વધારે જ પ્યાર કરવાનું મન થતું હોય છે!

ગીતા ને પણ રેખા જેવી જ વાતો કરતી જોઈ ને આખરે રઘુ એ ખાધું અને ખુદ એના હાથથી ગીતા ને પણ ખવાળ્યું.

"હું નહિ જાણતી એ લોકો કોણ છે, પણ હું તને બહુ જ પ્યાર કરું છું અને હંમેશાં કરતી રહીશ!" ગીતા બોલી. ખાઈ ને બંને સોફા પર હતા.

"ઓહ મતલબ, હું મરી જઈશ તો તું પણ કોઈ એ લવ નહિ કરે!" રઘુ થોડું હસતા બોલ્યો!

"ઓ! એક ઝાપટ મારીશ ને! તને મારી પણ ઉંમર લાગી જાય!" નહિ ગમતું જ્યારે કોઈ એ વસ્તુ વિશે વાત પણ કરે જેની માટે આખી જિંદગી મુશ્કેલી વેઠી હોય.

કોલેજમાં પણ ગીતા એ હરકોઈ થી રઘુ નો બચાવ કરતી હતી, જે એને થોડું કે વધારે, પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે નુકસાન પહોંચાડવા માંગતાં હોય! એ હંમેશાં કહેતી - "જો ભગવાન પણ તને લેવા આવશે ને તો તારી પહેલાં એમને મને લેવી પડશે!"

એ દરેક છોકરીઓ જે રઘુ ને પ્યાર કરતી ગીતા એમને રોકતી. એ દરેક છોકરાઓ જે છોકરીઓ ને લવ કરતા અને એ છોકરીઓ ખુદ રઘુ ને તો એ છોકરાઓ થી પણ ખુદ ગીતા જ રઘુ ને બચાવતી! વાત પૈસા ની હોય કે પાવર ની, ગીતા બધામાં આગળ હતી, બસ એક રઘુ પાછળ જ એ દીવાની અને લાચાર હતી!

વધુ આવતા અંકે..
____________________
એપિસોડ 26માં જોશો: "આઈ લવ યુ!" રઘુ એ કહી જ દીધું.

ગીતા ને તો જાણે કે મુક્તિ નો માર્ગ જ ના મળી ગયો હોય, જીવન ભર ની લાડાઈ નો જાણે કે સારો અંત આવ્યો હોય!

"બસ હવે, હું મરી પણ.." રઘુ એ એના હોઠ પર આંગળી મૂકી દીધી - "હું તારો વાળ પણ વાંકો નહીં થવા દઉં!" રઘુ એ કહ્યું.

ગીતા સાવ અણજાણ હતી કે ત્યાં જે થવાનું હતું એ તો એના મોત કરતા પણ વધારે ભયાનક થવાનું હતું! હા, એને જીવતા જીવત મારી નાંખે એવી ઘટના ત્યાં થવાની હતી!