Ang Rakshak Doctor - 1 in Gujarati Adventure Stories by Ghanshyam Kaklotar books and stories PDF | અંગ રક્ષક ડૉક્ટર - 1

અંગ રક્ષક ડૉક્ટર - 1

અંગ રક્ષક ડોક્ટર:
અંગ રક્ષક ડોક્ટર:
Story' નામ:- અંગ રક્ષક ડોક્ટર


પ્રસ્તાવના:-

લક્ષ્ય, જે વ્યવસાયે ડૉક્ટર બનવા માંગતો હતો, તેના ભાગ્યમાં કંઈક બીજું જ હતું. મા દુર્ગાએ તેમને અલૌકિક દૈવી શક્તિથી વિશ્વનો સૌથી શક્તિશાળી માણસ બનાવ્યો હતો, એ અસાધારણ શક્તિથી તેઓ પોતાનું લક્ષ્ય પ્રાપ્ત કરી શકશે?

Episode [ 1 ] :- તે અદ્ભૂત શક્તિ નું રહસ્ય

એ દિવસે બધીજ બાજુ સિંદૂર ઊડતું હતું
રસ્તા ઓ લાલ હતા આખા કોલકાતા માં લોકો ની ભીડ ઉભરાય પડી હતી જ્યાં સુધી નજર જતી ત્યાં સુંદર લાલ અને સફેદ સાડી પહેરી મહિલા ઓ સિંદૂર થી રમતી હતી

એ રોજ વિજયા દશમી નો દિવસ હતો
એટલે કે દુર્ગા વિસર્જન નો દિવસ હાવડા બ્રીજ ઉપર લોકો એટલા જમાં થાય ગયા હતા કે મનો કે આખું કોલકાતા શહેર
હાવડા બ્રીજ ઉપર ઊભા છે

જ્યાં નજર જય ત્યાં લોકો ને લોકો હતા
અરે માણસો કેમ ના હોય આજે તેમના પાયરી માં દુર્ગા નું વિસર્જન જે હતું

એ દિવસે સિંદૂર થી લથપથ હાથ માં પુસ્તકો લય લક્ષ્ય પણ હાવડા બ્રીજ ઉપર
આ સુંદર નજારો જોય રહ્યો હતો

અને મન માં ને મન માં પ્રાથના કરતો હતો કે
હે માં હવે મારી લાઈફ માં કાય સારું થાય જય

અને તેજ ભીડભાડ વચ્ચે અને ઘોંઘાટ માં
એક છોકરી ની ચીસ પડવાનો અવાજ આવ્યો અને બધીજ બાજુ સન્નાટો પસરી ગયો હતો

તે છોકરી હાવડા બ્રીજ ઉપર લટકેલી હતી મનો તે આત્મહત્યા કરવા જય રહી હતી અથવા આ ભીડ માં તેમને કોઈ એ ધક્કો માર્યો હોય


તેણી જોર જોર થી ચીસો પડતી હતી બચાઓ બચાઓ

આ જોય ત્યાં જમાં ભીડ પણ બોલવા લાગી બચાઓ અને કોય બચાઓ તે લટકે છે

છોકરી બ્રીજ ઉપર લટકતી હતી અને કોય પણ સમયે તેમનો હાથ છૂટી સકતો હતો

કયેક લોકો તેને બચાવવા આગળ આવ્યા પણ ત્યાં તો મોડું થઈ ગયું હતું

તે છોકરી નો હાથ હાવડા બ્રીજ ના થભલા પર થી છુટી ગયો હતો

અને તે જડપથી ધડામ કરીને હુગલી નદી ના વહેર માં સમાય ગઈ

હુગલી નદી જે કોલકાતા ની શાન છે તે જડપ થી તે છોકરી ને વહાવી લય જતી હતી

ત્યાં હજારો લોકો હાજર હતા પણ અપસોસ એ હાજર લોકો ની ભીડ માં કોય એવો માં નો લાલ ન હતો કે જે ઉફળા મારતી નદી માં છલાગ લાવીને છોકરી ને બચાવી શકે

છોકરી ડૂબતી જતી હતી

લોકો તમાસ બિન બની ને જોતા હતા

લક્ષ્ય જેના વાળ અને મોઢું આખુ લાલ સિંદૂર થી લથપથ હતું

તેમને તેમની બાજુ માં ઊભેલી એક મહિલા ને કીધું

મેડમ તમે આ પુસ્તક પકડશો હું તે છોકરી ને બચાવવા જાવ છું

તે મહિલા લક્ષ્ય ના પાગલ પણ ને જોય ને બોલી તું ગાંડો છે શું ? આ નદી માં મોટા ઝેર વાળા સાપ છે જેના ડંખ મારવા થીજ મોત થાય જાય છે તું આવું કરીશ નહિ

પણ આ લક્ષ્ય હતો જેને નાનપણ થીજ તેમના દાદા જી કહેતા આવ્યા હતા કે

બેટા હંમેશા યાદ રાખજે તારા જીવન નો કોય અર્થ નથી જો તું જરૂરત મંદ લોકો ની મદદ ના કરી શકે અને તેના કામ ના આવી શકે તો

બીજા લોકો માટે તું પોતાને ને પણ ભૂલી જા તો દુનિયા તને યાદ રાખશે

દાદા ની આ વાત લક્ષ્ય એ તેમના જીવન માં ગાંઠ બાંધી દીધી હતી

અને તેને વગર ટાઈમ ને પસાર કરે હાથ માં રહેલી પુસ્તક બાજુ માં ઊભેલી મહિલા ને
આપી અને હુગલી નદી માં છલાંગ લગાવી દીધી

લોકો નો શોર હવે વધી ગયો હતો

લોકો હવે બૂમો નોતા પડતા તાળીઓ અને સિટી ઓ પણ મારતા હતા

કેટલાક લોકો ચાહતા હતા કે છોકરો તે ડૂબતી છોકરી ને બચાવી લે અને કેટલાક લોકો બંને ને ડૂબતા પણ જોવા માગતા હતા

આખર બે લોકો ને ડૂબતા જોવા નું શું ઓછું રોમાંચક લાગશે શાયર આજ માણસ ની ફિતરત છે

અને બીજી બાજુ ત્યાં નદી ની વચ્ચે જીંદગી અને મોત ની વચ્ચે યુદ્ધ ચાલતું હતું

લક્ષ્ય છોકરી ની પાસે જવા માટે જડપ થી હાથ પગ પાણી માં મરતો હતો

નદી માં બધી બાજુની રૂકાવટ ભલે કચરો હોય કે સાપ હોય તે બધા લક્ષ્ય થી અથડાતાં હતા

લક્ષ્ય એ જ્યારે પાણી ની અંદર મોટા મોટા સાપ જોયા ત્યારે તેમનું લોય સુકાય ગયું

અને પોતાના થી પૂછવા લાગ્યો કાય જોશ માં આવીને તેમને કોય ભૂલ તો નથી કરી નાખી ને

અને જડપ થી એક સાપ તેમની તરફ આવતો હતો તે સાપ મોટો અને કાળો ખાતરનાક હતો

તેના કરડ વાથી માણસ ને દુનિયા નો કોય મોટો ડોક્ટર અથવા વેદ્ય બચાવી શકે તેમ ન હતું

અને મોત ને પોતાની તરફ આવતી જોય ને
લક્ષ્ય માં ને પ્રાથના કરે છે

માં આજે કોય ચમત્કાર કરી દો મે કોય નો જીવ બચાવવા માટે છલાંગ લગાવી છે મને તો તરતા પણ નથી આવડતું

મને આ સપો થી બચાવી લો અને આ છોકરી ને બચાવી શકું તેવું ચમત્કાર કરી દો

કોઈ એ સાચું કહ્યું છે દિલ થી ભગવાન ને યાદ કરો તો તે આપણી વાત સાંભળે છે
અને માં દુર્ગા લક્ષ્ય ની વાત સાંભળ વના હતા

લક્ષ્ય એ માં દુર્ગા એ યાદ કર્યા હતા ત્યાં નદી માં એક જોર થી ધડામ કરી ને ધમાકો થયો જેમ કે આકાશ મથી કોય તરો તૂટી ને પડ્યો હોય

લક્ષ્ય ને આવું લાગ્યું કે કોય મજબૂત વસ્તુ તેમની સાથે. ભટકાય ગઈ હોય
તેની આખની સામે તેજ અંજવાળું થયું

અને તે ડૂબતી છોકરી તેને સાફ દેખાતી હતી લક્ષ્ય ને એહસાસ થાય ગયો હતો કે કયકતો ચમત્કાર થયો છે

એ ધમાકા પછી લક્ષ્ય ને પાણી ની અંદર પણ બધુજ સાફ દેખાતું હતું જે સાપ તેની પાસે આવતો હતો તે તેમને ડંખ માર્યો

પણ ચમત્કાર એ હતો કે લક્ષ્ય ને કસુજ થયું નહિ ના તેમને દર્દ થયો ના જેર નો તેમના પર કોય અસર હતો

ખાલી આજ નહી તેમની હેરણી વધી ગઈ હતી

તરવાની કળા ના જાણવા છતાં તે જડપ થી તર તો હતો અને તે ડૂબતી છોકરી ની નજીક પહોંચી ગયો હતો

અને ત્યાં બીજો ચમત્કાર થયો પાલક જબકાવતા લક્ષ્ય અને તે છોકરી હુગલી નદી ના કિનારે આવી ગાયા હતા પણ કેવી રીતે આ લક્ષ્ય ની સમજ થી બહાર હતું

છોકરી બચી ગઈ હતી હવે હાવડા બ્રીજ ઉપર ઉભેલા લોકો નીચે ઉતરી આવ્યા હતા

લોકો ને તમાશો જોવા નો પેહલા થી શોક હોય છે

લોકો તે છોકરી અને લક્ષ્ય ને ઘેરી ને ઉભા હતા કોઈ લક્ષ્ય ની પીઠ થપથપાવતા હતા કે કોય તેમની દિલેરી ના વખાણ કરતા હતા

તો કોય ભીના કપડા માં સુતેલી છોકરી ના શરીર ને જોઈ રહ્યા હતા

લક્ષ્ય પોતાને સાંભળી ને છોકરી ને જોઈ તો તેમની શ્વાસ ચાલતો હતો પણ તે બેહોશ હતી

લક્ષ્ય એ તેમને હલાવી દુલવી પણ તેમને અસર થયું નહિ

ત્યાં લક્ષ્ય ની અંદર રહેલા વેધ્ય એ એમને કય કરવાની સલાહ આપી

જ્યારે વ્યક્તિ શ્વાસ નો લય સકે અથવા બેભાન અવસ્થા માં હોય ત્યારે

સામને વાળા ના મુખ માં હવા છોડ વી એટલે કે મોઢામાં મોઢું ભરાવી ને સામને વાળા વ્યક્તિ ને શ્વાસ આપવો

ઇંગ્લિશ માં તેમને artificial રેસ્પ્રેશ કહે છે

લક્ષ્ય થોડો હિચ કિચતો હતો કેમ કે આજ સુધી કોય છોકરી એ સ્પર્શ કરી ના હતી.

તો કેવી રીતે આ છોકરી ના મો માં મો નાખી શ્વાસ આપે સુ આ બરાબર થાય છે

ત્યાં માં લક્ષ્ય ને દાદા જી ની એક વાત યાદ આવી

લક્ષ્ય ના દાદા જી:- હંમેશા યાદ રાખજે

વેદ્ય નો ધર્મ હંમેશા મરીઝ નો જીવ બચાવવા નો છે તે કરવા માટે જે કરવું પડે તે કરવું જોઈએ

એ દિવસે લક્ષ્ય ને દાદા જી થોડા વધારે યાદ આવતા હતા

લક્ષ્ય એ વિચારી લીધું કે છોકરી ને હવે શ્વાસ અપવોજ પડશે

તેમને જ્યારે બેહોશ પડેલી છોકરી ને ધ્યાન થી જોઈ ત્યારે તે જોતોજ રહી ગયો હતો

ધુધ ની જેવો ઉજળો રંગ ત્રશયેલા નેનનક્ષ
ગોળ ગાલ અને લાલ હોઠ બાંધા વાળું શરીર

લક્ષ્ય મન માજ કહે હે ભગવાન કોય એટલું પણ સુંદર હોય સકે

આવી સુંદર છોકરી ને મારવા થોડી દેવાય

પછી લક્ષ્ય એ તે છોકરી ને માફી માગતા કહ્યું

જુઓ હું જે કરવા જાઉં છું તે મજબૂરી માં કરું છું મારો મગ્સદ તમારો ફાયદો ઉઠાવવા નો નાથી. બસ તમને બચાવવા નો છે મને માફ કરજો

લક્ષ્ય એ શર્મ છોડી તેમના મર્દાના હોઠ છોકરીના નરમ હોઠ પર મૂકી દીધા

એવું કરતા મનો તે અલગજ દુનિયા માં પોચી ગયો હોય

બેહદ ખુશનુમા અનુભવ હતો તે છોકરીના નરમ હોઠ લક્ષ્ય ને સ્વર્ગ નો આનંદ દેતા હતા

પણ જલ્દી તેમને તેનો ધર્મ અને કર્મ યાદ આવી ગયું

અને તે છોકરી ને શ્વાસ દેવા મડ્યો અને તે છોકરી હોશ માં આવી ગઈ


અને તેમને અહેસાસ થયો કે એક પારકા મર્દ એ તેના હોઠ ઉપર હોઠ મૂક્યા હતા

આ વિચારવા થીજ તેનો ચેહરો શ્રમ થી લાલ થાય ગયો


તેમને પોતાની અખો બંધ કરી દીધી હતી

છોકરી ને હોશ આવી ગઇ તે જોય લોકો ને ખુશી થઇ લોકો મુમાં બૂમ કરવા લાગ્યા હતા

જાણે તે લોકો એ પોતેજ છોકરીને અડકીને જીવતી કરી હોય

તે હર્ષ અને ઉલ્લાસ હતો

પણ આ શું છોકરી ફરીથી બેહોશ થવા લાગી હતી

લક્ષ્ય સમજી ગયો આવું તેમને સાપ ને કરડવા થી થયો હતો

સાપ એ નદી માં છોકરીને ડંખ માર્યો હતો અને તેમનું જેર અસર માં આવવા લાગ્યું હતું

લક્ષ્ય ની માટે નવી ચુનોતી સામને આવી ગઈ હતી લક્ષ્ય ને તે છોકરીને પૂછ્યું સાપ તને ક્યાં કરડ્યો છે

કેમ કે હું મારા મોં થી તે જેર ને તમારા શરીર થી જેર ને કાઢી શકું


એ છોકરી એ જ્યાં ઈશારો કર્યો હતો ત્યાં શ્વાસ ભરવા કરતા પણ વધારે મુશ્કેલ હતું

છોકરી એ પોતાની છાતી તરફ ઈશારો કર્યો હતો

લક્ષ્ય મનમાં બોલ્યો ભગવાન આજે તું શું કરે છે
પહેલા હોઠ હવે છાતી. છોકરી નું શરીર કાળું પડી રહ્યું હતું

હવે જરા પણ ભૂલ તેમનું જીવ લય સકતો હતો

લક્ષ્ય ને ત્યાં ઉભેલા આદમી ઓ ને હટવા નું અને ત્યાં ઊભેલી મહિલા ને ઘેરો બનાવી ને ઉભા રહેવા કહ્યું હતું જેથી કોય તેમને જોય ના સકે


લક્ષ્ય હવે પોતાની અખો બંધ કરી ને છોકરીના શર્ટ ના બટન ખોલવા માંડ્યો હતો

તેમને બે બટન ખોલ્યા હતા ત્યાં તેમને અડધી અખો ખોલી ને જોયું

તો સામેજ તેને સાપ ના કરડવા ના નિશાન જોવા મળ્યા

હવે વારો તે જહેર ને બહાર ખેચવા નો હતો

લક્ષ્ય ને પોતાની અખો બંધ કરી હતી ને છોકરી તરફ જુક્યો હતો


અને છોકરીને આ હરકત તરફ થી માફી માગી


છોકરી ના નર્મ વક્ષ ના ખૂણા માં થી જહેર બહાર કાઢ્યું

પણ હજી તે છોકરી બેહોશ હતી

ત્યાં લક્ષ્ય ને તેના દાદા જી ની વાત યાદ આવી એક વાર સાપ ના કર્દેલા દર્દી ની ઈલાજ વખતે તેમના દાદા
તેમને કીધું હતું

જ્યારે કોય સાપ તેમને કરડી લે ત્યારે સો થી પહેલા મો થી તેમનું જહેર બહાર કાઢવું .
અને તે મરીઝ વારે વારે બેભાન અવસ્થા માં આવે તો તેમની નાભિ માં બે અગ્લી થી દબાવી રાખવું થી તે જીવતો પણ રહેશે અને શ્વાસ પણ લેતો રહેશે

આ યાદ આવતા લક્ષ્ય એ બે અગ્લી તે છોકરી ની નાભી માં મૂકી દીધી

અને થોડી વાર માં છોકરીના શ્વાસ સામાન્ય થવા માંડ્યો

લક્ષ્ય સમજી ગયો હતો કે હવે વાર લગાડ્યા વગર છોકરી ને હોસ્પિટલ માં લય જવી જોઈએ કેમ કે અહીંયા જૂની ચિકિત્સા પધ્ધતિ નો રોલ પૂરો થઈ ગયો

અને છોકરીને મોર્ડન ટીકમેન્ટ ની જરૂર હતી

અને હાવડા બ્રીજ ની ભીડ એક વાર ફરી દુર્ગા વિસર્જન તરફ મુખાતિબ થાઈ ચૂકી હતી

હવે ફક્ત લક્ષ્ય અને તે મહિલા જેને લક્ષ્ય એ હાથ માં પુસ્તક પકડવ્યા હતા અને તે છોકરી ત્રણ લોકો જ હતા

બાકી લોકો મૂવી નો આનંદ લય રવાના થાય ગયા હતા

તરત જ લક્ષ્ય એ ઓટો રિક્ષા ને બોલા વી છોકરી અને તે મહિલા ને લઈ હોસ્પિટલ રવાના થાય ગયો

ત્યાં છોકરી એ રિક્ષા વાળા ડ્રાઈવર ને કહ્યું ભાઈ મણીપાલ હોસ્પિટલ લઈ લેજો

બધાજ સમજી ગયા હતા કે છોકરી તે હોસ્પિટલ થી પરિચિત હતી
અથવા ત્યાજ તેમનો ઈલાજ થતો હશે

રિક્ષા માણીપાલ હોસ્પિટલ પાસે જઈ ઊભી રહી હતી.

હોસ્પિટલ ના કર્મચારી એ તે છોકરી ને જોઈ તો બધા તેમની તરફ દોડતા આવ્યા હતા

અને બોલવા લાગ્યા અરે મેડમ તમને શુ થયુ આ હાલત કેવી રીતે થઈ ગઈ

લક્ષ્ય ને હેરાની થઈ હોસ્પિટલ નો સ્ટાફ અને એટલો દરજ્જો કેમ આપી રહ્યા છે

**


આખરે તે છોકરી નદી માં કેવી રીતે પડી ગઇ હતી

લક્ષ્ય ને અચાનક કઈ શક્તિ મળી ગઈ હતી મણીપાલ હોસ્પિટલ માં કેમ તે છોકરી ને બધા જાણતા હતા


આવા પ્રશ્નો ના જવાબ માટે વાંચતા રહો.. અંગરક્ષક ડોક્ટર

***

લેખક:- Ghanshyam kaklotar

Rate & Review

Natvar Patel

Natvar Patel 3 weeks ago

Atul Gala

Atul Gala 3 months ago

Dhyan Hospital

Dhyan Hospital 4 months ago

Rakesh

Rakesh 4 months ago

Parash Dhulia

Parash Dhulia 5 months ago

Share