Love's risk, fear, thriller fix - 26 books and stories free download online pdf in Gujarati

ઇશ્કનું રિસ્ક, ડર, થ્રીલર ફિક્સ - 26


"ચાલ તને હું મોંઘી હોટેલમાં લઇ જાઉં!" ગીતા રઘુ ને કહેતી હતી.

"ના મેડમ.. તું ચાલ તને ગાર્ડનમાં લઇ જાઉં!" આવી જગ્યા પર ગીતા જેવા લોકો તો ક્યારેય પગ પણ ના મૂકે એવા નાના અમથા ગાર્ડનમાં નીચે બેસી ને ખુદ ગીતાએ રઘુ સાથે ખાધું હતું ત્યાર થી જ ગીતાને રઘુ બધા કરતાં અલગ જ અને બહુ જ પ્યારો લાગતો હતો.

રઘુ એ મરવાની વાત કરી તો ગીતા ને એક સામટું બધું યાદ આવવા લાગ્યું!

"મારી નાખ મને.. અથવા હું ખુદ જ મરી કેમ ના જાઉં! પણ તું પ્લીઝ મરવા ની વાત ના કર!" ગીતા એ રઘુ ને બાહોમાં લઇ લીધો હતો, ખાસ્સા સમય થયાં બાદ પણ એ એને છોડવા જ નહોતી માગતી! છોડે પણ કેવી રીતે? જેને આખી લાઇફમાં સૌથી વધારે ચાહ્યો હોય, એના વિશે કોઈ કેવી રીતે આવું સાંભળી પણ શકે?!

"રઘુ, પ્લીઝ! જૂઠ તો જૂઠ પણ એક વાર તો આજે તો કહી દે તું મને!" આંખોમાં આંસુ લઈને ગીતા બોલી.

"આઈ લવ યુ!" રઘુ એ કહી જ દીધું.

ગીતા ને તો જાણે કે મુક્તિ નો માર્ગ જ ના મળી ગયો હોય, જીવન ભર ની લાડાઈ નો જાણે કે સારો અંત આવ્યો હોય!

"બસ હવે, હું મરી પણ.." રઘુ એ એના હોઠ પર આંગળી મૂકી દીધી - "હું તારો વાળ પણ વાંકો નહીં થવા દઉં!" રઘુ એ કહ્યું.

ગીતા સાવ અણજાણ હતી કે ત્યાં જે થવાનું હતું એ તો એના મોત કરતા પણ વધારે ભયાનક થવાનું હતું! હા, એને જીવતા જીવત મારી નાંખે એવી ઘટના ત્યાં થવાની હતી!

🔵🔵🔵🔵🔵

બંને મેસેજ કરેલી જગ્યા પર જઈ પહોંચે છે. ઘર કોઈ ગુંડાઓ ની જગ્યા ઓછી પણ કોઈ સજ્જન વ્યક્તિનું ઘર વધારે લાગી રહ્યું હતું!

બંને એ બેલ બગાડી!

"રેખા.. તું જીવતી છું! મને ખબર જ હતી, તને કઈ થાય જ નહિ!" રઘુ એકદમ ખુશ થઈ ગયો! એને રેખા જેવી જ લાગતી એ છોકરી ને ગળે લગાવી લીધી!

"હું નેહા છું! છોડો!" એ છોકરી બોલી પડી!

"ઓહ, સોરી! એટલે રેખા હમણાં હમણાં જ મારી છે એની શકલ તારા જેવી જ લાગે છે તો!" ગીતા એ વાત વાળી લીધી.

"હું નેહા છું, નેહા! હું રેખા નથી!" નેહા એ ભારોભાર કહ્યું તો પણ રઘુ ના મનમાં તો જાણે કે રેખા પાછી આવી જવાની ખુશી હતી!

"આ જુઓ ને, આ કોણ છે, મને ખુદની બહેન ગણે છે! મેં એને કેટલુંય સમજાવ્યો પણ માનતો જ નહિ! માર્કેટમાં બધાને લાગ્યું કે એ છેડતી કરે છે તો એને બાંધી ને મારા ઘરે લઈ આવ્યા! એક કાકા એ એના ફોનમાં થી રઘુ ના નંબર પર કોલ કર્યો." નેહા એ બધું જ કહી દીધું.

"ઓહ! સો સોરી! આઈ એમ ઓલ્સો સો સોરી!" રઘુ એ એની આંખોમાં આંખો પરોવી જોયું. નેહા એની આંખોમાં જાણે કે ડૂબી જ ગઈ!" ગીતા ને ના ગમ્યું તો એને બનાવટી ખાંસી ખાધી. બંને વર્તમાનમાં પાછા આવ્યા.

"રેખા, આઈ મીન નેહા! હું બહુ જ દુઃખી છું! નહિ જાણતો કે તું કોણ છે, પણ પ્લીઝ તું મારી હેલ્પ કરીશ?!" કોઈ અસફળ વ્યક્તિ જાણે કે દરેક મંદિરમાં ભગવાન ને મદદ ની ભીખ માગે એમ રઘુ પણ રેખાના કાતિલ ને શોધવાની મદદ હર કોઈને કરવા કહેતો હતો.

"હા, હું તમારી હેલ્પ કરવા તૈયાર છું!" આખીય કહાની સાંભળી ને આખરે નેહા તૈયાર થઈ.

રઘુ ના માસૂમ ચહેરા પર નેહા ને દયા તો આવી ગઈ હતી, પણ શું પ્યાર પણ શક્ય છે?!

વધુ આવતા અંકે..
____________________
એપિસોડ 27માં જોશો: આંખોનાં એક ઈશારામાં જ નેહા એ રઘુ નો આભાર માની લીધો! રેખા પણ તો આવી જ હતી ને! હવે રઘુ થોડું વધારે મુંઝવણ અનુભવી રહ્યો હતો! એ ખુદને સમજાવી રહ્યો હતો કે જો એ ગીતા ને પણ પ્યાર નહિ કરી શકતો તો કેમ એ નેહા થી આટલો બધો પ્રભાવિત છે?! શું એવું તો નહિ હોય કે એ પણ ખુદ ને જ નેહા ના દુઃખનો પણ સહભાગી માની રહ્યો હોય?!

એ દિવસે નેહાને ખુદ રઘુ એ એના હાથથી જમાળ્યું હતું. ગીતા ને એ દિવસે ખાવામાં ઝહેર નાંખવાનું મન થઇ ગયું હતું!

નેહા ગઈ પછી એ રાત્રે, ગીતા રઘુ થી બહુ જ ગુસ્સે હતી.