Love's risk, fear, thriller fix - 30 books and stories free download online pdf in Gujarati

ઇશ્કનું રિસ્ક, ડર, થ્રીલર ફિક્સ - 30


રઘુ પણ જાણે કે ગીતાનાં એ ભાવને કળી ગયો. એને એની તરફ એક નજર કરી નેં વૈભવ તરફ નજર કરી જાણે કે કહેતો ના હોય કે તું તો રઘુ ને પ્યાર કરેં છે ને!

વધુમાં એને ખુદના માથાને નેહાં ના માથા પર મૂકી દીધું. ગીતાથી ના જ રહેવાયું તો એને રઘુ નાં માથાને હાથથી એના માથા પર મૂકી દીધું.

થોડી વારમાં સૌ જાણે કે કોઈ સપનામાંથી બહાર આવ્યાં.

રઘુ પૂછે એ પહેલાં જ ગીતા એ નેહા ને પૂછી લીધું - "હવે કેવું છે?!"

"સારું લાગે છે!" નેહા એ બહુ જ પ્યારથી કહ્યું. જાણે કે રઘુ નો સાથ પામી ને એ તૃપ્ત જ ના થઈ ગઈ હોય. એ બહુ જ સારું ફીલ કરી રહી હતી.

આ બાજુ ગીતા બહુ જ ઉદાસ અને અપરાધભાવ થી ગ્રસ્ત હતી. એના મનમાં એક સામટા અનેક વિચારો જાણે કે એકદમ આવી જતા વરસાદ ની જેમ આવી રહ્યાં હતાં. એક બાજુ તો પોતે વૈભવ ની સાથે જવાનો અફસોસ અને વધુમાં એક તો નેહા પણ હવે રઘૂથી નજીક જઈ રહી હતી! ખરેખર તો ગીતા રઘુ ની માફી માગવા માગતી હતી, બસ કહી જ દેવું છે કે એની ભૂલ થઈ ગઈ, તું તો એને લવ નહિ જ કરતો, પણ ખુદ તો એને જીવથી પણ વધારે ચાહ્યો છે ને! શું નહિ કર્યું એની માટે?! એ બસ રડવાની જ હતી. રઘુ એ જોઈ ગયો.

"વૈભવ," રઘુ એ વૈભવ ને બોલાવ્યો.

"જો ને, તારા પ્યાર ને કઈ વાત નું રડવાનું આવે છે!" એ બોલ્યો તો વૈભવ એ ગીતા સામું જોયું, હા, હજી એને એટલો તો હક નહોતો મળ્યો કે એ એને હગ કરે!

રઘુ એ ગીતાના હાથને વૈભવના હાથમાં મૂક્યા, ગીતા રઘુ સામે અપલક જોઈ રહી, જાણે કે એ તો બસ આ નેહાના જવાનો જ ઇન્તજાર કરી રહી હતી, એને બહુ બધું લડવું હતું એની જોડે! બસ ક્યારે આ નેહા જાય અને એ આક્રમણ કરે. રઘુ એના એ ભાવને પણ કળી ગયો.

"બેશો તમે બંને, હું અને ગીતા આપની માટે નાસ્તો લઇ આવીએ.." નેહા એ જાણે કે આંખોથી જ રઘુ ને જલ્દી આવવા કહી દીધું. હવે નેહા એ રઘુ થી એક પળ પણ દૂર નહોતું જવું! પણ રઘુ તો ગયો.

"હવે ક્યારેય કહેતી ના કે તું મને લવ કરે છે!" રઘુ એ કહ્યું.

"સોરી બાબા!" ગીતા બહું જ ઉદાસ લાગી રહી હતી.

"પ્યાર તેં ક્યારેય મને કર્યો જ નહિ!" રઘુ એ કહ્યું.

"આઈ લવ યુ!" ગીતા એને વળગી પડી.

"આઈ લવ રેખા!" રઘુ એ કહ્યું.

"કેવો છે, ખુદ મારો થતો પણ નહિ અને બીજાની થવા પણ નહીં દેતો!" ગીતા બોલી.

"થવા તો દઉં છું.. સાચું તો કહું છું તું મને પ્યાર કરતી જ નહિ! કેટલા મસ્ત લાગો છો તું અને વૈભવ!" રઘુ એ કહ્યું તો કોઈ ના હોવાનો ફાયદો ઉઠાવતા ગીતા એ રઘુ ના માથે એક કિસ કરી લીધી.

"ગમે એટલી કિસ કરી લે તું! ગમે એટલું જૂઠ બોલી લે તું! પણ તું મને પ્યાર કરતી જ નહિ!" રઘુ એ કહ્યું.

"કરું છું! તને જ પ્યાર કરું છું!" ગીતાએ ભારોભાર ક્હ્યું.

"હા કહી દે ને વૈભવ ને!" રઘુ બોલ્યો.

"ઓહ, એમ કહી દે ને કે તું પણ નેહા ને પ્યાર કરવા લાગ્યો છું!" ગીતાએ કહ્યું.

"હું રેખાને પ્યાર કરું છું!" રઘુ બોલ્યો.

"હા, જોતી હતી ને એ તો હું!" ગીતા એ કટાક્ષમાં કહ્યું.

"આઈ જસ્ટ લવ રેખા!" રઘુ એ કહ્યું.

"કહેવું સહેલું છે, નિભાવવું મુશ્કેલ છે!" ગીતા બોલી.

"ચાલ નાસ્તો લઇ ને જઈએ.." રઘુ બોલ્યો અને બાજુની દુકાનેથી નાસ્તો લઈને રઘુ અને ગીતા ફાટફાટ વૈભવ અને નેહા પાસે પહોંચી ગયા.

નેહા એ તો રીતસર રઘુ ને હગ જ કરી લીધું!

વધુ આવતા અંકે..
____________________
એપિસોડ 31માં જોશો: રઘુ ના ફોનમાં રીંગ વાગી -

"જો ગીતા, નેહા ને કઈ પણ થયું તો.."

"થશે જ.. પ્યાર કરું છું હું તને! પહેલાં રેખા અને હવે આ નેહા! કેટલી ને કરું તારાથી દૂર?! જેટલી ને દૂર કરું છું.. એટલી નવી નવી આવે છે!" ગીતાના શબ્દોમાં માં રોષ હતો.

"જો ગીતું, તું જસ્ટ એક વાર મને મળ.. હું જિંદગીભર તારો ગુલામ બની ને રહીશ! પ્લીઝ તું નેહા ને કઈ ના કર!" રઘુ રીતસર કરગરી રહ્યો હતો.

"સોરી જાન! પણ જે તને પ્યાર કરશે, એને મરવું જ પડશે!" ગીતા એ દાંત ભિંસતા કહ્યું.